31. અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા ? કેમ ?
ઉત્તર :
 અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા, કારણ કે જે ગામ તથા જંગલમાં તેઓ બાળપણથી રહે છે, રમે છે, મોટા થયા છે, તે ગામ પ્રત્યે તેમને પ્રેમ છે, લગાવ છે. તેમના બાપદાદાઓની યાદો છે. આ બધું છોડીને તેમને જવું ને હતું.

32. ઇચ્છા ન હોવા છતાં અનુજના ગામલોકોને ગામ કેમ છોડવું પડ્યું?
ઉત્તર :
 બંધ નિર્માણનું કાર્ય સરકારનો નિર્ણય હતો. ઘણી સરકારી યોજના ઓ માટે સરકારને જમીન જોઈતી હોય છે. સરકાર આ માટે તેનું વળતર પણ ચૂકવે છે. આથી, રરકારના હુકમને કારણે ઈચ્છા ન હોવા છતાં અનુજના ગામલોકોને ગામ છોડવું પડ્યું.

33. અનુજ નવા ગામમાં જવા માટે કઈ બાબતે ઉત્તેજિત હતો ?
ઉત્તર : અનુજ વિચારતો હતો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. એવું ઘર જ્યાં તે ફ્ક્ત એક બટન દબાવશે ને અજવાળું થશે અને નળ ખોલશે ને પાણી આવી જશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. જ્યારે બાળકો હશે ત્યારે તે તેઓને શાળાએ મોકલશે. તેઓ તેના જેવા અભણ નહિ રહે. આ વિચારીને તે નવા ગામમાં જવા માટે ઉત્તેજિત હતો.

34. જયાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે ?
ઉત્તર :
 જયાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાંના લોકોને આ મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે :    (1) ત્યાં લોકોનાં ખેતરો અને ઘરો પાણીમાં ડૂબમાં જશે. 
          (2) તેમની આજીવિકાનું સાધન છીનવાઈ જશે. 
          (3) ત્યાંના લોકોએ સ્થળાંતર કરવું પડશે. 
          (4) પોતાનું ગામ છોડીને બીજી જગ્યાઓ પર જઈને વસવાટ કરવો પડશે. 
          (5) નવેસરથી ઘર બનાવવું પડશે , રોજગારી શોધવી પડશે વગેરે. 


35. અનુજના પરિવારને રહેવા માટે નવી જગ્યા ____ ગામમાં મળી હતી .
ઉત્તર : 
સિંદૂરી

36. સિંદૂરી ગામ ખેડી જેવું જ હતું . (√કેX)
ઉત્તર : 
X

37. અનુજ સિંદૂરી ગામમાં ખૂશ નહોતો . (√કે X )
ઉત્તર : 


38. સિંદૂરી ગામ વિશે નોંધ લખો.
ઉત્તર : 
સિંદૂરી ગામમાં પાકા રસ્તા હતા. પણ ઉનાળાના બળતા તાપમાં છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. થોડાં ઘરો અને દુકાનો હતાં. તે પણ છૂટા છવાયાં. વીજળી તો હતી પણ દિવસમાં થોડો સમય જ રહેતી. નળ હતો પણ તેમાં પાણી નહોતું આવતું. હોસ્પિટલ હતી પણ તેમાં ડૉક્ટર અને દવાની પૂરી સગવડ ન હતી. શાળા હતી પણ મહેનતુ શિક્ષકો નહોતા.

39. અનુજને સિંદૂરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો ?
ઉત્તર : 
અનુજના સ્વપ્નના ગામમાં વીજળી હોય તેવું ઘર, નળ ખોલતાં જ પાણી મળે, બસની સુવિધા, હોસ્પિટલ અને સારી શાળા – આ બધું જ જતું . જયારે સિંદૂરી ગામમાં વીજળી તો હતી પરંતુ થોડોક જ સમય રહેતી, વળી તેનું બિલ પણ ચૂકવવું પડતું, નળ હતા પણ નળમાંથી પાણી આવતું ન હતું. પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. હોસ્પિટલ હતી પરંતુ ડોક્ટર મળવા મુશ્કેલ હતા. શાળા હતી પરંતુ શિક્ષકો ખેડી ગામની શાળાના શિક્ષકો જવા ન હતા. 

40. સિંદૂરી ગામના લોકો ખેડી ગામથી આવેલા લોકો સાથે કેવો વ્યવહાર કરતા હતા ?
ઉત્તર : 
સિંદુરી ગામના લોકો ખેડી ગામથી આવેલા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણીકરણી જુદાં હતાં. તેઓ ખેડીથી આવેલા લોકોને 'વણનોતર્યા મહેમાન' કહીને તેમની મજાક ઉડાવતા હતાં.

41. સરકાર દ્વારા અનુજને સિંદૂરી ગામમાં કેવું મકાન અને જમીન આપવામાં આવી હતી ?
ઉત્તર :
 સરકાર દ્વારા અનુજને પતરાંના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓ રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો. પરંતુ તે ખેતીલાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. સખત મહેનત કરવા છતાં પણ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા.

47. સિંદૂરી ગામમાં અનુજ શાથી ખુશ ન હતો ?
ઉત્તર :
 સિંદૂરી ગામમાં અનુજને એક પતરાંવાળી રૂમ મળી હતી. જેમાં પ્રાણીઓને રહેવાની વ્યવસ્થા ન હતી. ગરમીમાં તે ભઠ્ઠી જેવું ગરમ થઈ જતું હતું. અહીં દરેક વસ્તુ માટે પૈસા ખરચવા પડતા હતા. તે અને તેનું કુટુંબ સખત મહેનત કરતા તો પણ તેને મળેલી જમીનમાં વધુ ઉગાડી શકતા ન હતા. બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા નહોતા કરી શકતા. અહીંના લોકો તેમને ‘વણનોતયાં મહેમાન' કહીને તેમની મજાક ઉડાવતા હતા. બીમાર પડે તો દવા પણ સરળતાથી નહોતી મળતી. આમ, આનાથી  ઘણી બધી તકલીફો હતી. અને તે સમયે તેની સાથે તેનું પોતાનું કહી શકાય તેવું કોઈ નહોતું. આથી તે સિંદુરી ગામમાં ખુશ ન હતો.

48. અનુજે સિંદૂરી ગામ છોડીને ક્યાં જવાનો વિચાર કર્યો?
ઉત્તર :
 B
(A) અમદાવાદ
(B) મુંબઈ
(C) મદ્રાસ
(D) દિલ્લી

49. અનુજના ખેડી ગામની જગ્યાએ શુ હતું?
ઉત્તર : D
(A) બંધ
(B) મોટું તળાવ
(C) રેલવે
(D) A અને B બંને

50. અનુજે મુંબઈ જવા માટે શું તૈયારી કરી ?
ઉત્તર :
 અનુજે મુંબઈ જવા માટે તેની જમીન અને પશુઓ વેચી દીધા .

51. અનુજના જીવનનું એક માત્ર સ્વપ્ન શું હતું ?
ઉત્તર : 
અનુજના જીવનનું એક માત્ર સ્વપ્ન હતું કે, "તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું."

52. અનુજે શા માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું ?
ઉત્તર : D
(A) દીકરીના લગ્ન માટે 
(B) દીકરાનો ભણતર માટે
(C) નવું મકાન લેવા માટે
(D) ઝૂંપડાના સમારકામ માટે

53. અનુજે વિચાર્યું હતું તે પ્રમાણે જ મુંબઈ હતું. (√કેX)
ઉત્તર :
 X

54. અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે ?
ઉત્તર : 
અનુજભાઈના બાળકો મુંબઈમાં નગરનિગમ દ્વારા ચલાવવામાં આવતી સરકારી શાળામાં જતા હશે.

55. તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે ? આ વિશે તમને કેવું લાગ્યું ? 
ઉત્તર : હા, અમારી નજીક જ એક વિસ્તારમાં ઝૂંપડપટ્ટીને નવો રોડ બનાવવા તથા જૂના રોડને પહોળો કરવા માટે હટાવવામાં આવી હતી. ત્યારે આ જાણીને ખૂબ દુ:ખૂ થયું હતું. તેઓને સરકાર દ્વારા બીજી જગ્યાએ મકાનો તો આપવામાં આવ્યાં હતાં, પણ તેઓની રોજી–રોટી છીનવાઈ ગઈ હતી. તેઓને નવેસરથી રોજી-રોટી માટે કામ શોધવા નીકળવું પડતું હતું. આ બધું જાણીને ખૂબ દુ:ખ થયું. 

56. લોકોને નોકરીમાં બદલી થતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે ત્યારે તેમને કઈ મુશ્કેલીઓ પડે છે ?
ઉત્તર : 
નોકરીમાં બદલી થતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે ત્યારે નવા વાતાવરણમાં સમન્વય સાધવાની, બાળકો માટે નવી શાળા શોધવાની, જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની તથા પરિવારને રહેવાલાયક યોગ્ય વસવાટ શોધવાની વગેરે જેવી મુશ્કેલીઓ પડે છે.

57. વિસ્થાપિતો એટલે શું ?
ઉત્તર :
 બંધ નિર્માણ કે માર્ગ નિર્માણ કે અન્ય કોઈ કારણસર સરકાર ચોક્કસ જગ્યાએ રહેતા લોકોની જગ્યા લઈને તેઓને જુદા જુદા વિસ્તારમાં આશ્રય અને અન્ય સુવિધાઓ તથા વળતર પૂરું પાડે છે . આવા સામૂહિક સ્થળાંતર પામતા લોકોને વિસ્થાપિતો કહે છે.

58. "શહેરના લોકો કચરો પેદા કરતા નથી. શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદાં છે ” આ વિધાન સાચું છે કે ખોટું ? કારણ આપો.
ઉત્તર : 
આ વિધાન કેટલેક અંશે ખોટું અને કેટલેક અંશે ખરું છે. શહેરના લોકો કચરો પેદા કરે છે. તેમાંથી કેટલાક લોકો કચરાનો યોગ્ય નિકાલ કરે છે. જયારે કેટલાક લોકો કચરો રસ્તા પર નાખીને શહેરને ગંદુ કરે છે. એ જ રીતે બધી ઝૂંપડપટ્ટી ગંદી હોતી નથી. પણ ગીચતા અને સગવડના અભાવે ત્યાં ગંદકી થાય છે, પણ જો લોકો જાગૃત હોય તો તે પોતાના વિસ્તારને ચોખ્ખો રાખે છે. આથી, માત્ર ઝૂંપડપટ્ટીને લીધે શહેરો ગંદા છે એ કહેવું ખોટું છે.