૩૬. બતકની ચામડી પર વાળની જગ્યાએ પીંછાં હોય છે. (√ કે ×)
ઉત્તર :
 √

૩૭. ભૂંડની ચામડી પર પીછાં નથી હોતાં. ( √ કે ×)
ઉત્તર : 


૩૮. નીચે આપેલાં પ્રાણીઓનું ચામડી પર વાળવાળાં અને ચામડી પર પીછાંવાળાં પ્રાણીઓમાં વર્ગીકરણ કરો :
(બકરી, હાથી, ચકલી, કબૂતર, ઉંદર, કૂતરો, બિલાડી, બતક, ભેંસ, કાગડો, મોર, ભૂંડ, મરઘી, ઊંટ, ગાય, હંસ) 
ઉત્તર : 
ચામડી પર વાળ હોય તેવાં પ્રાણીઓ : બકરી, હાથી, ઉંદર , કૂતરો, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ, ગાય
ચામડી પર પીંછાં હોય તેવાં પ્રાણીઓ : ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, મરધી, હંસ,

૩૯. નીચે આપેલાં પ્રાણીઓનું બચ્ચાં ને જન્મ આપતાં પ્રાણીઓ અને ઇંડાં આપતાં પ્રાણીમાં વર્ગીકરણ કરો : (બકરી, ચકલી,હાથી, કબૂતર, ઉંદર, કૂતરો, બિલાડી, બતક, ભેંસ, દેડકો, કાગડો, ભૂંડ, મોર, ઊંટ,મરધી, ઞરોળી, ગાય, સાપ. )
ઉત્તર :
બચ્ચાંને જન્મ આપતાં પ્રાણીઓ: બકરી, હાથી, ઉંદર, કૂતરી, બિલાડી, ભેંસ, ભૂંડ , ઊંટ, ગાય
ઈંડા આપનાં પ્રાણીઓ : દેડકો, ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, મરઘી, ગરોળી, સાપ.

૪૦. હાથીની ચામડી પર વાળ હોય છે. ( √ કે ×)
ઉત્તર :
 √

૪૧. જે પાણીઓના શરીર પર વાળ હોય છે તે બધાં પ્રાણીઓ બચ્ચાં ને જન્મ આપે છે.
ઉતર : 

૪૨. જે પ્રાણીના કાન ___છે, તે બચ્ચાંને જન્મ આપે છે.
ઉતર : 
દેખાય

૪૩. જે પ્રાણીના કાન ____ તે ઈંડાં મૂકે છે.
ઉતર : 
દેખાતા નથી

૪૪. કાનને બદલે મીડું, તે મૂકે ___
ઉતર : 
ઈંડું

૪૫. તમે તમારા ઘર કે શાળાની આસપાસ જોયેલાં નાનાં બચ્ચાંવાળાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : 
કૂતરો, બિલાડી, ઉદર, ગાય વગેરે નાનાં બચ્ચાંવાળાં પ્રાણીઓ અમે જોયાં છે.

૪૬. ઈંડાં આપતાં કોઇ પણ બે પ્રાણીઓનાં નામ લખી તેમના પૈકી કોઈ પણ એક વિશે ચાર વાકયો લખો.
ઉત્તર :
 ઈંડાં આપતા બે પ્રાણીઓ (૧) કબૂતર, (૨) મગર.
મગર : મગર પાણીમાં અને જમીન પર બંને સ્થાને રહે છે. મગરને કાનની જગ્યાએ બે કાણાં હોય છે. મગર પંખી નથી છતાં ઈંડા મુકે છે. મગરને પગ છે. છતાંય પેટે સરકીને ચાલે છે. મગરના પગ અને પૂંછડી તેને તરવામાં મદદરૂપ થાય છે

૪૭. બચ્ચાંને જન્મ આપનાં કોઇ પણ બે પ્રાણીઓનાં નામ લખી તેમના પૈકી કોઈ પણ એક વિશે ચાર વાક્યો લખો.
ઉત્તર : 
બચ્ચાંને જન્મ આપતાં બે પ્રાણીઓ : (૧) ગાય, (૨) ચામાચીડિયું
ચામાચીડિયું : ચામાચીડિયાને પાંખો હોય છે. તે ઊડી શકે છે. છતાં પંખી નથી. તેના કાન બહારથી જોઈ શકાય છે. ચામાચીડિયા મોટે ભાગે રાત્રે ઊંડતા જેવા મળે છે. ચામાચીડિયા અવાવરુ અને બંધ મકાનોમાં વધુ જેવા મળે છે.

૪૮. તમારા ઘરમાં કે આસપાસમાં પાળવામાં આવેલા પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર :
 (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો. )

૪૯. ધાસ,પાંદડાં વઞેરે ખાતાં પ્રાણીઓને ____ પ્રાણીઓ કહે છે.
ઉત્તર :
 શાકાહારી

૫૦.____ પ્રાણીઓ ઘાસ - પાંદડાં કે રોટલી સાથે જીવ જંતુ તથા માંસ પણ ખાય છે.
ઉતર : 
મિશ્રાહારી

૫૧.અન્ય પ્રાણીને ખાનાર પ્રાણીઓને ___કહે છે.
ઉત્તર : 
માંસાહારી

૫૨. માંગ્યા મુજબ નામ લખો :
(૧) મિશ્રાહારી પ્રાણીઓ      :
 કૂતરો, ઉંદર, બિલાડી, બતક
(૨) શાકાહારી પ્રાણીઓ      : ગાય, ભેંસ, બકરી, હાથી, ઊંટ
(૩) માંસાહારી પ્રાણીઓ     : વાઘ, સિંહ, દીપડો, વરુ, શિયાળ

૫૩. બતક __ માં રહે છે
ઉતર : પાણીમા

૫૪. ઝાડ પર રહેતાં પ્રાણીઓનાં નામ લખો.
ઉત્તર : 
ચક્લી, કબૂતર, કાગડો, મોર, વાંદરો વગેરે ઝાડ પર રહેતા પ્રાણીઓ છે.

૫૫. જમીન પર આપણી આસપાસ રહેનાં પ્રાણીઓ કયાં કયાં છે ?
ઉત્તર :
 હાથી, બકરી, ઉંદર, બિલાડી, ભેંસ, ઊંટ,ગાય વગેરે. આપણી આસપાસ રહેતાં પ્રાણીઓ છે.

૫૬. પક્ષીઓ શું ખાય છે ?
ઉત્તર : પક્ષીઓ દાણા અને નાનાં જીવ-જંતુઓ ખાય છે.

૫૭. પ્રાણીઓ ક્યારે ગુસ્સે થાય છે ?
ઉત્તર : 
પ્રાણીઓને જ્યારે કોઈ હેરાન કરે ત્યારે તે ગુસ્સે થાય છે.

૫૮. પાલતુ પ્રાણીઓની કઈ રીતે સારસંભાળ રાખવી જોઈએ ?
ઉત્તર : પાલતુપ્રાણીઓને રોજ યોગ્ય રીતે નવડાવીને સાફ રાખવા જોઈએ. તેમને પૌષ્ટિક આહાર આાપવી જોઈએ. તેઓ માંદા પડે ત્યારે તેમની પશુઓના દવાખાનામાં લઈ જઈને યોગ્ય સારવાર કરાવવી જોઈએ.

૫૯. પ્રાણીઓને પૂરતી ઊંઘ આપવી જોઇએ( √ કે ×)
ઉત્તર : 


૬૦. પાલતુ પ્રાણીઓ પાસે વધુ પડતું કામ કરાવવું જોઈએ( √ કે ×)
ઉત્તર : 
×

૬૧. આપણે પ્રાણીઓનું રક્ષણ કરવું એઇએ. ( √ કે ×)
ઉત્તર : 


૬૨. આપણું રાષ્ટ્રીય પ્રાણી___છે.
ઉત્તર :
 વાઘ

૬૩. પ્રાણીઓ આપણા____ છે. 
ઉત્તર : મિત્રો

૬૪.____ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
ઉત્તર : 
મોર

૬૫. દરેક પ્રાણીને ___ , ____ અને ____ ની જરૂર પડે છે.
ઉત્તર : ખોરાક, પાણી, રહેઠાણ.

૬૬. મોર ક્યાં રહે છે ?
ઉત્તર :
 મોર ખેતરમાં, ઝાડ પર અને જંગલમાં રહે છે.

૬૭. મોરનાં પીછાં _____ હોય છે.
ઉત્તર :
 રંગબેરંગી

૬૮. મોર પહેલા ઘરઆંગણે જોવા મળતો હતો. (√ કે ×)
ઉત્તર :
 √

૬૯. હાલમાં મોર શા માટે આપણા ઘરઆંગણે જોવા મળતો નથી ?
ઉત્તર :
 મોર શાંતિ પ્રિય પક્ષી છે. આજના ઘોંઘાટવાળા વાતાવરણમાં તે શહેરથી અને ગામથી દૂર ખેતર અને જયાં લીલી વનરાજી અને શાંત વાતાવરણ છે ત્યાં જઈને વસવા લાગ્યા છે. ઉપરાંત માનવીની શિકારી પ્રવૃત્તિને લીધે પણ તેઓ માનવવસવાટથી દૂર જવા લાગ્યા છે. આથી મોર ઘરઆંગણે જોવા મળતો નથી.

૭૦. વાઘ ____ માં રહે છે.
ઉત્તર :
 જંગલ

૭૧. દુનિયામાં અને ભારતમાં વાઘની સંખ્યા શા માટે ઓછી થવા માંડી છે ?
ઉત્તર : 
વાધ ગાઢ જંગલમાં રહે છે. વૃક્ષો આડેધડ કપાવાને કારણે અત્યારે પૃથ્વી પર ગાઢ જંગલોની સંખ્યા ઓછી થવા માંડી છે. ઉપરાંત માણસો દ્વારા સતત શિકારની પ્રવૃત્તિને કારણે વાધની સંખ્યા ઘટવા માંડી છે.

૭૨. પ્રાણીઓના ૨ક્ષણ માટે આપણે શું કરી શકીએ છીએ ?
ઉત્તર : 
પ્રાણીઓના રક્ષણ માટે આપણે નીચે મુજબના પગલાં લઈ શકીએ :
(૧) પાળેલાં પ્રાણીઓને નિયમિત ખોરાક-પાણી આપીએ.
(૨) પાળેલાં પ્રાણીઓનું ઠંડી, ગરમી અને વરસાદમાં રક્ષણ થાય તે પ્રમાણે રહેવા માટેની વ્યવસ્થા કરવી.
(૩) પાળેલું પ્રાણી બીમાર પડે તો તેની સારવાર કરાવવી
(૪) પોતાના શોખ કે સ્વાર્થ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરવો નહીં – એવો સંદેશ ફેલાવીએ.
(૫) પ્રાણીઓના રક્ષણ માટે સરકાર દ્વારા પણ અનેક પગલા લેવામાં આવે છે, તેમાં સહકાર આપીએ.

૭૩. મને ઓળખો :
(1) હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું.
ઉત્તર : વાઘ

(૨) હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. 
ઉત્તર : મોર

(૩) હું પાલતુ પ્રાણી છું અને હું ઘરની ચોકી પણ કરું છું.
ઉત્તર : કૂતરો