૧. કાનનું કાર્ય જણાવો.
ઉત્તર :
કાન સાંભળવાનું કાર્ય કરે છે.

૨. પ્રાણીઓ આપણી જેમ વાતચીત કરી શકતાં નથી તો તેમને કાનની જરૂર કેમ પડતી હશે ?
ઉત્તર :
કાન અવાજ સાંભળવાનું કાર્ય કરે છે. પ્રાણીઓ આપણી જેમ વાતચીત કરતાં નથી. પરંતુ જુદી જુદી રીતે અવાજ તો કાઢે જ છે .આ અવાજને આપણે સમજી શક્તા નથી. પરંતુ પ્રાણીઓ માટે આ અવાજ સાંભળવા જરૂરી છે. વળી, હ રણ,સસલાં જેવાં પ્રાણીઓ ઘણી વખત સૂકાં પાદડા પર ચાલતાં શિકારી પ્રાણીઓના પગનો અવાજ સાંભળી તેના સ્પંદનો અનુભવી સચેત થઈ જાય છે. આમ પ્રાણીઓને પણ કાનની જરૂર પડે છે.

૩.પાઠઘપુસ્તકના પાના નં. ૮ માં આપેલા ચિત્રને આધારે માગ્યા મુજબ જવાબ આપો:
(૧) હાથીને કોના કાન લગાવેલા છે ?
(A) હરણના 
(B) જિરાફના
(C) ઉદરના
(D) સસલાના
ઉત્તર :
C

(૨) સલાને કૂતરાના કાન લગાવેલા છે. (√ કે ×)
ઉત્તર :
×

(૩) ઉંદરને ____ ના કાન લગાવેલા છે.
ઉત્તર :
કૂતરા

(૪) હરણના કાન કોના કાન જેવા દેખાય છે ?
(A) જિરાફના
(B) સસલાના
(C) ઉંદરના
(D)ભેંસના
ઉત્તર :
D

(પ) જિરાફને હાથીના કાન લગાવેલા છે. (√ કે ×)
ઉતર :


(૬) કૂતરાને તેના કાનની જગ્યાએ કોના કાન દોરેલા છે ?
(A) સસલાના
(B) ગાયના
(C) હરણના
(D) હાથીના
ઉત્તર :
A

(૭) ભેંસને કયા પ્રાણીના કાન દોરેલા છે ?
(A) હાથીના
(B) હરણના
(C) કૂતરાના
(C) સસલાના
ઉત્તર :
B

૪. આપણે જીવજંતુ, પક્ષીઓ, સરિસૃપ અને પશુઓ માટે ‘પ્રાણી’ શબ્દ વાપરી શકીએ છીએ.( √ કે ×)
ઉત્તર :


૫. નીચેનામાંથી કોના કાન સૌથી નાના હોય ?
(A) ઉંદર
(B) બિલાડી
(C) કૂતરો
(D)હાથી
ઉતર :
A

૬. નીચેનામાંથી કોના કાન સૌથી મોટા હોય ?
(A) સસલું
(B) બિલાડી 
(C) કૂતરો
(D)હાથી
ઉત્તર : D

૭. હાથીના કાન ____જેવા હોય છે. (સૂંપડાં, પાંદડાં, દોરડા)
ઉત્તર :
સૂંપડાં

૮. કાળી ભેંસના કાનનો રંગ ___હોય છે.( કાળો, બદામી, સફેદ)
ઉત્તર :
કાળો

૯. નીચે આપેલાં પ્રાણીઓનું તેમના કાન જોઈ શકાય છે અને કાન જોઈ શકાતા નથી; તેમાં વર્ગીકરણ કરો.
(હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જિરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી,વાંદરો)
ઉત્તર : 
જેના કાન જોઈ શકાય તેવાં પ્રાણીઓ : હરણ, ભૂંડ, જિરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી, વાંદરો.
જેના કાન જોઈ શકાતા નથી તેવાં પ્રાણીઓ : દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી, બતક,

૧૦. જેના કાન દેખાતા નથી તેઓ સાંભળી શકતાં નથી. ( √ કે X )
ઉતર :
X

૧૧. જેના કાન દેખાતા નથી તેને પણ કાન હોય છે. ( √ કે X )
ઉતર :


૧૨. નીચેનાં પ્રાણીઓને ઓળખી તેમનાં નામ લખો અને જણાવો કે તેમના કાન દેખાય છે કે નહિ ?

ઉત્તર : ઉપરના ચિત્રમાં આપેલ પ્રાણીઓના કાન દેખાતા નથી.

૧૩. પ્રશ્ન નંબર ૧૨ માં દર્શાવેલાં પ્રાણીઓ કાન ધરાવે છે ? હા કે ના ?.
ઉતર :
હા

૧૪. જેના કાન આપણે જોઈ શકતા નથી તેવાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર :
માછલી, મગર, ગરોળી, હંસ, માખી, મચ્છર વગેરેના કાન જોઈ શકાતા નથી.

૧૫.___ના કાન પંખા જેવા છે.
ઉત્તર :
હાથી

૧૬. કોના કાન પર્ણોજેવા હોય છે ?
ઉત્તર :
સસલાં, કૂતરાં, હરણ વગેરેના કાન પર્ણો જેવા હોય છે.

૧૭. કાન માથાની ટોચ ઉપર હોય તેવાં પ્રાણીઓનાં નામ જણાવો.
ઉત્તર :
હરણ અને સસલાના કાન માથાની ટોચ પર આવેલા હોય છે.

૧૮. કોના કાન માથાની બન્ને બાજુએ હોય છે.
ઉત્તર :
ભેંસના કાન માથાની બંને બાજુએ હોય છે.

૧૯. કાન આપણને _____ માં મદદ કરે છે. 
ઉતર : સાંભળવા

૨૦. આપણે ___ ના કાન જોઈ શકતા નથી.
ઉત્તર :
પક્ષીઓ

૨૧. પક્ષીઓને બે કાનની જગ્યાએ બે કાણાં હોય છે. ( √ કે ×)
ઉત્તર :


૨૨. પક્ષીઓના કાન કેમ દેખાતા નથી ?
ઉત્તર :
પક્ષીઓને કાન હોતા નથી. પરંતુ કાનની જગ્યાએ માથાની બંને બાજુ નાનાં કાણાં હોય છે. જે સામાન્ય રીતે પીંછાંથી ઢંકાયેલા હોવાથી આપણને દેખાતાં નથી.

૨૩. પક્ષીઓના માથાની બંને બાજુએ આવેલાં નાનાં કાણાં___ થી ઢંકાયેલાં હોય છે.
ઉત્તર :
પીંછાં

૨૪. પક્ષીઓ કેવી રીતે સાંભળી શકે છે ?
ઉત્તર :
પક્ષીઓને દેખીતી રીતે કાન હોતા નથી પરંતુ કાનની જગ્યાએ માથાાની બંને બાજુ નાનાં કાણાં હોય છે.
આમ, પક્ષીઓ આ કાણાંની મદદથી સાંભળી શકે છે.

૨૫. કયાં પ્રાણીઓને કાનની જગ્યાએ કાણાં હોય છે ?
ઉત્તર :
માછલી, મગર, દેડકા, ગરોળી વગેરેને કાનની જગ્યાએ કાણાં હોય છે.

૨૬. કેટલાંક પ્રાણીઓને તેમની ચામડીથી પણ ઓળખી શકાય છે ? ( √ કે ×)
ઉત્તર :


૨૭. 
ચામડી કોની છે?
(A) હરણ 
(B)ઝિબ્રા
(C) દીપડો 
(D) ખિસકોલી
ઉત્તર :
D

૨૮. નીચેનામાંથી ક્યા પ્રકારની ચામડી દીપડાની છે.





ઉત્તર : C

૨૯. આ હરણની ચામડી છે. ( √ કે ×)
ઉત્તર :


૩૦. પ્રાણીઓના શરીરની ચામડીની ભાત તેના પર રહેલા ____ના કારણે છે.
ઉતર :
વાળ

૩૧. ગાય કે ભેંસને તેની ચામડી પર વાળ હોતા નથી. (√ કે X)
ઉતર :
X

૩૨. નીચે આપેલ પ્રાણીઓનાં નામની સામે તેમના દેખાવના આધારે ખાનામાં (√) કરો :

પ્રાણી

કાન દેખાતા હોય

કાન દેખાતા ન હોય

ચામડી પર વાળ હોય

ચામડી પર પીછાં હોય

બકરી

 

 

હાથી

 

 

ચકલી

 

 

કબૂતર

 

 

ઉંદર

 

 

બિલાડી

 

 

ભેંસ

 

 

બતક

 

 

દેકડો

 

 

કાગડો

 

 

મોર

 

 

ભૂંડ

 

 

મરઘી

 

 

ઊંટ

 

 

 

ગરોળી

 

 

ગાય

 

 

 


૩૩. નીચેનામાંથી કોના કાન દેખાતા નથી ?
(A) બકરી
(B) હાથી
(C) ચકલી
(D) ભેંસ
ઉતર :
C

૩૪. નીચેનામાંથી કોની ચામડી પર પીછાં નથી હોનાં ? 
(A)ઉંદર
(B) બતક
(C) મોર
(C) વાધ
ઉત્તર :
A

૩૫. નીચેનામાંથી કોની ચામડી પર વાળ હોય છે ?
(A) હાથી
(B) બિલાડી
(C) વાઘ
(D) આપેલા. તમામ
ઉતર :
D