૧. અનીતા ખુશવાહ_____ ગામમાં રહે છે.
ઉત્તર : બોચાહા

૨. અનીતાનું ગામ કયા રાજયમાં આવેલું છે ?
(A) બિહાર 
(B) ઉત્તરપ્રદેશ
(C) બંગાળ
(D) ઝારખંડ
ઉત્તર : A

૩. બોચાહા ગામ ક્યા જિલ્લામાં આવેલું છે ?
(A) મુમતાજપુર
(B) મીરઝાપુર
(C) મુઝફફરપુર
(D) મહેમદાવાદ
ઉત્તર :
C

૪. અનીતા કોની સાથે રહે છે ?
ઉત્તર :
અનીતા તેનાં માતા - પિતા અને બે નાના ભાઈઓ સાથે રહે છે.

૫. અનીતા હાલમાં શું કરે છે ?
ઉત્તર :
અનીતા કૉલેજમાં ભણે છે સાથે સાથે નાનાં બાળકોને ભણાવવાનું તથા મધમાખીઓને ઉછેરવાનું કામ પણ કરે છે.

૬. નાની હતી ત્યારે અનીતાએ કર્યું કામ કરવું પડતું હતું ? 
(A) ગાયો ચરાવવાનું
(B) ઘેટાં ચરાવવાનું
(C) બકરીઓ ચરાવવાનું
(D) ભેંસો ચરાવવાનું
ઉત્તર :
C

૭. અનીતાનાં માતા - પિતાને શું નહોતું ગમતું ?
ઉત્તર :
અનીતાનાં માતા - પિતાને છોકરી શાળાએ જાય તે નહોતું ગમતું.

૮. શાળામાં જતી, ભણીગણી આગળ વધતી છોકરીઓ માટે અનીતા ખુશવાહ એક આદર્શ છે. (√ કે X)
ઉત્તર :


૯. અનીતા શાળાના પ્રથમ દિવસે શા માટે રડી હતી ? 
ઉત્તર : અનીતાનાં માતા - પિતા ઇચ્છતા ન હતાં કે તે શાળાએ જાય. છતાં તે એક દિવસ શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. તે શાળામાં ખુશ હતી. પરંતુ તેણે જયારે પોતાનાં મા-બાપને શાળાની વાત કરી ત્યારે તેમણે શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. આથી, પોતાને શાળાએ જવા નહીં મળે તેમ વિચારી અનીતા રડી.

૧૦. અનીતાને શાળામાં મોક્લવા માટે તેનાં માતા - પિતાને કોણે રાજી ક્યાં ?
(A) ખનીતાએ
(B) સરપંચે
(C) શાળાના શિક્ષકે
(D) શાળાના આચાર્યે
ઉત્તર : C

૧૧. શાળાના શિક્ષકે શું કહીને અનીતાને શાળાએ મોકલવા તેનાં માતા - પિતાને મનાવ્યાં ?
ઉત્તર :
"ધોરણ - આઠ સુધી ભલાવવામાં તમારે કાણી પાઈ પણ ખચવાની નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે." આમ કહીને શાળાના શિક્ષકે અનીતાનાં માતા - પિતાને અનીતાને શાળાએ મોકલવા માટે સમજાવ્યાં.

૧૨. અનીતા ભણવામાં ખૂબ હોશિયાર છોકરી હતી. ( √ કે ×)
ઉત્તર :
×

૧૩. તમને ભણાવવા માટે તમારાં માતા - પિતાએ કઈ કઈ વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે છે ?
ઉત્તર :
સામાન્ય રીતે બાળકોને ભણાવવા માટે માતા - પિતાએ નીચે મુજબના ખર્ચ કરવા પડે છે. પાઠચપુસ્તકો - નોટબુકનો ખર્ચ, યુનિફોર્મનો ખર્ચ, સ્ટેશનરીનો ખર્ચ, બાળકો ખાનગી શાળામાં ભણતાં હોય તો શાળાની ફી, શાળા દૂર હોય તો જવા આવવા માટે વાહનનો ખર્ચ વગેરે ખર્ચા કરવા પડે છે.

૧૪. શાળામાં ગણવેશ હોવો કેમ જરૂરી છે ? સમજાવો.
ઉત્તર : શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ એક્સરખી આર્થિક પરિસ્થિતિમાંથી આવતા નથી. આથી, જો ગણવેશ ન હોય તો વિદ્યાર્થીઓ પોતાની પરિસ્થિતિ પ્રમાણે કપડાં પહેરે, જે વિદ્યાર્થીઓમાં અસમાનતાનો ભાવ ઉતપન્ન કરે છે. જયારે ગણવેશને કારણે દરેક વિદ્યાર્થીમાં સમાન હોવાનો ભાવ પ્રગટે છે; વળી ગણવેશ એ શાળામાં શિસ્ત માટે પણ જરૂરી છે, ગણવેશ એ શાળાની એક ઓળખ પણ બની રહે છે. માટે શાળામાં ગણવેશ હોવો જરૂરી છે.

૧૫. ધોરણ ____ માં પાસ થયા પછી અનીતાને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે.
(A) 3
(B) ૪
(C) ૫ 
(D) ૬
ઉત્તર :
C

૧૬. ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે અનીતાએ શું કર્યું ?
(A) ઘરકામ કરવાનું શરૂ કર્યું
(B) નાનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું
(C) ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું
(D) આપેલ તમામ કાર્યો કર્યા 
ઉત્તર :
B

૧૭. અનીતા શા માટે નાનાં બાળકોને ભણાવવા લાગી ? 
ઉત્તર : અનીતાને પાંચમું ધોરણ પાસ કર્યા પછી ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે. વળી માતા-પિતા તો અનીતાને ભણાવવા તૈયાર ન હતાં અને જો તેના ભણવા પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર પડે તો તેઓ કદાચ અનીતાને ન ભણાવે. પરંતુ અનીતાને ભણવું હતું. તેથી તેણે બીજાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. જેથી તેને થોડાક રૂપિયા મળે અને તે પોતાનો ભણવાનો ખર્ચ ઉપાડી શકે.

૧૮. માત્ર વધુ પૈસાવાળા ધરનાં બાળકોને જ ભણવાનો હક છે. (√ કે ×)
ઉત્તર :
×

૧૯ .___ સુધી મફત ભણાય .
(A) ૪
(B) ૫
(C) ૭
(D) ૮
ઉત્તર :
D

૨૦. બાળકોના શિક્ષણનો અધિકાર શું છે ?
ઉત્તર :
બાળકોને ધોરણ -૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવવાનો હક ( અધિકાર ) છે અને આ માટે સરકાર પ્રાથમિક શાળાઓ ખોલી બાળકોને શિક્ષણ આપે છે.

૨૧. અનીતાનાં માતા તેને ભણવામાં કૅવી રીતે મદદ કરતાં હતાં ?
ઉત્તર :
અનીતાનાં માતા ઘરનાં બધાં કામ કરી લેતાં હતાં, જેથી અનીતાને ભણવા માટે વધુ સમય મળી રહે. આ રીતે તેઓ અનીતાને ભણવામાં મદદ કરતાં.

૨૨. અનીતા માત્ર છોકરાઓને જ શાળાએ મોકલવાનું કહેતી હતી. (√ કે ×)
ઉત્તર :
×

૨૩. અનીતા અન્ય લોકોને શું સમજાવતી હતી ?
ઉત્તર :
અનીતા અન્ય લોકોને પોતાની છોકરીઓને શાળાએ ભણવા મોકલવા માટે સમજાવતી હતી.

૨૪. અનીતા રહેતી તે વિસ્તારમાં ક્યા ફળનાં વૃક્ષો ઘણાં હતાં ?
(A) સફરજન
(B) સ્ટ્રોબેરી
(C) લીચી
(D) દ્રાક્ષ
ઉત્તર :
C

૨૫. લીચી વૃક્ષનાં ફૂલો કોને ખૂબ ગમે છે ?
(A) વાંદરાને
(B) ખિસકોલીને
(C) મચ્છરને
(D) મધમાખીને
ઉત્તર :
D

૨૬. બોચાહા ગામમાં સરકાર કયા વ્યવસાય માટેની તાલીમ આપતી હતી ?
ઉત્તર :
બોચાહા ગામમાં સરકાર મધમાખી ઉછેરવાના વ્યવસાય માટેની તાલીમ આપતી હતી.

૨૭. મધમાખી ઉછેરની તાલીમમાં મોટે ભાગે પુરુષો જ હતા. (√ કે ×)
ઉત્તર :


૨૮. મધમાખી ઉછેરની તાલીમ લેનાર એક માત્ર છોકરી _____ હતી.
ઉત્તર :
અનીતા

૨૯. મધમાખી કયારે ઈડાં આપે છે ?
(A) સપ્ટેમ્બરથી નવેમ્બર
(B) ઑક્ટોબરથી ડિસેમ્બર
(C) ઑગસ્ટથી ઓક્ટોમ્બર
(D) નવેમ્બરથી ડિસેમ્બર
ઉત્તર :
B

૩૦. મધમાખી ઉછેર માટે કયો સમય સારો ગણાય ? કેમ ?
ઉત્તર :
મધમાખી ઉછેર માટે ઑક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો સમય સારો ગણાય. કારણ કે, આ મહિનામાં મધમાખીઓ ઈંડાં મૂકે છે.

૩૧. તમે કોઈ જીવજંતુને ફૂલની નજીક જોયાં છે ? તેમનાં નામ લખો.
ઉત્તર :
હા, અમે પતંગિયું , મધમાખી , ભમરો વગેરે જીવજંતુઓને ફૂલની નજીક જોયાં છે.

૩૨. પતંગિયું, મધમાખી કે ભમરા ફૂલોની નજીક કેમ આવે છે ?
ઉત્તર :
પતંગિયું, મધમાખી કે ભમરા ફૂલોમાંથી તેનો રસ ચૂસવા નજીક આવે છે.