(B) પંરપરિત આધારના સૂચક આંકનું અચલ આધારના સૂચક આંકમાં પરિવર્તન :
પરંપરિત આધારના સૂચક આંકનું અચલ આધારના સૂચક આંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર નીચે મુજબ છે :


ઉદાહરણ : 10 વર્ષ 2008-09 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવના પરંપરિત આધારે મેળવાયેલા સૂચક આંક નીચે પ્રમાણે છે, તે પરથી અચલ આધારે સૂચક આંક ગણો. (આધારવર્ષ 2007-08 લો.)

વર્ષ

ખાદ્ય ચીજવસ્તુનો સૂચક આંક

2008-09

134.8

2009-10

115.28

2010-11

115.57

2011-12

107.29

2012-13

109.91

2013-14

112.80

2014-15

106.24

2015-16

102.48


(જવાબ : 134.8, 155.40, 179.60, 192.69, 211.79, 238.9, 253.81, 260.10)

30. એક રાજ્યમાં વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ–ઉત્પાદનના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવના પરંપરિત આધારતે મેળવાયેલા સૂચક આંક નીચે પ્રમાણે છે, તે પરથી અચલ આધારે સૂચક આંક ગણો. (આધારવર્ષ 2007-08 લો.)

વર્ષ

ખાદ્ય ચીજવસ્તુનો સૂચક આંક

2008

100

2009

110

2010

95

2011

108

2012

120

2013

106

2014

110


(જવાબ : 100, 110, 104.5, 112.86, 135.43, 143.56, 157.92)

31. વર્ષ 2010 થી 2015 સુધીના કોઇ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચક આંક ગણો. (સ્વા.1.2, પ્રશ્ન નં.–4)

વર્ષ

વેચાણ સૂચક આંક

2011

110

2012

112

2013

109

2014

108

2015

111


(જવાબ : 110, 123.20, 134.29, 145.03, 152.28, 169.03)

32. નીચેના પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક પરથી અચલ આધારના સૂચક આંક મેળવો. (સ્વા.- D, પ્રશ્ન નં.–10)

વર્ષ

સૂચક આંક

2012

120

2013

90

2013

140

2014

125


(જવાબ : 120, 108, 151.20, 189)

33. નીચેના પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક પરથી અચલ આધારના સૂચક આંક મેળવો.

વર્ષ

સૂચક આંક

2012

115

2013

120

2014

130

2015

110

2016

120

2017

125


(જવાબ : 115, 138, 179.4, 197.34, 236.81, 296.01)

34. નીચે આપેલ પંરપરિત આધારે મેળવેલ સૂચક આંક પરથી અચલ આધારના સૂચક આંક મેળવો.

વર્ષ

સૂચક આંક

2012

92

2013

96.5

2014

100

2015

98.7

2016

102

2017

105.7


(જવાબ : 92, 88.78, 88.78, 87.63, 89.38, 94.47)



: સૂચક આંકની ગણતરી માટેનાં વિશિષ્ટ સૂત્રો :

જ્યારે જુદી જુદી વસ્તુઓના ભાવ અને વપરાશના જથ્થાની માહિતી આપવામાં આવી હોય ત્યારે સૂચક આંકની ગણતરી માટે નીચેનાં સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે :
(1) લાસ્પેયરનું સૂત્ર
(2) પાશેનું સૂત્ર
(3) ફિશરનું સૂત્ર

(1) લાસ્પેયરનું સૂત્ર (10 00) :


(2) પાશેનું સૂત્ર (11 01)


(3) ફિશરનું સૂત્ર (11 01 /10 00)




● ફિશરના સૂચક આંકને આદર્શ સૂચક આંક શા માટે કહેવામાં આવે છે ?
  • સૂચક આંકની આ પદ્ધતિમાં આધારવર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે.
  • સૂચક આંકના અગત્યનાં બંને મૂળભૂત પરીક્ષણો સમય (કાલ) વિપર્યાસ અને પદ વિપર્યાસનું સૂચક આંક સમાધાન કરે છે.
  • આ ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે આ રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે.
  • આ સૂચક આંક પક્ષપાતથી મુક્ત છે. કારણ કે તે લાસ્પેયર અને પાશેના સૂચક આંકમાં રહેલા દોષોને સમતુલિત કરે છે.
  • તેથી ફિશરના સૂચક આંકને આદર્શ સૂચક આંક કહે છે.

 : અગત્યના પ્રશ્નો :

1. લાસ્પેયરના સૂચક આંકની ગણતરીમાં ક્યો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે ?
2. સૂચક આંકની રચનામાં કઇ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે?
3. સૂચક આંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોનાં નામ લખો.
4. ફિશરના સૂચક આંકને આદર્શ સૂચક આંક શા માટે કહે છે?
5. પાશેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા ક્યા વર્ષની વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવાય છે?
6. ફિશરનો સૂચક આંક એ લાસ્પેયર અને પાશેના સૂચક આંકોનો કેવો મધ્યક છે?
7. લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચક આંક વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો.
8. કોનો સૂચક આંકના સૂત્રને સૂચક આંકનું આદર્શ સૂત્ર કહેવામાં આવે છે?
9. ક્યા સૂચક આંકની ગણતરીમાં માત્ર આધારવર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે?
10. ક્યા સૂચક આંકની ગણતરીમાં માત્ર ચાલુવર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે?