81. 180° રેખાંશવૃત્ત કયા નામે ઓળખાય?
ઉત્તર : 180° રેખાંશવૃત્ત ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા'ના નામે ઓળખાય છે.
82. મને ઓળખો : મને ઓળંગતાં તારીખ બદલવી પડે.
ઉત્તર : 180° રેખાંશવૃત્ત ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા'ના નામે ઓળખાય છે.
82. મને ઓળખો : મને ઓળંગતાં તારીખ બદલવી પડે.
ઉત્તર : આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
83. કારણ આપો : ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા’ વાંકીચૂકી છે.
ઉત્તર : જો 180° રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થાય જાય. કેટલીક જગ્યાએ એકજ ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાય જાય અને સમય-તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતી જમીનને સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે. તેથી તે વાંકીચુકી છે.
84. 23.5° ઉ.અ. અને 66.5° ઉ.અ. વચ્ચે કર્યો કટિબંધ આવેલો છે?
ઉત્તર : સમશીતોષ્ણ
85. ટૂંક નોંધ લખો : કટિબંધો
ઉત્તર : પૃથ્વીને તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે જુદા જુદા ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી છે, જેને કટિબંધો કહે છે.
(1) ઉષ્ણ કટિબંધ – અતિશય ગરમીવાળો ભાગ. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે ઉષ્ણ કટિબંધ આવેલો છે.
(2) સમશીતોષ્ણ કટિબંધ - સપ્રમાણ ગરમી-ઠંડીવાળો ભાગ. 23.5° ઉ.અ. થી 66.5° ઉ.અ. અને 23.5° ૬.અ. થી 66.5° દ.અ. વચ્ચેનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે.
(3) શીત કટિબંધ – સખત ઠંડીવાળો ભાગ. 66.5° ઉ.એ. થી 90° ઉ.અ. અને 66.5° ૬.અ. થી 90° ૬.અ. વચ્ચેનો ભાગ શીત કટિબંધમાં આવે છે.
86. 23.5° ઉ.અ. અને 23.5° ૬.અ. વચ્ચે ................ કટિબંધ આવેલો છે.
ઉત્તર : ઉષ્ણ
87. સમજાવો : પૃથ્વીનું પરિભ્રમણ
ઉત્તર : પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને તેની દૈનિક ગતિ કહે છે. પૃથ્વીની દૈનિક ગતિને પરિભ્રમણ પણ કહે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિમીની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતાં ચોવીસ કલાક થાય છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે,
88. પૃથ્વીની ગતિઓ કેટલી છે?
ઉત્તર : પૃથ્વીની બે ગતિઓ છે – પરિભ્રમણ અને પરિક્રમણ.
89. પૃથ્વીની પરિભ્રમણની ઝડપ વિષુવવૃત્ત પર કેટલી છે?
ઉત્તર : 1670 કિમી/કલાક
90. પરિક્રમણ એટલે શું?
ઉત્તર : પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને તેનું પરિક્રમણ કહે છે.
91. પૃથ્વીને સૂર્યની ફરતે 1 પરિક્રમણ કરતાં .............. દિવસ લાગે છે.
ઉત્તર : 365
92. કક્ષા એટલે શું?
ઉત્તર : અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જેને કક્ષા કહે છે.
93. પૃથ્વી સૂર્યની આસપાસ ................. આકારની કક્ષામાં ફરે છે.
ઉત્તર : લંબગોળ
94. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?
ઉત્તર : 23.5°
95. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય?
ઉત્તર : પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો દિવસ-રાત ન થાય. પૃથ્વીના સૂર્ય તરફનાં ભાગમાં અજવાળું જ રહે અને વિરુદ્ધના ભાગમાં અંધારું જ રહે.
96. પૃથ્વી પર દિવસ-રાત કેવી રીતે થાય છે?
ઉત્તર : પૃથ્વી ગોળ છે. તેથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે જેથી તેના જુદા જુદા ભાગ વારાફરતી સૂર્યની સામે આવે છે. જે ભાગ સૂર્યપ્રકાશમાં આવે ત્યાં દિવસ થાય અને જે તેની વિરુદ્ધ દિશામાં આવે ત્યાં રાત થાય છે. આમ, પૃથ્વી પર દિવસ-રાત થાય છે.
97. 21મી જૂને ...................... પર સૂર્યનાં કિરણો બરાબર સીધાં પડે છે.
ઉત્તર : કર્કવૃત્ત
98. 22મી ડિસેમ્બરે ભારતમાં દિવસ અને રાત્રિની લંબાઈની શું સ્થિતિ હશે?
ઉત્તર : 22મી ડિસેમ્બરે ભારતમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હશે.
99. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરની વિશેષતા શું છે?
ઉત્તર : 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે દિવસ અને રાતનો સમયગાળો સમાન રહે છે.
100. દિલ્હીમાં સૂર્ય માથા પર નથી આવતો જ્યારે અમદાવાદમાં વર્ષમાં બે વાર આવે છે? કેમ?
ઉત્તર : દિલ્હી કર્કવૃત્તથી દૂર આવેલું છે જયારે અમદાવાદ કર્કવૃત્તથી નજીક આવેલું છે. આથી જ્યારે કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ત્યાં સૂર્ય માથા પર આવે છે અને આવું વર્ષમાં બે વાર થાય છે, તેથી અમદાવાદમાં વર્ષમાં બે વાર સૂર્ય માથા પર આવે છે.
101. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એક સમયે અલગ-અલગ ઋતુ અનુભવાય છે – સમજાવો.
ઉત્તર : પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે, તેથી પૃથ્વીના બંને ગોળાર્ધી વારફરતી સૂર્યની સામે આવે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે ત્યાં ગરમી વધુ મળે છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે. ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે. આમ, ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. આમ, એક જ સમયે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અલગ અલગ ઋતુ અનુભવાય છે.
102. ભારતમાં ઉનાળો હોય ત્યારે નીચેના દેશમાં કઈ ઋતુ હશે તે લખો :
(1) અમેરિકા
ઉત્તર : ઉનાળો
(2) ઑસ્ટ્રેલિયા
(2) ઑસ્ટ્રેલિયા
ઉત્તર : શિયાળો
(3) શ્રીલંકા
ઉત્તર : ઉનાળો
(4) ઇંગ્લેન્ડ
(4) ઇંગ્લેન્ડ
ઉત્તર : શિયાળો
(5) ભૂટાન
ઉત્તર : ઉનાળો
(6) બ્રાઝિલ
(6) બ્રાઝિલ
ઉત્તર : ઉનાળો
103. ઉત્તરાયણ એટલે શું?
ઉત્તર : 22મી ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો ઉત્તર તરફ એટલે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે. જેને ‘ઉત્તરાયણ’ કહે છે. આમ, ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે.
104. 14મી જાન્યુઆરીને મકરસંક્રાંતિ શા માટે કહેવાય છે?
ઉત્તર : 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે 14મી જાન્યુઆરીને ‘મકરસંક્રાંતિ’ કહેવાય છે.
105. દક્ષિણાયન કઈ તારીખથી થાય છે?
ઉત્તર : 22મી જૂન
106. ટૂંક નોંધ લખો : સંપાત
ઉત્તર : સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતાં જતાં ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં ‘21મી જૂન’ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતાં દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. વર્ષ દરમિયાન ‘21મી માર્ચ’ અને ‘23મી સપ્ટેમ્બરે’ સૂર્યનાં કિરણો વિષુવવૃત્ત પર સીધાં પડતાં હોવાથી રાત-દિવસ સરખા થાય છે જે ‘વિષુવદિન’ તરીકે ઓળખાય છે.
107. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?
ઉત્તર : બે
108. વિષુવદિન કઈ કઈ તારીખે આવે છે?
ઉત્તર : વિષુવદિન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે આવે છે.
109. દક્ષિણ ગોળાર્ધમાં ................ થી દિવસની લંબાઈ વધતી જાય છે.
ઉત્તર : 24 સપ્ટેમ્બર
110. દક્ષિણ ગોળાર્ધમાં ................... વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે.
ઉત્તર : 22 ડિસેમ્બર
111. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે – વિધાન સમજાવો.
ઉત્તર : પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પરંતુ આ 6 કલાકની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી આપણે 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારીને 28 ને બદલે 29 દિવસ કરવામાં આવે છે, જેને લીપ વર્ષ કહે છે. આમ, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે.
112. ગ્રહણ કોને કહે છે?
ઉત્તર : ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય ક્યારેક સીધી રેખામાં આવે છે. ત્યારે સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય અથવા પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે આખેઆખો ચંદ્ર ન દેખાય તેવી ઘટનાને ગ્રહણ કહે છે.
113. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?
ઉત્તર : ચંદ્ર
114. સૂર્યગ્રહણ ............ થાય છે.
ઉત્તર : અમાસે
115. આકૃતિ સહ ટૂંક નોંધ લખો : સૂર્યગ્રહણ
ઉત્તર : ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. વળી, તે પૃથ્વીની ખૂબ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. આ વખતે ચંદ્રના અવરોધથી ચંદ્રના ભાગ જેટલો સૂર્ય દેખાતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં કદમાં નાનો હોવાથી સૂર્ય સંપૂર્ણ ઢંકાતો નથી. તેથી આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી.
116. ટૂંક નોંધ લખો : ચંદ્રગ્રહણ
ઉત્તર : ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યનાં કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. બીજા શબ્દોમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. અને ચંદ્રનો તેટલો ભાગ આપણને દેખાતો નથી. જેને ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિએ જ થાય છે.
117. ચંદ્રગ્રહણ ................ ની રાતે થાય છે.
ઉત્તર : પૂનમની
118. જોડકા જોડો :
(1)
(2)

વિભાગ – અ | વિભાગ – બ |
(1) નક્ષત્રો | (A) 23.5 ઉ.અ |
(2) રેખાંશવૃતો | (B) 23.5 દ.અ |
(3) કર્કવૃત્ત | (C) 360 |
(4) મકરવૃત | (D) ૦ રેખાંશવૃત |
(5) ગ્રિનિચ રેખા | (E) 27 |
જવાબ |
(1) – (C) |
(2) – (A) |
(3) – (E) |
(4) – (B) |
(5) – (A) |
વિભાગ – અ | વિભાગ – બ |
(1) સૂર્ય | (A) સુંદર ગ્રહ |
(2) શનિ | (B) વિલિયમ હર્ષલ |
(3) મંગળ | (C) તારો |
(4) યુરેનસ | (D) મિથેન |
(5) નેપ્ચુન | (E) જીવસૃષ્ટિ સંભાવના |
જવાબ |
(1) – (E) |
(2) – (C) |
(3) – (A) |
(4) – (B) |
(5) – (D) |
0 Comments