ઉદાહરણ : 3 એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વર્ષ 2009, 2010 અને 2011ના સરેરાશ ઉત્પાદનને આધારવર્ષનું ઉત્પાદન લઇ અચલ આધારની રીતે સૂચક આંક તૈયાર કરો.
વર્ષ |
ઉત્પાદન (હજાર
ટન) |
2008 |
186 |
2009 |
196 |
2010 |
202 |
2011 |
214 |
2012 |
220 |
2013 |
216 |
2014 |
226 |
2015 |
230 |
(જવાબ : 91.18, 96.08, 99.02, 107.90, 107.84, 10.88, 110.78, 112.75 )
1. નીચેની માહિતી પરથી વર્ષ 2008 અને વર્ષ 2009ના સરેરાશ ભાવને આધારવર્ષના ભાવ તરીકે સૂચક આંક શોધો. (સ્વા.–ઇ, પ્રશ્ન નં – ૦૪)
વર્ષ |
ભાવ (રૂ.) |
2008 |
32 |
2009 |
38 |
2010 |
40 |
2011 |
42 |
2012 |
45 |
2013 |
60 |
2014 |
65 |
2. નીચે કોઇ એક ટીવીની કિંમત આપી છે. વર્ષ 2012 થી વર્ષ 2014ના વર્ષોની કિંમતની સરેરાશને આધારવર્ષની કિંમત ગણી ટીવીની કિંમતના સૂચક આંક તૈયાર કરો.
વર્ષ |
ટીવીની કિંમત
(રૂ.) |
2011 |
12000 |
2012 |
10000 |
2013 |
9500 |
2014 |
10500 |
2015 |
11000 |
2016 |
9800 |
2017 |
9900 |
3. કોઇ એક વર્ગના સરેરાશ જીવનનિર્વાહ ખર્ચના આંકડા નીચે આપ્યા છે. વર્ષ 2012 અને વર્ષ 2013ના સરેરાશ જીવનનિર્વાહ ખર્ચની સરેરાશને આધારવર્ષના જીવનનિર્વાહ ખર્ચ તરીકે લઇ તે વર્ગના જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંક તૈયાર કરો :
વર્ષ |
જીવનનિર્વાહ ખર્ચ
(રૂ. 1000 માં) |
2010 |
35 |
2011 |
40 |
2012 |
44 |
2013 |
48 |
2014 |
50 |
2015 |
51 |
2016 |
56 |
2017 |
60 |
4. કોઇ એક વિસ્તારમાં કપાસના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2010 થી વર્ષ 2013ના ભાવોની સરેરાશને આધાર ગણીને જથ્થાબંધ ભાવના સૂચક આંકની ગણતરી કરો.
વર્ષ |
કપાસનો ભાવ (કિવન્ટલ
દીઠ રૂ.) |
2008 |
250 |
2009 |
255 |
2010 |
265 |
2011 |
275 |
2012 |
280 |
2013 |
300 |
2014 |
310 |
2015 |
315 |
2016 |
325 |
2017 |
340 |
અચલ આધારની રીતના ગુણ અને મર્યાદા :
ગુણ :
- આધારવર્ષ અચળ હોવાથી જુદા જુદા સમયની ચલ કિંમતોમાં થતા ફેરફારોની સરખામણીમાં એકસૂત્રત જળવાય રહે છે.
- ચલ કિંમતોમાં થતાં લાંબા ગાળાના ફેરફારોની સરખામણીમાં આ રીત ઉપયોગી છે.
- આ રીત સમજવામાં અને ગણતરીમાં સરળ છે.
- બદલાતા સમયની સાથે સાથે ગ્રાહકોની રુચિ અને ટેવો બદલાતાં વપરાશી વસ્તુઓ પણ બદલાય છે. પરંતુ આ રીતમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાતો નથી અને જૂની વસ્તુઓને દૂર કરી શકાતી નથી.
- ચલ કિંમતોમાં થતાં ટૂંકાગાળાના ફેરફારોની સરખામણીમાં આ રીત અનુકૂળ નથી.
- આધારવર્ષ તરીકે સામાન્ય પરિસ્થિતિવાળું પ્રામાણ્ય વર્ષ પસંદ કરવાનું કાર્ય મુશ્કેલ છે.
- જો આધારવર્ષની પસંદગી યોગ્ય ન થઇ હોય તો સૂચક આંકની વિશ્વસનીયતા ઘટે છે.
- બહુ જ લાંબા ભૂતકાળનું વર્ષ આધારવર્ષ તરીકે લેતાં સરખામણી યોગ્ય ગણી શકાય નહિ.
- આ રીતમાં કોઇ એક ચોક્કસ વર્ષ કે સમયને આધારવર્ષ ગણાવામાં આવતું નથી.
- પરંતુ પ્રત્યેક વર્તમાન વર્ષ માટે તેના આગળના વર્ષને આધારવર્ષ તરીકે લેવામાં આવે છે.
- આ રીતમાં પ્રત્યેક વર્ષ આધારવર્ષ બદલાતું રહે છે.
- આમ, આધારવર્ષ વારંવાર બદલાતું હોવાથી આ રીતને પરંપરિત આધારની રીત કહે છે.
- આ રીતમાં વર્તમાન પરિસ્થિતને તેની નજીકના ભૂતકાળની પરિસ્થિતિ સાથે સરખાવવામાં આવે છે.
- પંરપરિત આધારની રીતથી સૂચક આંક નીચેના સૂત્રથી મેળવવામાં આવે છે :
મહિના |
ભાવ (રૂ.) |
જાન્યુઆરી |
22 |
માર્ચ |
21.2 |
મે |
22 |
જુલાઇ |
23 |
સપ્ટેમ્બર |
24.7 |
નવેમ્બર |
26 |
વર્ષ |
ભાવ (રૂ.) |
2009 |
40 |
2010 |
45 |
2011 |
48 |
2012 |
55 |
2013 |
60 |
2014 |
70 |
2. એક કંપનીના શેરના ભાવ નીચે પ્રમાણે છે. તે પરથી પંરપરિત આધારે સૂચક આંક મેળવો.
મહિના |
શેરનો ભાવ (રૂ.) |
જાન્યુઆરી |
120 |
ફેબ્રુઆરી |
150 |
માર્ચ |
200 |
એપ્રિલ |
220 |
મે |
250 |
જૂન |
280 |
જુલાઇ |
350 |
3. નીચેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચક આંક શોધો.
વર્ષ |
ઉત્પાદન (ટનમાં) |
2010 |
18 |
2011 |
30 |
2012 |
36 |
2013 |
40 |
2014 |
45 |
2015 |
72 |
2016 |
60 |
2017 |
54 |
4. નીચેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચક આંક શોધો.
વર્ષ |
વેચાણ (લાખમાં) |
2010 |
12.5 |
2011 |
15 |
2012 |
18.4 |
2013 |
21 |
2014 |
25 |
2015 |
30.2 |
2016 |
31 |
પરંપરિત આધારની રીતના ગુણ અને મર્યાદા :
- આ રીતમાં આધારવર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
- આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે અને જૂની વસ્તુઓને દૂર પણ કરી શકાય છે.
- આર્થિક, વેપાર અને વાણિજ્યક્ષેત્રે આ રીત ઉપયોગી છે.
મર્યાદા :
- ચલ કિંમતોમાં થતાં ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે અનુકૂળ છે. જ્યારે લાંબાગાળાની સરખામણી માટે આ બહુ ઉપયોગી બનતી નથી.
- આ રીતથી મેળવેલ સૂચક આંકની ગણતરીમાં એકસૂત્રતા રહેતી નથી.
- કોઇ એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય, તો પછીના વર્ષનો સૂચક આંક મેળવી શકાતો નથી.
0 Comments