૨૧. ઘુવડ કાકાકૌવાને શા માટે કહે છે કે, “હું પક્ષીઓના અવાજમાં સૂઈ શકતો નથી’’ ?
ઉત્તર :
 ઘુવડ રાત્રીનું પક્ષી છે. તે દિવસ દરમિયાન ઊંધે છે અને રાત્રે જાગીને શિકાર કરે છે. દિવસે બીજાં પક્ષીઓ જાગે છે ત્યારે ખૂબ અવાજકરે છે માટે ઘુવડ કાકાકૌવાને કહે છે કે, “તે પક્ષીઓના અવાજમાં સૂઈ શકતો નથી.’’

૨૨. બધાં જ પક્ષીઓનો દેખાવ સમાન હોય છે. (✓કે X)
ઉત્તર : X

૨૩. બધાં પક્ષીઓના નખ, ચાંચ, પીછાં અને અવાજ જુદાં જુદાં હોય છે. (✓કે X)
ઉત્તર : 


૨૪. નીચે આપેલા કોષ્ટકમાં તમે જોયેલા પંખીઓનાં નામ લખો અને તે તમે કયાં જોયાં છે, તેની માહિતી આપો : (✓કરો)
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

પંખીનું નામ

પાણીમાં

વૃક્ષ પર

જમીન પર

ઘરમાં

ઊડતાં

(૧) દરજીડો

 

 

 

 

 

(૨) કબૂતર

 

 

 

 

 

(૩) બતક

 

 

 

 

 

(૪) સમડી

 

 

 

 

 

(૫) કાબર

 

 

 

 

 

(૬) બગલો

 

 

 

 

 

(૭) કોયલ

 

 

 

 

 

(૮) પોપટ

 

 

 

 

 


૨૫. પક્ષીઓમાં કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે?
ઉત્તર : 
પક્ષીઓમાં ચાંચ, અવાજ, રંગ, પીછાં, નખ, પગ, પાંખો વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે.

૨૬. નીચે કેટલાંક પંખીઓનાં ચિત્રો આપેલાં છે, તે પરથી લખો કે તે કયું પંખી છે.

 

૨૭. દરજીડાની ચાંચ..........હોય છે.
(A) પાતળી
(B) જાડી
(C) ખાંચાવાળી
(D)લાંબી
ઉત્તર : 
A

૨૮. દરજીડો પોતાની ચાંચનો ઉપયોગ શાના માટે કરે છે ?
ઉત્તર : 
દરજીડો પોતાની ચાંચનો સોયની જેમ ઉપયોગ કરીને માળો બનાવે છે.

૨૯. લક્કડખોદની ચાંચ.............હોય છે.
ઉત્તર : ધારદાર

૩૦.લક્કડખોદ ચાંચ વડે કયું કાર્ય કરે છે?
ઉત્તર : 
લક્કડખોદ પોતાની ધારદાર ચાંચ વડે થડમાં કાણું કરે છે.

૩૧. બગલાની ચાંચ કેવી હોય છે ?
ઉત્તર : 
બગલાની ચાંચ લાંબી અને ધારદાર હોય છે.

૩૨. કબૂતર પોતાની ચાંચનો ઉપયોગ સોયની જેમ કરે છે. ( ✓ કે X)
ઉત્તર :
 X

૩૩. પક્ષીઓની ચાંચ વિવિધ પ્રકારની કેમ હોય છે ?
ઉત્તર :
 દરેક પક્ષીઓને રહેવાની જગ્યા, માળો બનાવવાની રીત જુદી જુદી હોય છે. દરેક પક્ષીઓનો ખોરાક પણ જુદો જુદો હોય છે. માટે તેમની ચાંચ વિવિધ પ્રકારની હોય છે.

૩૪. પોપટની ચાંચ સમડીની ચાંચ કરતાં કઈ રીતે અલગ છે ? શા માટે ?
ઉત્તર :
 પોપટ મરચાં, જામફળ વગેરે વસ્તુઓ ખાય છે જેના માટે તેને ધારદાર પણ નાની ચાંચની જરૂર હોય છે. જયારે સમડી ઉપર ઊડતાં ઊડતાં જમીન પર રહેલા ઉંદર જેવાં નાનાં પ્રાણીઓને પકડીને ખાય છે; માટે તેને મોટી પણ ધારદાર ચાંચની જરૂર હોય છે. આમ,પોપટ અને સમડીની ચાંચ અલગ છે.

૩૫. બધાં જ પક્ષીઓ એકસરખો ખોરાક ખાય છે.(✓ કે X)
ઉત્તર : 
X

૩૬. પોપટ............અને...............ખાય છે.
ઉત્તર : જામફળ, લીલાં મરચાં

૩૭. જોડકાં જોડો:

વિભાગ – અ

વિભાગ - બ

જવાબ

(૧) ગીધ

(A) નાનાં કીટકો

(૧)-C

(૨) લક્કડખોદ

(B) જારના દાણા

(૨)-A

(૩) સમડી

(C) મરેલા જીવા

(3)-D

(૪) કબૂતર

(D)ઉંદર

(૪)-B


૩૮. બગલો શું ખાય છે ?
(A) રાંધેલો ખોરાક
(B) ઓક્ટોપસ
(C) માછલી
(D) સાપ
ઉત્તર :
 C

૩૯. બગલો પોતાની ચાંચનો ઉપયોગ ખોરાક માટે કઈ રીતે કરે છે ?
ઉત્તર : 
બગલો પોતાની લાંબી અને ધારદાર ચાંચ વડે તળાવમાં ઊભાં ઊભાં તરતી માછલીઓને પકડીને ખાઈ જાય છે.

૪૦. જુદાં જુદાં પંખીઓની ચાલવાની અને ઊડવાની રીત અલગ અલગ હોય છે. (✓ કે X)
ઉત્તર :
 ✓