૧. પૃથ્વી પર પાણી કયાં કયાંથી મળે છે ?
ઉત્તર :
પૃથ્વી ઉપર પાણી દરિયો , નદી, તળાવ, સરોવર, ઝરણું, જળધોધ , વરસાદ વગેરેમાંથી મળે છે.

૨. પાણીની જરૂરિયાત કોને કોને હોય છે?
ઉત્તર :
પાણીની જરૂરિયાત માણસોને, પ્રાણીઓને, પંખીઓને, વનસ્પતિ, જીવજંતુઓને હોય છે.

3. માણસોને પાણી ન મળે તો શું થાય ?
ઉત્તર :
માણસોને પાણી ન મળે તો તેઓ જીવી ન શકે.

૪. વૃક્ષોના વિકાસ માટે શું જરૂરી છે?
ઉત્તર :
વૃક્ષોના વિકાસ માટે પાણી જરૂરી છે.

૫. જો વૃક્ષોને પાણી ન મળે તો શું થાય?
ઉત્તર :
જો વૃક્ષોને પાણી ન મળે તો તેઓ કરમાઈ જાય.

૬. આપણા ઘરમાં ઉગાડેલા છોડને શા માટે નિયમિત પાણી આપવું જોઈએ ?
ઉત્તર :
નિયમિત પાણી આપવાથી જ છોડનો વિકાસ થાય છે. નહિતર કરમાઈ જાય છે.

૭. બધાં વૃક્ષોને પાણી પાવા માટે દરિયાના પાણીનો ઉપયોગ થઈ શકે છે. (✓કે X)
ઉત્તર :
X

૮.આપણી આસપાસ ઊગતાં વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે?
ઉત્તર :
આપણી આસપાસ ઊગતાં વૃક્ષોને વરસાદ દ્વારા પાણી મળે છે. ક્યારેક આસપાસ રહેતા લોકો પણ તેમને પાણી પિવડાવે છે. ઉપરાંત જમીનમાં રહેલા ભૂગર્ભ જળમાંથી તેઓ પાણી મેળવે છે.

૯. હાથી પાણી કયાંથી મેળવે છે?
(A) નદી, તળાવ, સરોવર
(B) ટાંકી
(C) કૂવો, ડંકી
(D) આપેલ તમામ
ઉત્તર :
A

10. બધાં જ પ્રાણીઓને આપણે પાણી પાવું પડે છે. (✓ કે X)
ઉત્તર :
X

૧૧. ઘણાં પ્રાણીઓને આપણે પાણી આપતા નથી, તો તેઓ પાણી ક્યાંથી મેળવે છે?
ઉત્તર :
જે પ્રાણીઓને કોઈ પાણી આપતું નથી. તેઓ પોતાની તરસ છીપાવવા નદી, તળાવ, સરોવર, ઝરણાં વગેરેનો સહારો લે છે, ત્યાંથી જાતે જ પાણી પીવે છે. જે પ્રાણીઓને આ જગ્યાએથી પણ પાણીમળતું નથી. તેઓ ખુલ્લી ગટરોમાંથી, પાણીનાં ખાબોચિયામાંથી પાણી પીવે છે.

૧૨. બધાં જ વૃક્ષો અને છોડને આપણે પાણી પાઈએ છીએ. (✓કે X)
ઉત્તર :
X

૧૩. જંગલમાં ઊગતાં વૃક્ષો પાણી માટે.............પર આધાર રાખે છે.
ઉત્તર : વરસાદ

૧૪. જંગલમાં ઊગતાં વૃક્ષો પાણી માટે વરસાદ પર કેમ આધાર રાખે છે ?
ઉત્તર :
જંગલમાં વૃક્ષોની સંખ્યા વધારે હોય છે. આપણે બધાં જ વૃક્ષોને એક સાથે વધારે માત્રામાં પાણી પહોંચાડી શકતા નથી. વરસાદ જ એવો કે એક માત્ર સ્રોત છે કે જે એક સાથે અનેક વૃક્ષોને વધારે માત્રામાં પાણી આપી શકે છે. માટે જંગલમાં ઊગતાં વૃક્ષો પાણી માટે વરસાદ પર આધાર રાખે છે.

૧૫. જંગલી પ્રાણીઓ પાણી ક્યાંથી મેળવે છે?
(A) પાણીની ટાંકીમાંથી
(B) આજુબાજુ ગામમાં રહેતા લોકો પાસેથી
(C) જંગલમાં વહેતાં નદી- ઝરણાં માંથી
(D) આપેલ તમામ જગ્યાએથી
ઉત્તર :
C

૧૬. લાંબા સમયથી વૃક્ષોને પાણી ન મળ્યું હોય તો શું થાય છે ?
ઉત્તર :
લાંબા સમયથી વૃક્ષોને પાણી ન મળ્યું હોય તો પહેલાં તેનાં પાંદડાં કરમાઈ જાય છે,ધીરે ધીરે તેની ડાળીઓ પણ કરમાઈ જાય છે.

૧૭. પક્ષીઓ પીવાનું પાણી કયાંથી મેળવે છે?
ઉત્તર :
આપણી આસપાસ રહેતા પક્ષીઓ આપણા દ્વારા મુકાતાં પાણીનાં કુંડાંમાંથી પાણી મેળવે છે.આ સિવાયના પક્ષીઓ નદી ,તળાવ, સરોવર, ઝરણાંમાંથી પાણી મેળવે છે.કેટલાંક પક્ષીઓ વરસાદથી ભરાયેલાં ખાબોચિયાંમાંથી, રસ્તા પર ઢોળાયેલાં પાણીમાંથી પણ પાણી મેળવે છે.

૧૮. પક્ષીઓના રહેઠાણની આસપાસ પાણી ન મળે તો તેઓ શું કરતાં હશે?
ઉત્તર :
પક્ષીઓનારહેઠાણની આસપાસ પાણી ન મળે તો પાણીની શોધમાં ઊડીને દૂર જતા હશે.

૧૯. પાણી વગર વૃક્ષોનું શું થાય છે?
(A) તેઓ મરી જાય છે.
(B) તેઓ નમી પડે છે.
(C) તેઓ લીલાં થઇ જાય છે.
(D) તેઓ પાણી માંગે છે.
ઉતર :
B

૨૦. પાણી મળવાથી વૃક્ષોનો દેખાવ બદલાઇ જાય છે. (✓ કે X)
ઉતર :