૧. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખો.)

૨. શું તમે બોલ્યા વગર અભિનય કરીને રમવાની રમત ક્યારેય રમી છે ? ✓ કરો.
હા
ના
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૩. શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતાં જોયા છે ? કોને ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૪. શું તમે કોઈની સાથે બોલ્યા વગર અભિનયથી વાત કરો છો ? જો હા, તો ક્યારે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૫. લોકો સાંકેતિક / અભિનયની રીતે ક્યારે વાત કરે છે ?
ઉત્તર :
જે લોકો સાંભળી અને બોલી શક્તા નથી તે લોકો વાત કરવા માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે અથવા અભિનયથી વાત કરે છે.

૬. જેઓ સાંભળી કે બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે ?
(A) ઇશારાથી
(B) રેડિયો દ્વારા
(C) મોં દ્વારો
(D) આપેલા તમામ દ્વારા
ઉત્તર :
A

૭. જે લોકો સાંભળી કે બોલી શકતા નથી તેઓ બીજાની વાતને કઈ રીતે સમજે છે ?
(A) હોઠના હલનચલનથી
(B) ચહેરાના હાવભાવથી
(C) આંખોના હાવભાવથી
(D) આપેલા તમામથી
ઉત્તર :
D

૮.અભિનય કરીને સંકેતો સમજાવવાની રમતમાં આપણી વાતોને કેવી રીતે આપણે વ્યક્ત કરી શકીએ ?
ઉત્તર : આ રમતમાં આપણે આપણી વાતો સંકેતો દ્વારા, હાવભાવ દ્વારા વ્યક્ત કરીએ છીએ.

૯.જે લોકો સાંભળી કે બોલી શકતા નથી તે લોકો પણ વિશિષ્ટ (વિશેષ આવડતવાળા) હોઈ શકે છે.(✓ કે X)
ઉત્તર :


૧૦. તમારામાં કઈ બાબતમાં વિશેષતા રહેલી છે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૧. અભિનયની તેમના માટે જરૂર હોય છે કે જેઓ ........... શકતા નથી.
(A) જોઈ
(B) સાંભળી
(C) બોલી
(D) સાંભળી અને બોલી
ઉત્તર :
(D)

૧૨. જે લોકો સાંભળી શકતા નથી તેઓ મોટેભાગે ચોખ્ખું બોલી પણ શકતા નથી. (✓ કે X)
ઉત્તર :


૧૩. દુનિયામાં બધા જ લોકો સાંભળી અને બોલી શકે છે. (✓કે X)
ઉત્તર :
X

૧૪. જે લોકો સાંભળી અને બોલી શકતા નથી તેઓ શાળાએ જઈ શકતા નથી. (✓ કે X)
ઉત્તર :
X

૧૫. પાઠ્યપુસ્તકમાં પાના નંબર ૪૭ ૫૨ની વાર્તા વાંચો અને તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) ચકુ સાંભળી શકતી નથી પણ તે કયું કાર્ય ખૂબ જ સરસ રીતે કરે છે ?
(A) ભણવાનું
(B) તબલાં વગાડવાનું
(C) પિયાનો વગાડવાનું
(D) ગીત ગાવાનું
ઉત્તર :
C

(૨) નાની ચકુને શાળામાં કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે ? વિચારો અને લખો.
ઉત્તર :
ચકુ શાળાએ જાય છે પણ સાંભળી શકતી નથી તેથી તેને શાળામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. શાળામાં શિક્ષક, આચાર્ય, ચિત્રો કશું પણ બોલે તે સાંભળી શકતી નથી. જેથી તેને ઘણી વાતો સમજવામાં તકલીફ પડે છે.

(૩) ચકુ પોતાની ખુશીની લાગણી કેવી રીતે વ્યક્ત કરે છે ?
(A) ગીતો ગાઈને
(B) પિયાનો વગાડીને
(C) નાચીને
(D) ભાઈ સાથે વાતો કરીને
ઉત્તર :
B

(૪) નંદુ તેની સાંભળી ન શકતી બહેનને કેવી રીતે મદદ કરતો હશે ? વિચારો અને લખો.
ઉત્તર : નંદુ અને ચકુ સાથે એક જ શાળામાં જાય છે. નંદુ ચકુને શાળાના વિવિધ વિષયો સમજવામાં મદદ કરતો હશે. જે બાબતો તે સાંભળી અને સમજી શક્તી નથી. તે તેને ઇશારાથી સમજાવતો હશે.

(૫) નાનાં બાળકો જેઓ બોલી શકતાં નથી તેઓ પોતાની લાગણીઓ કઈ રીતે વ્યક્ત કરે છે ?
ઉત્તર :
નાનાં બાળકો ઇશારા દ્વારા, રડીને, હસીને, અભિનય કરીને, ચહેરાના હાવભાવથી લાગણી વ્યક્ત કરે છે.