ઉત્તર : ભારતમાં પ્રાચીનકાળથી શિલ્પ-સ્થાપત્ય કલાને પ્રોત્સાહન મળતું હતું. વિવિધ સમયગાળામાં વિવિધ રાજાઓ પોતાની રીતે આ કલાને ઉત્તેજન આપતા રહ્યા. પરિણામે સ્થાપત્ય કલામાં નવી-નવી શૈલી વિકસતી રહી. મૌર્યયુગ દરમિયાન સ્તૂપો, સ્તંભલેખો, અનુમૌર્યયુગ દરમિયાન ગાંધાર અને મથુરાશૈલીમાં સ્તૂપો, ગુપ્ત યુગમાં રાજમહેલ, સ્તૂપો, સ્તંભો, વિહારો, ભવનો જ્યારે મધ્યયુગમાં તળાવ, મંદિર, મસ્જિદ, કિલ્લાઓનું નિર્માણ થયું. આમ, ભારતના વિવિધ પ્રાંતે સ્થાપત્ય કલાને પોતાની રીતે વિકસાવી અને પરિણામે ભારતીય શિલ્પ સ્થાપત્યમાં વિવિધતા જોવા મળે છે.
2. શિલ્પકલા એટલે શું?
ઉત્તર : શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી, હથોડી પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા.
3. સ્થાપત્ય એટલે શું?
ઉત્તર : સ્થાપત્ય એટલે શિલ્પશાસ્ત્ર, જેનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે.
4. સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિને ……………. કહેવાય છે.
ઉત્તર : સ્થપતિ
5. રાજપૂતયુગીન સ્થાપત્યમાં મંદિરની ……………. ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ.
ઉત્તર : નાગરશૈલી
6. નાગરશૈલીમાં બનેલાં મંદિરો જણાવો.
ઉત્તર : ખજૂરાહોના મંદિરો, પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપ મંદિર નાગરીલીમાં બનેલા પ્રખ્યાત મંદિરો છે.
7. ક્યા સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીનાં બાંધકામો બનવાના શરૂ થયાં છે?
ઉત્તર : દિલ્લી સલ્તનતના સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીના બાંધકામ બનવાના શરૂ થયા.
8. દિલ્લી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા - એમ ત્રણ સ્થાપત્યોની ............... શૈલી પ્રમુખ હતી.
ઉત્તર : આરબ
9. દિલ્લીનાં મુખ્ય સ્થાપત્યો જણાવો.
ઉત્તર : દિલ્લીનાં સ્થાપત્યોમાં જામામસ્જિદ, કુતુબમિનાર, હોજ-એ-આમ, હોજ-એ-ખાસ, રંગમહેલ, લાલકિલ્લો મુખ્ય છે.
10. ................. બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે.
ઉત્તર : ફિરોજ તુગલકે
11. કથા પ્રાંતના મુસ્લિમ શાસકોએ ભારતીય સ્થાપત્યમાં ફાળો આપ્યો છે?
ઉત્તર : ગુજરાત, બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ અનેક સ્થાપત્યો તૈયાર કરાવી ભારતીય સ્થાપત્યમાં પોતાનો ફાળો આપ્યો છે.
12. અમદાવાદ જામામસ્જિદ : : બંગાળ ....................
ઉત્તર : સોના મસ્જિદ
13. ભદ્રનો કિલ્લો .............. માં આવેલો છે.
ઉત્તર : અમદાવાદ
14. કુંભલગઢનો દુર્ગ ................. એ બનાવડાવ્યો હતો.
ઉત્તર : રાણા કુંભા
15. ..................... માં આવેલ કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ ભારતીય સ્થાપત્યકલાનું જાણીતું ઉદાહરણ છે.
ઉત્તર : ચિતોડ
16. ................. નું હૌશલેશ્વરનું મંદિર વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય છે.
ઉત્તર : કર્ણાટક
17. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું?
ઉત્તર : કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું.
18. કોણાર્કના સૂર્યમંદિરમાં ...................... વિશાળ પૈડાં છે.
ઉત્તર : 12
19. કોણાકના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશાના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્તન પ્રથમના સમયમાં થયું હતું. આ રથમંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે. અને 12 વિશાળ પેંડા છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું હોવાથી તેને ‘કાળા પેગોડા’ તરીકે ઓળખવામાં આવે છે.
20. ઉત્તર ભારતનાં મંદિરો અને દક્ષિણ ભારતનાં મંદિરો વચ્ચે કયા મુખ્ય તફાવત જોવા મળે છે?
ઉત્તર : ઉત્તર ભારતનાં મંદિરોના શિખર ગોળ હોય છે અને તેમાં સ્નાન વિનાના ખંડો હોય છે. જ્યારે દ્ક્ષિણ ભારતમાં શંકુ આકારનો અણીદાર શિખરોવાળા મંદિરો હોય છે.
21. દક્ષિણ ભારતમાં મંદિરના પ્રવેશદ્વારને .............. કહે છે.
ઉત્તર : ગોપુરમ
22. પલ્લવકાલીન ............... ભારતીય સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના કહી શકાય.
ઉત્તર : રથમંદિરો
23. કોણાર્ક સૂર્યમંદિર : : તાંજોર : .............
ઉત્તર : રાજરાજેશ્વર મંદિર
24. ................... સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે.
ઉત્તર : મુઘલ
25. અકબરે કયા કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર : અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
26. આગ્રા : ........... : : કશ્મીર : .................
ઉત્તર : આરામબાગ ; નિશાનબાગ
27. મુઘલ સલ્તનતમાં લાહોરના ................ શાલીમાર બાગનું નિર્માણ થયું.
28. મુઘલ સ્થાપત્યનું સર્વોચ્ચ શિખર એટલે ................ .
ઉત્તર : તાજમહાલ
29. તાજમહાલ ............... નદીના કિનારે આવેલા છે.
ઉત્તર : યમુના
30. ભારતનું કર્યું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે?
ઉત્તર : તાજમહાલ
31. તાજમહાલ વિશે નોંધ લખો.
ઉત્તર : ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહલનું નિર્માણ મુઘલ શાસક શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. સફેદ આરસથી બનેલ આ સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે. તે મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર છે. તાજમહાલ આજે પણ દેશ-વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
32. તાજમહાલ : આગ્રા : : લાલ કિલ્લો : ...............
ઉત્તર : દિલ્લી
33. મને ઓળખો : મેં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું.
ઉત્તર : શાહજહાં
34. તાજમહાલ : સફેદ આરસ : : લાલ કિલ્લો : ................. .
ઉત્તર : લાલ પથ્થર
35. લાલ કિલ્લામાં આવેલી ઇમારતો જણાવો.
ઉત્તર : લાલ કિલ્લામાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી ઈમારતો છે.
36. લાલ કિલ્લામાં દર વર્ષે ................... અને ................... એ ધ્વજવંદન કરવામાં આવે છે.
ઉત્તર : 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ
37. લાલ કિલ્લા વિશે નોંધ લખો.
ઉત્તર : દિલ્લી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. આ આખો કિલ્લો લાલ પથ્થરોથી બનાવવામાં આવ્યો છે. તેમાં દીવાન એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી ઇમારતો પણ છે. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસન પણ બનાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
38. મુઘલયુગનાં સ્થાપત્યો જણાવો.
ઉત્તર : મુઘલગનાં સ્થાપત્યોમાં હુમાયુનો મકબરો, આગ્રાનો કિલ્લો, ફતેપુર સિક્રીનો કિલ્લો, નિશાતબાગ, શાલીમાર બાગ, આરામબાગ, તાજમહાલ, લાલ કિલ્લો, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી ઇમારતોનો સમાવેશ થાય છે.
39. ટૂંક નોંધ લખો : મુઘલ સ્થાપત્યકલા
ઉત્તર : મુઘલ સ્થાપત્ય કલા વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ્ઠ નમુનો હુમાયુનો મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકીનો કિલ્લો બનાવડાવ્યો હતો. શેરશાહનો સાસારામનો મકબરો ના સમયમાં અગત્યનાં સ્થાપત્યો પૈકીનું એક છે. મુઘલોએ બાગ-બગીચાની આખી પરંપરા શરૂ કરી હતી. જેમાં કરમારની નિશાતભાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે. આગ્રામાં શાહજહાંએ બંધાવેલ તાજમહાલ મુઘલ સ્થાપત્યકલાનાં સર્વોચ્ચ શિખર સમાન છે. વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતી આ ઇમારતનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. શાહજહાંએ લાલ પથ્થરોમાંથી લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી ઈમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કીમતી પથ્થરોનો સમન્વય થયો છે. શાહજહાંએ અહીં મયૂરાસન બનાવડાવ્યું હતું. આમ, મુઘલ સ્થાપત્યોએ ભારતીય સ્થાપત્ય કલાને ઘણી સમૃદ્ધ બનાવી છે.
40. શીખ સંપ્રદાયનું સુવર્ણમંદિર .............. માં આવેલું છે.
ઉત્તર : અમૃતસર
41. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન ઉચ્ચ કોટિનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું?
ઉત્તર : ગુજરાતમાં સોલંકી શાસનકાળ અને સલ્તનતયુગ દરમિયાન ઉચ્ચ કોટિનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું.
42. સોલંકીકાલીન સ્થાપત્યોમાં કર્યાં મંદિરોનો સમાવેશ થાય છે?
ઉત્તર : સોલંકીકાલીન સ્થાપત્યોમાં સોમનાથના મંદિરના જીર્ણોદ્વાર અને મોઢેરાના સૂર્યમંદિરનો સમાવેશ થાય છે.
43. 11મી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો?
ઉત્તર : 11મી સદીના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સોલંકી શાસક ભીમદેવે કરાવ્યો હતો.
44. સૂર્યમંદિર : મોઢેરા : : સોમનાથ મંદિર : ………….
ઉત્તર : પ્રભાસ પાટણ.
45. સોમનાથના નવા મંદિરનું નિર્માણ ઈ.સ. .......... માં થયું.
ઉત્તર : 1955
46. સોમનાથ ........ જ્યોતિર્લિંગોમાંનું એક છે.
ઉત્તર : 12
47. કારણ આપો : સોમનાથના પુરાણા મંદિરનું આજે માત્ર સ્થાન જોવા મળે છે.
ઉત્તર : પ્રભાસપાટણ પાસે આવેલ સોમનાથ શૈવપંથનું મહત્ત્વનું કેન્દ્ર હતું. સોમનાથ મંદિર એટલું બધું સમૃદ્ધ હતું કે તેમાં રહેલો ખજાનો લૂંટવા વિદેશી આક્રમણકારો તત્પર રહેતા. સોમનાથની સંપત્તિથી આકર્ષાઈને વિદેશી આક્રમણકારોએ સોમનાથના મંદિરને ઘણીવાર લૂંટ્યું હતું. અને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આથી, પુરાણા મંદિરનું અત્યારે માત્ર સ્થાન જ જોવા મળે છે.
48. ઉપરકોટનો કિલ્લો ............... શહેરમાં છે.
ઉત્તર : જૂનાગઢ
49. જૂનાગઢના શાસક દ્વારા ઉપરકોટના કિલ્લામાં પાણીની સુવિધા કેવી રીતે પૂરી પાડવામાં આવતી હતી?
ઉત્તર : જૂનાગઢના શાસક રા'ખેંગારે ઉપરકોટના કિલ્લામાં અડી-કડી વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી.
50. નવઘણ કૂવો બંધાવનાર ............ હતો.
ઉત્તર : રા'ખેંગાર
51. મોઢેરાનું સૂર્યમંદિર ............... જિલ્લામાં આવેલું છે.
ઉત્તર : મહેસાણા
52. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કોના શાસનકાળમાં થયું હતું?
ઉત્તર : મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ સોલંકીયુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં થયું હતું.
53. મોઢેરાના સૂર્યમંદિરની ખાસિયતો જણાવો.
ઉત્તર : મોઢેરાના સૂર્યમંદિરમાં પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે, સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું.
54. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની ........... મૂર્તિઓ અંકિત થયેલી છે.
ઉત્તર : 12
55. મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાના-નાના કુલ .............. જેટલાં મંદિરો આવેલાં છે.
ઉત્તર : 108
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments