: ભારિત સરેરાશની રીત :

યાદ રાખો :
1. આ રીતના દાખલામાં ‘ભાર’ અને ‘સૂચક આંક’ બંને આપેલ હોય છે.
2. જ્યારે સૂચક આંક ન આપ્યો હોત ત્યારે ચાલુ વર્ષ અને આધારવર્ષના ભાવની મદદથી સૂચક આંક મેળવવાનો હોય છે.
3. દાખલો ગણવા માટે નીચે મુજબનું કોષ્ટક બનાવવું.

4. ઉપરના કોષ્ટકમાં W અને IW ના ખાનાનો સરવાળો કરવો.
5. અંતમાં ભારિત સરેરાશની રીતે સૂચક આંક શોધવાનું નીચેનું સૂત્ર મૂકવું :



ઉદાહરણ : 11
પાંચ જુદી–જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011ને આધારે વર્ષ 2016નો સૂચક આંક ભારિત સરેરાશની રીતે ગણો.

વસ્તુ

ભાર

ભાવ (રૂ.)

વર્ષ 2011

વર્ષ 2016

A

40

160

200

B

25

400

600

C

5

50

70

D

20

10

18

E

10

2

3


(જવાબ : સૂચક આંક : 145.50, ભાવમાં થયેલ વધારો : 45.5%)

63. એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી છ જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014ના આધારે વર્ષ 2015નો સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. (સ્વાધ્યાય–1.3, પ્રશ્ન–2)

વસ્તુ

A

B

C

D

E

F

ભાર

17

15

22

16

12

18

વર્ષ 2014 ભાવ (રૂ.)

30

20

50

32

40

16

વર્ષ 2015 ભાવ (રૂ.)

24

24

70

40

48

24


(જવાબ : સૂચક આંક : 123.80, ભાવમાં થયેલ વધારો : 23.80%)

64. ચાર જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને વર્ષ 2015 માં એકમદીઠ ભાવ અને ભાર અંગે માહિતી નીચે મુજબ આપેલ છે. તે પરથી વર્ષ 2015નો સૂચક આંક ગણો.(સ્વાધ્યાય–F, પ્રશ્ન–9)

વસ્તુ

ભાર

વર્ષ 2014

વર્ષ 2015

એકમદીઠ ભાવ (રૂ.)

એકમદીઠ ભાવ (રૂ.)

A

40

32

40

B

25

80

100

C

20

24

30

D

15

4

6


(જવાબ : સૂચક આંક : 128.75)



65. નીચેની માહિતી માટે યોગ્ય પદ્ધતિથી વર્ષ 2017માટે સૂચક આંક મેળવો.

વસ્તુ

ભાર

ભાવ (રૂ.)

વર્ષ 2014

વર્ષ 2017

A

42

12

21

B

28

30

48

C

20

20

35

D

10

5

11


(જવાબ : સૂચક આંક : 175.30)

66. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી છ જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે તે પરથી સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો.

વસ્તુ

ભાર

ભાર સાપેક્ષ ટકાવારી

A

5

290

B

10

315

C

10

280

D

30

300

E

20

315

F

25

320


(જવાબ : સૂચક આંક : 307, ભાવમાં થયેલ વધારો : 207%)

67. નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિએ સૂચક આંક શોધો.

વસ્તુ

ભાર

ભાર સાપેક્ષ ટકાવારી

A

30

350

B

15

300

C

8

250

D

22

200


(જવાબ : સૂચક આંક : 285.33)

68. એક ઔદ્યોગિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા અને આ જ વિસ્તારમાં રહેતા કર્મચારીઓને સ્વાસ્થ્યને નુકશાનકારક રાસાયણિક પ્રક્રિયાથી કેન્સરના રોગ થવાની શક્યતાને નિવારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2003માં ઔદ્યોગિક એકમ માટે ચોક્કસ નીતિનો અમલ કરવામાં આવેલ છે. તે નીતિની અસર જાણવા માટે કરાયેલ તપાસમાં આ વિસ્તારની વર્ષ 2003 અને 2008ની જુદી જુદી વય–જુથમાં કેન્સરના રોગથી મૃત્યુ પામેલ વ્યક્તિઓની માહિતી નીચે મુજબ મળેલ છે. આ ઔદ્યોગિક વિસ્તારની વર્ષ 2003ની વસ્તીને ભાર તરીકે લઇ, ભારિત સરેરાશની રીતે કેન્સરની થતા મૃત્યુનો સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. (ઉદાહરણ–16)

વય–જુથ (વર્ષ)

વર્ષ 2003ની વસ્તી (હજારમાં)

વર્ષ 2003માં થયેલ મૃત્યુ

વર્ષ 2008માં થયેલ મૃત્યુ

5 થી ઓછી

10

200

65

5-15

8

145

100

15-40

48

610

480

40-60

38

350

225

60 થી વધુ

14

550

465


(જવાબ : સૂચક આંક : 70.17, ભાવમાં થયેલ ઘટાડો : 29.83%)