32. જંગલના તળિયે કાળી જમીનનું સ્તર શાની હાજરી સૂચવે છે?
ઉત્તર:-
જંગલના તળીયે કાળી જમીનનું સ્તર કાળા રંગના સેન્દ્રિય પદાર્થોની હાજરી સૂચવે છે.

33. કાળી જમીનમાં મૃત __ અને ___ ના પોષક ઘટકો મુક્ત થયેલા હોય છે.
ઉત્તર:- 
વનસ્પતિઓ,પ્રાણીઓ

34. સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ વનસ્પતિઓ પોષકતત્ત્વો તરીકે કરે છે.(√ કે X )
ઉત્તર:-
 √

35.પતંગિયાં વનસ્પતિને __ ની ક્રિયામાં મદદરૂપ છે.
ઉત્તર:-
 પરાગનયન

36. સડેલાં પાંદડાં અને પ્રાણીઓનાં મળ જંગલને __ થી ભરપૂર બનાવે છે.
ઉત્તર:-
 સેન્દ્રિય પદાર્થો

37. નીચેનામાંથી કોનો ખોરાક મૃત પ્રાણીઓ છે ?
(A) શિયાળ
(B) ગીધ
(C) કાગડા
(D) આપેલ તમામ √

38.જંગલમાં કંઈ પણ નકામું નથી – સમજાવો .
ઉત્તર:- 
જંગલોમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ તેમજ અન્ય જીવજંતુઓનો ખોરાક બને છે. આ ઉપરાંત જંગલોની ભૂમિમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો અને અનેક નાના જીવજંતુઓ જેવા કે કીડીઓ, ઢાલી જીવડાઓ વગેરે જોવા મળે છે. આ સજીવો મૃત વનસ્પતિઓ અને પ્રાણીની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા કાળા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. તેમને વિઘટકો કહે છે. આ સેન્દ્રિય પદાર્થો પોષકતત્વો ધરાવે છે. આ પોષક્તત્વો વનસ્પતિ દ્વારા ફરીથી શોષાય છે. આથી, કહી શકાય કે જંગલોમાં કશું નકામું નથી.

39. વનસ્પતિ ___ની ક્રિયા દરમિયાન ઑક્સિજન મુક્ત કરે છે.
ઉત્તર:-
 પ્રકાશસંશ્લેષણ

40. વૈજ્ઞાનિક કારણ આપો : જંગલો પૃથ્વીના લીલાં ફેફસાં છે.
ઉત્તર:-
 વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ લે છે અને ઓક્સિજન, મુક્ત કરે છે. આમ , તે પ્રાણીઓના શ્વસન માટે ઓક્સિજન પૂરો પાડે છે.જંગલો વાતાવરણમાં ઓક્સિજન, અને કાર્બન ડાયોક્સાઇડ, નું સંતુલન જાળવે છે. આથી, જંગલો પૃથ્વીના લીલાં ફેફસાં કહેવાય છે.

41.વૃક્ષો વાતાવરણમાં__ અને___વાયુનું પ્રમાણ જાળવે છે .
ઉત્તર:-
 ઑક્સિજન,કાર્બન ડાયોક્સાઇડ

42. જંગલોનો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડના સંતુલનમાં ફાળો જણાવો.
ઉત્તર:- 
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ
 લે છે અને ઓક્સિજન, મુક્ત કરે છે. આમ, તે પ્રાણીઓના શ્વસન માટેનો ઓક્સિજન પૂરો પાડે છે. આમ, જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું સંતુલન જાળવવામાં મહત્વનો ફાળો આપે છે.

43. વૃક્ષો__ દ્વારા પાણી લે છે અને હવામાં ___ સ્વરૂપે પાણી મુક્ત કરે છે.
ઉત્તર:-
 મૂળ,બાષ્પ

44. વનસ્પતિ ____ની પ્રક્રિયા દ્વારા પાણી મક્ત કરે છે.
(A) શ્વસન
(B) પ્રકાશસંશ્લેષણ
(C) બાષ્પોત્સર્જન      √
(D) આપેલ તમામ

45. ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને__ અને___ પૂરાં પાડે છે.
ઉત્તર:-
 ખોરાક,આશ્રય

46.હરણાં જેવાં પ્રાણીઓને જંગલ કેવી રીતે મદદરૂપ થાય છે ?
ઉત્તર:- 
હરણાં જેવા તૃણાહારી પ્રાણીઓને જંગલ વસવાટ (આશ્રય) અને ખોરાક પુરો પાડે છે.

47. જંગલના અધિકારીઓ કેટલાંક પ્રાણીઓની હાજરી તેમનાં __ અને __ નિશાનથી ઓળખી શકે છે.
ઉત્તર:-
 મળ,પગલાના

48. કીટકો , પતંગિયાં , મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને__ માં મદદ કરે છે.
ઉત્તર:-
 પરાગનયન

49.જંગલમાં રહેતાં પ્રાણીઓ વનસ્પતિને વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે? 
ઉત્તર:- જંગલોમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ ખોરાક મેળવે છે અને ઉત્સર્ગદ્રવ્યો બહાર કાઢે છે. જમીનમાં રહેલા વિઘટકો મળમાં રહેલા દ્રવ્યોનું વિઘટન કરે છે. જે વનસ્પતિને પોષકદ્રવ્યો પૂરાં પાડે છે .જેના દ્વારા જંગલોમાં વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજવિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓનો ફેલાવો સતત થયા કરે છે અને વિવિધ જગ્યાએ નવી વનસ્પતિઓ ઉગતી રહે છે. આમ, જંગલમાં રહેલા પ્રાણીઓ વનસ્પતિને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે.

50. જંગલોની સાચવણી અને વિકાસથી તૃણાહારી સજીવોને શું ફાયદો થશે?
ઉત્તર:-
 તૃણાહારી પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર આધારિત હોય છે.જંગલોની સાચવણી અને વિકાસ કરવાથી જંગલોમાં વિવિધ પ્રકારના વૃક્ષો, ક્ષુપો અને ઘાસ જેવી વનસ્પતિઓનું પ્રમાણ જળવાય છે. આથી, પ્રાણીઓને ખોરાક તેમજ વસવાટ મળી રહે છે. આમ, જંગલોની સાચવણી અને વિકાસથી પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થાય છે.

51. જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે ? – સમજાવો.
ઉત્તર:-
 જંગલોમાં રહેલ વિવિધ પ્રકારની વનસ્પતિઓ તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ પુરો પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારી પ્રાણીઓની સંખ્યા પણ વધે છે. આ ઉપરાંત જંગલમાં વસવાટ કરતા કેટલાક પ્રાણીઓ વનસ્પતિઓના પરાગનયનમાં મદદ કરે છે. કેટલાક પ્રાણીઓ બીજવિકિરણમાં મદદ કરે છે. આથી જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ જરૂરી છે.

52.જંગલોનું મહત્ત્વ ટૂંકમાં જણાવો .
ઉત્તર:-
 જંગલોનું મહત્ત્વ આ મુજબ છે. 
(1) જંગલો વાતાવરણમાં છે,  ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું સંતુલન જાળવે છે.
(2) જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે. જંગલો દ્વારા પૃથ્વી પર જલચક્ર સતત ચાલ્યા કરે છે.
(3) જંગલો આપણને ખોરાક , રહેઠાણ , પાણી અને દવાઓ પૂરી પાડે છે. 
(4) જંગલોની છત્રછાયા વરસાદની ઝડપને રોકી જમીનનું ધોવાણ અટકાવે છે. 
(5) જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે. 
(6) જંગલો આજુબાજુનો અવાજ શોષી લઈ અવાજનું પ્રદૂષણ અટકાવે છે. 
(7) દરેક પ્રકારનાં પ્રાણીઓને ખોરાક, રહેઠાણ પૂરાં પાડે છે.

53. જંગલો વાતાવરણ, જળચક્ર અને હવાની __ ને અસર કરે છે.
ઉત્તર:-
 ગુણવત્તા

54.જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો.
ઉત્તર:-
 જંગલોનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા' વરસાદની ઝડપને રોકે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું થાય છે. જંગલોમાં જમીન પર પડેલાં પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ, જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે.

55. જંગલો જમીનનું ધોવાણથી બચાવે છે - સમજાવો.
ઉત્તર:- જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર 'છત્રછાયા ' વરસાદની ઝડપને રોકે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું થાય છે. આ ઉપરાંત જંગલોમાં જમીન પર પડેલ પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ, બધો જ વરસાદ વહી જતો નથી અને પૂરની સ્થિતિ ઊભી થતી નથી. આ ઉપરાંત, વૃક્ષોના મૂળ સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે. જેના કારણે જમીનનું ધોવાણ થતું નથી. આમ જંગલોમાં વનસ્પતિના મુળ જમીનનું ધોવાણ અટકાવે છે.

56.આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ ? 
ઉત્તર:- હાલના સમયમાં રોડ, બહુમાળી મકાનોનાં બાંધકામ, ઔદ્યોગિક વિકાસ તેમજ લાકડાની માંગના કારણે જંગલો સતત નાશ પામે છે. વધુ પડતા પ્રાણીઓના ચારા તેમજ લાકડાની માંગના કારણે વધુ ને વધુ વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. તેમજ વિવિધ પ્રાણીઓનો શિકાર કરવાથી પણ તેમની સંખ્યા ઘટી છે. જો જંગલોનો નાશ થશે તો, તેમાં રહેલ પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાશે. આથી, જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી ચિતિંત થવું જોઈએ.

57.નીચે આપેલમાંથી કયું વિધાન સાચું નથી ? 
(A)જંગલો જમીનના ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે.
(B) વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. √
(C) જંગલો વાતાવરણ અને જલચક્ર પર અસર કરે છે.
(D) જમીન જંગલોની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે છે.

58. જંગલમાં ઊંચાણવાળા વિસ્તારથી નજર કરતાં કેવું દેખાય તેનું વર્ણન કરો.
ઉત્તર:-
 ઊંચાઈવાળા વિસ્તાર પરથી જંગલનો મોટા ભાગનો વિસ્તાર જોઈ શકાય છે. ત્યાંથી જમીન દેખાતી નથી. કારણ કે વિવિધ વૃક્ષોના મથાળાં દ્વારા ભૂમિ પર લીલી ચાદર પથરાયેલ હોય તેવું દેખાય છે.

59. આહાર - શૃંખલાના કોઈ પણ એક સભ્યનું પ્રમાણ વધવાથી કે ઘટવાથી શું અસર થાય? 
ઉત્તર:- આહાર - શૃંખલાના કોઈ પણ એક સભ્યનું પ્રમાણ વધવાથી કે ઘટવાથી આહાર - શૃંખલામાં ખલેલ પહોચે છે. જંગલમાં આવી ઘણી બધી આહાર - શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલ હોય છે. આથી જો એક આહાર - શૃંખલામાં ખલેલ પડે તો તે અન્ય આહાર - શૃંખલાને પણ અસર કરે છે.

60. જંગલ તેમાં રહેતા લોકોને કયા કયા પદાર્થો પૂરા પાડે છે?
ઉત્તર:-
 જંગલો તેમાં રહેતા લોકોને ખોરાક, રહેઠાણ, પાણી અને દવા પૂરી પાડે છે. આ લોકો ઘણી જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન ધરાવે છે.

61. પ્રાણીઓની વિવિધતા જંગલને શા માટે જરૂરી છે?
ઉત્તર:-
 તૃણાહારી પ્રાણીઓ અને કીટકો પરાગનયનની ક્રિયા માટે જરૂરી છે. કેટલાંક પક્ષીઓ અને પ્રાણીઓ બીજવિકિરણ દ્વારા વનસ્પતિનો ફેલાવો કરે છે. કીડી, ઢાલી જીવડાં અને નાનાં જીવજંતુઓ વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે. જેમાંના પીપક તત્ત્વો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. આમ વિવિધ પ્રાણીઓ જંગલ માટે આવશ્યક છે.

62. જો જંગલો ના રહે, અદૃશ્ય થાય તો શું થાય?
ઉત્તર:-
 જે પૃથ્વી પર જંગલો ના રહે તો સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ટકાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય. જો જંગલો ના રહે તો .... (1) સજીવોન પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત ન થાય (2) વાતાવરણમાં છે, O2 અને CO2 નું સંતુલન ન જળવાય. (3) પૃથ્વી પર વરસાદની અનિયમિતતા સર્જાય. જેના કારણે દુકાળ સર્જાય કે પૂરની સ્થિતિ સર્જાય છે. (4) પૃથ્વી પર જલચક્ર અટકી જાય. (5) જંગલોમાંથી વિવિધ પેદાશો જેવી કે ખોરાક, લાકડું, પાણી, ઔષધો વગેરે પ્રાપ્ત ન થાય.