૧. આ એકમમાં વનપરી આપણને શાનો અભ્યાસ કરાવે છે ?
(A) જુદીજુદી વનસ્પતિઓનો
(B) પંખીઓનો
(C) પશુઓનો
(D) માનવશરીરનો
ઉત્તર :
A

૨. અમુએ ગલગોટો પકડ્યો. (√ કે X)
ઉત્તર :


૩. શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો ?
ઉત્તર :
શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો.

૪.દયારામ.............ના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો.
ઉત્તર : લીમડા 

૫.માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો ?
(A) મહેંદી
(B) ગલગોટો
(C) જાસ્મીન
(D) મોગરો
ઉત્તર :
A

૬. તમને છોડ ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૭.તમે જોયેલા વિવિધ આઠ છોડનાં નામ લખો :
ઉત્તર :
(વિદ્યાર્થીઓ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૮. છોડ માત્ર બગીચામાં જ હોય. (√કે X)
ઉત્તર :
x

૯. બધા છોડ એકસરખા હોતા નથી. (√કે X)
ઉત્તર :


૧૦. નીચેનામાંથી તમે કઈ વનસ્પતિ પર બેસી પણ શકો છો ?
(A) બારમાસી
(B) ઘાસ
(C)ગલગોટો
(D) મહેંદી
ઉત્તર :
B

૧૧. કયો છોડ લગભગ બધાંના ઘરઆંગણે જોવા મળે છે ?
(A) જાસૂદ
(B) કુંવરપાઠુ
(C) કરેણ
(D) તુલસી
ઉત્તર :
D

૧૨. તમે નામ સાંભળ્યાં હોય પણ જોયા ન હોય તેવા છોડનાં નામ લખો.

ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૩. રંગબેરંગી અને સુગંધી ફૂલોનાં નામ લખો.
ઉત્તર :
ગુલાબ, કમળ, પારિજાત, સૂર્યમુખી, ઓર્કિડ, મોગરો, રાતરાણી, લીલી, કેતકી, કરેણ, ચંપો, ગલગોટો, જાસૂદ, બારમાસી જેવાં ફૂલો રંગબેરંગી હોય છે અને સુગંધ પણ આપે છે.

૧૪. તમે જોયેલાં કે નામ સાંભળ્યાં હોય તેવાં વૃક્ષોનાં નામ લખો :
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૫. વૃક્ષના થડ કેટલા પ્રકારનાં હોય છે ? ક્યાં ક્યાં?
ઉત્તર :
વૃક્ષના થડ બે પ્રકારનો હોય છે : (૧) જાડું થડ, (૨) પાતળું થડ.

૧૬.જાડા થડવાળાં બે વૃક્ષોનાં નામ લખો.
ઉત્તર : જાડા થડવાળાં વૃક્ષોનાં નામ આ પ્રમાણે છે (૧) વડ, (૨) આંબો.

૧૭. પાતળા થડવાળાં બે વૃક્ષોનાં નામ લખો.
ઉત્તર :
પાતળા થડવાળાં વૃક્ષોનાં નામ આ પ્રમાણે છે (૧) તાડ, (૨) ખજૂરી.

૧૮. ગુલાબનું મોટું વૃક્ષ હોય છે. (✓કે X)
ઉત્તર :
X

૧૯. મીઠા લીમડાનો છોડ હોય છે. (✓ કે X)
ઉત્તર :
X

૨૦. વૃક્ષો છોડ કરતાં મોટાં હોય છે. (✓ કે X)
ઉત્તર :


૨૧. વૃક્ષો ઘરની અંદર ઉગાડી શકાય છે. (✓કે X)
ઉત્તર :
X

૨૨. મને ઓળખો.
(૧) હું એક મોટી વનસ્પતિ છું, પણ મારાં પર્ણો નાનાં છે.(બોરડી, બાવળ, નારિયેળી)
ઉત્તર :
બાવળ

(૨) હું એક મોટું વૃક્ષ છું, પણ મારાં પર્ણો નાનો છે. (આંબો,આંબલી, પીપળો)
ઉત્તર : આંબલી