106. સહારાના રણમાં ખનીજોના ઉત્પાદનથી ત્યાંના લોકજીવન પર થતી અસરો જણાવો. 
ઉત્તર:- સહરાના રણમાં ખનીજતેલ ઉપરાંત લોખંડ, ફોસ્ફરસ, મેંગેનિઝ અને યુરેનિયમ જેવા ખનીજો મળે છે.જેથી ત્યાંના લોકો આ ખનીજ નો ઉપયોગ કરી પોતાનું જીવનધોરણ ઉંચુ આવે તેવા પ્રયત્નો કરે છે. રણ પ્રદેશમાં કાચાં માટીનાં મકાનોને બદલે પાકા મકાનો અને રોડ બનવાથી શહેરીકરણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રોમાં રોજગારી મેળવવા આવે છે. આમ, ખનિજોના ઉત્પાદન થી સહારા ના લોકોના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થયા છે.

107. ભારતની ઉત્તરે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ ____છે.
(A) લદ્દાખ √

(B)લક્ષદ્વીપ
(C)દિવ
(D)દમણ

108.જેસલમેર એ ભારતનું ઠંડુ રણ છે.(√કે ×) 
ઉત્તર:- ×

109. લદ્દાખની ઉત્તરે __પર્વતશ્રેણી અને દક્ષિણે___ પર્વતશ્રેણી આવેલી છે.
ઉત્તર:- 
કારાકોરમ,જાસ્કર

110. લદ્દાખની મુખ્ય નદી___ છે.
(A) ગંગા
(B) ગંડકિં
(C) દામોદર
(D) સિંધુ

111. લદ્દાખની આબોહવા કેવી હોય છે
ઉત્તર:- 
લદ્દાખ ખુબ ઊંચાઈ પર આવેલ હોવાથી ત્યાંની હવા ખૂબ પાતળી હોય છે. અહીંયા આબોહવા ઠંડી અને શુષ્ક હોય છે.અહીં ઉનાળામાં તાપમાન0° સે થી ઉપર અને રાત્રે -30° સેથી પણ નીચે ઉતરી જાય છે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે.

112.લદ્દાખ મા ખુબ વરસાદ પડે છે.(√ કે ×) 
ઉત્તર:- ×

113. લદ્દાખમાં શા માટે ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે?
ઉત્તર:
- લદ્દાખ એ ભારતનું ઠંડુ અને શુષ્ક આબોહવા ધરાવતું રણ છે. ત્યાં વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે છે. માટે લદ્દાખમાં ખૂબ ઓછી વનસ્પતિ હોય છે .

114.લદ્દાખમાં થતા વૃક્ષો જણાવો.
ઉત્તર:-
 લદ્દાખમાં ખીણપ્રદેશમાં દેવદાર અને પૉપ્લરના વૃક્ષો જોવા મળે છે.

115. લદ્દાખમાં કયાં કયાં પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે?
ઉત્તર:-
 લદ્દાખમાં દેવચકલી,રેડસ્ટાર્ટ,ચૂકર,સ્નો પાર્ટરીચ, તિબેટનો સ્નોકોક, રૈવેન અને હપ જેવા પક્ષીઓ તથા હિમદીપડા, લાલ લોમડી, ગેરુઆ રંગનું રીંછ અને હિમાલય તાહર વગેરે પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે.આ ઉપરાંત અહીં જંગલી બકરી, ઘેટાં અને યાક પાળવામાં આવે છે.

116.લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?
(A) યાક √

(B) ઘુડખર
(C)શિયાળ
(D)ગાય

117.લદ્દાખના લોકો કયાં પ્રાણીઓ ઉછેરે છે? શા માટે?
ઉત્તર:- 
લદ્દાખના લોકો જંગલી બકરી, ઘેટા, યાક જેવા પ્રાણીઓ ઉછેરે છે. કેમ કે તેમાંથી તેઓ દૂધ, માંસ, પનીર, ઊન વગેરે મેળવી શકે છે.

118.લદ્દાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે? 
ઉત્તર:- લદ્દાખમાં મોટા ભાગે ઇન્ડો-આર્યન, તિબેટીયન તથા લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે.

119. લદ્દાખમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે ?(√ કે ×)
ઉત્તર:-
 √

120. લદ્દાખમાં શેની ખેતી થાય છે?
ઉત્તર:- લદ્દાખમાં જલ, બટાકા અને વટાણા ની ખેતી થાય છે.

121.લદ્દાખમાં મહિલાઓ કયાં કાર્ય કરે છે? 
ઉત્તર:- લદ્દાખમાં મહિલાઓ ઘરકામ, ખેતીકામ દુકાન ચલાવવી, ગરમ કાપડ વણવું વગેરે જેવા નાના વ્યવસાય પણ કરે છે.

122. ભારતનો કયો પ્રદેશ 'નાના તિબેટ' તરીકે ઓળખાય છે? શા માટે ?
ઉત્તર:- 
લદ્દાખમાં તિબેટીયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને લીધે તેના નાના તિબેટ તરીકે ઓળખાય છે .

123.લદ્દાખમાં શું શું જોવાલાયક છે?
ઉત્તર:- 
લદાખમાં હેમિસ,થીક્સે અને રૉ જેવા બૌદ્ધમઠો, ઘાસનાં મેદાનો, હિમ નદીઓ ઉપરાંત અહીંના ઉત્સવ તથા ધાર્મિક અનુષ્ઠાનો વગેરે જોવાલાયક છે.

124. .લદ્દાખનું મુખ્ય શહેર___ છે.
ઉત્તર:-
 લેહ

125. લદ્દાખની પ્રજા પ્રાકૃતિક વસ્તુઓનો કરકસરપૂર્વક ઉપયોગ કરે છે.(√ કે ×)
ઉત્તર:- 


126.લદ્દાખના લોકજીવન વિશે માહિતી આપો.
ઉત્તર:- 
લદ્દાખ એ પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું ભારતનું ઠંડુ રણ છે. અહીં મોટે ભાગે ઇન્ડો-આર્યન તિબેટીયન અને લદ્દાખી પ્રજાતિ વસે છે. મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. અહીંના લોકો ઉનાળામાં જવ, બટાકા વટાણા ની ખેતી કરે છે. મહિલાઓ ઘરકામ અને ખેતીકામની સાથે દુકાન ચલાવી, ગરમ કાપડ વણવું વગેરે જેવા નાના વ્યવસાય પણ કરે છે.
અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે .લોકોની રોજગારી મોટાભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે અહીં હેમિસ,થીક્સે અને રૉ જેવા બૌદ્ધમઠો, ઘાસનાં મેદાનો, હિમ નદીઓ ઉપરાંત અહીંના ઉત્સવ તથા ધાર્મિક અનુષ્ઠાનો જોવાનો એક લહાવો છે.
લદ્દાખનું મુખ્ય શહેર લેહ હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. આધુનિકરણથી અહીંના લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે તેવો પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાનું જીવન વિતાવે છે.

127.ભારતમાં કચ્છના રણનું સ્થાન જણાવો. 
ઉત્તર:- કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે તેની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્યમાં આવેલું છે.

128. કચ્છના રણના કેટલા ભાગ પડે છે? કયા કયા?
ઉત્તર:- 
કચ્છના રણના બે ભાગ પડે છે:(1) નાનું(2) મોટું રણ

129.કચ્છનું રણ કયા રણનો ભાગ છે?
(A) લદાખના રણનો
(B) થરના રણનો      √
(C) સહરાના રણનો
(D) એકપણનો નહિ

130.કચ્છના સફેદ રણની આબોહવા__ અને__ છે.
ઉત્તર:- ગરમ ,સુકી

131. કચ્છના બન્ની વિસ્તારમાં__ અને_, જોવા મળે છે.
ઉત્તર:-
 ઘાસ ,કાંટાળા ઝાંખરાંઓ

132.કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાન્ડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યાં છે. (√ કે ×)
ઉત્તર:- 


133. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?
(A) શાહમૃગ
(B)સુરખાબ √
(C) સ્નો પાર્ટરીય
(D) પૅંગ્વિન

134.કચ્છના રણમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:-
 કચ્છના રણમાં સુરખાબ, લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે જેવા પક્ષીઓ તથા ઘુડખર, નીલગાય,  સોનેરી શિયાળ, હેણોતરો નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

135. કચ્છના રણનું કયું પક્ષી લુપ્ત થવાને આરે છે?
(A) સારસ
(B)સુરખાબ
(C)ઘોરાડ √
(D)લાવરી

136.કચ્છના લોકો કયાં પ્રાણીઓ ઉછેરે છે?
ઉત્તર:- કચ્છના લોકો ઘેટાં_ બકરાં ગાય- ભેંસ ગધેડાં જેવા પ્રાણીઓ ઉછેરે છે.

137. કચ્છના દરિયાકિનારે રહેતા લોકો કેવી રીતે રોજગારી મેળવે છે?
ઉત્તર:- 
કચ્છના દરિયાકિનારે રહેતા લોકો વહાણવટું, માછીમારી અને ઝિંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે.

138. કચ્છમાં કયા પાક લેવામાં આવે છે?
ઉત્તર:-
 કચ્છમાં ખારેક દાડમ,નાળિયેર,કચ્છી કેસર ,બાજરી વગેરેનો પાક લેવામાં આવે છે.

139. કચ્છનો મુખ્ય પાક બાજરી છે.(√ કે ×) 
ઉત્તર:- 

140. કચ્છના રણમાં કઇ સાહસિક પ્રવૃત્તિ વિકસી છે? શા માટે ?
ઉત્તર:-
 કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિને કારણે પૅરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિ વિકસી છે.

141. ટૂંક નોંધ લખો :કચ્છનું લોકજીવન.
ઉત્તર:- 
ભારતનું લોકજીવન વૈવિધ્યસભર છે. અહીંના લોકો ઘેટાં -બકરાં, ગાય- ભેંસ અને ગધેડાં જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં રહેલા લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાં જોડાયેલા હોય છે. કેટલાક લોકો બાજરી, ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લે છે. કેટલાક લોકો ખાસ ભરતગુંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. પ્રવાસન ઉદ્યોગ અને અન્ય આધુનિક ઉદ્યોગોનો વિકાસ ત્યાંના લોકોને રોજગારી આપે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના લીધે ત્યાં પૅરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ વિકાસ થયો છે.

142. ટૂંક નોંધ લખો કચ્છનું રણ
ઉત્તર:- કચ્છનું રણ ગુજરાત ના કચ્છ જિલ્લામાં ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વે પાકિસ્તાન અને ભારત નું રાજસ્થાન રાજ્ય આવેલું છે કચ્છના રણમાં બે ભાગ છે: (1)નાનું રણ(2) મોટું રણ. કચ્છનું રણપ્રદેશ ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યો હોવાનું મનાય છે. આ રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. અહીંના રણ પર ક્ષારના પોપડા જામેલા છે, જેથી તે સફેદ રણ તરીકે પણ જાણીતું છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે. તેથી અહીંની આબોહવા ગરમ અને સૂકી છે.

143. યોગ્ય જોડકાં જોડો:
(1)

વિભાગ-અ

વિભાગ-બ

1. કુદરતી અણમોલ ભેટ  

 (A) કોલસો

2. નવીનીકરણીય સંસાધન

(B) પાણી

3. ભારતનું વિશિષ્ટ પ્રાણી 

(C) સૂર્યપ્રકાશ

4.અનવીનીકરણીય સંસાધન

(D) એકશિંગી ગેંડો


જવાબ

1. – B

2. – C

3. – D

4. – A


(2)

વિભાગ-અ

વિભાગ-બ

1. લેહ          

(A) ભારતનું ઠંડુ રણ

2. બન્ની પ્રદેશ  

(B) વિશ્વનું સૌથી મોટું રણ

3. સહરા      

(C) કચ્છનું રણ

4.  લદ્દાખ     

(D) ગુરુ નાનક   


જવાબ

1. – D

2. – C

3. – B

4. – A