26.તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો ?
(A) ઘરે તરફ જશો 
(B) દોડાદોડી કરશો
(C) શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો     √ 
(D) રાડારાડ કરશો.

27.વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ ?
ઉત્તર:- 
વાવાઝોડા પહેલાં આ બાબતોની સાવચેતી રાખવી જોઈએ વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવી જોઈએ. તંત્રની સૂચના પ્રમાણે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું. દરિયાની નજીક નીચાણવાળાં ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતાં રહેવું. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, દવાઓ વગેરે જેવો જરૂરી સામાન સાથે જ રાખવો. વીજળી અને ગેસનાં જોડાણો બંધ કરી દેવાં. ચોક્કસ માહિતી માટે રેડિયો પર થતાં પ્રસારણો સાંભળતાં રહેવું જોઈએ.

28. વાવાઝેડા દરમિયાન શું કરવું જોઈએ ? 
ઉત્તર:- વાવાઝોડા દરમિયાન આ કાર્યો કરવાં જોઈએ : વાવાઝોડાની ચેતવણી મળતાં બધા બારી - બારણાં બંધ કરી દેવાં જોઈએ. ઘરમાં જ રહેવું, શાળામાં હોવ તો વર્ગખંડની બહાર ન નીકળવું. જો તમે વાહનમાં હોવ તો વીજળીના થાંભલા, ઝાડ અને દરિયાથી વાહન દૂર ઉભું રાખી તેની અંદર જ રહેવું. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રયસ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું. બાંધેલા પ્રાણીઓને છોડી મૂકવાં જોઈએ જેથી તેઓ પોતાનો બચાવ કરી શકે. જાહેરાતનાં બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો જોઈએ.

29. વાવાઝોડા પછી શું કરવું જોઈએ ?
ઉત્તર:-
 વાવાઝોડા પછી આ પ્રમાણે કાર્યો કરવાં જોઈએ : વાવાઝોડા પછી હવામાન સાફ થાય, પવન બંધ હોય તો પણ બહાર ન જવું, કેમ કે અચાનક પવન અને વરસાદ આવવાની સંભાવના હોય છે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહેવું, કુતૂહલવશ ભેગા ન થવું,તેનાથી બચાવ અને રાહત કામગીરીમાં અવરોધ ઉભો થાય છે. જે ઘરથી દૂરના વિસ્તારોમાં હોવ તો તંત્ર દ્વારા સૂચના મળ્યા પછી જ પરત ઘેર જવું રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવું. બિનજરૂરી ફોન ન કરવા તેનાથી નેટવર્ક ઠપ થઈ જતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે.

30. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજાં ___ નામે ઓળખાય છે.
ઉત્તર :-
 ત્સુનામી

31. શબ્દસમજૂતી આપો : ત્સુનામી
ઉત્તર :-
 સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જવાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતાં વિનાશક મોજાં ત્સુનામી તરીકે ઓળખાય છે.

32. ભૂકંપીય સાગરમોજાં ત્સુનામી તરીકે ઓળખાય છે .(√ કે X )
ઉત્તર:-
 √

33. ત્સુનામી મોજાંના ઉત્પત્તિસ્થાનથી કિનારે આવતા સુધીમાં તેમાં શું ફેરફાર થાય છે ?
ઉત્તર :- ત્સુનામી મોજાં તેના ઉત્પત્તિસ્થાનથી વલય આકારે વિસ્તરી કિનારે આવે છે. કિનારા સુધી પહોંચતા તેની ઝડપ ઓછી થઈ જાય છે. પરંતુ છે તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે તે પાણીની દીવાલ બની આગળ વધે છે, જે વિનાશકારી બની રહે છે.

34. આધુનિક ઉપગ્રહો આધારિત સાધનોની મદદથી પણ ત્સુનામીની આગાહી કરી શકાતી નથી .(√ કે ×)
ઉત્તર:- 
×

35. 26 ડિસેમ્બર , 2004 ના રોજ કયા મહાસાગરમાં આવેલા ત્સુનામીએ મહાવિનાશ સજર્યો હતો ?
(A) પેસિફિક મહાસાગર
(B)હિંદ મહાસાગર     √
(C) ઍટ્લેટિક મહાસાગર
(D) આર્કટિક મહાસાગર

36. ત્સુનામી જોવાનો પ્રયત્ન અવશય કરવો છે ઈએ . ( √ કે X )
ઉત્તર:- ×

37. ત્સુનામી સમયે નીચેનામાંથી કયું કાર્ય ન જ કરવું જોઈએ ?
(A) કિનારાનાં ઊંચાં મકાનોમાં આશ્રય લેવો જોઈએ      √

(B) દરિયાથી દૂરના સ્થળે સ્થળાંતર કરવું 
(C) રેડિયો પર મળતી સુચનાઓ અનુસરવી 
(D) જરૂરી સામાન સાથે રાખવો.

38. ટૂંક નોંધ લખો: ત્સુનામી
ઉત્તર:- 
સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતાં વિનાશક મોજાં ત્સુનામી તરીકે ઓળખાય છે. ત્સુનામીની ઉત્પત્તિ સાગરતળે થતા ભૂકંપના કારણે થાય છે. ભૂકંપના કારણે ઉદ્ભવતા મોજાં ભૂકંપીય સાગરમોજાં તરીકે પણ ઓળખાય છે. ત્સુનામીના મોજાં તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરીને કિનારે આવતા સુધીમાં ભારે વિનાશકારી બની જાય છે. તેની ઝડપ કિનારે ઓછી થતી જાય છે અને ઊંચાઈ વધતી જાય છે. કિનારાના પ્રદેશોમાં ત્સુનામીના મોજાં પાણી ની દીવાલ બની આગળ વધે છે. અને વિધ્વંશ મચાવે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી ત્સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે, જેથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોનું સ્થળાંતર કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. જો કે આવી ટેક્નોલોજી અને સાધનો બધા દેશો પાસે નથી.

39. ત્સુનામી પહેલા કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ?
ઉત્તર:- 
ત્સુનામીની ચેતવણીના સમાચાર મળતા જ દરિયાથી દૂરનાં સ્થળોએ સ્થળાંતર કરવું જોઈએ. રેડિયો અને ટીવી પર મળતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. સમુદ્રના મોજાં અસાધારણ રીતે ઊછળવા લાગે વિચિત્ર અવાજો સંભળાય તો તે ત્સુનામી પૂર્વે ના સંકેતો છે. આવા સમયે તરત જ કિનારાથી દૂર જતા રહેવું જોઈએ. સ્થળાંતર સમયે કિમતી સામાન ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી સામાન સાથે રાખવો જોઈએ.

40. ત્સુનામી દરમિયાન કયાં પગલાં લેવા જોઈએ ?
ઉત્તર:-
 ત્સુનામી દરમિયાન ઊંચાઈવાળી જગ્યા ન છોડવી જોઈએ. ત્સુનામી જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી તેથી ત્યાં ન જવું જોઈએ.

41. ત્સુનામી બાદ તમે શું કરશો?
ઉત્તર:- 
ત્સુનામી બાદ અમે રેડિયો,ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તીશું તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જઈશું. ક્યારેક અગાઉ કરતા વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય ત્યાં સુધી પ્રવેશ કરીશું નહીં. પાણી, ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગાળની જાણ તંત્રને કરીશું.

42. પુર એટલે શું?
ઉત્તર :-
 એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું તેને પુર કહે છે.

43. પુરાવા માટે કયાં- કયાં કારણો જવાબદાર છે ?
ઉત્તર:- 
પુરાવા માટે અતિવૃષ્ટિ, કુદરતી ઢોળાવને અવગણીને કરાયેલ બાંધકામ, કુદરતી જળનીકાલના માર્ગમાં અવરોધ વગેરે કારણો જવાબદાર છે.

44. પૂરની ઘટનાને સામાન્ય રીતે__ સાથે જોડવામાં આવે છે.
ઉત્તર:-
 નદી

45. પૂર દરમ્યાન પ્રાણીઓને ખીલેથી છોડી દેવા જોઈએ.(√ કે ×)
ઉત્તર:-
 √

46. પૂર પછી _ અને__ ના ઉપદ્રવ સામે સજાગ રહેવું જોઈએ.
ઉત્તર:- 
વીછી ,સાપ

47. પૂર પહેલા કઈ સાવચેતી રાખવી જોઈએ ?
ઉત્તર:- વરસાદની ઋતુ દરમિયાન સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોની માહિતી રાખવી જોઈએ. ઊંચા વિસ્તારોની માહિતી રાખવી અને પૂર દરમ્યાન તયાં સ્થળાંતર કરવું જોઈએ. તંત્ર દ્વારા અપાતી ચેતવણીને અનુસરવું જોઈએ.

48. પૂર દરમ્યાન તમે શું કરશો?
ઉત્તર:-
 પૂર દરમિયાન ઘરનાં ગૅસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દઈશું જો ઘરની આસપાસ કોઈ પ્રાણીને ખીલેથી બાંધેલું હોય તો તેને છોડી મુકીશું જેથી તે પોતાનો બચાવ કરી શકે. પૂર દરમિયાન વાહન પૂરમાં ફસાઈ જાય તો તરત તેની બહાર નીકળી જઈશું. 7-8 વ્યક્તિનાં જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહની બહાર નીકળવા પ્રયત્ન કરીશું. શક્ય હોય તો રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખીશું.

49.__ ના પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો જોઈએ.
ઉત્તર:-
 પુર

50. પૂર પછી કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ?
ઉત્તર:- 
પૂર પછી તે પાણીથી બનાવેલો ખોરાક ન ખાવો જોઈએ પાણીને જંતુરહિત બનાવીને ઉપયોગમાં લેવું જોઈએ પાણી ઓસર્યાની તથા રસ્તા ખુલી ગયા ની જાણકારી મળે 25 સલામત સ્થળે થી બહાર નીકળવું.સાપ,વીંછી કે અન્ય જીવજંતુઓના ઉપદ્રવથી સાવધાન રહેવું.

51.___ એ વિનાશકારી અને લાંબા સમય સુધી માઠી અસર છોડતી કુદરતી આપત્તિ છે. 
ઉત્તર:- દુષ્કાળ

52. દુષ્કાળ એ પાણી અને ખોરાક સાથે સંકળાયેલી આપત્તિ છે. (√ કે ×)
ઉત્તર:-
 √

53. વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે,આ પરિસ્થિતિ ને શું કહે છે?.
(A)ત્સુનામી
(B)દુષ્કાળ     √
(C) પૂર
(D)વાવાઝોડું

54. દુષ્કાળ સમયે કઈ સમસ્યાઓ સર્જાય છે? 
ઉત્તર:- દુષ્કાળ સમયે વરસાદ નહિવત્ અથવા બિલકુલ વરસતો નથી. આ સ્થિતિમાં ખેતી તથા જીવસૃષ્ટિને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. મનુષ્ય માટે અનાજ ની સમસ્યા પાલતુ પ્રાણીઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાય છે ભૂખમરાથી જાનહાનિ પણ થવાની સંભાવના હોય છે.

55. દુષ્કાળ પહેલા શું કરવું જોઈએ ?
ઉત્તર:- 
દુષ્કાળ પહેલા ઉપલબ્ધ જળના જથ્થા મુજબ તેના વપરાશમાં આયોજન કરવું. ખેતી માટે ટપક સિંચાઈ જેવી પાણીનો ઓછો બગાડ થાય તેવી પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો. સૌને અનાજ મળે તે રીતે અનાજમાં માપબંધી કરવી. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ મુકવો જોઈએ.

56. દુષ્કાળની પરિસ્થિતિ દરમિયાન શું ન કરવું જોઇએ?
(A) રાહત દરે અનાજ વિતરણ કરવું
(B) બાંધકામ બંધ રાખવા જોઈએ
(C) ભોજન સમારંભો યોજવા √
(D) ખોરાકની સંગ્રહખોરી અટકાવવી.

57. દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ?
ઉત્તર:- 
દુષ્કાળ દરમ્યાન રાહત દરે અનાજના વિતરણની વ્યવસ્થા ગોઠવવી. અત્યંત જરૂરી ન હોય તો બાંધકામ બંધ રાખવા. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવાં.

58. દુષ્કાળ પછી શું કરવું જોઈએ?
ઉત્તર:-
 દુષ્કાળ પછીના સમયમાં ભાવિ આયોજનમાં જળસંચયના કામોને અગ્રતા આપવી. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું .બારેમાસ વહેતી નદીઓના પાણીને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું.

59. આપત્તિની અસરો જણાવો.
ઉત્તર:- 
આપત્તિની અસરો નીચે પ્રમાણે છે: 
(1)ભૂકંપ , પૂર,ત્સુનામી ,વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓથી ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે.
(2) આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો જાહેર સગવડ ના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. સાથે તેનું આયોજન પણ કરવું પડે છે.
(3) આપત્તિઓમાં જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ શોક અને હતાશાનો શિકાર બને છે.
(4) જે પરિવારો કમાનાર વ્યક્તિ ગુમાવે છે તેઓની સ્થિતિ વધારે કફોડી થઈ જાય છે.
(5) આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે તેમના પુનર્વસનની સમસ્યા વિકટ હોય છે.
(6) રોજિંદુ જીવન ખોરવાઇ જતાં સામાન્ય લોકોને અનેક હાડમારી વેઠવી પડે છે.

60. આપત્તિની સૌથી માઠી અસરો _અને __પર વધુ થાય છે.
ઉત્તર:-
 ગરીબો ,અભાવગ્રસ્તો