૧૩. પ્રાણીઓ અને પક્ષીઓના ઘરના પણ આપણા ઘરની જેમ વિભાગો પાડેલા હોય છે. ( ✓ કે X)
ઉત્તર : X

૧૪. આપણે આપણા ઘરને.......રાખવું જોઈએ.
ઉત્તર : સ્વચ્છ 

૧૫. તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો ?
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૬. ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે શું કરવું જોઈએ ?
ઉત્તર : 
ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવા રોજ સફાઈ કરવી જોઈએ. ઘરમાં વપરાતી દરેક વસ્તુઓ પોતાની જગ્યાએ જ મૂકવી જોઈએ. ઘરમાં જીવજંતુ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ઘરને સુંદર રીતે સજાવવું જોઈએ. ખરાબ થઈ ગયેલી વસ્તુઓનો અને કચરાનો નિકાલ કરવો જોઈએ. ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો બારી-દરવાજા ખુલ્લા રાખવા, જેથી જીવજંતુઓના ઉપદ્રવને રોકી શકાય.

૧૭. રાધાનું ઘર વૃંદાવન સોસાયટીમાં છે. ત્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે. રાધાના ઘરમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, નાનો ભાઈ છે. તેનો ભાઈ હંમેશાં બીમાર જ રહે છે. રાધા પોતાના ઘરની સફાઈ કરતી નથી. કચરો ઘરમાં અને ઘરની બહાર જ્યાં ત્યાં ફેંકે છે. જેથી તેના ઘરની બહારનો વિસ્તાર પણ ગંદો જ રહે છે. (આપેલા ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.)
(૧) રાધાનું આ પ્રકારનું વર્તન યોગ્ય છે. (✓કે X)
ઉત્તર :
 X

(૨) તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો ?
(A) ઘરમાં ગમે ત્યાં
(B) બાથરૂમમાં
(C)કચરાપેટીમાં
(D)સૂવાના રૂમમાં
ઉત્તર :
 C

(૩) રાધાનો ભાઈ બીમાર કેમ રહેતો હશે ?
ઉત્તર :
 રાધા પોતાના ઘરની સફાઈ કરતી નથી. કચરો ઘરમાં અને ઘરની બહાર ગમે ત્યાં ફેંકે છે. જેથી ઘરમાં અને ઘરની બહાર ગંદકી અને બીમારી ફેલાય; માટે રાધાનો ભાઈ બીમાર રહેતો હશે.

(૪) આપણે આપણા ઘરની સફાઈ કરવી જોઈએ નહિ. ( ✓કે X)
ઉત્તર :
 X

(૫) રાધાના ગંદકી કરવાના વર્તનથી કોને કોને નુકસાન પહોંચશે ?
ઉત્તર : 
રાધાના ગંદકી કરવાના વર્તનથી તેનાં ઘરના સભ્યો, તેના મમ્મી, પપ્પા, દાદા ,દાદી અને તેને પોતાને પણ નુકસાન પહોંચશે.

(૬) આપણે આપણા ઘરને સ્વચ્છ ન રાખીએ તો તેનાથી વાતાવરણને શું અસર થાય?
ઉત્તર :
 આપણે આપણા ઘરને સ્વચ્છ ન રાખીએ તો ગંદકી ફેલાય, માખી, મચ્છર જેવાં જીવજંતુઓનો ફેલાવો થાય, તેનાથી બીમારીનું પ્રમાણ વધે. તે બીમારીથી વાતાવરણ પ્રદૂષિત થાય.

(૭) શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે ? જો ન હોય તો તમે શું કરશો ?
ઉત્તર : 
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

(૮) રાધાના વર્તન પરથી તમને શું શીખવા મળ્યું ?
ઉત્તર :
 રાધાના વર્તન પરથી શીખવા મળ્યું કે આપણે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. ઘરમાં અને ઘરની બહાર ગંદકી ફેલાવવી જોઈએ નહિ. સ્વચ્છતા જાળવવી જોઈએ.

૧૮. તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે ?
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૯. આપેલા વિધાનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. : મીનાબહેન પોતાના ઘરને સ્વચ્છ રાખે છે. પરંતુ ઘરનો કચરો ઘરની બહાર કચરાપેટીમાં નાખવાને બદલે રોડ પર જ જ્યાં ત્યાં ફેંકી દે છે.
(૧) મીનાબહેનનું આ વર્તન યોગ્ય નથી. (✓ કે X) 
ઉત્તર : ✓

(૨) મીનાબહેનની જગ્યાએ તમે હોય તો તમે શું કરો ?
ઉત્તર :
 હું મારા ઘરનો કચરો ઘરની કચરાપેટીમાં જ નાખું. રોડ ઉપર નાખીશ નહીં.

(૩) તમે મીનાબહેનના પડોશી હોય તો શું કરો ?
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૦. તમે તમારું ઘર કેમ શણગારો છો ?
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૧. તમે તમારું ઘર ક્યારે ક્યારે શણગારો છો ?
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)





૨૩. જોડકાં જોડો.

વિભાગ : અ

વિભાગ : બ

જવાબ

1. ઘર શણગારવા

1. સાવરણી

1. – 3

2. ઘર સ્વસ્છ રાખવા

2. ઘર

2. – 1

3. કચરો ફેંકવા

3. તોરણ

3. – 4

4. ગરમીથી બચવાતી જગ્યા

4. કચરાપેટી

4. – 2


૨૪. ઘરને શણગારતાં પહેલાં શું કરવું જરૂરી છે ?
(A) ઘર સ્વચ્છ કરવું જરૂરી છે.
(B)ઘર ગંદુ કરવું જરૂરી છે.
(C) મહેમાન તેડાવવા જરૂરી છે.
(D) સૌએ નવાં કપડાં પહેરવાં જરૂરી છે.
ઉત્તર : A

૨૫. જો ઘર ન હોય તો શું તકલીફ પડે.
ઉત્તર : ઘર ન હોય તો ઠંડી, ગરમી, વરસાદથી આપણે બચી શકીએ નહીં. પ્રાણીઓ, જીવજંતુથી આપણું રક્ષણ થઈ શકે નહીં. ગમે ત્યાં ગંદકીમાં રહેવું પડે અને બીમાર પડી જવાય.