૧. પાઠ્યપુસ્તક પેજ નં ૨૬ પરનાં ચિત્રોને આધારે પ્રશ્નોના જવાબ આપો :


(૧) છોટુ પાઇપ સામે જોઈને શું વિચારતો હશે ?
ઉત્તર : છોટુ પાઇપ સામે જોઈને વિચારતો હશે કે આ પાઇપ તેનું ઘર બનાવવા માટેની યોગ્ય જગ્યા છે.

(૨) છોટુ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે ?
(A) ઘર તરીકે
(B) શાળા તરીકે
(C) બગીચા તરીકે
(D)ત્રણેયને રીતે
ઉત્તર :
A

(૩) છોટુને સૌથી પહેલા વરસાદથી બચવા માટે ઘરની જરૂર હતી. (✓કે X)
ઉત્તર :


(૪) છોટુ પોતાની સાથે કઈ કઈ વસ્તુઓ લાવ્યો હશે ?
ઉત્તર :
છોટુ પોતાની સાથે રસોઈનાં થોડાંક વાસણો અને કપડાં લાવ્યો હશે.

(૫) છોટુએ પાઇપ અને તેની આસપાસના વિસ્તારને કેવી રીતે અલગ ક્યું ?
ઉત્તર :
છોટુ પાઇપની અંદરના ભાગનો ઉપયોગ સૂવા માટે કરતો હતો. ઉપરના ભાગમાં દોરી બાંધી કપડાં સૂકવતો. પાઇપની બહાર રસોઈ બનાવતો અને પાણીનો સંગ્રહ કરતો.પાઇપની બહાર તેણે છાંયડામાં બેસવા માટે કપડું કે પતરુંપણ બાંધ્યું હતું .

(૬) મોનુને પાઇપમાં રહેવા આવવા માટે છોટુ કેમ બોલાવે છે ?
ઉત્તર :
મોનું પણ છોટુની જેમ જ અમદાવાદ પહેલી વાર આવ્યો હતો. તેની પાસે રહેવાની જગ્યા નહોતી, માટે છોટુ પોતાની સાથે મોનુને રહેવા માટે બોલાવે છે.

(૭) બંને છોકરાઓ ભેગા થવાથી કોને લાભ થશે ? 
ઉત્તર : બંને છોકરાઓ ભેગા થવાથી બંનેને લાભ થશે.

(૮) બંને મિત્રો હવે કઈ કઈ સુવિધાઓ મેળવશે ?
ઉત્તર :
બંને મિત્રો હવે ઘર, ખોરાક, પાણી વગેરે સુવિધાઓ મેળવશે.

(૯) વધુ સુવિધા ઊભી કરવા માટે તેઓ શું કરશે ?
ઉત્તર :
વધુ સુવિધાઓ ઊભી કરવા માટે તેઓ કામ કરીને પૈસા મેળવશે.

(૧૦) બંને મિત્રો કુદરતની કઈ કઈ વસ્તુઓ વાપરતા હશે?
ઉત્તર :
બંને મિત્રો હવા, પાણી, વૃક્ષનો છાંયો વગેરે કુદરતની વસ્તુઓ વાપરતા હશે.

(૧૧) બંને છોકરાઓ ઘરની આસપાસ કઈ રીતે સફાઈ રાખતા હશે ?
ઉત્તર :
બંને છોકરાઓ પોતે ઉપયોગ કરતા હોય તેવી દરેક વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને રાખતા હશે. ઘરની બહાર અને અંદર રોજ કચરો વાળીને સાફ કરતા હશે. પાણીનો બગાડ ન થાય, પ્રાણીઓ ઘરમાં અંદર કે બહાર બગાડ ન કરે તેનું ધ્યાન રાખતા હશે.

(૧૨) આપણને સારી રીતે જીવવા માટે શાની શાની જરૂર પડે છે ?
(A) ખોરાક
(B) પાણી
(C) ધર
(D) આપેલાં તમામ
ઉત્તર :
D

૨. મકાન કોને કહેવાય ?
ઉત્તર :
જે જગ્યાએ આપણે રહી શકીએ તેવા બાંધકામને મકાન કહેવાય.

૩. એવી જગ્યા જ્યાં આપણે આપણા કુટુંબ સાથે રહેતા હોઈએ તેને ઘર કહેવાય. (✓કે X)
ઉત્તર :


૪.તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધારે ગમે છે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૫. આપણા ઘરમાં માત્ર આપણે જ રહીએ છીએ. (✓ કે X)
ઉત્તર :
X

૬. આપણી સાથે આપણા ઘરમાં______પણ રહે છે.
(A) કેટલાંક જીવજંતુઓ
(B) પડોશીઓ
(C)જંગલી પ્રાણીઓ
(D)આપેલ તમામ
ઉત્તર :
A

૭. આપણા ઘરમાં આપણી સાથે બીજું કોણ કોણ રહે છે ?
ઉત્તર :
આપણા ઘરમાં આપણી સાથે પાળેલા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ રહે છે.

૮. મચ્છર ,કરોળિયો અને કીડી જેવાં જીવજંતુઓ આમંત્રણ વગર જ આપણા ઘરમાં રહે છે.
ઉત્તર :
મચ્છર, કરોળિયા, કીડી 

૯. મને ઓળખો:
(૧) હું મારો મોટાભાગનો સમય રસોડામાં વિતાવું છું.
ઉત્તર :
મમ્મી

(૨) હું વગર આમંત્રણે ઘરમાં આવતું પ્રાણી છું.
ઉત્તર :
ઉંદર

(૩) મારી અંદર લોકો પોતાના કુટુંબ સાથે આનંદથી રહે છે.
ઉત્તર :
ઘર

(૪) હું તમારા ઘરમાં તમારી મરજીથી રહી શકતું પ્રાણી છું.
ઉત્તર :
કૂતરો,બિલાડી

(૫) હું તમારા ઘરમાં તમારી મરજીથી રહી શક્તું પક્ષી છું.
ઉત્તર :
પોપટ,(અન્ય પાળી શકાય તેવા પક્ષીઓ)

૧૦. લોકોને ઠંડી, ગરમી અને વરસાદથી કોણ બચાવે છે ?
(A) જંગલ
(B) આકાશ
(C)ઘર
(D)પ્રાણીસંગ્રહાલય
ઉત્તર :
C

૧૧. તમારા ઘરમાં કયાં કયાં જીવજંતુઓ જોવા મળે છે ?
ઉત્તર :
મારા ઘરમાં કરોળિયો, કીડી, મંકોડા, ગરોળી, મચ્છર, માખી જેવાં જીવજંતુઓ જોવા મળે છે.

૧૨. આપણી જેમ પ્રાણીઓ અને પક્ષીઓને પણ ઘર હોય છે. ( ✓કે X)
ઉત્તર :