1. મોટાં શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર પોતાની સંસ્કૃતિ અને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરતો સમાજ ..................... કે .................... તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર : જનજાતીય સમુદાય, વનવાસી સમુદાય

2. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રયાથી એકબીજા સાથે જોડાયેલા હતા?
ઉત્તર :
કબીલાઈ

3. જનજાતિના સભ્યો પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા?
ઉત્તર : જનજાતિના સભ્યો શિકારી, ખોરાક સંગ્રહખોર, પશુપાલક તરીકે તથા થોડે અંશે ખેતી કરી પોતાનું જીવન જીવતા હતા.

4. વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહેવાય?
ઉત્તર : જનજાતિઓમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, જે વિચરતી કે વિમુક્ત જાતિ કહેવાય છે.

5. જનજાતિનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં ................ નો સિદ્ધાંત જોવા મળે છે.
ઉત્તર :
સામૂહિકતા

6. જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો.
ઉત્તર :
જનજાતિના લોકો જમીન અને જમીનપેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. આમ, તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો હતો.

7. જનજાતિઓ ક્યાં નિવાસ કરતી?
ઉત્તર :
જનજાતિઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતી.

8. સમય જતાં જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજમાં પરિવર્તન શા માટે આવ્યું?
ઉત્તર :
જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. ક્યારેક તેમની વચ્ચે સંઘર્ષ પણ થતા. આમ, સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું.

9. વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત-રિવાજોનું અને ................. નું રક્ષણ કરતી હતી.
ઉત્તર :
મૌખિક પરંપરાઓ

10. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઈતિહાસ લખવા માટે શેનો ઉપયોગ કરે છે?
ઉત્તર :
મૌખિક પરંપરાઓનો

11. તેરમી-ચૌદમી સદી દરમિયાન પંજાબમાં .................. અને ................ જનજાતિ વિશાળ પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી.
ઉત્તર :
ખોખર, ગખ્ખર

12. મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી?
ઉત્તર :
ડુંગરી ગરાસિયા

13. મોઘલ પહેલાં મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું અધિપત્ય હતું?
ઉત્તર :
લંધા, અર્જુન

14. અરે ................... ને મનસબદાર બનાવ્યા હતા.
ઉત્તર :
કમાલખાં ખખ્ખર

15. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં .................. જનજાતિ સૌથી શક્તિશાળી હતી.
ઉત્તર :
બલોચ

16. પશ્ચિમ હિમાલયમાં ................. નામની જનજાતિ મુખ્ય હતી.
ઉત્તર :
ગરી ગડરિયો

17. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું?
ઉત્તર :
ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કૂકી, મીઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું.

18. બિહાર અને ઝારખંડની બે મહત્ત્વની જનજાતિઓ .............. અને ............. હતી.
ઉત્તર :
મુંડા, સંથાલ

19. કોળી અને બેરાદ જનજાતિ કર્ણાટક અને મહારાષ્ટ્રના ............ વિસ્તારોમાં વસવાટ કરતી.
ઉત્તર :
પહાડી

20. બારમી સદી સુધી ચેર સરદારોનું અધિપત્ય કયા વિસ્તારમાં હતું?
ઉત્તર :
બિહાર અને ઝારખંડમાં

21. ભીલ જનજાતિ વિશે ટૂંકમાં માહિતી આપો.

ઉત્તર : ભારતની ભીલ જનજાતિ સૌથી અગત્યની છે. તેઓ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. સોળમી સદીના અંત સમય સુધીમાં તેમાંના ઘણા લોકો મોટા જમીનદાર અથવા ખેડૂત તરીકે સ્થાયી જીવન જીવતા હતા, જ્યારે કેટલાક લોકો શિકાર કરીને તથા અન્નનો સંગ્રહ કરીને જીવન જીવતા હતા.

22. યોગ્ય જોડકાં જોડો :

વિભાગ – A

વિભાગ – B

(1) ઝારખંડ

(A) ખોખર જનજાતિ

(2) દ્ક્ષિણ ભારત

(B) કોળી અને બેરાદ જનજાતિ 

(3) પંજાબ

(C) ચેર જનજાતિ

(4) કર્ણાટક અને મહારાષ્ટ્ર

(D) મારવાર જનજાતિ


જવાબ

(1) – C

(2) – D

(3) – A

(4) - B


23. વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન શેના પર આધારિત હતું?
ઉત્તર :
પશુપાલન

24. વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો?
ઉત્તર :
વિચરતી જાતિના પશુપાલકો જુદા જુદા વિસ્તારમાં ફરતા રહેતા. તેઓ જે વિસ્તારમાં થોડો સમય વસવાટ કરતા, ત્યાંના ખેડૂતો પાસેથી અનાજ, કપડાં અને વાસણ ખરીદતા અને બદલામાં તેઓ ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા.

25. ટૂંક નોંધ લખો : વિચરતી જાતિ
ઉત્તર :
વિચરતી જાતિના લોકો પોતાનાં પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન દૂધ અને અન્ય પશુઉત્પાદનો પર આધારિત હતું. તેઓ જે તે વિસ્તારના સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કાં અને વાસણ લેતા, જ્યારે બદલામાં તેમને ઊન, થી આપતા. આમ, તેઓ વિવિધ વસ્તુઓનો વિનિમય કરતા. કેટલીક જાતિના લોકો જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા અને વસ્તુઓનું ખરીદ-વેચાણ કરતા.

26. મુઘલ સેના માટે વણજારા શું કાર્ય કરતા?
ઉત્તર : યુદ્ધ દરમિયાન વણજારાઓ એક સાથે ઘણા બળદોની પોઠ દ્વારા મુઘલ સૈનાને અનાજ અને અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડતા હતા.

27. વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા?
ઉત્તર :
વણજારાઓ સામાન એક પ્રદેશથી બીજા પ્રદેશમાં લાવવા-લઈ જવાનું કાર્ય કરતા હતા. મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ઘણી ચીજવસ્તુઓની નિકાસ કરતા. આમ, તેઓ ભારત અને વિશ્વ વચ્ચેની કડી સમાન હતા. આ રીતે વણજારા અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ હતા.

28. કઈ વિચરતી જાતિનો સમૂહ ‘ટાંડા’ તરીકે ઓળખાતો?
ઉત્તર :
વણજારા

29. કઈ વિચરતી - વિમુક્ત જાતિ દ્વારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને જતી?
ઉત્તર :
વણજારા

30. વિચરતી - વિમુક્ત જાતિઓ કયાં પ્રાણીઓના વેપાર સાથે સંકળાયેલી હતી?
ઉત્તર :
વિચરતી - વિમુક્ત જાતિઓ ઘેટાં-બકરાં, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી હતી.

31. વિચરતી - વિમુક્ત જાતિના લોકો કયા કયા વૈપાર કરીને પોતાનું જીવન જીવતા?
ઉત્તર :
કેટલીક વિચરતી પ્રજા નાના-મોટા ફેરિયાનું કામ કરતી. તેઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલાં દોરડાં, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી - વિમુક્ત જાતિઓમાં કાંગસિયા અને મોડવા જાતિનો સમાવેશ થતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે સંકળાયેલા હતા. આ ઉપરાંત નટ અને બજાણિયા જનજાતિના લોકો વિભિન્ન અંગકસરતો દ્વારા લોકોનું મનોરંજન કરી પોતાનું જીવન જીવતા.

32. વર્ણ આધારિત સમાજમાં કોને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો?
ઉત્તર :
વર્ણ આધારિત સમાજમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાયને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો.