-:GRAMMAR:-

★ -:Present Perfect Tense:-★
◆ પૂર્ણ વર્તમાનકાળ નો ઉપયોગ:-

(A) નજીકના ભૂતકાળમાં પૂર્ણ થયેલ - તાજેતરમાં પૂરી થયેલી- બોલવાના સમયના થોડા સમય પહેલાં જ પૂરી થયેલી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ સૂચવવા માટે;
જેમ કે,
1. He has just gone out.
તે હમણાં જ બહાર ગયો છે.

2.They have already completed their homework.
તેઓએ તેઓનું ગૃહકાર્ય ક્યારનુંય પૂરું કરી દીધું છે.

(B) ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા જેની અસર વર્તમાન સમયમાં હજી છે એટલે કે વર્તમાન સમયમાં તેની અસર મહત્વની હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. જેમકે
1. Nilam has eaten all the biscuits (i.e., there aren’t any left for you).
નીલમ બધી જ બિસ્કીટ ખાય ગઈ છે.
એનો અર્થ એવો થયો કે હવે બીજા કોઇ માટે બિસ્કીટ વર્તમાનમાં રહી નથી.

2. I have cut my finger (and it is bleeding now).
મારી આંગળી કપાઈ ગઈ છે.
એનો અર્થ એવો થયો કે તેની આંગળીમાંથી હમણાં લોહી નીકળી રહ્યું છે.

3.I have finished my work (=now I am free).
મેં મારું કાર્ય પુરું કર્યું છે .
એનો અર્થ એવો થયો કે હું હમણાં ફ્રી છું.

(C) ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હમણાં વર્તમાન સમય સુધી ચાલુ છે તેવું દર્શાવવા માટે આ કાળ નો ઉપયોગ થાય છે.
1. I have known him for a long time.
હું તેને લાંબા સમયથી ઓળખું છું.

2.He has been ill since last week.
તે છેલ્લા એક અઠવાડિયાથી બીમાર છે.

3.We have lived here for ten years.
અમે અહીં દસ વર્ષથી રહીએ છીએ.

4.We haven’t seen Jigar for several months.
અમે કેટલાય મહિનાથી જીગર ને જોયો નથી.

◆ પૂર્ણ વર્તમાનકાળ ને ઓળખવાની નિશાનીઓ:-
: ક્રિયાવિશેષણ:
just, often, already, recently- હમણાં જ, વારંવાર, તાજેતરમાં (હકાર વિધાન વાક્ય માં વપરાય છે)
never,- કદી નહીં ( નકાર અર્થ દર્શાવે છે.)
ever - કદીક (માત્ર પ્રશ્નાર્થ વાક્યો માં વપરાય છે.)
so far, till now, yet- હજી સુધી, (નકાર અને પ્રશ્નાર્થ વાક્ય માં વપરાય છે .)

• સમયદર્શક નિશાની:-
since+ સમય - અમુક સમયથી ( સમય નો આરંભ બતાવવા માટે .)
for + સમય - અમુક સમયગાળાથી - (સમયનો ગાળો બતાવવા માટે.)
today, this week, this month, etc. જેવા નજીકના ભૂતકાળ સૂચક સમય.

નોંધ :- પૂર્ણ વર્તમાનકાળ ના વાક્યો માં ભૂતકાળ સૂચક શબ્દો જેવાકે yesterday, last week વગેરે વાપરી શકાતા નથી.
For example, ‘He has gone to Bhavnagar yesterday’. આ રીતે વાક્યો લખી શકાય નહીં કારણ કે has gone પૂર્ણ વર્તમાનકાળ છે જ્યારે yesterday સાદો ભૂતકાળ છે .
આવા કિસ્સામાં સાદો ભૂતકાળ વાપરી શકાય
'He went to Bhavnagar yesterday.’

રચના
★વિધાન વાક્ય

(1) I/We/You/They/ બહુવચન નામ + have+ ક્રિયાપદ નું ભૂતકૃદન્તનું રૂપ એટલે કે V3+ કર્મ +અન્ય.
ઉદાહરણ: Children have finished their work.

(2)He/She/It/ એક વચન નામ +has + ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ એટલે કે V3+ કર્મ +અન્ય.
ઉદાહરણ:He/Ketan has just arrived from Mumbai.

★નકાર રચના
કર્તા+ have/has+ not+ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ એટલે કે V3+ કર્મ +અન્ય.
ઉદાહરણ:- Ketan has not arrived from Mumbai yet.
કેતન હજી સુધી મુંબઈ થી આવ્યો નથી.

★પ્રશ્નાર્થ રચના( હા કે ના જવાબ આવે તેવા પ્રશ્નાર્થ વાક્યો.)
Have/Has+ કર્તા +(not)+ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ એટલે કે V3+ કર્મ +અન્ય?
ઉદાહરણ:- Have you ever seen the
Red Fort?
શું તમે કદી લાલ કિલ્લો જોયો છે?
ઉપરના પ્રશ્નો હા કે ના માં જવાબ નીચે મુજબ ટૂંકમાં આપી શકાય.
Yes, I have. (હકારમાં જવાબ)
No,I haven't. (નકારમાં જવાબ)

★ Wh: વાળા પ્રશ્નાર્થ વાક્યો
Who વાળા પ્રશ્નાર્થ વાક્ય માં કર્તા કાઢી સીધો જ પ્રશ્ન પૂછી લેવું.
Reena has written an essay.
Who has written an essay?
નિબંધ કોણે લખ્યો છે?

બાકીના પ્રશ્નાર્થ વાક્યો માં have કે hasને કર્તા ની આગળ કાઢીને પ્રશ્નાર્થ બનાવવું પડે છે, ત્યારબાદ Wh પ્રશ્નસૂચક શબ્દ ને સૌથી આગળ મૂકવાનું હોય છે.

Reena has written an essay.
What has Reena written?
રીનાએ શું લખ્યું છે?
નોંધ:-
Have not નું ટૂંકુંરૂપ haven't અને has not નું ટૂંકુંરૂપ hasn't થાય છે.




EXERCISE:-6
Put the verbs into the correct form of present perfect tense. (પૂર્ણ વર્તમાનકાળ નું ક્રિયાપદનું સાચું રૂપ મૂકો.)
(1) I ______(not+work) today.

(2) We______ (buy) a new lamp.

(3) We ____ (not / plan) our holiday yet.

(4) Where_____ (be / you) yet ?

(5) He_____just___ (write) five letters.

(6) She___not___ (see) him for a long time.

(7) ____(be / you)_____ at school?

(8) School___ (not / start) yet.

(9) No, he _____ (have / not/return) my book yet.

(10)Yes, the scientists _____(convert) the heat from sun rays into electricity.

Ans:- 1.have not worked 
2.have bought 
3.have not planned 
4.have you been 
5.has...... written 
6.has....Seen 
7.Have you been 
8.has not started 
9.has not returned 
10. have converted

પૂર્ણ વર્તમાનકાળ દર્શાવતા કેટલાક વધારાના વાક્યો નીચે મુજબ છે જેનો અભ્યાસ કરવું.
(1) I have just eaten my lunch.

(2) We have done our homework.

(3) He has eaten an apple.

(4) He has cut this tree.

(5) He has just finished his lessons.

(6) They have already gone for walk.

(7) Sarala has broken this toy.

(8) Ketan has closed this window.

(9) The plane has just landed.

(10) He has lost his bag.