1. ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ શો હતો?
ઉત્તર :
ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો.

2. ભક્તિ અને સૂફી-આંદોલનનો ઉદ્ભવ થતા સમાજમાં શું પરિવર્તન આવ્યું?
ઉત્તર :
ભક્તિ અને સૂફી-આંદોલનના કારણે ધર્મમાં ઊંચનીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ તેમજ વિવિધ ધર્મની વાડાબંધીઓની અવગણના કરીને લોકો ભક્તિમાર્ગ તરફ વળ્યા. હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ થયો.

3. સંતો ………. ના હિમાયતી હતા.
ઉત્તર :
ઐક્ય

4. ભક્તિ અને સૂફી-આંદોલન સમયે સંતો અને ફકીરો કોની એકતામાં માનતા હતા?
ઉત્તર :
ભક્તિ અને સૂફી-આંદોલન સમયે સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા

5. ભક્તિ-આંદોલન સમયના સંતોનો ઈશ્વર વિશેનો મત જણાવો.
ઉત્તર :
ભક્તિ-આંદોલન સમયના સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તેઓ કહેતા કે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે.

6. ઐક્યવાદ કેવી રીતે પ્રસર્યો?
ઉત્તર :
સાદી અને સરળ ભાષામાં લખાયેલાં સાહિત્યો, પદો દ્વારા અને સરળ વાણી દ્વારા ઐક્યવાદ પ્રસર્યો.

7. બધા જ ધર્મોનો માર્ગ કર્યો છે?

ઉત્તર : ઈશ્વર સાથે અનુરાગ

8. ભક્તિ અને સૂફી-આંદોલનથી એક નવા યુગની શરૂઆત થઈ – સમજાવો.
ઉત્તર : ભક્તિ અને સૂફી-આંદોલનથી ધર્મમાં પ્રવર્તતા ઊંચ-નીચના ભેદભાવ, અંધશ્રદ્ધાઓ અને ધર્મની વાડાબંધી દૂર થવાની શરૂઆત થઈ. લોકોને સાદી ભાષામાં ઉપદેશ મળતા લોકો માટે ભક્તિમાર્ગનાં દ્વાર ખૂલી ગયાં. સમાજમાં ઐક્યવાદ પ્રસર્યો અને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ થયો. આથી જ ભક્તિ અને સૂફી-આંદોલનથી એક નવા યુગની શરૂઆત થઈ તેમ કહી શકાય.

9. .............. એ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
ઉત્તર :
શંકરાચાર્ય

10. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?
ઉત્તર :
રામાનુજાચાર્યે

11. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું?
ઉત્તર :
દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્યે લીધું હતું.

12. અલવાર અને નયનાર સંતો કયા પંથના અનુયાયીઓ હતા?
ઉત્તર :
અલવાર સંતો વૈષ્ણવ જ્યારે નયનાર સંતો શૈવપંથી હતા.

13. ભક્તિ આંદોલનની શરૂઆત.................કરી હતી.
ઉત્તર : 
રામાનુજાચાર્યએ

14. શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમનાં માતાપિતાનાં નામ આપો.
ઉત્તર :
શંકરાચાર્યનો જન્મ કાલડીમાં થયો હતો. તેમનાં પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું.

15. રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમનાં માતાપિતાનાં નામ જણાવો.
ઉત્તર :
રામાનુજાચાર્યનો જન્મ પેરૂમલતૂરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કેશવ અને માતનું નામ કાન્તિમતિ હતું.

16. બંગાળમાં.............જેવા મહાન સંતો થઈ ગયા.
ઉત્તર :
 
જયદેવ અને ચૈતન્ય

17. બંગાળમાં ‘હિરબોલ’નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો?
ઉત્તર :
બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ ‘હરિબોલ'નો મંત્ર ગુંજતો કર્યો હતો.

18. ઉત્તર ભારતમાં કોણે ભક્તિ-આંદોલનના શ્રીગણેશ કર્યા હતા?
ઉત્તર :
રામાનંદે

19. કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?
ઉત્તર :
બીજક

20. શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહિબ’માં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે?
ઉત્તર :
શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહિબ’માં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે.

21. મને ઓળખો : હું કબીરનો ગુરુભાઈ નિર્ગુણ શાખાનો સંત હતો.
જવાબ :
સંત રૈદાસ

22. એકશ્વર પરંપરામાં સૌથી મહત્ત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો.
ઉત્તર :
સંત કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્ત્વપૂર્ણ સંત હતા. તેઓ ગૃહસ્થ અને નિર્ગુણ શાખાના સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. તેમણે પોતાના જ્ઞાનને આધારે અનેક પદો અને સાખીઓની રચના કરી હતી. ‘બીજક’ તેમનો કાવ્યસંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહિબ’માં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. સંત કબીર કહેતા કે ઈશ્વર એક જ છે, આપણે તેમને અલગ-અલગ નામ આપ્યાં છે. તેમનાં પદો અત્યારે કબીર-વાણી તરીકે પ્રચલિત છે.

23. ગુરુનાનક કઈ શાખાના સંત હતા?
ઉત્તર :
નિર્ગુણ

24. ગુરુ નાનકના શિષ્યો ………… કહેવાતા.
ઉત્તર :
શીખ

25. મને ઓળખો : હું શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છું.
જવાબ :
ગુરુ ગ્રંથસાહિબ

26. ભક્તિ-આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં વૈષ્ણવ ભક્તિ-આંદોલનના મહાન સંતો કોણ હતા?
ઉત્તર :
ભક્તિ-આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાંબાઈ વૈષ્ણવ ભક્તિ-આંદોલનના મહાન સંતો હતો.

27. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી?
ઉત્તર :
તુલસીદાસે 'રામચરિતમાનસ’ અને ‘વિનયપત્રિકા’ જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી.

28. ગુજરાતમાં કયા સંતે લોકોને ભક્તિરસથી તરબોળ કર્યાં હતા?
ઉત્તર :
નરસિંહ મહેતા

29. ..............ગુજરાતી ભાષાના આદિકવિ છે.
ઉત્તર : 
નરસિંહ મહેતા 

30. નરસિંહ મહેતાના કયા સાહિત્ય જનસમાજ પર ઊંડી અસર કરી છે?
ઉત્તર :
નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ તથા પ્રભાતિયાંએ જનસમાજ પર ઊંડી અસર કરી છે.

31. નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?
ઉત્તર :
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ....’

32. નરસિંહ મહેતાએ કૃષ્ણભક્તિનો મહિમા ગાતા શું કહ્યું છે?
ઉત્તર :
નરસિંહ મહેતાએ કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં કહ્યું છે કે, ‘શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે.’

33. નરસિંહ મહેતાનાં પદો ............ તરીકે જાણીતાં છે.
ઉત્તર :
પ્રભાતિયાં