૧. અહીં જુદા જુદા મદદગારોનાં ચિત્રો આપેલાં છે. તેમને ઓળખો અને તેમનું નામ અને તેમનું કામ લખો :



૨. ચિત્રમાં દર્શાવ્યા સિવાયના અન્ય મદદગારોનાં નામ લખો.
ઉત્તર :
મિકેનિક, ધોબી, માછીમાર, સોની, લુહાર, પશુપાલક, કંદોઈ, ટપાલી, પ્લંબર, વાળંદ, ફૂલવાળા વગેરે આપણા મદદગારો છે.

૩. શહેરમાં લોકો ધંધા-રોજગાર માટે જુદાં જુદાં કામ કરે છે. (✓કે X)
ઉત્તર :


૪.લોકો ચાની દુકાને ચા અને છાપું લેવા જાય છે.(✓ કે X)
ઉત્તર :
X

૫. મને ઓળખો :
(૧) હું માટીમાંથી માટલાં, કોડિયાં વગેરે વાસણો બનાવું છું. 
ઉત્તર : કુંભાર

(૨) હું મીઠું પકવું છું.
ઉત્તર :
અગરિયા

(૩) હું બગડેલા વાહનો રિપેર કરું છું.
ઉત્તર :
મિકેનિક

(૪) હું કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપું છું.
ઉત્તર :
ધોબી

(૫) હું વિમાન ચલાવું છું.
ઉત્તર :
પાઇલટ

(૬) હું બૂટ-ચંપલ સીવી આપું છું.
ઉત્તર :
મોચી

(૭) હું કપડાં સીવું છું.
ઉત્તર :
દરજી

(૮) હું ખેતી કરી વિવિધ પાક ઉગાડું છું.
ઉત્તર :
ખેડૂત

(૯) હું ગાયો-ભેંસો પાળીને દૂધ વેચું છું.
ઉતર :
પશુપાલક

૬. ટ્રાફિકનું સંચાલન કોણ કરે છે ?
(A) મોચી
(B) ડોક્ટર
(C) ટ્રાફિક પોલીસ
(D) વાળંદ
ઉત્તર :
C

૭. ટ્રાફિક પોલીસની જરૂરિયાત ટૂંકમાં જણાવો :
ઉત્તર :
ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરે છે. રોડ પર ટ્રાફિક જામ થતો અટકાવે છે. જો કોઈ નિયમનો ભગં કરે તો તેને દંડ કરે છે. જો ટ્રાફિક પોલીસ ન હોય તો આવાં કાર્યો કોઈ કરી ન શકે. માટે ટ્રાફિક પોલીસ જરૂરી છે.

૮. સોના-ચાંદીના દાગીના કોણ બનાવી આપે છે ?
(A) સોની
(B) લુહાર
(C) કુંભાર
(D) કડિયો
ઉત્તર :
A

૯. કંડક્ટર શું કામ કરે છે ?
(A) ટિકિટ આપવાનું
(B)દવા આપવાનું
(C) ટપાલ વહેંચવાનું
(D) કપડાં સીવી આપવાનું
ઉત્તર :
A

૧૦. ટ્રક કોણ ચલાવે છે ?
(A) વાળંદ
(B) અગરિયા
(C) મિકેનિક
(D) ડ્રાઈવર
ઉત્તર :
D

૧૧. તમારી આસપાસ લોકો કેવા કેવા પ્રકારનાં કામ કરે છે ? કોઈ પણ પાંચ કામનાં નામ અને આ કામ કરતા કારીગરોને શું કહેવાય. તે લખો.

કામ

તેમને શું કહેવાય ?

(૧) પાણીની પાઇપ રિપેર કરે છે.

પ્લંબર

(૨) કપડાં સીવે છે.

દરજી

(૩) ફર્નિચર બનાવે છે.

સુથાર

(૪) ઘર બાંધે છે.

કડિયો

(૫) શાળામાં ભણાવે છે.

શિક્ષક


૧૨. વિચારો અને લખો :
(૧) ટ્રાફિક પોલીસ ન હોય તો...
ઉત્તર :
ટ્રાફિક પોલીસ ન હોય તો ટ્રાફિકનું નિયંત્રણ ન થાય. લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે. વારંવાર અકસ્માત સર્જાય. જાનહાનિ થાય.

(૨) સફાઈ કામદાર ન હોય તો....
ઉત્તર :
સફાઈ કામદાર ન હોય તો ચારેય બાજુ ગંદકી ફેલાય. ગંદકીને કારણે માખી-મચ્છર જેવા જંતુઓનો ઉપદ્રવ થાય. બીમારી ફેલાય .

(૩) પોસ્ટઑફિસ ન હોય તો...
ઉત્તર :
પોસ્ટઓફિસ ન હોય તો આપણે ટપાલ દ્વારા સંદેશો મોકલાવી શકીએ નહીં. પોસ્ટમાં પૈસા બચતમાં મૂકી શકીએ નહીં.

(૪) ડૉક્ટર ન હોય તો...
ઉત્તર :
ડોક્ટર ન હોય તો બીમારીનો ઈલાજ થઈ શકે નહીં. સમાજમાં બીમારીઓ ફેલાય, સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન મળે નહિ.

(૫) ખેડૂત ન હોય તો...
ઉત્તર :
ખેડૂત ન હોય તો આપણને ખોરાક મળી શકે નહીં. જો ખેડૂત ન હોય તો ખેતરમાં અનાજ, ફળો, શાકભાજી વાવી શકાય નહીં. આમ, લોકોને ખોરાક મળે નહીં. ખોરાક ન મળે તો લોકો જીવી શકે નહીં.

૧૩. યોગ્ય જોડકાં જોડો :

વિભાગ – અ

વિભાગ – બ

જવાબ

(૧) નર્સ

(A) પોલીસ સ્ટેશન

(૧) – D

(૨) પોલીસ

(B) પોસ્ટઓફિસ

(૨) – A

(૩) શિક્ષક

(C) ન્યાયાલય

(૩) – E

(૪) ટપાલી

(D) દવાખાનું

(૪) – B

(૫) ન્યાયાધીશ

(E) શાળા

(૫) – C


૧૪. સફાઈ કામદાર પણ પોલીસ જેટલા જ અગત્યના છે, સમજાવો .
ઉત્તર :
જેવી રીતે પોલીસ ગુનેગારોને સજા કરી સમાજમાંથી ગુનાને કાઢવાનું કામ કરે છે તેવી રીતે સફાઈકામદાર ગંદકી સાફ કરી બીમારીને આપણાથી દૂર કરવાનું કામ કરે છે. જેમ પોલીસ ન હોય તો ગુનેગારો વધી જાય તેમ સફાઈ કામદાર ન હોય તો આપણી આસપાસ ગંદકી અને બીમારી વધી જાય. આમ, સફાઈ કામદાર પણ પોલીસ જેટલા જ અગત્યના છે.

૧૫. તમે જાયેલાં બહુમાળી મકાનો સામે ✓ કરો : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
પોસ્ટઓફિસ
હોસ્પિટલ
ટેલિફોન બૂથ
શાળા
સરકારી કચેરી
ચર્ચ
ધર્મશાળા
હોટેલ
સિનેમા હોલ
પોલીસ સ્ટેશન
પેટ્રોલ પંપ
દુકાન
મસ્જિદ
રેલવે સ્ટેશન
મંદિર
કોલેજ
બસ-સ્ટેન્ડ
બેન્ક
ગુરુદ્વારા
ન્યાયાલય

૧૬. કોઈ પણ ચાર મહત્ત્વનાં બહુમાળી મકાનોનાં નામ અને તેમાં કાર્યો જણાવો :

બહુમાળી મકાનો

તેમાં થતાં કાર્યો

(૧) ન્યાયાલય

ન્યાય આપવાનું કાર્ય કરે છે.

(૨) કૉલેજ

ઉચ્ચતર શિક્ષક આપે છે.

(૩) સરકારી કચેરી

સરકારી કામકાજ કરે છે.

(૪) હોટેલ

રહેવાની - ખાવાપીવાની સગવડ આપે છે.


૧૭. કૉલેજમાં કઈ સેવા આપવામાં આવે છે ?
(A) શિક્ષણ
(B) રોગની સારવાર
(C) મનોરંજન
(D) તંદુરસ્તી
ઉત્તર :
A

૧૮. પાસપોર્ટ ઓફિસમાં પરદેશ જવા માટે પાસપોર્ટ બનાવી આપવામાં આપતા નથી.(✓કે X)
ઉત્તર :
X

૧૯. ન્યાયલયમાં શું કાર્ય થાય છે ?
(A) ગુનેગારોને જેલમાં પૂરી દેવાનું
(B) શિક્ષણ આપવાનું
(C) ન્યાય આપવાનું
(D)બિમારને સારવાર આપવાનું
ઉત્તર :
C

૨૦. ડ્રાઇવિંગ લાઇસન્સ...............માં બનાવી આપવામાં આવે છે.
ઉત્તર : સરકારી કચેરી (RTOઑકિસ)

૨૧. પેટ્રોલપંપમાં આપણને શું મળે છે ?
(A) પેટ્રોલ–ડીઝલ
(B) દહીં - છાશ
(C) દૂધ - પનીર
(D) તેલ - ઘી
ઉત્તર :
A

૨૨. લાઇબ્રેરીનું કાર્ય લખો.
ઉત્તર :
લાઇબ્રેરીમાં વાંચવા માટે ઘણા બધાં પુસ્તકો મળી રહે છે.