31. આગ લાગતી વખતે, ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતાં પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે . તેઓ આવું કેમ કરે છે? સમજાવો.
ઉત્તર : ફાયરમેન આગ ઓલવવામાં જે પાણીનો ઉપયોગ કરે છે તે નિસ્યંદીત પાણી હોતું નથી. એટલે કે આ પાણીમાં થોડાક ખનીજારો હાજર હોય છે જે પાણીને વિદ્યુત સુવાહક બનાવે છે. આથી, આવું પાણી છાંટતી વખતે જો વિદ્યુત પુરવઠો ચાલુ હોય તો પાણી દ્વારા ઇલેક્ટ્રિક શોક લાગવાની સંભાવના રહે છે. આમ થતું અટકાવવા માટે મુખ્ય વિદ્યુત પુરવઠો બંધ કરવામાં આવે છે.
32. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો.
ઉત્તર : ના, વરસાદનું પાણી વાદળમાંથી વરસતી વખતે નિસ્યદિત હોય છે. પરંતુ જેમ -જેમ તે નીચે આવે છે તેમ તેમ તેમાં વાતાવરણમાં રહેલા ક્ષારો, ધૂળના રજકણો અને વિવિધ પ્રદૂષકો ભળે છે જેથી તે નિયંદિત રહેતું નથી. પરિણામે તે વિદ્યુતનું સુવાહક બને છે. આથી, જો ધોધમાર વરસાદમાં ઇલેક્ટ્રિશિયન બાર વરસાદમાં મુખ્ય લાઈનની મરામત કરતો હોય તો તેને ઇલેકિટ્રક શોક લાગવાની સંભાવના રહે છે.
33. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિસ્યંદીત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીને તે જોઈ આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનું કારણ કયું હોઈ શકે છે?
ઉત્તર : વાદળમાંથી વરસાદ સ્વરૂપે પડતું પાણી શરૂઆતમાં નિસ્યંદીત પાણી જેટલું શુદ્ધ હોય છે. પરંતુ તે વાતાવરણમાં રહીને જેમ – જેમ જમીન તરફ આવે છે તેમ – તેમ તેમાં વાતાવરણમાં રહેલા ક્ષારો, ધૂળના રજકણો અને વિવિધ પ્રદૂષકો ભળે છે આથી તે સંપૂર્ણ નિત્યંદિત પાણી રહેતું નથી. પરિણામે વરસાદી પાણી સુવાહક બનતા તેનું ચુંબકીય ટેસ્ટરથી પરીક્ષણ કરતાં ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે.
34. વિદ્યુતનું વહન કરતાં મોટા ભાગનાં પ્રવાહીઓ એ____ના દ્રાવણો હોય છે.
ઉત્તર : એસિડ, બેઇઝ અને ક્ષાર
35.___ નું દ્રાવણ વિધુતનું વહન કરતું નથી.
ઉત્તર : ખાંડ
36. કોઈ પણ દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવાને કારણે_____અસર ઉત્પન્ન થાય છે.
ઉત્તર : રાસાયણિક
37. પાણીના વિદ્યુત પૃથક્કરણમાં____વાયુ એનોડ પાસે અને ____ વાયુ કૅથોડ પાસે ઉદ્ભવે છે.
ઉત્તર : ઑક્સિજન, હાઇડ્રોજન
38. વ્યાખ્યા આપો : વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર
ઉત્તર : વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહીમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર કહે છે.
39. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવો.
ઉત્તર : કોઈ વિધુત દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. જેના લીધે ઉદ્ભવતી અસરો આ મુજબ છે :

(1) ઇલેક્ટ્રોડ પર વાયુના પરપોટા બની શકે છે. ઉદાહરણ તરીકે, જો વિદ્યુત દ્રાવણ તરીકે પાણી હોય તો બેટરીના ધન છેડા સાથે જોડાયેલ ઈલેક્ટ્રોડ પાસે ઓક્સિજનના પરપોટા અને બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલ ઈલેક્ટ્રોડ પાસે હાઇડ્રોજન વાયુના પરપોટા બને છે.
(2) ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે.
(3) વિદ્યુત દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. જો કે, આ રાસાયણિક પ્રક્રિયાઓ જે – તે દ્રાવણ અને ઇલેક્ટ્રોસ પર આધાર રાખે છે.
40. વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરને કારણે ક્ષારયુક્ત દ્રાવણોને શુદ્ધ કરી શકાય.
ઉત્તર : ખોટું
41. અમુક મર્યાદા સુધી તાજાં ફળો અને શાકભાજી વિધુતનું વહન શા માટે કરી શકે છે?
ઉત્તર : તાજાં ફળો અને શાકભાજીમાં હાજર એવા વિવિધ ક્ષારોના લીધે તેઓ અમુક મર્યાદા સુધી વિદ્યુતનું વહન કરી શકે છે.
42. વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ____ છે.
ઉત્તર : ઇલેક્ટ્રૉપ્લેટિંગ
43. બટાટાના એક ટુકડામાં વિદ્યુતપ્રવાહ થોડા સમય માટે પસાર કરતાં એનોડની આસપાસ કયા રંગનો ડાઘ વિદ્યુતપ્રવાહની કઈ અસરના લીધે બનશે?
ઉત્તર : બટાટામાં વિદ્યુતપ્રવાહ થોડા સમય માટે પસાર કરવામાં આવે તો એનોડ એટલે કે બેટરીના ધન છેડા સાથે જોડાયેલા ભાગની આસપાસ લીલાશ પડતા ભૂરા રંગનો ડાઘ જોવા મળે છે. આમ થવાનું કારણે વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર છે.
44. કારણ આપો : પારો પ્રવાહી હોવા છતાં તેનો ઉપયોગ વિદ્યુત દ્રાવણ તરીકે થઈ શકતો નથી.
ઉત્તર : પારો પ્રવાહી ધાતુ છે. તેમાં ધન અને ઋણ આયનો હોતા નથી. પારો તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોરાના કારણે વિદ્યુતનું વહન કરે છે, આમ, વિદ્યુત દ્રાવણ માટે જરૂરી ધન આયનો અને ઋણ આયનોનો પારામાં અભાવ હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત દ્રાવણ તરીકે થતો નથી.
45. તમારી આસપાસ ઇલેક્ટ્રૉપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો.
ઉત્તર :

(1) કારના અમુક ભાગો
(2) બાથરૂમના નળ
(3) રસોડાના ગેસ બર્નર
(4) સાઇકલના હેન્ડલ
(5) પૈડાંઓની રીમ
(6) કેટલાક આભૂષણો
(7) ટીનના ડબ્બાઓ
46. કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ____ છે.
ઉત્તર : વધે
47. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું?
ઉત્તર : વિદ્યુતવહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે.
48. વિદ્યુતપ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને_____કહે છે.
ઉત્તર : ઇલેક્ટ્રોપ્લેટિંગ
49. જો કૉપર સલ્ફટના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે, તો કૉપર એ બૅટરીના___ છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે.
ઉત્તર : ઋણ
50. ઈલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે.
ઉત્તર : ખરું
51. ઢોળ ચઢાવવાની પ્રક્રિયા (ઇલેક્ટ્રોપ્લેટિંગ) નું નિદર્શન કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર : હેતુ ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા એક વસ્તુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવી શકાય છે તે ચકાસવું.
સાધન-સામગ્રી : બીકર, કૉપર સલ્લેટનું દ્રાવણ, તાંબાની બે પ્લેટ, બેટરી, મંદ સક્યુરિક એસિડ.
આકૃતિ :

પદ્ધતિ : કાચનું એક બીકર લો. તેમાં અડધાથી વધારે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો. હવે, તાંબાની લગભગ 10 સેમી x 4 સેમી સાઇઝની પાતળી બે પ્લેટ લો. હવે, કૉપર સલ્ફેટના દ્રાવણને વધુ વાહક બનાવવા માટે તેમાં મંદ સલ્ફયુરિક એસિડના થોડાં ટીપાં ઉમેરો. તાંબાની બંને પ્લેટને કાચ પેપરથી ઘસીને સાફ કરો જેથી તેના પર રહેલા ઓક્સાઈડ દૂર થાય. પાણીથી ધોયેલી આ બંને પ્લેટને બેટરીના ટર્મિનલ સાથે જોડી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. લગભગ 15 મિનિટ વીજપ્રવાહ પસાર કરો. ત્યારબાદ ઈલેક્ટ્રોડને બહાર કાઢી અવલોકન કરો.
અવલોકન : બેટરીના ઋણ છેડા સાથે જોડેલ ઇલેક્ટ્રોડ પર (તાંબાની પ્લેટ પર) બીજું થોડું તાંબુ જમા થયેલ જોવા મળે છે તે સહેજ જાડી દેખાય છે) જ્યારે બૅટરીના ધન છેડા સાથે જોડેલ તાંબાની પ્લેટ પહેલાં કરતાં પાતળી દેખાય છે.
નિર્ણય : ઇલેક્ટ્રોપ્લેટિંગ ની ક્રિયાથી એનોડ સાથે જોડાયેલી ધાતુનો ઢોળ કેથોડ સાથે જોડાયેલી ધાતુ પર ચડાવી શકાય છે.
52. સાઇકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે?
ઉત્તર : સાઇકલના હેન્ડલ પર ક્રોમિયમ ધાતનું પ્લેટિંગ કરવામાં આવે છે.
53. ક્રોમિયમ ચળકાટ ધરાવતી ધાતુ છે.
ઉત્તર : ખરું
54. કારણ આપો : બાથરૂમના નળ પર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે.
ઉત્તર : ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે. તેને કાટ લાગતો નથી. તેના પર ઉઝરડા લાગતા નથી. આમ, બાથરૂમના નળ માટે જોઈતી લાક્ષણિક્તાઓ તે ધરાવે છે. પરંતુ તે કિંમતમાં ખૂબ જ મોંઘુ હોવાથી આખો નળ ક્રોમિયમમાંથી બનાવાતો નથી. આથી લોખંડનો નળ દેખાવમાં સારો લાગે અને તેને લાંબા સમય સુધી કાટ ન લાગે તે માટે તેના પર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે.
55. તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ થાય છે.
ઉત્તર : ખરું
56. સોનીઓ સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોના નું પ્લેટિંગ કરે છે.
ઉત્તર : ખરું
57. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે વપરાતા ડબાઓ ઉપર___ નું આવરણ ચઢાવવામાં આવે છે.
ઉત્તર : ટીન
58. આપો : ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબ્બાઓ ઉપર ટિનનું આવરણ ચઢાવવામાં આવે છે.
ઉત્તર : ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે લોખંડના બનેલા ડબ્બાનો ઉપયોગ થાય છે. લોખંડને ભેજના કારણે કાટ લાગ છે. જો ખાદ્ય પદાર્થો લોખંડ સાથે સીધા સંપર્કમાં લાંબા સમય સુધી રહે તો ખાદ્ય પદાર્થો બગડી જાય. ટિન લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોવાથી તે ખાદ્ય પદાર્થો જોડે ઝડપથી પ્રક્રિયા કરતું નથી. અને પરિણામે ખાદ્ય પદાર્થ તરત બગડવાથી બચી જાય તે માટે ટિનનું આવરણ ચઢાવવામાં આવે છે.
59. કારણ આપોઃ પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર પર ઝિંકનું આવરણ ચઢાવવામાં આવે છે.
ઉત્તર : પુલની મજબૂતાઈ વધારવા તેના ગર્ડર લોખંડના બનાવવામાં આવે છે. લોખંડ ભેજની હાજરીમાં કાટ લાગવાનો અને ઘસાઈ જવાનો ગુણધર્મ ધરાવે છે. જો આ ગર્ડર પર કાટ લાગે તો પુલ તૂટી પડવાની સંભાવના રહે છે. આથી, પુલ બનાવવા વપરાતા ગર્ડર પર ઝિક લગાડવાથી લોખંડ ભેજ સાથે સંપર્કમાં આવતું નથી અને તેને કાટ લાગતો નથી. આમ, કાટ અને ઘસારાથી લોખંડના ગર્ડરને બચાવવા તેના પર ઝિકનું આવરણ ચઢાવવામાં આવે છે.
60. પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર____ નું આવરણ ચડાવવા માં આવે છે.
ઉત્તર : ઝીંક
0 Comments