1. સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ કેવી રીતે મળે છે?
ઉત્તર :
સજીવો જે ખોરાક લે છે, તેનું પાચન થતાં મુક્ત થતી ઊર્જા (શક્તિ) સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી બને છે.

2. વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી ઉત્પાદન અંગે શું જરૂરી છે?
ઉત્તર :
વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે નિયમિત ખેત-ઉત્પાદન, ઉત્પાદનનું વ્યવસ્થાપન અને યોગ્ય સમયે વિતરણ જરૂરી છે.

3. વ્યાખ્યા આપો : પાક
ઉત્તર :
એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે.

4. શેના આધારે પાકોને વર્ગીકૃત કરવામાં આવે છે?
ઉત્તર :
જે ત્રતુમાં આપણે જે પાક લઈએ છીએ, તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.

5. ભારતમાં પાકને ત્રકતુના આધારે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે? કયા કયા=?
ઉત્તર :
ભારતમાં પાકને ત્કતુના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે : ખરીફ પાક અને રવી પાક.

6. તફાવત આપો : ખરીફ પાક અને રવી પાક

ખરીફ પાક

રવી પાક

1. આ પાક વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે.

1. આ પાક શિયાળાની ઋતુમાં વાવવામાં આવે છે.

2. તેનો સમયગાળો જુથથી સપ્ટેમ્બર સુધી હોય છે.

2. તેનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધી હોય છે.

3. ઉદા.ડાંગર, મકાઇ, સોયાબીન. મગફળી

3. ઉદા. ઘઉં, ચણા, વટાણા, રાઇ, અળસી


7. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
ઉત્તર :
બધા જ પાક બધી જ ત્રકતુમાં લઈ શકાય છે.

8. સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી?
ઉત્તર :
ઊંચું તાપમાન

9. પાકઉછેર પર અસર કરતાં પરિબળો વિશે સમજૂતી આપો.
ઉત્તર :
પાકઉછેર પર અસર કરતાં પરિબળોમાં તાપમાન, ભેજ, વરસાદ, જમીનનો પ્રકાર વગેરેનો સમાવેશ થાય છે. અમુક પાકને ઊંચું તાપમાન, ઓછો ભેજ અને ઓછો વરસાદ જરૂરી છે. જ્યારે અમુક પાકને નીચું તાપમાન, વધુ ભેજ અને વધુ વરસાદ જરૂરી છે. આથી વિવિધ ઋતુમાં વિવિધ પાક ઉછેરવામાં આવે છે. જેમ કે, મગફળી, કપાસ, સોયાબીન વગેરે વરસાદની ત્રકતુમાં ઉગાડવામાં આવે છે. કારણ કે આવા પાકને વધુ પાણીની આવશ્યક્તા છે. જ્યારે ઘઉં, ચણા, વટાણા, રાઈ વગેરેને વધુ પાણીની જરૂર ન હોવાથી તે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે.

10. કારણ આપો : ડાંગરને શિયાળામાં ઉછેરવામાં આવતી નથી.
ઉત્તર :
ડાંગરને ઉછેરવા શરૂઆતમાં વધારે માત્રામાં પાણીની, ભેજવાળા અને હુંફાળા વાતાવરણની જરૂર પડે છે. શિયાળામાં હવા સૂકી અને ઠંડી હોય છે જે ડાંગરના પાકને અનુકૂળ આવતી નથી; તેથી ડાંગરને શિયાળામાં ઉછેરવામાં આવતી નથી.

11. પાક ઉત્પાદનની કાર્ય-પદ્ધતિઓ (ખેત પદ્ધતિઓ) એટલે શું? ખેત પદ્ધતિઓનાં નામ જણાવો.
ઉત્તર :
પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા સમયાંતરે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિઓ કહે છે. આ પદ્ધતિઓમાં ભૂમિને તૈયાર કરવી, રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી, ઉત્પાદનનો સંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે.

12. જમીનની તૈયારી એ પાક ઉત્પાદનનું કયું પગથિયું છે?
ઉત્તર :
પ્રથમ

13. નીચે આપેલાં કેટલાંક વિધાનો જમીનને પોચી કરવાની બાબતમાં સાચાં છે કે ખોટાં તે જણાવો :
(1) જમીન પોચી કરવાના કારણે જમીનમાં રહેલો વાયુ મુક્ત થાય છે.
ઉત્તર :
ખોટું

(2) જમીન પોચી હોવાના કારણે વનસ્પતિનાં મૂળ જમીનમાં ઊંડાણ સુધી વિકસે છે, જેના કારણે વનસ્પતિ જમીનમાં સારી રીતે સ્થાપિત થાય છે.
ઉત્તર :
સાચું

(3) પોચી જમીન અળસિયાં અને અન્ય સૂક્ષ્મજીવોની જમીનમાં વૃદ્ધિ અટકાવે છે.
ઉત્તર :
ખોટું

(4) જમીન પોચી કરવાના કારણે જમીનના ઉપલા સ્તરમાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધે છે.
ઉત્તર :
સાચું

(5) પોચી જમીનમાં ખાતર સરળતાથી મિશ્ર થઈ જાય છે.
ઉત્તર :
સાચું

14. જ્યારે જમીનમાં બીજ વાવવામાં આવે ત્યારે રાખવામાં આવતી તકેદારીનાં પગલાં અહીં દર્શાવેલ છે. અહીં આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો :
(1) બીજને જમીનની ચોક્કસ ઊંડાઈએ વાવવામાં આવે છે.
ઉત્તર :
સાચું

(2) બીજને જમીનની અંદર એકબીજાની ખૂબ નજીક વાવવામાં આવે છે.
ઉત્તર :
ખોટું

(3) વાવવામાં આવતા બીજ ચોખ્ખા, તંદુરસ્ત અને કોઈ પણ પ્રકારના રોગ વગરના હોવા જોઈએ.
ઉત્તર :
સાચું

(4) જમીનની ખેડ કર્યા બાદ જમીનમાં બીજ વાવવામાં આવે છે.
ઉત્તર :
સાચું

15. સમજાવો : બીજને જમીનમાં વાવ્યા પહેલાં જમીનની ખેડ કરવી જરૂરી છે.
ઉત્તર :
પાકના સારા ઉત્પાદન માટે બીજ રોપતાં પહેલાં માટીને પોચી કરવી તેમજ તેના નાના ટુકડા કરવા જરૂરી છે. આમ કરવાથી પાકનાં મૂળ જમીનમાં ઊડે સુધી જઈ શકે છે. આ સિવાય ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટિમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઊલટાવવાથી અને પોચી કરવાથી પોષક તત્ત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે.

16. ખાલી જગ્યા પૂરો :
(1) જમીનના ઉપરના સ્તરને ઉપર-નીચે કરવાની પદ્ધતિને ............. કહે છે.
ઉત્તર :
ખેડાણ

(2) જમીનની ખેડ .......... દ્વારા કરવામાં આવે છે.
ઉત્તર :
હળ

(3) જો જમીન કઠણ (સખત) હોય તો ખેડ કરતાં પહેલાં તેમાં ........... ઉમેરવામાં આવે છે.
ઉત્તર :
પાણી

17. નીચેનાં વાક્યોને ક્રમ અનુસાર ગોઠવવા ખાનામાં ક્રમશઃ અંક લખો :
ઉત્તર :

(1) જો જમીન સૂકી હોય તો ખેડ કરતાં પહેલાં તેમાં પાણી ઉમેરવામાં આવે છે.
(4) ખેડેલ જમીનમાં ત્યારબાદ બીજ વાવવામાં આવે છે.
(2) ખેડેલ જમીનને લેવલર દ્વારા સમથળ કરવામાં આવે છે.
(3) બીજને જમીનમાં વાવતાં પહેલાં જમીનને ભીની કરવામાં આવે છે.

18. શા કારણે જમીનની ખેડ કરતાં પહેલાં તેમાં ખાતર ઉમેરવામાં આવે છે?
ઉત્તર :
ખેડ કરવાથી ભૂમિના સ્તરો ઉપર-નીચે થાય છે અને ભૂમિના કણો વચ્ચે જગ્યા વધે છે. ખેડ કરતાં પહેલાં ખાતર ઉમેરતાં, ખાતરનું ભૂમિમાં સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે છે. ખાતર ભૂમિમાં ભળી જાય છે.

19. આપેલ સાધન વિશે વર્ણન કરો : દાંતી (કલ્ટિવેટર)
ઉત્તર :
ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી (કલ્ટિવેટર) વડે કરવામાં આવે છે. તેના દાંતા બે હરોળમાં હોય છે. દાંતીમાં લીવર પણ જોડેલું હોય છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે.

20. આપેલા સાધનને ઓળખી તેના ભાગોનું નામનિદેશન કરો અને કાર્યો જણાવો :

ઉત્તર :
સાધન: ખરપિયો 
વિવિધ ભાગો : પક્કડ, હૅન્ડલ, બીમ, વળેલી પ્લેટ, ધરી કે સળિયો ; રચના : લોખંડ કે લાકડાના લાંબા ડંડાના એક છેડે વળેલી પ્લેટ જ્યારે બીજા છેડે બીમ હોય છે.
કાર્ય : નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે.

21. ટૂંક નોંધ લખો : ભૂમિને તૈયાર કરવી
ઉત્તર :
પાક ઉછેરતાં પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પાક ઉત્પાદનનું પ્રથમ ચરણ છે. માટીને ઊલટાવવાથી અને પોચી બનાવવાથી વનસ્પતિનાં મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે તેમજ તે માટીમાં રહેતાં અળસિયાં અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયતા કરે છે. આ સજીવો સેન્દ્રિય પદાર્થોને જમીનમાં ઉમેરે છે.
ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટિમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધેમાં સહાય કરે છે. આથી, તેને ઉલટાવવાથી અને પોચી કરવાથી પોષક તત્ત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરે છે.
ખેડેલ ખેતરમાં માટીનાં મોટાં - મોટાં ઢેફાં હોય છે. સમારની મદદથી ઢેફાં ભાગીને ખેતરને સમથળ કરવામાં આવે છે.
કેટલીક વખત જમીનને ખેડતાં પહેલાં કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે. જેથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે.
જમીનમાં બીજ રોપતાં પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે.

22. તંદુરસ્ત બીજથી હાનિકારક બીજને અલગ કરવાની રીત જણાવો.
ઉત્તર :
એક બીકરમાં અડધે સુધી પાણી ભરી, તેમાં એક મુઠ્ઠી ઘઉના દાણા નાખી, થોડાક સમય સુધી રાહ જોતાં, બીકરમાં કેટલાંક બીજ પાણી ઉપર તરે છે, જ્યારે અન્ય બીજ પાણીમાં તળિયે બેસી જાય છે. ક્ષતિગ્રસ્ત બીજ પોલાં અને હલકાં હોવાથી પાણી પર તરવા લાગે છે, જ્યારે સારાં (તંદુરસ્ત) બીજ પાણીમાં તળિયે બેસી જાય છે. આ રીતે તંદુરસ્ત બીજને હાનિકારક બીજથી અલગ કરી શકાય છે.

23. બીજની વાવણી કરવા માટે વપરાતા પરંપરાગત ઓજાર વિશે જણાવો.
ઉત્તર :
પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતા ઓજાર વાવણિયાનો ઉપરનો ભાગ ગળણી આકારનો હોય છે. બીજને ગળણીની અંદર નાંખવાથી તે ધારદાર અણીવાળા છેડા યુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને બીજનું સ્થાપન કરે છે.

24. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગશે.
ઉત્તર :
સાચું

25. જમીનમાં બીજ વાવવા માટે ઉપયોગમાં આવતા સાધનને શું કહે છે?
ઉત્તર :
જમીનમાં બીજ વાવવા માટે ઉપયોગમાં આવતા સાધનને વાવણિયો કહે છે.

26. આપેલા સાધનનું નામ જણાવી તેનાં કાર્યો જણાવો.

ઉત્તર : આપેલ સાધન ટ્રેક્ટર દ્રારા સંચાલિત વાવણિયો (સીડ-ડ્રેલ) છે. આ સાધન દ્વારા વાવવામાં આવતાં બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે.
તે સુનિશ્ચિત કરે છે કે, રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. જેથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે.
સીડ-ડ્રિલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે.

27. વાવણી સમયે શા માટે બે બીજ વચ્ચે ચોક્કસ અંતર રાખવામાં આવે છે?
ઉત્તર : બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેનાથી છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પોષક તત્ત્વો તેમજ પાણી પ્રાપ્ત થાય છે. તેથી વૃદ્ધે અને વિકાસ સારી રીતે થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે.

28. ટૂંક નોંધ લખો : વાવણી
ઉત્તર :
વાવણી પહેલાં ખેડૂત સારી અને વધુ ઊપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. બીજની વાવણી કરવા વાવણિયાનો ઉપયોગ થાય છે. જે ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડા યુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે. જે છેડાઓ માટીમાં બીજનું સ્થાપન કરે છે. વાવણિયા દ્રારા બીજ વચ્ચે સમાન અંતર અને યોગ્ય ઊંડાઈ રાખી શકાય છે. તેનાથી છોડને સૂર્યપ્રકાશ, પોષક તત્ત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વાવણી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે, રોપણી પછી બીજ માટીથી ઢંકાયેલું રહે. જેથી પક્ષીઓ દ્વારા થતું નુકસાન અટકાવી શકાય.

29. નર્સરીમાં છોડને નાની-નાની કોથળીઓમાં કેમ રાખવામાં આવે છે?
ઉત્તર :
નર્સરીમાં ધાન્યનાં બીજ તથા અન્ય વનસ્પતિઓને કોથળીમાં ઉછેરવામાં આવે છે. તેઓની પૂરતી વૃદ્ધિ થયા બાદ તેમને જરૂરિયાતના સ્થાને જમીનમાં રોપવામાં આવે છે. કોથળીમાં હોવાના કારણે આ વનસ્પતિનાં મૂળ જમીન સાથે ચોંટતાં નથી; પરિણામે તેને બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. આથી નર્સરીમાં છોડને નાની-નાની કોથળીઓમાં રાખવામાં આવે છે.

30. વ્યાખ્યા આપો : કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર
ઉત્તર :
વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્ત્વ સ્વરૂપે જે કુદરતી પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને જે કૃત્રિમ પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કૃત્રિમ ખાતર કહે છે.

૩1. ભૂમિ પાકને ................ પ્રદાન કરે છે.
ઉત્તર : ખનીજ તત્ત્વો

32. સતત એક જ પાક ઉગાડવાથી જમીન પર શું અસર થાય છે?
ઉત્તર :
સતત એક જ પાક ઉગાડવાથી જમીનમાંથી કેટલાંક પોષક દ્રવ્યો ઓછાં થઈ જાય છે. પરિણામે જે-તે પાક ત્યાં સારી રીતે ઊગતો નથી. આ ક્ષતિ પૂરી કરવા ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર ઉમેરે છે. અયોગ્ય અથવા અપૂૃરતાં કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે.

33. ખાતર આપવાની ક્રિયા એટલે શું?
ઉત્તર :
સતત એક જ પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાંક પોષક દ્રવ્યો ઓછાં થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે.

34. કુદરતી ખાતર એક ............... પદાર્થ છે, જે ..................... અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે.
ઉત્તર :
કાર્બનિક, વનસ્પતિ

35. કારણ આપો : અળસિયાં ખેડૂતના મિત્ર છે.
ઉત્તર :
અળસિયાં જમીનનાં સ્તરોને ઉપર-નીચે કરે છે. તેથી જમીનમાં હવા તેમજ ભેજની અવરજવર સરળ બને છે અને વનસ્પતિનાં મૂળ સારી રીતે સ્થાપિત થઈ શકે છે. અળસિયાં જમીનમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઉત્સર્ગ દ્રવ્યો જમીનમાં ભેળવે છે. જે બહુ જ ઉત્તમ પ્રકારનું ખાતર છે. જેને વર્મી કમ્પોસ્ટ કહે છે. આ કારણોથી અળસિયાં ખેડૂતોના મિત્રો છે.