1. વ્યાખ્યા આપો : પોષકતત્ત્વો
ઉત્તર : કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજતત્ત્વો વગેરે જેવા ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને પોષકતત્ત્વો કહે છે.

2. બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે.
ઉત્તર :
સાચું

3. પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે.
ઉત્તર :
વનસ્પતિ

4. પ્રાણીઓ અને મનુષ્યો ખોરાક તરીકે શાનો ઉપયોગ કરે છે?
ઉત્તર :
પ્રાણીઓ અને મનુષ્યો ખોરાક તરીકે વનસ્પતિ, પ્રાણીઓ કે તેમના દ્વારા મળતી પેદાશોનો ઉપયોગ કરે છે.

5. મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષરીતેી પર આધારિત છે.
ઉત્તર :
વનસ્પતિ

6. વનસ્પતિ શાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે?
ઉત્તર :
વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનીજ તત્ત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે.

7. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે?
ઉત્તર :
ખોરાકમાનાં પોષકતત્ત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવક્રિયાઓ માટે જરૂરી હોવાથી સજીવો ખોરાક લે છે.

8. વ્યાખ્યા આપો : પોષણ
ઉત્તર :
સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.

9. સ્વાવલંબી પોષણ એટલે શું?
ઉત્તર :
સ્વાવલંબી સજીવો દ્વારા પોષણ મેળવવાની પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે.

10. વ્યાખ્યા આપો : સ્વાવલંબી સજીવો
ઉત્તર :
જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહે છે.

11. વ્યાખ્યા આપો : પરાવલંબી સજીવો
ઉત્તર :
જે સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ કે બીજા પ્રાણીઓ પર આધાર રાખે તેવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે.

12. એ વનસ્પતિનું ખોરાક બનાવવા માટેનું કારખાનું છે.
ઉત્તર :
પર્ણ

13. કારણ આપો : મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનીજતત્ત્વોનું પરિવહન પર્ણ સુધી થાય તે ખૂબ જ જરૂરી છે.
ઉત્તર :
વનસ્પતિનાં પર્ણો પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવતાં કારખાનાં છે.જેના માટે પાણી, ખનીજતત્ત્વો અને કાર્બન ડાયોક્સાઈડ જરૂરી છે. વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાં રહેલ પાણી અને તેમાં દ્રાવ્ય ક્ષારોનું શોષણ થાય છે. જે પર્ણો સુધી પહોંચવું જોઇએ જેથી પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે યોગ્ય ઘટકો મળી રહે માટે તેમનું પરિવહન પર્ણો સુધી થવું જરૂરી છે.

14. કોષ એટલે શું?
ઉત્તર : સજીવના રચનાત્મક, ક્રિયાત્મક અને બંધારણીય એકમને કોષ કહે છે.

15. કોષ પરના પાતળા આવરરને ઓર કહે છે.
ઉત્તર :
કોષરસસ્તર

16. દરેક કોષની રચનામાં મધ્યમાં ગોઠવાયેલ ઘટ્ટ રચના એટલે ...............
ઉત્તર :
કોષકેન્દ્ર

17. કોષકેન્દ્રની આસપાસ આવેલું જેલી જેવું દ્રય એટલે .................
ઉત્તર :
કોષરસ

18. પર્ણમાં વાતવિનિમય જે છિદ્ર દ્રારા થાય છે, તેનું નામ જણાવો.
ઉત્તર :
પર્ણમાં વાતવિનિયમ જે છિદ્ર દ્રારા થાય છે, તેનું નામ પર્ણરંધ્ર છે.

19. મૂળ દ્વારા શોષાયેલ પોષકતત્ત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે તે જણાવો.
ઉત્તર :
વનસ્પતિમાં જલવાહિનીઓ આવેલી હોય છે જે મૂળથી પ્રકાંડ, શાખાઓ, પર્ણો સુધી એક સળંગ પથમાં ગોઠવાયેલી હોય છે. જેથી મૂળ દ્વારા શોષાયેલ પોષકતત્ત્વો અને પાણીનું વહન મૂળથી વનસ્પતિનાં દરેક અંગ સુધી થઈ શકે છે.

20. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન સૌર-ઊર્જા પર્ણમાં રહેલા હરિતદ્રવ્ય નામના રંજકદ્રવ્ય દ્રારા શોષાય છે.
ઉત્તર :
સાચું

21. પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોકસાઇડ વાયુ મુક્ત થાય છે.
ઉત્તર :
ખોટું

22. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ................. વાયુ લે છે અને ................ વાયુ મુક્ત કરે છે.
ઉત્તર :
કાર્બન ડાયૉક્સાઈડ, ઓક્સિજન

23. કારણ આપો : પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી.
ઉત્તર :
લીલી વનસ્પતિ જ માત્ર પ્રકાશસંશ્લેષણ દ્વારા સૌરઊર્જાને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવીને ખોરાક તૈયાર કરે છે. ખોરાક માટે અન્ય તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા જ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ નો ઉપયોગ થઇ ઓક્સિજન વાયુ ઉમેરાય છે. આમ પ્રકાશસંશ્લેષણની ક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નથી.

24. લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.
ઉત્તર :
પ્રકાશસંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે - જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ. પ્રકાશસંશ્લેષણ દરમિયાન, પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલ પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. જેનું સમીકરણ નીચે મુજબ છે.
આમ, પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. સામાન્ય રીતે, પ્રક્રિયા દરમિયાન મળતા કાર્બોદિત પદાર્થો એ સ્ટાર્ચમાં ફેરવાય છે. જે પર્ણમાં સંગ્રહ પામે છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો જ એક પ્રકાર છે.

25. પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે?
ઉત્તર :
પર્ણરધ

26. પ્રકાશસંશ્લેષણ દરમિયાન સૂર્યઊર્જા રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત થાય છે.
ઉત્તર :
સાચું

27. લાલ, જાંબલી અને કથ્થઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિના પર્ણ પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે.
ઉત્તર :
સાચું

28. પ્રકાશસંશ્લેષણની ક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવો.
ઉત્તર :

29. વનસ્પતિ જમીનમાં રહેલ પાણી અને ખનીજતત્ત્વો દ્વારા શોષે છે.
ઉત્તર : મૂળ

30. પ્રકાશસંશ્લેષણમાં સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે, તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ :
પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશ જરૂરી છે તે દશવિવું.
સાધન-સામગ્રી : બે એકસરખાં છોડ, આયોડિનનું દ્રાવણ, પૂંઠું, દોરી, પ્લેટ, પાણી
પદ્ધતિ: સૌ પ્રથમ બે એકસરખાં છોડ લો. જેમાં એકને 72 ક્લાક અંધારામાં રાખો અને બીજાને 72 ક્લાક પ્રકાશમાં રાખો. હવે પર્ણોમાં સ્ટાર્ચની હાજરી માટેની કસોટી કરો. હવે અંધકારમાં રાખેલાં છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો. તેના એક પર્ણ પર અડધા ભાગમાં અપારદર્શક પૂંઠું બાંધી દો અને પર્ણનો બીજો અડધો ભાગ ખુલ્લો રાખો.
72 ક્લાક પછી પૂંઠું બાંધેલાં પર્ણને તોડી લો. તેનાં પરથી પૂઠું દૂર કરી એક પ્લેટમાં રાખેલ પાણીમાં ડૂબાડો. હવે ચીપિયા વડે પર્ણને બહાર લઈ તેનાં પર આયોડિન દ્રાવણના 4-5 ટીપાં મૂકો. અવલોકન કરો.
અવલકોનઃ
(1) અંધકારમાં રાખેલાં છોડના પર્ણમાં સૂર્યપ્રકાશની ગેરહાજરીના કારણે સ્ટાર્ચ બનતો નથી.
(2) છોડને ફરીથી સૂર્યપ્રકાશમાં રાખવાથી પૂંઠું બાંધેલા ભાગમાં સૂર્યપ્રકાશ મળતો નથી. તેથી ત્યાં પ્રકાશસંશ્લેષણથી સ્ટાર્ચ બનતો નથી. તેથી પર્ણનો એ ભાગ રંગવિહીન રહે છે. જ્યારે સ્ટાર્ચની હાજરીના કારણે પર્ણનો અડધો ભાગ ભૂરા રંગનો બને છે.
નિર્ણય : પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પર્ણમાં સ્ટાર્ચ બનતો નથી.