૧૪. હું મારા બાળપણ વિશે જાણવા _______પાસે જાઉં છું.
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૫. હું વાર્તા સાંભળવા __________પાસે જાઉં છું.
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૬.જ્યારે મારાથી કોઈ ભૂલ થાય ત્યારે _______પાસે જાઉં છું.
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૭. મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે________પાસે જાઉં છું .
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૮. નીચેની આદતો સારી આદતો કહેવાય કે ખરાબ તે લખો :

(૧) અમે નાના ભાઈને રમકડાં રમવા આપતી નથી.
ઉત્તર :
ખરાબ આદત

(૨) શીલા મોટાને માન આપે છે.
ઉત્તર :
સારી આદત

(૩) રાહુલ ઘરના સભ્યોને તેમના કાર્યમાં મદદ કરે છે.
ઉત્તર :
સારી આદત

(૪) હીના મોટાભાઈને ગમે તેમ બોલે છે.
ઉત્તર :
ખરાબ આદત

(૫) પ્રિયા રોજ મમ્મીને સ્કૂલબૅગ તૈયાર કરવા કહે છે.
ઉત્તર :
ખરાબ આદત

(૬) મોનિષ તેની દાદી પાસેથી રોજ કંઈક નવું શીખે છે.
ઉત્તર :
સારી આદત

(૭) પ્રીત તેના મિત્રની સાઇકલ તેને પૂછ્યા વગર જ લઈ લે છે.
ઉત્તર :
ખરાબ આદત

૧૯. રાજના કુટુંબનો નિયમ છે કે સવારે નાહીને સૌ પહેલાં પ્રાર્થના કરવી. રાજની માસીની દીકરી પ્રાર્થના કર્યા વગર જ નાસ્તો કરવા બેસી ગઈ. રાજનાં દાદી આ જોઈને નારાજ થયા. (ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.)
(૧) રાજના કુટુંબની જેમ દરેકના કુટુંબના કેટલાક નિયમો હોય છે. ( ✓કે X)
ઉત્તર :


(૨) રાજના કુટુંબનો આ નિયમ એ સારી બાબત છે કે ખરાબ ?
ઉત્તર :
રાજના કુટુંબનો આ નિયમ સારી બાબત છે.

(૩) તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમ છે ? જો 'હા' તો એક કે બે નિયમ લખો.
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

(૪) રાજનાં દાદી કેમ નારાજ થયાં ?
ઉત્તર :
રાજની માસીની દીકરીએ રાજના ઘરનો નિયમ તોડ્યો હતો, તેથી રાજનાં દાદી નારાજ થયાં.

(૫) શું તમે રાજની બહેનની જેમ કુટુંબના કોઈ નિયમ તોડો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૦. કુટુંબમાં નિયમો શા માટે બનાવવામાં આવે છે ?
ઉત્તર : 
કુટુંબના બનાવેલા નિયમો આપણને સારી રીતભાત શીખવે છે. આ નિયમો દ્વારા મોટાઓને આદર, નાનાને પ્રેમ કરતાં શીખીએ છીએ. આ નિયમો ઘરમાં સ્વચ્છતા જાળવવામાં અને અન્યને મદદ કરવામાં પણ ઉપયોગી છે. આ નિયમોથી આપણામાં સારી ટેવો વિકસે છે.

૨૧. તમે ખુશ હોય ત્યારે શું કરો છો ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૨. તમારા ઘરના સભ્યો ખુશ હોય ત્યારે શું કરે છે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૩. ખુશ ૫નાર વ્યક્તિાસવા ઉપરાંત બીજું શું શું કરી શકે ?
ઉત્તર :
ખુશ થનાર, વ્યક્તિ હસવા ઉપરાંત ગીતો ગાય, ગીતો સાંભળે, ડાન્સ કરે, ચિત્ર દોરે, સાઇકલ ચલાવે, બહાર મિત્રો સાથે ફરવા જાય, મનપસંદ ભોજન બનાવે વગેરે તેની મનપસંદ ક્રિયાઓ કરી શકે.

૨૪. આપણે ઘરના વડીલોને માન આપવું જોઈએ.(✓કે X)
ઉત્તર :


૨૫. કુટુંબ શા માટે જરૂરી છે ?કુટુંબ ન હોય તો શું થાય ?
ઉત્તર :
કુટુંબ આપણને સારી રીતભાત શીખવે છે. સંસ્કાર આપે છે. કુટુંબ પાસેથી આપણને સારી ટેવો, શિસ્તતા, કેળવવી મળે છે. કુટુંબ આપણને પ્રેમ, હૂંફ આપે છે. કુટુંબ આપણને સુરક્ષા પૂરી પાડે છે. કુટુંબ પાસેથી આપણને યોગ્ય માર્ગદર્શન મળે છે. જો કુટુંબ ન હોય તો ઉપરોક્ત બાબતોથી વંચિત રહી જઈએ.