૨૬. નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ રોજ ખોરાકમાં કરવો જ જોઈએ?
(A) ફળો
(B) બર્ગર
(C) મકાઈ
(D) કેક
ઉત્તર :
 A

૨૭. તમે કયાં કયાં કઠોળ ખાઓ છો ?
ઉત્તર : 
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૮. તમારી ભાવતી વસ્તુ ઉપર ✓ કરો: (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૯. ઘઉં અને ચોખામાંથી બનતી વાનગીઓનાં નામ લખો.
ઉત્તર : ભાખરી, પરોઠા, પૂરી, લાડવા, રોટલી, શીરો, પુલાવ, ભાત, ખીચડી, ઈડલી, ઢોકળાં, પાપડ, ખીચું.

૩૦. નીચેની વાનગીઓ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવે છે, તે લખો.
(૧) શીરો     
            
ઉત્તર : ઘઉંના લોટમાંથી, સોજી માંથી
(૨) નાસ્તાની પૂરી       
ઉત્તર :  ઘઉંના લોટમાંથી, મેંદામાંથી
(૩) શિખંડ               
ઉત્તર :  દહીંમાંથી
(૪) પરોઠા               
ઉત્તર :  ઘઉંના લોટમાંથી
(૫) ઊંધિયું               
ઉત્તર :  વિવિધ શાકથી
(૬) દહીં                
ઉત્તર :  દૂધમાંથી

૩૧. બાજરીમાંથી કઈ વાનગી બને છે ?
(A) રોટલા
(B) પરોઠા
(C) પૂરી
(D) આપેલ તમામ
ઉત્તર : 
A

૩૨. ઢોંસા બનાવવામાં ચોખાનો ઉપયોગ થતો નથી.(✓ કે X)
ઉત્તર : 
X

૩૩. ખોરાકમાં માંસનો ઉપયોગ કરતા હોય તેવા લોકોને શું કહેવાય ? ✓કરો.
માંસાહારી 
✓  / શાકાહારી 

૩૪. તમને જમવામાં પસંદ અને નાપસંદ હોય તેવી ચાર વાનગીઓનાં નામ લખો :(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો)

પસંદ

 

નાપસંદ

 


૩૫. શાકાહારી કોને કહેવાય ?
ઉત્તર :
 જે લોકો ખોરાકમાં માત્ર શાકભાજી, અનાજ, ફળોનો ઉપયોગ કરતા હોય તેવા લોકોને શાકાહારી કહેવાય.

૩૬. માંસાહારી લોકો માંસ ખાય છે.(✓ કે X)
ઉત્તર : ✓

૩૭. સુરત, વલસાડમાં કઈ વાનગી વધુ ખાવામાં આવે છે ?
(A) મીઠાઈઓ
(B) માછલી, ભાત
(C) ખીચું, પાપડ
(D) ઊંધિયું, ઊંબાડિયું
ઉત્તર :
 D

૩૮. દુનિયામાં જુદા જુદા સ્થાન અને વિસ્તારમાં રહેલા લોકોનો ખોરાક જુદો જુદો હોય છે. (✓ કે X )
ઉત્તર :
 ✓

૩૯. દુનિયામાં બધા લોકો એકસરખો જ ખોરાક ખાય છે.(✓ કે X )
ઉત્તર : 
X

૪૦. દુનિયાના બધા લોકોના ખોરાકમાં વિવિધતા શા માટે જોવા મળે છે ?
ઉત્તર : 
દુનિયાના બધા લોકો જુદા જુદા સ્થાન અને વિસ્તારમાં રહે છે. જે વસ્તુ જે જગ્યાએ સરળતાથી પ્રાપ્તથતી હોય તે વસ્તુનો ઉપયોગ ખોરાકમાં કરવામાં આવે છે. બધા જ પ્રકારના ખોરાક બધે જ મળવા મુશ્કેલ છે. માટે દુનિયાના બધા લોકોના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે.

૪૧. કાશ્મીરમાં બનાવેલી માછલીમાં અને ગોવામાં બનાવેલી માછલીમાં શો ફેર હોઈ શકે ?
ઉત્તર : કાશ્મીરમાં તળાવની મીઠા પાણીની માછલીનો ઉપયોગ થાય. ગોવામાં દરિયાની ખારા પાણીની માછલીનો ઉપયોગ થાય. ગોવામાં દરિયાકિનારો હોવાથી નારિયેળીના તેલમાં માછલી બનાવવામાં આવી હોય, કાશ્મીરમાં કોઈ બીજા તેલમાં માછલી બનાવવામાં આવી હોય.

૪૨. જંગલ વિસ્તારના લોકો ખોરાકમાં શું લેવાનું પસંદ કરતા હશે ?
ઉત્તર :
 જંગલ વિસ્તારનાં લોકો ખોરાકમાં ફળો, દૂધ, શાકભાજી વધુ લેવાનું પસંદ કરતા હશે.

૪૩. દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક શો હોય છે ?
ઉત્તર : 
દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક માછલી, ભાત, નારિયેળમાંથી બનતી વિવિધ વાનગીઓ હોય છે.

૪૪. આપણી રીતભાત અને આપણી સંસ્કૃતિ એ ખોરાકની આદતો પર અસર કરે છે.(✓ કે X)
ઉતર :
 ✓

૪૫. બધા જ લોકો માંસ-માછલી ખાવાનું પસંદ કરે છે.(✓ કે X )
ઉત્તર :
 X

૪૬. વિવિધ પ્રદેશમાં રહેતા લોકો માત્ર ખોરાકની આદતોથી અલગ પડે છે.(✓ કે X)
ઉત્તર :
 X

૪૭. વિવિધ પ્રદેશમાં રહેતા લોકોમાં ખોરાક સિવાય કઈ વિવિધતા જોવા મળે છે ?
ઉત્તર : 
વિવિધ પ્રદેશમાં રહેતા લોકોમાં ખોરાક સિવાય રહેઠાણ,કપડાં, ઘરેણા, નૃત્યો, બોલી, ભાષા, ભણતર, વ્યવસાય, ધર્મ, પસંદગી, રીતિરિવાજો વગેરેમાં વિવિધતાજોવા મળે છે .

૪૮. આપણે શું જમીશું તે કઈ રીતે નક્કી થાય છે ?
ઉત્તર :
 આપણે શું જમીશું તે આપણી રીતભાત, સંસ્કૃતિ, પસંદગી,સરળતાથી મળતી વસ્તુઓ, જે-તે ખોરાકની કિંમતને આધારે નક્કી થાય છે.

૪૯. નીચે કેટલીક વસ્તુઓનાં નામ આપેલાં છે. તેમાંથી જે ખાઇ શકાય એવી હોય વસ્તુની સામે ✓કરો:
કેળનાં ફૂલો      ✓
સરગવાનાં ફૂલો ✓
કમળનું પ્રકાંડ   ✓

લાલ કીડી
વાસી રોટલી
ઊંટડીનું દૂધ     ✓
મરઘીનાં ઈંડાં    ✓
અળવીનાં પર્ણો  ✓

ઉંદર
માછલી            ✓
દેડકો
આમળાં           ✓
રોટલો             ✓
ફુલાવર            ✓
માંસ               ✓
ડુંગળી             ✓
કરચલો            ✓

ઘાસ
નારિયેળીનું તેલ   ✓
રોટલી              ✓


૫૦. જોડકાં જોડો :

વિભાગ – અ

વિભાગ – બ

જવાબ

(૧) માંસ

(A) દરિયાકિનારે વસવાટ કરતા લોકો

(૧) C

(૨) પરોઠા-શાક

(B) વૃદ્ધોબાળકો

(૨) D

(૩) નારિયેળની મીઠાઈ

(C) માંસાહારી

(૩) B

(૪) પ્રવાહી વાનગી

(D) શાકાહારી

(૪) A