33. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો કોના માધ્યમથી જાણી શકીએ છીએ?
ઉત્તર : કૃત્રિમ ઉપગ્રહ

34. કૃત્રિમ ઉપગ્રહ શેના માટે ઉપયોગી નથી?
ઉત્તર :
 વીડિયો-ઑડિયો પ્લેયર માટે

35. ટૂંક નોંધ લખો : કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગો
ઉત્તર : 
સંચાર માધ્યમોમાં કૃત્રિમ ઉપગ્રહ સૌથી ઉપયોગી સાધન છે. તે માનવસર્જિત છે. તેને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે. રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહો દ્વારા જ પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યૂટર અને મોબાઇલ ફોન જેવાં સાધનોમાં મેળવી શકાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલાં પાણી, ખનીજભંડારની જાણકારી મેળવી શકાય છે. વિશ્વમાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને માર્ગ જાણવામાં ઉપગ્રહો મદદરૂપ થાય છે. દેશમાં સંરક્ષણ ક્ષેત્રે ઉપગ્રહો ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત અવકાશમાં રહેલા ગ્રહો, કુદરતી ઉપગ્રહો વગેરેની ખોજ કરવામાં અને જમીનમાં ઊંડાણમાં રહેલા સંસાધનોની ખોજમાં કૃત્રિમ ઉપગ્રહો મહત્ત્વની કામગીરી કરે છે.

36. સંચાર-માધ્યમોમાં ફેરફાર શા માટે થવા લાગ્યા છે?
ઉત્તર :
 સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતમાં સંચાર-માધ્યમોની આવશ્યકતા વધવાથી તેમાં ફેરફાર થવા લાગ્યા.

37. ટેક્નોલૉજીથી કયાં સંચાર-માધ્યમો બદલાયાં છે?
ઉત્તર :
 ટેક્નોલોજીથી ટેલિફોન, પેજર, મોબાઇલ ફોન, ફક્સ વગેરે સંચાર-માધ્યમો બદલાયાં છે.

38. પહેલાં પેપર છાપવા માટે .......... ગોઠવતા હતા.
ઉત્તર :
 અક્ષરો

39. કથા સંચાર-માધ્યમ દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકે છે?
ઉત્તર : 
મોબાઇલ ફોન અને કમ્પ્યૂટર

40. .......... ના ઉપયોગથી સંસાર-માધ્યમનો વિકાસ વધુ થયો છે.
ઉત્તર :
 ટેક્નોલૉજી

41. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ........... માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે.
ઉત્તર :
 કૃષિક્ષેત્રની

42. સંચાર-માધ્યમના સાધન તરીકે ......... ફોન નો ઉપયોગ સંદેશાની આપ-લે માટે પણ થાય છે.
ઉત્તર :
 મોબાઇલ

43. માહિતીની શોધ કરવા માટે ........ નો સમાવેશ કરવામાં આવે છે.
ઉત્તર :
 બ્રાઉઝર

44. સંદેશાની આપ-લે કરવા માટે ................ એપ અગત્યની કામગીરી કરે છે.
ઉત્તર : 
સોશિયલ મીડિયા

45. ટેક્નોલૉજીનો સંચાર-માધ્યમો પર શો પ્રભાવ થયો છે?
ઉત્તર :
 ટેક્નોલોજીનો વિકાસ થવાથી ટપાલ વ્યવસ્થામાંથી ટેલિફોન, પેજર, મોબાઇલ ફોન, ફેક્સ, જેવી સુવિધાઓમાં બદલાવ આવ્યો. વર્તમાનપત્રો છાપતાં પહેલાં અક્ષરો ગોઠવવા પડતા હતા. પરંતુ અત્યારે કમ્પ્યૂટરની મદદથી ટાઇપ કરીને છાપી શકાય છે. ટેલિફોનમાં નંબરો ગોળ-ગોળ ફેરવવા પડતા. એની જગ્યાએ એ સીધા નંબર દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકીએ છીએ. સંચાર માધ્યમોનાં દરેક સાધનોમાં રોજબરોજ ટેક્નોલોજીના લીધે ફેરફાર થતા રહે છે. મોબાઇલ ફોન અને કમ્પ્યુટર દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકે છે. અને વાતચીત કરી શકે છે, ફેંક્સ કે ઇ-મેઈલ કરી શકે છે. ટેલિવિઝન પર સમાચાર, ફિલ્મો, સીરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો કૃત્રિમ ઉપગ્રહની મદદથી જોઈ શકીએ છીએ. ઉપરાંત પૂર, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓની અગાઉથી માહિતી મેળવી શકીએ છીએ. કમ્પ્યુટર અને મોબાઇલ ફોનમાં આપણે સૌશિયલ મીડિયા એંપ અને માહિતીની શોધ માટે બાઉઝરનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ, ટેકનોલોજીના વિકાસથી સંચાર માધ્યમોનો વ્યાપ વધ્યો છે. અને તેમાં ઘણાં પરિવર્તનો આવ્યો છે.

46. સરકાર ................. દ્વારા પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે.
ઉત્તર : 
સંચાર-માધ્યમો

47. લોકશાહીમાં સંચાર-માધ્યમો કેમ ઉપયોગી છે?
ઉત્તર : દેશમાં બનતા વિવિધ બનાવો સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા કરાયેલા સરકારના કાર્યોની જાણ લોકો સુધી સ૨ળતાથી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવાં કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે. સરકાર દ્વારા કરેલાં કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. સરકાર દ્વારા રેડિયો અને ટીવી જેવાં સંચાર-માધ્યમો પર દેખરેખ પણ રખાય છે. આમ, લોકશાહીમાં સરકારને પ્રજા સુધી પહોંચવાનું શ્રેષ્ઠ માધ્યમ સંચાર-માધ્યમો છે.

48. સંચાર-માધ્યમોના ઉપયોગ માટે કઈ બાબત અયોગ્ય છે?
ઉત્તર :
 બાળકોને મોબાઇલની ટેવ પાડવી

49. સંચાર-માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરશો?
ઉત્તર :
 સંચાર-માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી તે સમાજ માટે ફાયદાકારક સાબિત થાય છે. પ્રદૂષણ, પાણી-સમસ્યા, બાળમજૂરી, મહિલા પરના અત્યાચારો જેવા વિષય પર ચર્ચા થવી જોઈએ અને તે સમસ્યાના ઉપાયો માટે લોકજાગૃતિ લાવવા ટેલિવિઝન, રેડિયો, સમાચારપત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. સમાજ પર વિપરીત અસર થાય તેવા કાર્યક્રમોનો બહિષ્કાર કરવો જોઈએ. સોશિયલ મીડિયાની ઍપ પર મહિલાઓ, બાળકો, વૃદ્ધો કે ગરીબ પર અત્યાચાર થાય તેવા વીડિયો ન મૂકવા જોઈએ. વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. મોબાઇલ ફોન, ટેલિવિઝનનો પ્રકાશ આંખને નુકસાન કરે છે. તેથી જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. સંચાર-માધ્યમોનો વધારે પડતો વપરાશ સમય અને શિક્ષણ પર વિપરીત અસર કરે છે, તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જરૂરી છે.

50. વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે?
ઉત્તર : 
જાહેરાતો આપે, ડિસ્કાઉન્ટ આપે, ગિફ્ટ વાઉચર આપે છે.

51. વ્યવસાયની હરીફાઈમાં ટકી રહેવા વેપારીઓ ગ્રાહકોને .............થી આકર્ષે છે.
ઉત્તર :
 
જાહેરાતો

52. જાહેરાતોનો ઉપયોગ કોણ કરે છે? શા માટે?
ઉત્તર : 
વેપારીઓ, પેઢીઓ, વિવિધ સંસ્થાઓ, શાળાઓ વગેરે તાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવા જાહેરાતોનો ઉપયોગ કરે છે.

53. જાહેરાત પ્રસારણ માટેનાં માધ્યમો જણાવો.
ઉત્તર : 
ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઇલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાંકડા, મૅગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડ પર, સંગીતનાં સાધનો, લાઇટ બિલ, વેરા બિલ, ફોન બિલ વગેરે જાહેરાતના પ્રસારણનાં માધ્યમો છે.

54. જાહેરાતના બે ફાયદા જણાવો.
ઉત્તર :

(1) વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે.
(2) વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે.

55. નીચેનામાંથી જાહેરાતનો ગેરફાયદો કર્યો છે?
ઉત્તર : 
જાહેરાતનો ખર્ચ ગ્રાહકે ભોગવવો પડે છે.

56. ટૂંક નોધ લખો : જાહેરાતના ગેરફાયદા
ઉત્તર : 
જહેરાતના ગેરફાયદા આ પ્રમાણે જણાવી શકાય :
(1) જાહેરાત પાછળનો ખર્ચ વધુ હોય તો તે ગ્રાહકને ભોગવવો પડે છે.
(2) જાહેરાત કરનાર વ્યક્તિ કદાચ તે પોતે ન વાપરતા હોય તેવું બને.
(3) જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ જઈએ છીએ.
(4) ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ; કેમ કે, દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી.
(5) દેખાદેખીનું ચલણ વધી જાય છે.

57. જાહેરાત જોઈને ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ઉત્તર :
 જાહેરાત બ્રેઈને ખરીદી કરતી વખતે સાવધાન રહેવું જોઈએ, ચિત્ર, પોસ્ટર અથવા વીડિયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

58. સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે?
ઉત્તર :
 સરકાર સામાજિક જાગૃતિ માટે બાળલગ્ન ન કરવાં, આરોગ્ય, વસતિ-નિયંત્રણ, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો વગેરે જાહેરાતો કરે છે.

59. લોકશાહી રાષ્ટ્રોમાં સંચાર-માધ્યમો ............ ધરાવે છે.
ઉત્તર :
 સ્વતંત્રતા

60. જાહેરાતો દ્વારા કઈ બાબતો સરકાર લોકો સુધી પહોંચાડે છે?
ઉત્તર : 
નેતાઓના કાર્યો, લોકકલ્યાણ નાં કાર્યો, શિક્ષણણો પ્રચાર – પ્રસાર

61. સરકાર લોકશાહીનાં કર્યાં પોષક પરિબળોને જાહેરાત દ્વારા ઉજાગર કરે છે?
ઉત્તર : 
સરકાર આરોગ્ય વિષયક, જળ બચાવો, બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહીનાં પોષક પરિબળોને જાહેરાત દ્વારા ઉજાગર કરે છે.

62. લોકશાહીને મજબૂત કરવા અને ટકાવી રાખવા માટે જાહેરાતો કઈ રીતે મદદ કરે છે?
ઉત્તર : 
જાહેરાતો દ્વારા સરકાર લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચાડે છે.
લોકોપયોગી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે અન્ય બાબતો જાહેરાતનાં માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કુરિવાજો, અંધવિશ્વાસ, બાળલગ્નની પ્રથા, ખોટી માન્યતાઓનું ખંડન લોકશાહીમાં જાહેરાતના માધ્યમથી થાય છે. જેનાથી લોકશાહી પરિપક્વ બને છે. લોકશાહીમાં સરકાર સંસદસભ્યો, મંત્રીઓ, ધારાસભ્યો વગેરે દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરે છે. લોકશાહીનાં તત્ત્વો જેવાં કે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતાના ખ્યાલો સમૂહ માધ્યમ દ્વારા લોકોને અપાય છે. સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન કરેલાં લોકોપયોગી કાર્યોને જાહેરાતના માધ્યમથી લોકો સુધી પહોંચાડીને ફરી સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.

63. યોગ્ય જોડકાં જોડો :
(1)

વિભાગ – અ

વિભાગ – બ

(1) ટપાલ

(A) રોજબરોજની જાણકારી

(2) પુસ્તક

(B) શ્રાવ્ય માધ્યમ

(3) વર્તમાનપત્રો

(C) મનીઓર્ડેર

(4) રેડિયો

(D) દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ

(5) ટેલિવિઝન

(E) ઈ – બુક


જવાબ

(1) – C

(2) – E

(3) – A

(4) – B

(5) – D


(2)

વિભાગ – અ

વિભાગ – બ

(1) મોબાઈલ ફોન

(A) પત્રિકા, ભીતચિત્રો

(2) કુત્રિમ ઉપગ્રહ

(B) ઈન્ટરનેટ, વિડીયો

(3) જાહેરાતો

(C) માંનોરંજનનું લોકપ્રિય સાધન

(4) સિનેમા

(D) સરક્ષણક્ષેત્રે ઉપયોગી


જવાબ

(1) – B

(2) – D

(3) – A

(4) - C