◆ પ્રશ્ર્નો ના જવાબ લખો.
1. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ નો સંગમ શાથી રચાયો છે?
ઉત્તર :
 પ્રાચીનકાળથી અનેક જાતિ પ્રજાતિઓ અને સમૂહ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઇને ભારત આવતા હતા તેના કારણે ભારતીય સંસ્કૃતિમાં રહેતા નો સંગમ રચાયો હતો.

2. ભારતમાં પ્રાચીન સમયમાં ની ખેતી થતી હતી?
ઉત્તર : 
ભારતમાં પ્રાચીન સમયમાં ઘઉં ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી.

3. પ્રાચીન સમયમાં કયા કયા લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો?
ઉત્તર :
 પ્રાચીન સમયમાં કુહાડી કુહાડા ફળના ફળના દાતરડુ વગેરે જેવા લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો.

4. પ્રાચીન ભારતમાં સિંચાઈ માટે શું શું બનાવવામાં આવ્યું હતું?
ઉત્તર : 
પ્રાચીન ભારતમાં સિંચાઈ માટે નહેરો કૂવા તળાવ અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા.

5. પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગ્રામ ભોજક ની નિમણૂક કેવી રીતે થતી ?
ઉત્તર : 
પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટેભાગે ગામ નો સૌથી મોટો જમીન માલિક બનતો.

6. પ્રાચીન સમયમાં ઉત્તર ભારતના ગામડામાં ગ્રામ ભોજક શું કાર્ય કરતા ?
ઉત્તર : 
પ્રાચીન સમયમાં ઉત્તર ભારતના ગામડામાં ગ્રામ ભોજક કરવેરા ઉઘરાવતા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા.

7. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં કયા પ્રકારના લોકો રહેતા હતા ?
ઉત્તર :
 પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો ,નાના ખેડૂતો અને જમીન વિહોણા મજુર(દાસ).

8. પ્રાચીન સમયમાં ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું લેતા હતા?
ઉત્તર : 
પ્રાચીન સમયમાં ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં,ચોખા,દૂધ,દહીં,ઘી, ફળફળાદી તથા માંસ માછલી લેતા હતા.

10. પ્રાચીન સમયમાં મળી આ ભારતમાં મળી આવેલ વલય કૂપો નો શુ ઉપયોગ થતો હતો ?
ઉત્તર : 
પ્રાચીન ભારતમાં મળી આવેલ વલયકૂપો શૌચાલય, નીક અથવા કચરાપેટી તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.

11. પ્રાચીન ભારતની કલાને ઇતિહાસવિદોએ બે ભાગમાં વહેંચી છે?
ઉત્તર : 
પ્રાચીન ભારતની કલા ને ઇતિહાસવિદો એ નીચે મુજબ બે ભાગમાં વહેંચી છે: 1) લલિત કથા 2)નિદર્શન કલા

12. પ્રાચીન ભારત અને લલિત કલામાં શાનો શાનો સમાવેશ થાય છે?
ઉત્તર : 
પ્રાચીન ભારતની લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટે કલા વગેરેનો સમાવેશ થાય છે.

13. પ્રાચીન ભારતીય સાહિત્ય અને કયા ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે?
ઉત્તર :
 પ્રાચીન ભારતીય સાહિત્યને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે:1) ધાર્મિક 2)ધર્મેતર 3)વિદેશી મુસાફરો ના વર્ણનો.

14. રામાયણમાં શાનુ શાનુ ચિત્રણ કરાયું છે?
ઉત્તર : 
રામાયણમાં ભગવાન શ્રી રામ ની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક જીવન ધોરણ નું વર્ણન કરાયું છે.

15. કોઈપણ ચાર પુરાણો ના નામ જણાવો.
ઉત્તર :
 વિષ્ણુ પુરાણ, ગરુડપુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ.

16. બૌદ્ધ ધર્મના ત્રિપિટકોના નામ જણાવો.
ઉત્તર : 
સૂત્ત(સૂત્ર) પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક આ બૌદ્ધ ધર્મના ત્રિપિટક કહેવાય છે.

17. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કઈ બે સંહિતા પ્રસિદ્ધ છે.?
ઉત્તર : 
તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મ કઝાર અને તંઝર બે સંહિતા સાથે પ્રસિદ્ધ છે.

18. ત્રણ સ્મૃતિઓના નામ જણાવો.
ઉત્તર : 
ત્રણ સ્મૃતિઓના નામ આ પ્રમાણે છે: મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ.

19. પ્રાચીન ભારતના ધર્મેતર સાહીત્યમાં કયા સાહિત્યકારોનો ફાળો વિશેષ છે?
ઉત્તર : 
પ્રાચીન ભારતના ધર્મેતર સાહિત્યમાં ભાસ ,કાલિદાસ,શૂદ્રક અને ભારવિ જેવા મહાન સાહિત્યકારો નો ફાળો વિશેષ છે.

20. પ્રાચીન ભારતના ધર્મેતર સાહીત્યના અગત્યના મહાકાવ્યો અને નાટકોના નામ લાખો.
ઉત્તર : 
અભિજ્ઞાન શાકુંતલમ્ ,રઘુવંશમ્ ,મેઘદૂતમ્, કિરતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ્, મૃચ્છક્તિકમ્ વગેરે પ્રાચીન ભારતનાં ધર્મેતર સાહીત્યના અગત્યના મહાકાવ્યો અને નાટકો છે.

21. સંગમ સાહિત્ય ની અગત્યની બે રચના ના નામ જણાવો.
ઉત્તર : 
સંગમ સાહિત્ય ની અગત્યની બે રચના શિલ્પપદિ કારમ્ અને માણીમેખલાઈ છે.

22. પાણીનીએ અષ્ટાધ્યાયી ગ્રંથ કઈ સદીમાં લખ્યો હતો?
ઉત્તર :
 પાણીનીએ અષ્ટાધ્યાયી ગ્રંથ ઈસ. પૂર્વેની પાંચમી સદીમાં લખ્યો હતો.

23. અશોકના શિલાલેખોમાંથી શાની શાની માહિતી મળે છે?
ઉત્તર : 
અશોકના શિલાલેખોમાંથી મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની માહિતી મળે છે.

24. પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં વિદેશી મુસાફરો / પ્રવાસીઓ આવ્યા હતા?
ઉત્તર : 
પ્રાચીન ભારતમાં ગ્રીક એલચી મૅગેસ્થનિસ, ગ્રીક નાવિક ટોલેમી, ચીની મુસાફરો ફાહિયાન અને હ્યુ - એન - સ્તાંગ જેવા પ્રવાસીઓ આવ્યા હતા.

25. ચીની મુસાફર ફહિયાને અને હ્યુ - એન -સ્તાંગે પોતાના ગ્રંથો માં ભારતની કઈ કઈ બાબતોનું ચિત્રણ કર્યું છે.?
ઉત્તર : 
ચીની મુસાફર ફહિયાને અને હ્યુ - એન -સ્તાંગે પોતાના ગ્રંથોમાં જે તે સમયના ભારતની સમાજજીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભૂત ચિત્રણ કરેલ છે.

26. લોથલ હડડપીય સંસ્કૃતિનું મોટું બંદર હતું તેમ શાના આધારે કહી શકાય છે?
ઉત્તર : 
લોથલમાં બંદરની ગોદી-ડૉક્યાર્ડ-વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે,જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે.આ પરથી કહી શકાય કે લોથલ હડડપીય સંસ્કૃતિનું મોટું બંદર હતું.

27. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને કેટલા અંગમાં વહેચાયેલું છે?
ઉત્તર : 
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેચાયેલું છે.

28. જૈન ધર્મની અગત્યની પ્રાચીન સાહિત્ય રચનાના નામ જણાવો.
ઉત્તર : 
જૈન ધર્મની અગત્યની પ્રાચીન સાહિત્ય રચનાના : આગમો, આચારઅંગ અને વૈતાલીક દશાવૈતાલીક.

29. લોથલનાં બંદરેથી કઈ કઈ વાસ્તુના બનેલા મણકાઓ નો વેપાર થતો હતો?
ઉત્તર : 
લોથલનાં બંદરેથી સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો.

30.ભારતના પ્રાચીન સમયના મુખ્ય આંતરરાષ્ટ્રીય બંદરો ના નામ જણાવો.
ઉત્તર : 
ભારતના પ્રાચીન સમયના મુખ્ય આંતરરાષ્ટ્રીય બંદરો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્ર લિપ્તી છે.

31. ચીનનો ભારત સાથેનો વેપારી માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો થયો,કારણ કે...
ઉત્તર : 
ચીનના લોકો વેપાર અર્થે પગપાળા કે ઘોડા પર મુસાફરી કરતા હતા.આ વેપારીઓ તેમની સાથે રેશમી કાપડ રાખતા હતા.આમ આ વેપારી માર્ગ પર વેપારીઓ રેશમ સાથે આવતા હોવાથી તે રેશમ માર્ગ તરીકે જાણીતો થયો.

32. રેશમ માર્ગ સાથે ક્યાં ક્યાં દેશો સંકળાયેલા હતા?
ઉત્તર : 
રેશમ માર્ગ સાથે ચીન , ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રૉમ જેવા દેશો સંકળાયેલા હતા.

33. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના બંદરો શાની શાની નિકાસ કરતા હતાં?
ઉત્તર : 
પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાના ની નિકાસ કરતા હતાં.

34. ભારત માં પ્રાચીન સમયના ગુફાચિત્રો કઈ કઈ જગ્યાએથી મળી આવ્યા છે?
ઉત્તર : 
ભારત માં પ્રાચીન સમયના ગુફાચિત્રો મધ્યપ્રદેશમાં ભીમબેટકા, મહારાષ્ટ્રમાં અજંતા-ઈલોરા, બાઘ અને અમરાવતીની ગુફાઓમાંથી મળી આવ્યા છે.

35. બુદ્ધ અંગેની કઈ કઈ બાબતોને પ્રાચીન સમયના ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે?
ઉત્તર :
 બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધ ની સાધનાને પ્રાચીન સમયનાં ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે.

36. હડપ્પીય સભ્યતા સાથે ક્યાં ક્યાં સ્થાપત્યો સંકળાયેલા છે?
ઉત્તર :
 હડપ્પીય સભ્યતા સાથે એક સમાન નગરરચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ જેવા સ્થાપત્યો સંકળાયેલા છે.

37. પ્રાચીન ભારત ના ગુફાશિલ્પો ક્યાં ક્યાંથી મળી આવ્યા છે?
ઉત્તર : 
પ્રાચીન ભારત ના ગુફાશિલ્પો બારાબારની પહાડીઓ, નાસિક, અજંતા-ઇલોરની અને અમરાવતીમાંથી મળી આવ્યા છે.

38. પ્રાચીન ભારતની મૂર્તિકલામાં કઈ બે શૈલીઓ પ્રચલિત હતી?
ઉત્તર : 
પ્રાચીન ભારતની મૂર્તિકલામાં ગાંધાર કલા અને મથુરા કલા આ બે શૈલીઓ પ્રચલિત હતી.

39. ગાંધાર શૈલીના નમૂના ક્યાં ક્યાં સ્થળેથી મળી આવ્યા છે?
ઉત્તર : 
ગાંધાર શૈલીના નમૂના ઉત્તર-પશ્ચિમ ભારત માં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધાર થી મળી આવ્યા છે.

40. ગાંધાર શૈલીની બુદ્ધ ની વિશાળ પ્રતિમાઓ ક્યાં જોવા મળે છે?
ઉત્તર :
 ગાંધાર શૈલીની બુદ્ધ ની વિશાળ પ્રતિમાઓ બમિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે.

41. ભારતના પ્રસિદ્ધ સ્તૂપોના નામ જણાવો.
ઉત્તર : ભારતના પ્રસિદ્ધ સ્તૂપો અશોકનો સાંચીનો સ્તૂપ, લુમ્બીનીનો સ્તૂપ અને સરનાથનો સ્તૂપ છે.

42. ક્યાં ક્યાં ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે?
ઉત્તર : 
અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે.

43. વિહાર કોને કહે છે?
ઉત્તર : બૌદ્ધ અને જૈન સાધુઓના વસવાટ માટે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી.આ સ્થળોને વિહાર કહે છે.

44. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ક્યાં ચીની મુસાફરે લીધી હતી?
ઉત્તર :
 નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ચીની મુસાફર હ્યુ - એન -સ્તાંગે લીધી હતી.

45. નાલંદા વિદ્યાપીઠમાં ક્યાં દર્શનશાસ્ત્રો ભણાવતા?
ઉત્તર : 
નાલંદા વિદ્યાપીઠમાં હિંદુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રો ભણાવતા.

46. ઈન્ડોગ્રીક રાજાઓના સુવર્ણ સિક્કા માં શુ શુ ઉલ્લેખિત થતું હતું?
ઉત્તર : 
ઈન્ડોગ્રીક રાજાઓના સુવર્ણ સિક્કાઓમાં રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેના સમય ઉલ્લેખિત થતો હતો.

47. ગુપ્તવંશના ક્યાં ક્યાં રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે?
ઉત્તર : 
ગુપ્તવંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય( વિક્રમાદિત્ય) ના સિક્કાઓ મળી આવ્યા છે.

48. ચંદ્રગુપ્ત પ્રથમના કેવા સિક્કા મળી આવ્યા છે?
ઉત્તર : ચંદ્રગુપ્ત પ્રથમના રાજરાણીના અને ગરુડના સિક્કા મળી આવ્યા છે.

◆ ટૂંકનોંધ લખો.
1. પ્રાચીન ભારતની ખેતી
ઉત્તર : 
ભારતમાં ખેતીની શરૂઆત પ્રાચીન સમય થી થઈ ગઈ હતી. તે સમયે ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની પણ વ્યવસ્થા હતી. હડપ્પા સંસ્કૃતિના હળ આકાર ના રમકડા પરથી કહી શકાય કે તેવો હળનો ઉપયોગ કરતા હશે. આશરે ૨૫૦૦ વર્ષ પહેલાથી લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો હશે. તેઓ કુહાડી, કુહાડા, હળનાં ફણા,દાતરડુ વગેરેથી પરિચિત હતા. ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરું રોપણ જેવા પગલા લીધા હતા. તથા સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. એ સમયે ઘઉં, જવ, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી.

2. વૈદિક સાહિત્ય
ઉત્તર : 
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય માં વેદોનો સમાવેશ થાય છે. તેથી તેને વૈદિક સાહિત્ય પણ કહેવામાં આવે છે. વેદો ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો ની રચના કરવામાં આવી હતી. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય અગત્યના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે.

3. પ્રાચીન સમયનું બૌદ્ધ ધર્મ સાહિત્ય
ઉત્તર : 
પ્રાચીન સમયમાં હિન્દુ ધર્મના સાહિત્યની સાથે બૌદ્ધ અને જૈન ધર્મના સાહિત્યનો પણ વિકાસ થયો હતો. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટ્ટક કહે છે. જેમાં સુત્ત(સૂત્ર)પિટ્ટક, વિનયપિટ્ટક અને અભિધમ્મપિટ્ટક નો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દિઘનિકાય, અંગુતરનિકાય અને મજ્જિનિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. નાગસેનનું મિલિન્દ પાન્હો (પ્રશ્નો) અને આર્યમંજીષી શ્રીમુળકલ્પ પણ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કઝાર અને જતંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે.આ ઉપરાંત બૃહદકથા, હરિવંશપુરાણ , વાસુદેવહિડી, સિદ્ધહેમશબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિકૌમૂદી નો પણ બૌદ્ધ ધર્મ સાહિત્ય માં સમાવેશ થાય છે.

4. ધર્મેતર સાહિત્ય
ઉત્તર : 
જય સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. આ પ્રકારના સાહિત્યમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિ ઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓ નો સમાવેશ થાય છે. સ્મૃતિઓ કાયદાકીય ગ્રંથો છે. તેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એક કાયદા ગ્રંથ છે.
                નાટકો અને કાવ્યોમાં ભાસ , કાલિદાસ , શુદ્રક અને ભારવિનો ફાળો નોંધપાત્ર છે . અભિજ્ઞાન શાકુંતલમ્ , રઘુવંશમ્ , મેઘદૂતમુ ,કિરાતાર્જુનીયમ , સ્વપ્નવાસવદત્તમ્ અને મૃચ્છકટિકમ્ વગેરેનો અગત્યનાં મહાકાવ્યો અને નાટકોમાં સમાવેશ થાય છે.
                દક્ષિણ ભારતમાં વિશિષ્ટ સાહિત્ય 'સંગમ સાહિત્ય'ની રચના થઈ . જેમાં 'શિલપ્પદિકારમ્ ’ અને ‘ મણિમેખલાઈ ' ખૂબ જ અગત્યના છે. 'અષ્ટાધ્યાયી' પાણિનિ નો શ્રેષ્ઠ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે . પ્રશસ્તિ કાવ્યોનો પણ ગુપ્તકાળમાં વિકાસ થયો . જેમાં હરિષેણની પ્રયાગ પ્રશસ્તિ , વીરસેન સાબાની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ અને બાણની 'હર્ષચરિતમ્' મુખ્ય છે.

5. પ્રાચીન ભારતના સ્થાપત્યો
ઉત્તર : 
પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પીય નગરરચના , સ્નાનાગર , અનાજના કોઠાર , ઔદ્યોગિક એકમો , ગટર આયોજન વગેરેથી થાય છે . આ સ્થાપત્યોમાં ગુફાસ્થાપત્યો , શિલ્પકલા અને સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે .
ગુફા સ્થાપત્યો : ગુફા સ્થાપત્યોમાં બારબારની પહાડીઓ , નાસિકનાં ગુફાશિલ્પો , અજંતા - ઈલોરા અને અમરાવતીનાં ગુફાશિલ્પોનો સમાવેશ થાય છે .
શિલ્પકલા : શિલ્પકલામાં મૂર્તિકલાનો વિકાસ ભારતમાં પૂર્ણ રીતે થયો હતો . મૂર્તિકલામાં બે પ્રકારની શૈલીઓ પ્રચલિત હતી. (1) ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમ તરીકે ગાંધાર કલા (2) સંપૂર્ણ ભારતીય કલાશૈલી તરીકે મથુરા કલા.
સ્તૂપો અને વિહારો : બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો , ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે . જેમાં સ્તૂપો ધ્યાન ધરવા માટે અને ચૈત્યો પ્રાર્થના કરવા માટે હતા. જ્યારે વિહારો જૈન અને બૌદ્ધ સાધુઓને રહેવા માટે હતા.
આમ , પ્રાચીન ભારતના સ્થાપત્યો ઈજનેરી કલાના શ્રેષ્ઠ નમૂના છે . તેમાં તે સમયનું અદ્ભુત કલાકૌશલ્ય પ્રદશિત થાય છે .

6. તક્ષશિલા વિદ્યાપીઠ
ઉત્તર : 
ઉત્તર-પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. જ્યાં નીતિ શાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન નું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થા માંથી ખ્યાતિ પામ્યા હતા.

7. ગુજરાતી વલભી વિદ્યાપીઠ
ઉત્તર : 
ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં શિક્ષણ ના ધામ તરીકે વલભી વિદ્યાપીઠ નો વિકાસ થયો હતો. ચીની મુસાફર હ્યુ-એન-સ્તાંગે આ વિદ્યાપીઠમાં પ્રશંસા કરી હતી. આ વિદ્યાપીઠમાં દૂર દેશાવર થી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા હતા. વિદ્યાપીઠ માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા ની પરીક્ષા આપવી પડતી હતી. પ્રવેશ પરીક્ષા બાદ લેખિત પરીક્ષા લેવાતી અને પછી આચાર્યો સાથે રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલાતા હતા. આ વિદ્યાપીઠમાં હિન્દુ, બૌદ્ધ, જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ અને ખગોળ નું જ્ઞાન આપવામાં આવતું હતું. વલભી વિદ્યાપીઠ તેની ઉત્તમ શિક્ષણ પ્રણાલીને લીધે વિશ્વમાં પ્રસિધ્ધ બની હતી.

8. પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન ઉત્તર
ઉત્તર :
 ભારતના ઉત્તર ભાગમાં ગ્રામનો વડો ગ્રામભોજક કહેવાતો . આ પદ વંશપરંપરાગત રહેતું . ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીનમાલિક રહેતો . જે ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો . તેઓ ગામના કરવેરા ઉઘરાવવાનું કાર્ય કરતા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા . જ્યારે દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા : મોટા જમીનદારો , નાના ખેડૂતો અને જમીનવિહોણા મજૂર ( દાસ ) .

9. પ્રાચીન ભારતનું નગરજીવન ઉત્તર
ઉત્તર : 
પ્રાચીન સમયના મોટા ભાગના શહેરો મહાજનપદોની રાજધાની હતા. તેમને કિલ્લેબંધીથી સુરક્ષિત રખાતા હતા. નગરોમાં વિલયકૂપ હતા , જે કૂવા તરીકે ઓળખાતા અને તેમનો ઉપયોગ શોચાલય, નીક કે કચરાપેટી તરીકે થતો .
                    તે સમયે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં જવ, ઘઉં, ચાખા દૂધ, દહીં, ઘી, ફળફળાદિ તથા માંસ - માછલીનો ઉપયોગ કરતા . પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતાં. ઉપરનું વસ્ત્ર 'વાસ’ અને નીચેનું વસ્ત્ર ' નિવિ ’ કહેવાતું . ક્યારેક દુપટ્ટા જેવું 'અધિવાસ ' પણ લપેટતા.

10. પ્રાચીન ભારતની ચિત્રકલા
ઉત્તર : 
ભારતમાં સૌથી પ્રાચીન ચિત્રો મધ્યપ્રદેશનાં ભીમબેટકામાંથી મળી આવ્યા છે. જેમાં આદિમાનવે દોરેલા 500 થી વધુ ચિત્રો છે. તદુપરાંત અજંતા - ઈલોરાની , અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્રો મળી આવ્યાં છે. અજંતા - ઈલોરાનાં ચિત્રોમાં બુદ્ધની જાતકકથાઓને અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે.