- ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગના લોકોના જીવનનિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચના કરવામાં આવે છે.
- આમ, ‘સમાજના કોઇ એક નિશ્ચિત વર્દના લોકોના કોઇ સમયના જીવનનિર્વાહ ખર્ચમાં આધારવર્ષના ખર્ચની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને તે વર્ગનો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક કહે છે.’
- જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંક સમાજના જુદા જુદા વર્ગો અને પ્રદેશોના લોકો માટે અલગ અલગ તૈયાર કરવામાં આવે છે.
જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઇએ :
(1) હેતુ
(2) કૌટુંબિક અંદાજપત્ર તપાસ
(3) વસ્તુઓની ભાવપ્રાપ્તિ
(4) આધારવર્ષ
(5) સરેરાશ
(6) ભાર
(1) હેતુ :
- કોઇપણ સૂચક આંકની રચના કરતા પહેલાં તેના હેતુંનું સ્પષ્ટીકરણ કરવું જોઇએ.
- સમાજના ક્યા વર્ગના લોકો માટે જીવનનિર્વાહ ખર્ચના સૂચકઆંકની રચના કરવાની છે તે નક્કી કરવું જોઇએ.
- જેમ કે કામદાર વર્ગ અને તવંગર વર્ગના લોકોની જરૂરિયાતો જુદી–જુદી હોય છે.
(2) કૌટુંબિક અંદાજપત્ર તપાસ :
- જે વર્ગના લોકો માટે જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક તૈયાર કરવાનો હોય તેવા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે અમુક કુટુંબનો નિદર્શ લેવામાં આવે છે.
- નિદર્શમાં પસંદ થયેલાં કુટુંબોનાં બજેટનો અભ્યાસ કરવામાં આવે છે.
- જેમાં જુદી જુદી વસ્તુઓની યાદી, વપરાશનું પ્રમાણ, છૂટલક ભાવની યાદી, વપરાશ માટે કરવામાં આવતું ખર્ચ અને ખરીદીના સ્થળ વગેરે અંગેની માહિતી મેળવવામાં આવે છે. આ પ્રકારની તપાસને કૌટુંબિક અંદાજપત્ર તપાદ કહેવામાં આવે છે.
- આ તપાસની માહિતીને સામાન્ય રીતે પાંચ વિભાગોમાં વહેંચવામાં આવે છે :
- જે વર્ગના લોકો માટે જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી છૂટક ભાવ મેળવવામાં આવે છે.
- આ છૂટક ભાવ પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનોએથી મેળવેલાં હોવા જોઇએ.
- જ્યારે અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવે મેળવેલ હોય ત્યારે તેના ભાવોની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે.
(4) આધારવર્ષ :
- આધારવર્ષ તરીકે હંમેશા સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે.
- સામાન્ય વર્ષના છૂટક ભાવને આધારવર્ષના ભાવ તરીકે લઇ ભાવ સાપેક્ષ મેળવવમાં આવે છે.
- જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવામાં આવે છે. તેના માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે છે.
- સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર મધ્યક સૂચક આંક રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે.
- પરંતુ તેની ગણતરી અઘરી હોવાથી વ્યવહારમાં સૂચક આંકની રચના માટે ભારિત સરેરાશ પ્રચલિત છે.
- જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચન માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓનું મહત્વ એકસરખું હોતું નથી.
- તેથી વસ્તુઓનાં મહત્વનાં પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે તેને ભાર કહેવમાં આવે છે.
- આવા ભાર બે પ્રકારના હોય છે જે નીચે મુજબ છે : (અ) ગર્ભિત ભાર (બ) સ્પષ્ટ ભાર
(અ) ગર્ભિત ભાર :
(બ) સ્પષ્ટ ભાર :
- ભાર આપવાની આ પરોક્ષ રીત છે.
- આ ભાર વસ્તુની પસંદગીના આધારે નક્કી થાય છે.
- આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી.
- તેથી આ પદ્ધતિને ‘ગર્ભિત ભારની પદ્ધતિ’ કહે છે.
(બ) સ્પષ્ટ ભાર :
- ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે.
- આ ભાર વસ્તુની મહત્વના આધારે નક્કી થાય છે.
- આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાય છે.
- આ રીતમાં વસ્તુઓ ભાર વસ્તુના વપરાશ, વેચાણ, ઉત્પાદન કે વસ્તુ પાછળ થતા ખર્ચના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે.
- આમ, વસ્તુઓને તેના મહત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે તેને ‘સ્પષ્ટ ભાર’ કહે છે.
સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીતો છે : (V.M.IMP)
(i) કુલ ખર્ચની રીત (ii)કૌટુંબિક અંદાજપત્રની રીત
(i) કુલ ખર્ચની રીત :
આ રીતમાં આધારવર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુનો ખર્ચ મેળવી બધી જ વસ્તુઓનો કુલ ખર્ચ મેળવવમાં આવે છે.
ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધારવર્ષના કુલ ખર્ચના ગુણોત્તરની ટકાવારીને કુલ ખર્ચની રીતથી મળતો સૂચક આંક કહે છે.
(અ) જ્યારે આધારવર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે
(ii) કૌટુંબિક અંદાજપત્રની રીત :
(i) કુલ ખર્ચની રીત (ii)કૌટુંબિક અંદાજપત્રની રીત
(i) કુલ ખર્ચની રીત :
આ રીતમાં આધારવર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુનો ખર્ચ મેળવી બધી જ વસ્તુઓનો કુલ ખર્ચ મેળવવમાં આવે છે.
ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધારવર્ષના કુલ ખર્ચના ગુણોત્તરની ટકાવારીને કુલ ખર્ચની રીતથી મળતો સૂચક આંક કહે છે.
(અ) જ્યારે આધારવર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે
(બ) જ્યારે ચાલુ વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે :
(આ સૂચક આંકને પાશેનો સૂચક આંક પણ કહે છે.)
(ii) કૌટુંબિક અંદાજપત્રની રીત :
- આ રીતમાં સૌપ્રથમ દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ (I) મેળવવામાં આવે છે.
- ત્યારબાદ દરેક વસ્તુનું આધારવર્ષનું કુલ ખર્ચ શોધવામાં આવે છે.
- અંતમાં ભારિત સરેરાશની મદદથી કૌટુંબિક બજેટની રીતથી મળતા સૂચક આંકનું સૂત્ર મેળવામાં આવે છે, જે નીચે મુજબ છે :
0 Comments