1. સંચાર-માધ્યમ એટલે શું?
ઉત્તર :
એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર-તંત્ર કે સંચાર-માધ્યમ કહેવાય છે.

2. પહેલાંના સમયમાં કેવી રીતે સંદેશો આપવામાં આવતો હતો?
ઉત્તર :
પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમો પાડીને, ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો.

3. સંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવવાનું કાર્ય કોણે કર્યું છે?
ઉત્તર :
પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટઑફિસ, ટેલિફોન, મોબાઇલ ફોન, ફેક્સ, ઉપગ્રહો અને ઇન્ટરનેટે સંચાર વ્યવસ્થાને ખૂબ જ સરળ બનાવવાનું કાર્ય કર્યું છે.

4. વિજ્ઞાન અને ટેક્નોલૉજી ના ક્ષેત્રમાં વિકાસ કરવા …………. મહત્ત્વનો ફાળો આપ્યો છે.
ઉત્તર :
સંચાર-માધ્યમે

5. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે ............. અગત્યની ભૂમિકા ભજવે છે.
ઉત્તર :
સંચાર-માધ્યમો

6. પહેલાંના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું, જે ........... તરીકે ઓળખાય છે.
ઉત્તર :
ટપાલ પદ્ધતિ

7. ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ.સ. ....... માં થઈ હતી.
ઉત્તર :
1854

8. મિત્રોને શુભેચ્છા આપવા .......... નો ઉપયોગ થાય છે.
ઉત્તર :
ગ્રીટિંગકાર્ડ

9. પોસ્ટઑફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય?
ઉત્તર :
પોસ્ટઑફિસ દ્વારા મનીઓર્ડર કરીને પૈસા મોકલી શકાય છે.

10. ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ઈ.સ. ............ માં થઈ હતી.
ઉત્તર :
1850

11. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયાં શહેરોની વચ્ચે શરૂ થઈ હતી?
ઉત્તર :
કોલકાતા અને ડાયમંડ હાર્બર

12. ટેલિગ્રામ કયા ઉપયોગમાં આવે છે?
ઉત્તર :
ટેલિમામ નાના-નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડવા ઉપયોગી છે.

13. કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે?
ઉત્તર :
તાર

14. ........ જ્ઞાનનો ભંડાર છે.
ઉત્તર :
પુસ્તકો

15. સંચાર-માધ્યમ તરીકે પુસ્તકોનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર :
પુસ્તકો જ્ઞાનનો ભંડાર સમાન છે. પસ્તકો દ્વારા એક પેઢીનું જ્ઞાન, તેના વિચારો, તેની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચે છે. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર-પ્રસાર કરે છે. હાલના સમયની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પુસ્તક વિદ્યાર્થીઓને સહાયરૂપ બને છે. વર્તમાન સમયમાં ઇન્ટરનેટનું ચલણ વધતાં ઈ-બુકનો ઉપયોગ પણ વધ્યો છે.

16. વર્તમાનપત્રો આપણને કઈ બાબતથી અવગત કરે છે?
ઉત્તર :
વર્તમાનપત્રો આપણને દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, જે તે દિવસનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ અને ચોડિયાં વગેરે બાબતોથી અવગત કરે છે.

17. ભારતમાં કઈ કઈ ભાષાઓમાં દૈનિકપત્રો પ્રકાશિત થાય છે?
ઉત્તર :
ભારતમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, બંગાળી, કન્નડ, મલાયાલમ, મરાઠી, તમિલ, પંજાબી વગેરે જેવી ભાષાઓમાં દૈનિકપત્રો પ્રકાશિત થાય છે.

18. આપણે ત્યાં કયાં કયાં વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે?
ઉત્તર :
ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, નવગુજરાત સમય, જનસ દૈનિક જાગરણ વગેરે જેવાં વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે.

19. વર્તમાનપત્રો માટે નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે?
ઉત્તર :
કોઈ પણ વસ્તુના પ્રચાર-પ્રસારને અટકાવે છે.

20. રેડિયો ....... પ્રકારનું સંચાર-માધ્યમ છે.
ઉત્તર :
શ્રાવ્ય

21. રેડિયો પર શું શું સાંભળવા મળે છ?
ઉત્તર :
રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમત-ગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે.

22. સૌથી વધુ ચલચિત્રો .......... દેશમાં બને છે.
ઉત્તર :
ભારત

23. સિનેમાથી જાગૃતિ આવે છે – સમજાવો.
ઉત્તર :
હાલના સમયમાં સિનેમા શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ સમાજને ઐતિહાસિક બાબતોથી પણ અવગત કરે છે. સિનેમા દ્વારા લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં પરિવર્તન આવે છે. આધુનિક સમયમાં લોકોની વિચારસરણી બદલવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક રીત-રિવાજો, અંધશ્રદ્ધા, માન્યતાઓ તથા વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમાથી શીખવા મળે છે. આમ, સિનેમા સમાજને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે.

24. મનોરંજન માટેનું લોકપ્રિય દેશ્ય-શ્રાવ્ય સાધન .......... છે.
ઉત્તર :
ટેલિવિઝન

25. તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ ........... પર જોવા મળે છે.
ઉત્તર :
ટેલિવિઝન

26. ટીવીના ફાયદા જણાવો.
ઉત્તર :
ટીવીના ફાયદા આ મુજબ જણાવી શકાય છે :
(1) મનોરંજનું સૌથી લોકપ્રિય સાધન છે.
(2) નવરાશનો સમય સરળતાથી પસાર થાય છે.
(3) ટીવી પર આવતા સમાચાર તેમજ વિવિધ પ્રોગ્રામના આધારે વિશ્વભરની જાણકારી પ્રાપ્ત થાય છે.
(4) શૈક્ષણિક પ્રોગ્રામ દ્વારા શિક્ષણ મેળવી શકાય છે.
(5) વિવિધ ભાષા શીખવામાં પણ મદદરૂપ થાય છે.
(6) તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે.
(7) આરોગ્ય અને ખેતી વિષયક કાર્યક્રમો પણ પ્રસારિત થતા હોવાથી લોકો અને ખેડૂતોને પણ ઉપયોગી છે.

27. ............ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે.
ઉત્તર :
મોબાઇલ

28. મોબાઇલ ફોનમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે?
ઉત્તર :
મોબાઇલ ફોનમાં ઘડિયાળ, વીડિયો-ઑડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો, કેમેરા વગેરેની સુવિધા હોય છે.

29. રેલવે, બસ, સિનેમાની ટિકિટ કયા સંચાર માધ્યમથી બુક કરાવી શકીએ છીએ?
ઉત્તર :
મોબાઇલ ફોન

30. ટૂંક નોધ લખો : મોબાઇલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ
ઉત્તર :
વર્તમાન સમયમાં અગત્યનું સંચાર માધ્યમ મોબાઇલ ફોન છે. તેના દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને વિશ્વના કોઈ પણ સ્થળે વાતચીત કરી શકે છે. મોબાઇલ ફોનમાં ઘડિયાળ, વીડિયો-ઑડિયો પ્લેટર, ટૉર્ચ, કૅમેરા, કૅલેન્ડર, કેલ્કયુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે. મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા આપણે ઘણી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉપરાંત રેલવે, બસ, સિનેમા, વિમાનની ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ. મોબાઇલ ફોન દ્વારા આજના સમયમાં શિક્ષણ પણ ઉપલબ્ધ છે. આમ, આધુનિક સમયમાં મોબાઇલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે.

31. કૃત્રિમ ઉપગ્રહને .......... માં તરતા મુકવામાં આવે છે.
ઉત્તર :
અવકાશ

32. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ............ ખુબજ ઉપયોગી છે.
ઉત્તર :
કૃત્રિમ ઉપગ્રહ