31. કયાં પક્ષીઓ આપણા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે?
ઉત્તર : 
સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે.

32. પક્ષીઓ વસ્તુના અંતરનું અનુમાન કેવી રીતે કરે છે?
ઉત્તર : 
જ્યારે પક્ષીઓ બંને આંખો કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરે છે, ત્યારે તે અંતરનું અનુમાન કરી શકે છે.

33. પક્ષીઓની આંખોની દષ્ટિનો વિસ્તાર ક્યારે વધારે હોય છે?
ઉત્તર :
 પક્ષીઓની આંખો જ્યારે અલગ અલગ વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે ત્યારે તેની જોવાની દષ્ટિનો વિસ્તાર વધારે હોય છે

34. પક્ષીઓની આંખો એક જ સમયે બે અલગ અલગ તરફની વસ્તુઓ જોઈ શકે છે.
ઉત્તર :
 સાચું

35. પક્ષીઓની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં ......... હોય છે.
ઉત્તર : 
નાનું

36. પક્ષીઓની આંખ તેમના માથાના લગભગ કેટલામા ભાગની હોય છે?
ઉત્તર : 
દસમાં

37. નીચેનામાંથી કયું પક્ષી આપણાથી ચાર ગણું દૂર જોઈ શકે છે?
ઉત્તર :
 સમડી

38. જે વસ્તુ આપણે બે મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે જ વસ્તુ ગરુડ કેટલા મીટર દૂરથી પણ જોઈ શકે છે?
ઉત્તર :
 8

39. જેની આંખો માથાની બાજુઓ પર હોય તેવાં પક્ષીઓનાં નામ જણાવો.
ઉત્તર :
 કાગડો, પોપટ, ચકલી, કોયલ, કબૂતર, સમડી, કાબર, મોર વગેરે... મોટા ભાગનાં પક્ષીઓની આંખો માથાની બાજુઓ પર હોય છે.

40. .......... રાત્રે જાગે છે અને દિવસે ઊંઘે છે.
ઉત્તર :
 ઘુવડ

41. ઘુવડ .......... અને ............. રંગ જોઈ શકે છે.
ઉત્તર : 
સફેદ, કાળો

42. આપણી આંખોની વિશેષતા શી છે?
ઉત્તર : 
આપણી આંખો વડે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. વસ્તુનું કદ અને રંગ પણ જાણી શકીએ છીએ. આપણી આંખોની કીકીને આપણે ચારેબાજુ ફેરવીને માથું હલાવ્યા વગર પણ આસપાસની ચીજવસ્તુઓ જોઈ શકીએ છીએ.

43. માણસની આંખ અને પક્ષીની આંખ વચ્ચે શો તફાવત છે?
ઉત્તર :

માણસની આંખ

પક્ષીની આંખ

1. માણસની આંખો તેના માથા પર આગળની બાજુએ હોય છે.

1. મોટા ભાગનાં પક્ષીઓની આંખો તેમના માથાની બાજુઓ પર હોય છે.

2. માણસની આંખોની કીકી ચારેબાજુ ફરી શકે છે. તેથી તે માથું સ્થિર રાખીને ચારે બાજુ જોઇ શકે છે.

2. પક્ષીઓની આંખો સ્થિર હોય છે. તેથી તેને આજુબાજુ જોવા માટે માથું હલાવવું પડે છે.

3. સામાન્ય માણસ બધા જ રંગો ઓળખી શકે છે.

3. જે પક્ષીઓ દિવસ દરમિયાન જાગતાં હોય છે, તે થોડા રંગો જોઇ શકે છે, જ્યારે રાત્રે જાગનાર ફકત સફેદ અને કાળો રંગ થઇ શકે છે.


44. પક્ષીઓ સાંભળી શકતાં નથી.
ઉત્તર :
 ખોટું

45. પક્ષીઓને સાંભળવા માટે ............ હોય છે.
ઉત્તર : 
નાનાં છિદ્રો

46. કારણ આપો : પક્ષીઓના કાન આપણે જોઈ શકતા નથી.
ઉત્તર :
 પક્ષીઓને કાનની જગ્યાએ સાંભળવા માટે નાનાં છિદ્રો હોય છે, જે તેમનાં પીંછાં વડે ઢંકાયેલાં હોય છે. તેથી આપણે તેને સરળતાથી જોઈ શકતા નથી.

47. નીચેનામાંથી કયા પ્રાણીના કાન કદમાં ખૂબ મોટા હોય છે?
ઉત્તર : 
હાથી

48. જેમના કાન સરળતાથી જોઈ શકાય છે, તેવાં પ્રાણીઓનાં નામ જણાવો. (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર :
 કૂતરો, બકરી, ગાય, ભેંસ, વાંદરો, સસલું, હાથી, હરણ, દિપડો, વાઘ, રીંછ વગેરેના કાન સરળતાથી જોઈ શકાય છે.

49. પ્રાણીઓના કાનના કદ અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબધ રહેલો છે.
ઉત્તર : 
સાચું

50. કોઈ પણ વસ્તુની ......... અવાજ ઉત્પન્ન કરવા માટે કારણભૂત છે.
ઉત્તર :
 ધુજારી

51. સાપ અવાજ કેવી રીતે અનુભવે છે ?
ઉત્તર : 
સાપને આપણે જોઈ શકીએ તેવા બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર શરીર દ્વારા જમીન પરની ધ્રુજારી અનુભવીને આસપાસની વ્યક્તિ કે વસ્તુનો અનુભવ કરે છે.

52. ધીમો અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે?
ઉત્તર : ધીમો અવાજ સાંભળવા માટે એકદમ શાંત વાતાવરણ અને એકાગ્રતાની જરૂર પડે છે.

53. આપણી જેમ પ્રાણીઓને પણ પોતાની ભાષા હોય છે.
ઉત્તર : 
સાચું

54. ........... વાઘ કે ચિત્તાની ચેતવણી ખાસ પ્રકારના અવાજથી આપે છે.
ઉત્તર : 
લંગૂર

55. પ્રાણીઓ કે પક્ષીઓ બીજાં પ્રાણીઓને દુશ્મનથી સાવધાનીની ચેતવણી કેવી રીતે આપે છે?
ઉત્તર :
 પ્રાણીઓ કે પક્ષીઓ બીજાં પ્રાણીઓને દુશ્મનથી સાવધાન થવાની ચેતવણી ખાસ પ્રકારના અવાજ દ્વારા આપે છે.

56. અભયારણ્યમાં વાઘ, સિંહ જેવાં હિંસક પ્રાણીઓ કઈ દિશામાં છે, તે અધિકારીઓ કેવી રીતે નક્કી કરે છે?
ઉત્તર :
 પક્ષીઓ અને પ્રાણીઓ જમીન પરના અને આકાશમાં ઊડતા દુશ્મનો માટે અલગ અલગ પ્રકારની ચેતવણી આપતા અવાજો કાઢે છે. જેની મદદથી અધિકારીઓ હિંસક પ્રાણીઓની દિશા જાણી શકે છે.

57. માછલી ભયની ચેતવણી આપે છે.
ઉત્તર : 
વિદ્યુત સંકેત દ્વારા

58. ઈ.સ. મા આવેલ ત્સુનામીની ચેતવણી પ્રાણીઓ દ્વારા મળી શકી હતી.
ઉત્તર :
 2004

59. ઈ.સ. 2004માં આવેલ ત્સુનામીમાં કયા ટાપુની આદિજાતિ પ્રાણીઓની ચેતવણીની મદદથી સલામત રહી શકી હતી?
ઉત્તર :
 નિકોબાર

60. ............... માછલી એકબીજાને સંદેશો આપવા વિવિધ અવાજો કરે છે.
ઉત્તર :
 ડૉલ્ફિન