૨. જે લોકો સાંભળી, બોલી કે જોઈ ન શકતા હોય તેઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ ?
ઉત્તર : 
આ લોકોને ન્યૂઝ વાંચી સંભળાવી શકીએ. રસ્તો ક્રોસ કરાવી શકીએ. પુસ્તકો રેકોર્ડ કરી તેમને આપી શકીએ. પરીક્ષામાં તેમના લેખક બની શકીએ. બ્રેઇલ લિપિનાં પુસ્તકો તેમને લાવી આપી શકીએ. તેમને પ્રેરણાત્મક વાર્તાઓ સંભળાવવી જોઈએ. જીવન જીવવાની પ્રેરણા આપી શકીએ.

૩. તમે તમારા કેટલા મિત્રોને માત્ર સ્પર્શ દ્વારા ઓળખી શકો છો ? કેવી રીતે ? વિચારો અને મિત્રો સાથે ચર્ચા કરો.


૪.તમે માત્ર અવાજ સાંભળીને વ્યક્તિઓને ઓળખી શકો છો ? કેવી રીતે ?
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૫. સામેની વ્યક્તિને ઓળખવા તમને સ્પર્શ ‌અને અવાજ આ બેમાંથી શું સરળ લાગે છે ?
ઉત્તર :
 (નમૂનારૂપ ઉત્તર) સામેની વ્યક્તિને ઓળખવા માટે તેમના અવાજથી ઓળખવું સરળ લાગે છે.

૬. સ્પર્શ કરીને કહો કે તમારા મોમાં કેટલા દાંત છે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૭. આંખો બંધ રાખી તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો ? નામ લખો.
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૮. કયા લોકોને તમે તેમના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો ?
ઉત્તર : 
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૯. તમે ગંધ દ્વારા કઈ વ્યક્તિ તમારી નજીક છે એ અનુમાન કરી શકો છો ? જો હા તો કોણ ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૦. આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતાં તમને કયા કયા અવાજ સંભળાય છે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૧. બ્રેઇલ લિપિ એટલે શું ?
ઉત્તર : 
બ્રેઇલ લિપિ એ લખવાની વિશેષ રીત છે. તે જાડા પેપર પર ઉપસેલાં બિંદુઓની હારમાળાથી લખેલી હોય છે. તેની પર આંગળી ફેરવીને તેને વાંચી શકાય છે.

૧૨. શું તમે માત્ર સ્પર્શથી જાડા કાગળ ઉપર ઉપસેલા કોઈ આકારને ઓળખી શકો છો ? હા કે ના ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૩. બેઇલ લિપિ શરીરના ક્યા અંગ દ્વારા વાંચવામાં આવે છે ?
(A) હાથની આંગળીઓ દ્વારા
(B) પગની આંગળીઓ દ્વારા
(C) પગના અંગૂઠા દ્વારા
(D) મોં દ્વારા
ઉત્તર : 
A

૧૪. બ્રેઇલ લિપિનાં પુસ્તકો બનાવવાનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો હતો ?
(A) ટેરેન્સ
(B) રવિભાઈએ
(C) લુઈસ બ્રેઇલે
(D) ત્રણેયે સાથે મળીને
ઉત્તર :
 C

૧૫.બોલવા ઉપરાંત આપણે કેવી રીતે સંવાદ કરી શકીએ છીએ ?
ઉત્તર :
 બોલવા ઉપરાંત આપણે અભિનય કે ઈશારા દ્વારા સંવાદ કરી શકીએ છીએ.

૧૬. લુઇસ બ્રેઇલ વિશે નોંધ લખો.
ઉત્તર :
 લુઇસ બ્રેઇલ ફ્રાન્સના હતા. તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતાં કરતાં અણિદાર સાધન તેમની આંખમાં વાગ્યું. અને તેમણે તેમની આંખો ગુમાવી. તેમણે લખવા-વાંચવાની અલગ રીત વિશે વિચારતા જાણ્યું કે સ્પર્શ અને અનુભવથી પણ વાંચી શકાય છે. આમ, તેમના પ્રયત્નોને લીધે બ્રેઈલ લિપિની શોધ થઈ.

૧૭. લુઇસ બ્રેઇલે ખાસ લિપિ ક્યારે શોધી ?
ઉત્તર : 
લુઇસ બ્રેઇલે પોતાની આંખ ગુમાવી ત્યારપછી તેમણે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય તેવી બ્રેઇલ લિપિની શોધ કરી.

૧૮. બ્રેઇલ લિપિ કેટલાં બિંદુઓ પર આધારિત છે ?
(A) બાર
(B) બે
(C) ચાર
(D) છ
ઉત્તર :
 A

૧૯. અપંગ માણસો હંમેશા બીજા પર આધારિત હોય છે. (✓ કે X)
ઉત્તર : 
X

૨૦. જોઈ ન શકતા માણસો પણ વાંચી શકે છે. (✓ કે X)
ઉત્તર :
 ✓

૨૧. બ્રેઇલ લિપિ કમ્પ્યૂટરની મદદથી પણ લખી શકાય છે. (✓ કે X)
ઉત્તર : 


૨૨. બ્રેઇલ લિપિ અંધ લોકોને કઈ રીતે મદદરૂપ છે ? સમજાવો.
ઉત્તર : 
બ્રેઇલ લિપિ ઉપસેલાં બિંદુઓની હારમાળા હોય છે. અંધ લોકો આ બિંદુઓ પર આંગળી ફેરવી, સ્પર્શ કરીને વાંચે છે અને સમજી શકે છે. અંધ વિદ્યાર્થીઓ બ્રેઇલ લિપિ દ્વારા જ શિક્ષણ મળવે છે. તેઓને બીજા પર આધારિત રહેવાની જરૂર પડતી નથી. પોતાનું કાર્ય જાતે જ કરી શકે છે.