પ્રશ્ન-૪. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો:
(૧)ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળતા હતા?
જવાબ :
ઘરમાં પેટીમાં કબાટમાં ઉંદર જોવા મળતા હતા.

(૨) ઉંદરો કેવા કેવા હતા?
જવાબ :
ઉંદરો મોટા-નાના, જાડા-પાતળા, કાળા-ધોળા હતા.

(૩) ઉંદરોને લીધે કઈ-કઈ મુશ્કેલી થતી હતી?
જવાબ :
ઉંદરોને લીધે ગામલોકોને સુખેથી ખાવા-પીવા બેસવા ઊંઘવા ચાલવા ફરવા ની મુશ્કેલી થતી હતી.

(૪) "ભાઈ! અમેતો કંટાળ્યા……" આ વાક્ય કોણ બોલે છે?
જવાબ :
આ વાક્ય ગામ લોકો બોલે છે.

(૫) ઉંદરોને દૂર કરવા ગામલોકોએ વાંસળી વાળા ને શું કર્યું?
જવાબ : ગામ લોકોએ કહ્યું અમે આ ઉંદરોથી હારી ગયા છીએ, બધા ઉંદરો કાઢો તો તમને હજાર રૂપિયા આપીશું.

(૬) વાંસળીવાળો ઉંદરોને નદી તરફ કેમ લઈ ગયો?
જવાબ :
ઉંદરોને ગામમાંથી ભગાડવા માટે વાંસળીવાળો ઉંદરોને નદી તરફ લઇ ગઈ.

(૭) "લાવો ભાઈ,હજાર રૂપિયા."આ વાક્ય કોણ બોલે છે?
જવાબ :
આ વાક્ય વાંસળીવાળો બોલે છે.

(૮) "રૂપિયા કવાને વાત કેવી! જા, છાનોમાનો ચાલ્યો જા!.." આ વાક્ય કોણ બોલે છે?
જવાબ :
આ વાક્ય ગામ લોકો બોલે છે.

(૯) ગામલોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળીવાળા એ શું કર્યું?
જવાબ :
ગામલોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળી વાળો કંઈ બોલ્યા વગર વાંસળી વગાડવા લાગ્યો જેથી ગામના બધા જ છોકરાં ભેગા થઈ નદી તરફ જવા લાગ્યા.

(૧૦) વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો કેવા હતા?
જવાબ :
વાંસળીનો સૂર સાંભળી આવેલા બાળકો નાના-મોટા, જાડા-પાતળા, કાળા અને ગોરા હતા.

(૧૧) "અરે. ઉભા રહો, ઉભા રહો." આ વાક્ય કોણ બોલે છે?
જવાબ :
આ વાક્ય ગામ લોકો બોલે છે.

(૧૨) વાંસળી વાળા ની પાછળ છોકરા જવા લાગ્યા ત્યારે ગામલોકોએ વાંસળી વાળા ને શું કહ્યું?
જવાબ :
ગામલોકોએ વાંસળીવાળા ને કહ્યું "લે ભાઈ વાંસળીવાળા, લે તારા હજાર રૂપિયા ને જા હવે તું બીજે ગામ.

પ્રશ્ન-૫ વાંસળીવાળો વાર્તા ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો:
૧. ગામ લોકોને શા નો ત્રાસ હતો?
જવાબ :
ગામલોકોને ઉંદરોનો ત્રાસ હતો. ઉંદરો તેઓને હેરાન પરેશાન કરતા હતા.

૨. ઉંદરોના ત્રાસથી બચવા ગામલોકોએ શું ઉપાય કર્યો?
જવાબ :
ઉંદરોના ત્રાસથી બચવા ગામલોકો વાંસળી વાળાને હજાર રૂપિયા આપી, ઉંદરોને ગામની બહાર કાઢવા કહ્યું.

૩. વાર્તા માં બતાવ્યા સિવાય ઘરમાં બીજા કયા સ્થાનોમાં ઉંદરો રહેતા હશે? તે લખો?
જવાબ :
વાર્તા માં બતાવ્યા સિવાય ઘરમાં સુવાના રૂમમાં, રસોડામાં, માળિયામાં ઉંદરો રહેતા હશે.

પ્રશ્ન-૬ 
 નીચે આપેલા વાક્યો અને યોગ્ય નંબર આપી વાર્તા ના ક્રમમાં ગોઠવો.
[૩] બધા જ કંટાળ્યા.
[૫] બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા.
[૮] છોકરા એની પાછળ ચાલતા થયા.
[૯] વાસળી વાળો પૈસા લઈ ચાલતો થયો.
[૪] વાંસળી વાળો આવ્યો.
[૨] ગામમાં બધે જ ઉંદર.
[૭] વાંસળીવાળા એ ફરી વાંસળી વગાડી.
[૬] ગામવાળા એ પૈસા આપવાની ના પાડી.
[૧] એક હતું ગામ.