1. ……………… ના હોત તો આપણું અસ્તિત્વ ના જ હોત.
ઉત્તર :
પર્યાવરણ

2. પર્યાવરણ શબ્દ..........શબ્દોનો બનેલો છે.
ઉત્તર :
બે

3. પર્યાવરણ એટલે શું?
ઉત્તર :
પર્યાવરણ ‘પરિ’ અને ‘આવરણ’ એમ બે શબ્દનો બનેલો છે. ‘પરિ’ એટલે આજુબાજુ કે ચારેબાજુ અને ‘આવરણ’ એટલે વિશિષ્ટ સપાટીનું પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ.

4. પર્યાવરણ એ મૃદાવરણ, …………… વાતાવરણ અને ................ નું બનેલું છે.
ઉત્તર :
જલાવરણ, જીવાવરણ

5. પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહિ?
ઉત્તર :
ભાવાવરણ

6. પર્યાવરણનાં ઘટકો લખો.
ઉત્તર :
પર્યાવરણનાં મુખ્ય ચાર ઘટકો છે :
(1) મૃદાવરણ, (2) જલાવરણ (3) વાતાવરણ (4) જીવાવરણ.

7. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ............. કહે છે.
ઉત્તર :
મૃદાવરણ

8. મૃદાવરણ શેનાથી બનેલું છે?
ઉત્તર :
મૃદાવરણ ખંડક, ખનીજો અને માટીથી બનેલું છે.

9. મૃદાવરણનું મહત્ત્વ સમજાવો,
ઉત્તર :
મૃદાવરણે માનવને રહેઠાણ માટે, વનસ્પતિ માટે, ખેતી માટે જમીન આપે છે. મૃદાવરણ પશુઓ માટે ઘાસચારાનાં મેદાનો અને ઉદ્યોગો માટે ખનીજના સ્ત્રોત પૂરા પાડે છે.

10. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે, તેને શું કહે છે?
ઉત્તર :
જલાવરણ

11. પાણીના સ્રોતો જણાવો.
ઉત્તર :
નદીઓ, સાગરો, મહાસાગરો, સરોવરો, કૂવા વગેરે પાણીના સ્રોતો છે.

12. ...........જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે.
ઉત્તર : પાણી 

13. સમુદ્રમાંથી આપણને શું શું મળે છે?
ઉત્તર :
સમુદ્રમાંથી આપણને મીઠું, મૂલ્યવાન ખનીજ, રસાયણો અને અનેક પ્રકારનાં માછલાં મળે છે.

14. પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને ........... કહે છે.
ઉત્તર :
વાતાવરણ

15. વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે?
ઉત્તર :
વાયુઓ, પાણની વરાળ, ધૂળનાં રજકણો, બારકો

16. ............ સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે.
ઉત્તર :
વાતાવરણ

17. વાતાવરણની ઉપયોગિતા જણાવો.
ઉત્તર : વાતાવરણ સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણમાં રહેલાં રજકણો પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાવવામાં મદદરૂપ થાય છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલના સંદેશાવ્યવહાર અને પ્રસારણ વાતાવરણને જ આભારી છે.

18. જીવાવરણ એટલે શું?
ઉત્તર :
પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે, તેને જીવાવરણ કહે છે.

19. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે?
ઉત્તર :
જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે.

20. પર્યાવરણના કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તર :
પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે :
(1) કુદરતી પર્યાવરણ અને (2) માનવસર્જિત પર્યાવરણ.

21. કુદરતી પર્યાવરણમાં .......... ઘટકોનો સમાવેશ થાય છે.
ઉત્તર :
જૈવિક

22. માનવનિર્મિત પર્યાવરણ એટલે શું?
ઉત્તર :
માનવે પોતાની બુદ્ધિશક્તિથી કરેલ શોધોની પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પારસ્પરિક આંતરક્રિયાને માનવનિર્મિત પર્યાવરણ કહે છે.

23. મનુષ્યની કઈ કઈ શોધથી માનવનિર્મિત પર્યાવરણની રચના થઈ?
ઉત્તર :
ખેતી, પશુપાલન, ચક્ર, અગ્નિ જેવી શોધ તથા ઔદ્યોગિક ક્રાંતિના કારણે આવેલાં પરિવર્તનોની પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પ્રક્રિયાથી માનવસર્જિત પર્યાવરણની રચના થઈ.

24. માનવનિર્મિત પર્યાવરણન ............. પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર :
સાંસ્કૃતિક

25. પાણી પૃથ્વી સપાટીનો આશરે...........વિસ્તાર રોકે છે.
ઉત્તર :
 
71%

26. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? કયા કયા?
ઉત્તર :
પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે : (1) પૅસિફિક (2) ઍટલાન્ટિક (3) હિન્દ (4) આર્કટિક.

27. પૃથ્વીસપાટી પરનું મોટા ભાગનું પાણી .......... સ્વાદ ધરાવે છે.
ઉત્તર :
ખારો

28. મીઠા પાણીના મુખ્ય સ્રોત કયા કયા છે?
ઉત્તર :
હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ વગેરે મીઠા પાણીના સ્રોત છે.

29. પૃથ્વી પર ઉપલબ્ધ પાણીમાંથી વાતાવરણમાં ........... પાણી રહેલું છે.
ઉત્તર :
0.0019%

30. પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણની કઈ વિગત અયોગ્ય છે?
ઉત્તર :
મીઠા પાણીનાં સરોવર - 90.00 ટકા

31. સમુદ્રમાં મોજાં શાનાથી ઉદ્ભવે છે?
ઉત્તર :
સમુદ્રમાં આવતા સામાન્ય મોજાં સમુદ્રની સપાટી પર વાતાં પવનોથી સર્જાય છે. જ્યારે ઊંચા અને લાંબા મોર્જા વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે.

32. ‘સુનામિઝ’ જેવાં શક્તિશાળી વિનાશક મોજાં ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી?
ઉત્તર :
ભૂકંપ

33. ‘સુનામિઝ’નાં મોજાં ........ કિમી પ્રતિ કલાકે આગળ વધે છે.
ઉત્તર :
700

34. ભરતી-ઓટ કોને કહેવાય?
ઉત્તર :
સમુદ્રની સપાટી દિવસમાં બે વાર તાલબદ્ધ ઊંચી ચઢે અને નીચે ઊતરે છે. સમુદ્રની આ ચઢ-ઊતરની ઘટનાને ભરતી-ઓટ કહે છે.

35. સમુદ્રનાં પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ....... કહે છે.
ઉત્તર :
ભરતી