71. જંગલોના આડેધડ વિનાશને લીધે પર્યાવરણને કયાં પરિમાણો ભોગવવા પડે છે ?
ઉત્તર:- જંગલોના આડેધડ વિનાશને લીધે પર્યાવરણને નીચેના પરિણામો ભોગવવા પડે છે: 
(1)પ્રદૂષણમાં વધારો થાય છે.
(2)વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
(3)વરસાદનું પ્રમાણ ઘટવાથી ઘણા પ્રદેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે.
(4) જમીનનું ધોવાણ વધ્યું છે.
(5) જંગલોના વિનાશને લીધે અન્ય પશુઓ નિરાશ્રિત બન્યા છે, તેમની સંખ્યા ઘટી રહી છે.
(6) વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.
(7) પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામી રહ્યું છે.
(8) રણ વિસ્તારમાં વધારો થાય છે.

72. વન- સંરક્ષણ માટે નીચેનામાંથી કયો ઉપાય અજમાવી શકાય?
(A) પડતર જમીનમાં ક્યારેય વૃક્ષો ન વાવવાં. √

(B)લોકજાગૃતિ લાવવી.
(C) ઇકો -કલબની રચના કરવી.
(D) વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવા.

73. વન -સંરક્ષણ માટે કયા-કયા ઉપાયો અજમાવી શકાય ?
ઉત્તર :-
 વન- સંરક્ષણ માટે આપેલા ઉપાયો અજમાવી શકાય:
(1) શાળા-કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ આપી શકાય.
(2) નાટકો, ટીવી ,રેડિયો ,જાહેરાતો દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવી વન -સંરક્ષણ કરી શકાય.
(3) વિવિધ પ્રવૃતિઓ અનૅ સ્પર્ધાઓ દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ.
(4) જંગલખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવી શકાય.
(5) પડતર જમીનમાં વૃક્ષારોપણ કરી શકાય.
(6) શાળા-કોલેજો અને સોસાયટીઓમાં ઇકો- કલબની રચના કરી બધાંને પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં જોડી શકાય.
(7) વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપી શકાય.

74. યોગ્ય જોડકા જોડો:

વિભાગ-અ

વિભાગ-બ

1.વન્યપ્રાણી દિવસ    

(A) 21 માર્ચ

2.વિશ્વ પર્યાવરણ દિવસ

(B) 29 ડિસેમ્બર

3.વિશ્વ વન દિન        

(C) 4 ઓક્ટોબર

4. જૈવવિવિધતા દિવસ 

(D) 5 જૂન   


જવાબ

1. – C

2. – D

3. – A

4. – B


75. ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. ( √ કે ×)
ઉત્તર:-
 √

76.જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં કયા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:- 
જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં કશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જેવાં વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે.

77. ભારતના કયા રાજ્યોના જંગલો માં હાથી જોવા મળે છે ?
ઉત્તર:-
 ભારતના ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ અસમ, વગેરે રાજ્યોના જંગલોમાં હાથી જોવા મળે છે.

78. એકશિંગી ગેંડો__ અને __ના દરેક ક્ષેત્રમાં વસે છે.
ઉત્તર:- 
અસમ, પશ્ચિમ બંગાળ

79. કચ્છના નાના રણમાં ___જોવા મળે છે.
ઉત્તર:-
 ઘુડખર

80.ભારતમાં સિંહ દીપડો અને વાઘ ત્રણમાંથી એકેય જોવા મળતા નથી.(√ કે ×)
ઉત્તર:-
 ×

81. ભારતમાં વાઘ અને સિંહ કયા રાજ્યમાં વસે છે?
ઉત્તર:-
 ભારતમાંથી સિંહ ગુજરાતના ગિરનાં જંગલોમાં વરસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર , કર્ણાટક ,રાજસ્થાન અને હિમાલયનાં ક્ષેત્રોમાં જોવા મળે છે.

82. ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળતા નથી?
(A) ઉતરાખંડ
(B)ગુજરાત √
(C)મધ્ય પ્રદેશ
(D)પશ્ચિમ બંગાળ

83.ભારતમાં રીંછ કયાં જંગલોમાં જોવા મળે છે?
ઉત્તર:-
 ભારતમાં દાતા જેસોર વિજયનગર ડેડીયાપાડા અને રતન મહાલના જંગલોમાં રીંછ જોવા મળે છે.

84. ભારતમાં કયા કયા પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:-
 ભારતમાં બતક, મોર, પોપટ, કાબર ,ચકલી, કબૂતર ,મેના, સુગરી, ઘુવડ બગલો, સુરખાબ, બુલબુલ, સમડી, વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે.

85. નળસરોવર યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે.(√ કે ×)
ઉત્તર:-
 √

86.__ ગુજરાતનું રાજ્ય પક્ષી છે.
ઉત્તર:- 
સુરખાબ

87. ભારતના દરિયાકિનારે કઈ પ્રજાતિની માછલીઓ જોવા મળે છે?
ઉત્તર:- 
ભારતના દરિયાકિનારે મેકરલ, ઝીંગા, બુમલા ,શાર્ક,ડોલ્ફિન,સાલમન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે.

88. હિમાલયના શીત વનોમાં ___જોવા મળે છે.
ઉત્તર:-
 લાલ પાંડા

89. ગુજરાતનાં જંગલો માંથી__ અને ભારત માંથી __લુપ્ત થયેલ છે.
(A) દીપડો, હાથી
(B)માર્મોટ, ઘોરાડ
(C) મગર,જળબિલાડી
(D)વાઘ, ચિત્તો √

90. ગુજરાતમાં કયાં કયાં પક્ષીઓ અને પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે?
ઉત્તર:- 
ગુજરાતમાં ચકલી, ગીધ, સારસ,ઘુવડ જેવાં પક્ષીઓ, ઘડિયાળ અને ગંગેય ડોલફિન તથા નદીઓમાં જોવા મળતી જલબિલાડી લુપ્ત થવાના આરે છે.

91. ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે?
ઉત્તર:-
 ગુજરાતની નદીઓમાં જોવા મળતી જલબિલાડી લુપ્ત થવાને આરે છે.

92. પ્રાચીન સમયમાં ___એ વન્યજીવ સંરક્ષણ માટેના કાયદા બનાવ્યા હતા.
ઉત્તર:-
 સમ્રાટ અશોક

93.વન્ય જીવોના સંરક્ષણ માટે વન્ય જીવોની સમયાંતરે ગણતરી કરવી જોઈએ.(√ કે ×) 
ઉત્તર:- √

94.ટૂંક નોંધ લખો: વન્ય જીવ સંરક્ષણ
ઉત્તર:- 
વન્ય જીવન સંરક્ષણ માટે પ્રાચીન સમયથી કાયદા બનાવ્યા છે. મૌર્ય સમ્રાટ અશોકે પણ વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા. ભારતના મોટા ભાગના રાજ્યોમાં 'સ્ટેટ વાઈલ્ડ લાઈફ' અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરી રહી છે.
વન્ય જીવ સંરક્ષણ માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
(1) વન્ય જીવો પર થતા અત્યાચાર અને શિકાર- પ્રવૃતિને અટકાવવા માટે કાયદા ઘડવા જોઇએ અને તેનું પાલન કરાવવું જોઈએ.
(2) વન્ય જીવોની સમયાંતરે ગણતરી કરવી જોઈએ.
(3) જંગલો વન્ય જીવોને સંરક્ષણ પુરૂં પાડે છે તેથી જંગલોનો વિનાશ અટકાવવો જોઈએ.
(4) લોકોને વન્ય જીવનોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણ ની સમજ આપવી જોઈએ.
(5)જંગલમાં લાગતી આગને ઓલવવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ.
(6) વન્ય જીવોને યોગ્ય સમયે તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
(7)વન્ય જીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઇએ.
(8) ટી.વી રેડીયો જવા પ્રચાર- પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ.
(9) વન્ય જીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પુરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

95. ટૂંકનોંધ લખો:- અભયારણ્ય
ઉત્તર:-
 જે અભયારણ્યમાં ભય ન હોય તેવી જગ્યા એટલે અભયારણ્ય. જે વન્ય જીવો લુપ્ત થવાને આરે હોય અથવા તેના વિનાશનું જોખમ વધુ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા જંગલ વિસ્તારો અભ્યારણ તરીકે ઓળખાય છે. અભ્યારણમાં પાલતુ પશુઓ ચરાવવાની તથા માનવ પ્રવૃતિઓ કરવાની છૂટ આપવામાં આવે છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં અને પ્રાણીઓનાં અભયારણ્યો આવેલાં છે. સાસણગીર, કાઝીરંગા, રણથંભોર, સરીસ્કા,પેરિયાર,કાન્હા,સુંદરવન વગેરે ભારતના જાણીતા અભયારણ્ય છે.

96.વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
(A)કચ્છનું રણ
(B)લદ્દાખનું રણ
(C)સહરાનું રણ √
(D)મહા મરુસ્થળ

97. સહરાના રણની આબોહવા __અને___ છે.
ઉત્તર:- 
ગરમ ,શુષ્ક

98. સહારાની આબોહવા વિશે જણાવો.
ઉત્તર:-
 સહરાની આબોહવા ગરમ અને શુષ્ક છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે. વળી અહીં દિવસનું તાપમાન 50° સે સુધી પહોંચી જાય છે. તો રાત્રિનું તાપમાન 0° સે જેટલું નીચું જતું હોય છે. આમ સહરાની આબોહવા વિષમ છે.

99. કારણ આપો: સહારાના રણમાં વનસ્પતિ નું પ્રમાણ ઓછું છે.
ઉત્તરઃ વિશાળ રણ પ્રદેશ છે ત્યાંની આબોહવા સૂકી અને ગરમ છે. રણપ્રદેશમાં નહિવત માત્રામાં વરસાદ પડે છે જેથી તે વનસ્પતિ નું પ્રમાણ ખૂબ ઓછું છે.

100. સહરાના રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ છે.( √ કે ×)
ઉત્તર:- 


101. સહરાના રણ પ્રદેશમાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:-
 સહરાના રણપ્રદેશમાં શિયાળ, ઝરખ,રણના વીંછી,કાચીંડા,રણની ઘો અને વિવિધ જાતિના સાપ જોવા મળે છે.

102. સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો.
ઉત્તર:-
વનસ્પતિ :સહરા વિશાળ, શુષ્ક અને ગરમ રણપ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. વરસાદ ખૂબ ઓછો હોવાથી ત્યાં કાંટાળી વનસ્પતિ નું પ્રમાણ વધુ હોય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીનાં વૃક્ષો પુષ્કળ થાય છે.
પ્રાણીજગત: સહરાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. ત્યાંના લોકો પોતાનું ગુજરાન ચલાવવા ઘેટાં- બકરાં ખચ્ચર વગેરે પ્રાણીઓ ઉછેરે છે. આ ઉપરાંત રણ વિસ્તારમાં શિયાળ, ઝરખ,રણના વીંછી,કાચીંડા,રણની ઘો અને વિવિધ જાતિના સાપ જોવા મળે છે.

103. સહારાના રણમાં કઇ જનજાતિના લોકો વસે છે ?
ઉત્તર:-
 સહરાના રણમાં બેદુઈન તુઆરેંગ અને બર્બર જનજાતિના લોકો વસે છે.

104.સહરામાં વસવાટ કરતા લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
ઉત્તરઃ
 સહરામાં વસવાટ કરતા મોટાભાગનાં લોકો ઘેટાં બકરાં અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ ,ચામડું અને ઊન પ્રાપ્ત કરીને જાજમ, કપડાં ગરમ ધાબળા વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુ પ્રાપ્ત કરે છે.

105. સહરાના લોકો શેની ખેતી કરે છે?
ઉત્તરઃ 
સહરાના લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે.