ઉત્તર : 6
2. સંચળમાંથી કયો રસ અનુભવાય છે?
ઉત્તર : ખારો
3. નીચેનામાંથી કઈ વસ્તુ જોયા વગર ચાખીને ઓળખી શકાય છે?
ઉત્તર : જલેબી
4. આપણે અનુભવીએ છીએ તે સ્વાદ કયા કયા છે?
ઉત્તર : આપણે જુદા જુદા છ પ્રકારના સ્વાદ અનુભવીએ છીએ : ખારો, ખાટો, તૂરો, તીખો, કડવો અને ગળ્યો.
5. આપણે આંખ બંધ કરીને કઈ કઈ વસ્તુઓ ઓળખી શકીએ છીએ? (નમૂનારૂપ જવાબ)
ઉત્તર : ડુંગળી, લસણ, ચા, કૉફી, હલવો, ભજિયાં, સફરજન, ચીકુ વગેરે ચીજવસ્તુ આંખ બંધ કરીને પણ ઓળખી શકીએ છીએ.
6. તળેલી માછલીની સુગંધથી આંખ બંધ હોય તો પણ તેને ઓળખી શકીએ છીએ.
ઉત્તર : સાચું
7. આંબળાં ........... સ્વાદ ધરાવે છે.
ઉત્તર : તૂરો
8. નીચેનામાંથી કઈ વસ્તુ ચાવ્યા પછી જ તેનો સ્વાદ જાણી શકાય છે?
ઉત્તર : વરિયાળી
9. એક જ પ્રકારના સ્વાદવાળું ભોજન દરરોજ ખાવાથી ખૂબ મજા પડે છે.
ઉત્તર : ખોટું
10. અજમો ..............સ્વાદ ધરાવે છે.
ઉત્તર : તીખો
11. કૉફીનો સ્વાદ કેવો છે?
ઉત્તર : કડવો
12. લસણને આપણે તેની ........ વડે પણ ઓળખી કાઢીએ છીએ.
ઉત્તર : ગંધ
13. કઈ કઈ વસ્તુઓના સ્વાદ ચાવ્યા પછી જ ખબર પડે છે?
ઉત્તર : ખાવાની વસ્તુઓ જેવી કે, વરિયાળી, જીરું, મેથી, કચૂકો, અજમો વગેરે ચીજવસ્તુઓના સ્વાદ ચાવ્યા પછી જ ખબર પડે છે.
14. નીચે આપેલી વસ્તુઓનું ગંધ દ્વારા ઓળખી શકાય તેવી વસ્તુઓ અને ચાખીને ઓળખી શકાય તેવી વસ્તુઓમાં વર્ગીકરણ કરો :
(ખાંડ, ડુંગળી, લસણ, મીઠું, લીંબુ, ટામેટાં, શેકેલી મકાઈ, ચા, કારેલાં, હળદર, ચીકુ, લીંબુનો રસ, નારંગી, પાકી કેરી)
ઉત્તર :
ગંધ દ્વારા ઓળખી શકાય તેવી વસ્તુઓ : ડુંગળી, લસણ, શેકેલી મકાઈ, ચા, ચીકુ, નારંગી, પાકી કેરી.
ચાખીને ઓળખી શકાય તેવી વસ્તુઓ : ખાંડ, મીઠું, લીંબુ, ટામેટાં, કારેલાં, હળદર, લીંબુનો રસ.
15. લીંબુના રસનાં થોડાં ટીપાંથી તેનો સ્વાદ ખબર પડી જતો નથી.
ઉત્તર : ખોટું
16. કેટલીક વસ્તુઓને ચાવ્યા વગર પણ તેમનો સ્વાદ જાણી શકાય છે.
ઉત્તર : સાચું
17. માગ્યા મુજબ ત્રણ નામ આપો :
ઉત્તર :
(1) ગળ્યો સ્વાદ ધરાવતી વસ્તુઓ : શેરડી, ખાંડ, હલવો, કેળાં
(2) ગંધથી ઓળખી શકાય તેવી વસ્તુઓ : નારંગી, મરચું, ચા, લસણ
(3) ખાટો સ્વાદ ધરાવતી વસ્તુઓ : લીંબુ, કાચી કેરી, આંબલી, કરમદા.
(4) તીખો સ્વાદ ધરાવતી વસ્તુઓ : મરચું, લવિંગ, મરિયાં, અજમો
(5) ક્ડવો સ્વાદ ધરાવતી વસ્તુઓ : કારેલાં, કૉફી, કોકો, મેથી
18. કારણ આપો : શરદી થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર જાણી નકાતો નથી.
ઉત્તર : શરદી થવાથી આપણું નાક બંધ થઈ જાય છે. સ્વાદનો અનુભવ ખાવાની સુગંધ પરથી પણ થાય છે. આથી, આપણને ખાવાનો સ્વાદ બરાબર લાગતો નથી.
19. જીભને ............ઇન્દ્રિય કહે છે.
ઉત્તર : સ્વાદ
20. જીભના બધા જ ભાગમાં સ્વાદ અનુભવી શકાય છે.
ઉત્તર : ખોટું
21. ખારો અને ખાટો સ્વાદ જીભના કયા ભાગમાં વધુ અનુભવી શકાય છે?
ઉત્તર : ડાબી-જમણી બાજુ
22. જીભનો ............. ભાગ ગળ્યો સ્વાદ ઝડપથી પારખે છે.
ઉત્તર : આગળનો
23. જીભનો પાછળનો ભાગ કડવો અને તૂરો સ્વાદ ઓળખે છે.
ઉત્તર : ખોટું
24. જીભની નીચે કે હોઠ પર વસ્તુ મૂકવાથી તેનો સ્વાદ ઝડપથી પારખી શકાય છે.
ઉત્તર : ખોટું
25. જીભની સપાટી પર નાના ટેકરા જેવા દાણા દાણા દેખાય છે.
ઉત્તર : સાચું
26. લાળરસ એટલે શું?
ઉત્તર : આપણી જીભ ઉપર સતત ચીકણું પ્રવાહી રહેતું જોવા મળે છે. તેને લાળરસ કહે છે. જે સ્વાદ પારખવામાં આપણને મદદ કરે છે.
27. જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરીને તેની પર થોડી ખાંડ કે ગોળ મૂકતાં કોઈ સ્વાદ આવે છે? શા માટે?
ઉત્તર : જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરીને તેની પર થોડી ખાંડ કે ગોળ મૂકતાં કોઈ સ્વાદ આવતો નથી. કેમ કે, ત્યારે જીભ પર લાળરસ હોતો નથી, જ્યારે લાળ ભોજન સાથે ભળે છે ત્યારે જ ભોજનનો સ્વાદ ખબર પડે છે.
28. જોડકાં જોડો :
29. નીચેનામાંથી કઈ વસ્તુ ખાવાથી મોઢામાંથી સિસકારો નીકળે છે?
ઉત્તર : મરચું
30. આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ.
ઉત્તર : સાચુ
31. રોટલીના ટુકડાને ત્રણથી ચાર વખત ચાવી ગળી જઈએ, ત્યારે સ્વાદમાં કોઈ બદલાવ આવતો નથી.
ઉત્તર : સાચું
32. રોટલીના ટુકડાને ત્રીસથી બત્રીસ વખત ચાવો અને ગળી જાઓ છો ત્યારે સ્વાદમાં ફરક પડે છે? કેવો? શા માટે?
ઉત્તર : જ્યારે રોટલીના ટુકડાને ત્રીસથી બત્રીસ વખત ચાવતા રોટલીનો સ્વાદ મીઠો લાગે છે. કેમ કે તેના નાના-નાના બારીક ટુકડા થઈ જાય છે અને તેમાં લાળ ભળવાથી તેમાં રહેલા સ્ટાર્ચનું પાચન થતાં તે શર્કરામાં ફેરવાય છે અને ખોરાક ગળ્યો લાગે છે.
33. લીલા જામફળનો એક ટુકડો કાપીને મોઢામાં મૂકીને ધીમે ધીમે ચાવવાથી શું બદલાવ આવે છે?
ઉત્તર : લીલા જામફળનો એક ટુકડો કાપીને મોઢામાં મૂકતાં શરૂઆતમાં તેનો સ્વાદ તૂરો લાગે છે, પણ જેમ તેને વધુ ને વધુ ચાવવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ મીઠો થતો જાય છે.
34. આપણા મોમાં લાળરસ શું કામ કરે છે?
ઉત્તર : આપણા મોંમાં લાળરસ સ્વાદ ઇન્દ્રિયને સ્વાદ પારખવામાં મદદ કરે છે, તથા ખોરાકને પોચો બનાવે છે અને સ્ટાર્ચના પાચનમાં મદદ કરે છે.
35. કારણ આપો : ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ.
ઉત્તર : ખોરાક ખૂબ જ ચાવીને ખાવાથી ખોરાકના ખૂબ ઝીણા ટુકડા થાય છે, અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે, તેથી ખોરાક સુવાળો કે પોચો બને છે. જેનું પાચન સરળતાથી થાય છે. માટે આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવ જોઈએ.
36. મોંમાથી ખોરાક .......... માં જાય છે.
ઉત્તર : અન્નનળી
37. ................ માંથી ખોરાક જઠરમાં જાય છે.
ઉત્તર : અન્નનળી
38. જઠરમાંથી ખોરાક મોટા આંતરડામાં પહોંચે છે.

વિભાગ : અ |
વિભાગ : બ |
ઉત્તર |
1. ટામેટાં |
1. મીઠી |
1. – 3 |
2. ડુંગળી |
2. તૂરું અને
તીખું |
2. – 4 |
3. વરિયાળી |
3. ખાટું અને
રસદાર |
3. – 1 |
4. લવિંગ |
4. મીઠી અને
તીખી |
4. – 2 |

0 Comments