૧૬. આપણો ચહેરો આપણો........છે.
ઉત્તર : અરીસો 

૧૭. ૬ થી ૮ મહિનાનું બાળક કેવો અભિનય કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે?
ઉત્તર : 
૬ થી ૮ મહિનાનું બાળક હુંકારા ભરીને બોલાવે છે, ભૂખ લાગે ત્યારે રડે છે, કોઈ બાબત તેને ખૂબ ગમે ત્યારે હાથ-પગ હલાવીને ખિલખિલાટ હસે છે, પગ પછાડે છે. કોઈ બાબત ન ગમતી હોય ત્યારે મોં બગાડે છે. આ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.

૧૮.૬ થી ૮ મહિનાનું બાળક અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે ?
ઉત્તર :
 ૬ થી ૮ મહિનાનું બાળક અભિનય દ્વારા ભૂખ લાગવી, તરસ લાગવી, પોતાની પસંદ નાપસંદ સમજાવી શકે છે.

૧૯. આપણે આંખો દ્વારા પણ લાગણી વ્યક્ત કરી શકીએ છીએ. (✓ કે X)
ઉત્તર :
 ✓

૨૦. આફતાબનું રમકડું તૂટી ગયું છે, તો.........
(A) તે ઉદાસ થશે.
(B) તે ગુસ્સે થશે.
(C) તે ખુશી થશે.
(D) તે ડરી જશે.

ઉત્તર : A

૨૧. જૂલીના ઘરે નાની બહેનનો જન્મ થયો છે. તે કયો ભાવ અનુભવી રહી હશે ?
(A) ખુશી
(B) કર
(C) દુ:ખ
(D) ગુસ્સો
ઉત્તર :
 A

૨૨. તમારાથી રસોડામાં કાચની બરણી ફૂટી જાય તો તમારી મમ્મીના ચહેરા પર ક્યો ભાવ હશે ?
(A) ગુસ્સાનો
(B) દુ:ખનો
(C) ખુશીનો
(D) ડરનો
ઉત્તર : 
A

૨૩. તમને શાનાથી ડર લાગે છે ?
ઉત્તર : 
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૪. રેહાનાને કૂતરાંથી ડર લાગે છે. અચાનક તેની સામે કૂતરું આવી જાય તો રેહાનાનો ચહેરો કેવો દેખાશે ?
(A) ખુશ
(B) ચિંતાતુર
(C) ઉદાસ
(D) ડરેલો
ઉત્તર : 
D

૨૫. કોઈકના ચહેરા પરથી તેના મનના ભાવ સમજી શકાય છે. (✓કે X)
ઉત્તર :
 ✓

૨૬. જુદા જુદા પ્રકારનાં નૃત્યોનાં નામ લખો.
ઉત્તર :
 ભરતનાટ્યમ, કુચિપુડી, કથક, કથકલી, ઘુમર, લાવણી, ટીમલી, ગરબા વગેરે ભારતનાં જુદાં જુદાં નૃત્યો છે.

૨૭. નૃત્યમાં હાથ અને આંગળીઓના હાવભાવને શું કહેવામાં આવે છે ?
(A) મુદ્રા
(B) ભાવ
(C) હોઠનું હલનચલન
(D) અભિનય
ઉત્તર : 
A

૨૮. નૃત્યમાં ચહેરાના હાવભાવને શું કહેવામાં આવે છે ?
(A) મુદ્રા
(B) ભાવ
(C) હોઠનું હલનચલન
(D)અભિનય
ઉત્તર : 
B

૨૯. શું તમે એવાં કોઈ નૃત્ય જોયાં છે કે જેમાં મુદ્રા અને ભાવ દ્વારા લાગણીઓ વ્યક્ત થતી હોય ?
ઉત્તર :
 હા, મેં ભરતનાટ્યમ અને કથક નૃત્ય જોયા છે, જેમાં મુદ્રા અને ભાવ સાથે લાગણીઓ વ્યક્ત થતી હોય.

૩૦. ‘‘આપણે બધા આપણી પોતાની રીતે વિશેષ છીએ.'' સમજાવો.
ઉત્તર :
 આપણે બધા પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ, સ્વભાવ ધરાવીએ છીએ. આપણા શોખ-પસંદ, નાપસંદ, સંસ્કૃતિ વગેરે જુદા જુદા છે. દરેક વ્યક્તિ પાસે પોતાની એક ખાસ આવડત હોય છે. જેનાથી તે બીજા કરતા અલગ તરી આવે છે .તે જ બાબત આપણને વિશેષ બનાવે છે. 

૩૧. આપણે આંખો અને ચહેરા દ્વારા કેવી રીતે વાત કરી શકીએ છીએ ?
ઉત્તર : 
આપણે આંખો દ્વારા ઇશારાથી અને ચહેરા દ્વારા વિવિધ હાવભાવથી વાતચીત કરી શકીએ છીએ.