૧. પાઠ્યપુસ્તકનાં પાના નં ૯૦ અને ૯૧ પર આપેલી સીમાની વાર્તાને આધારે પ્રશ્નોના જવાબ આપો :
(૧) સીમાના ઘરમાં કોણ કોણ છે ?
ઉત્તર :
સીમાના પરમાં દાદીમા, પિતાજી, રવિભાઈ અને સીમાની માતા છે.

(૨) તમારા ઘરમાં કોણ કોણ છે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

(૩) તમારા ઘરના દરેક સભ્યની એક-એક વિશેષતા જણાવો : 
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

સભ્ય

વિશેષતા

(૧)મોટી બહેન

 

(૨)મમ્મી

 

(૩)પપ્પા

 

(૪)દાદા

 

(૫)દાદી

 


(૪) આપણા ઘરની વ્યક્તિઓ સાથે લાગણીઓ વ્યક્ત કરવી એ સારી બાબત છે.(✓કે X)
ઉત્તર :


(૫) સીમા કઈ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે ?
ઉત્તર :
સીમા પોતાનાં દાદીમા અને રવિભાઈ સાથે વાતો કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.

(૬) તમે કઈ રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

(૭) જે લોકો જોઈ શક્તા નથી તેઓ પોતાની સાથે શું રાખે છે?
(A) બેલ
(B) સફેદ લાકડી
(C) કાળી લાકડી
(D) બંદૂક
ઉત્તર :
B

(૮) રવિભાઈ શા માટે પુસ્તકો રેકૉર્ડ કરાવે છે ?
(A) સમય પસાર કરવા
(B) મનોરંજન માટે
(C) તેમાંથી ભણવા માટે
(D) તેમની ધંધો છે.
ઉત્તર :
C

(૯) રવિભાઈ જે ખાસ પ્રકારનું પુસ્તક વાપરે છે તેના લખાણમાં કઈ લિપિ વપરાઈ છે ?
(A) બ્રેઇલ લિપિ
(B) બ્લાઇન્ડ લિપિ
(C) બ્રેઇન લિપિ
(D) બ્રેલ લિપિ
ઉત્તર
: A

(૧૦) રવિભાઈ કઈ રીતે ઘરની વ્યક્તિઓને અને તેમની લાગણીઓને ઓળખે છે ?
ઉત્તર :
રવિભાઈ ઘરની વ્યક્તિઓના હલનચલનથી, તેમના અવાજથી તેમની લાગણીઓને ઓળખે છે.

(૧૧) સીમાના પિતાજી દાદી માટે મોટેથી સમાચારપત્ર વાંચે છે. તમે તમારા ઘરમાં ઘરડાં માણસોની મદદ કેવી રીતે કરો છો?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

(૧૨) આપણે ઘરના ઘરડા લોકો સાથે સમય વિતાવવો જોઈએ. (✓ કે X)
ઉત્તર :


(૧૩) ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે ?
ઉત્તર :
ધડપણમાં સાંભળવામાં અને જોવામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે. દાંત નબળા પડી જવાને કારણે કડક ખોરાક ખાઈ શકાતો નથી. હાડકાં નબળાં થઈ જવાને કારણે ચાલવામાં તકલીફ પડે છે.

(૧૪) રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે ?
(A) અનુભવ કરીને
(B) લાકડી વડે
(C) ગંધ વડે
(D) આપેલાં તમામ કાર્યોથી
ઉત્તર :
 
D

(૧૫) તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે ? ક્યારે ? લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

(૧૬) સીમાનાં દાદી અને રવિભાઈ વચ્ચે કોઈ સમાનતા છે ? કઈ ?
ઉત્તર :
હા. સીમાનો દાદી અને રવિભાઈ બંને જોઈ શકતાં નથી.

(૧૭) જે લોકો જોઈ શકતા નથી તેઓ અવાજ દ્વારા વસ્તુનો અનુભવ કરીને આળખે છે. (✓ કે X)
ઉત્તર :


(૧૮) જે લોકો જોઈ શકતા નથી. તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ ?
ઉત્તર :
ન જોઈ શક્તા લોકોને આપણે રોડ ક્રોસ કરાવી શકીએ . જાહેર સ્થળોએ યોગ્ય રસ્તો બનાવી શકીએ. તેમના માટે પુસ્તકો અને છાપું વાંચીને સંભળાવી શકીએ. તમને પ્રેરણાત્મક વાર્તાઓ વાંચી સંભળાવી શકીએ. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે તેમનાં પુસ્તકો રેકોર્ડ કરીને તેમને ભણવામાં મદદ કરી શકીએ. પરીક્ષામાં તેમના લેખક બની શકીએ.