૧. પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત ગાઓ અને ગીતના આધારે પતંગિયા વિશે ચાર-પાંચ વાક્યો લખો :
ઉત્તર :
પતંગિયું નાનું-નાનું અને ખૂબ નાજુક છે. પતંગિયું મજાનું હોય છે. પતંગિયાની આંખો ભોળી ભોળી લાગે છે. પતંગિયાની પાંખો રંગબેરંગી અને રૂપાળી હોય છે.એની પાંખો પર રંગોની છાંટ કરી હોય તેવું લાગે છે. પતંગિયું એકથી બીજા ફૂલ પર ફર્યા કરે છે. તે ક્યારેક ઠરીને બેસે છે ત્યારે જોવું ખૂબ ગમે છે.

ચર્ચા નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મિત્રો સાથે કરો :
(૧) તમને પતંગિયું શાથી ગમે છે ?
(૨) પતંગયાને શા માટે પકડવું જોઈએ નહીં ?
(૩) પતંગિયું ફૂલો પાસે શા માટે જતું હશે ?

૨. પ્રવૃત્તિ: પતંગિયાનું બીજું કોઈ ગીત શોધીને તમારી નોટબુકમાં લખો અને ગાઓ.

વાર્તા : પ્યારા પિલ્લુ


૩. પાઠ્યપુસ્તકની ‘પ્યારા પિલ્લુ' વાર્તા વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) દ્વિજ અને ઈવા ક્યાં રમતાં હતાં ? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો : 
મેદાનમાં 
બગીચામાં     
ઘરના આંગણામાં 
ખેતરમાં

(૨) ઈવાને ગમી ગયેલું પતંગિયું કેવું હતું ?
ઉત્તર :
ઈવાને ગમી ગયેલું પતંગિયું મોટ્ટી, પીળી પાંખોવાળું હતું.

(૩) મોટ્ટી પીળી પાંખોવાળું પતંગિયું ક્યાં જઈ બેઠું ?
મીઠા લીમડા પર    

તુલસીના છોડ પર
ગુલાબના ફૂલ પર
મીણબત્તી પાસે

(૪) મીઠા લીમડા પાસે કોણ કોણ પહોંચ્યું ?
ઉત્તર :
મીઠા લીમડા પાસે દ્વિજ અને ઈવા પહોંચ્યાં.

(૫) મીઠા લીમડા પર ઘણાં બધાં પતંગિયાં હતાં. (✓ કે X)
ઉત્તર :


(૬) મીઠા લીમડાનો સ્વાદ કેવો હોય છે ? સાચો વિકલ્પ પસંદ કરી ✓કરો :
મીઠો
કડવો
ખાટો
તૂરો     
✓ 

(૭) ભાઈ-બહેન લીમડા પાસે..................પહોંચ્યાં. (સવારે, બપોર)
ઉત્તર : સવારે

(૮) ઈવા કેમ ઉદાસ થઈ ગઈ ?
ઉત્તર :
ઈવા અને દ્વિજ પતંગિયાંને જોઈને હળવેથી મીઠા લીમડા પાસે ગયાં.પણ ત્યાં બેસેલાં પતંગિયાં ઊડી ગયાં.આથી ઈવા ઉદાસ થઈ ગઈ.

(૯) “જો ! જો ! આ પાંદડાં પર શું છે?” આ વાક્ય કોણ બોલે છે? 
ઉત્તર : દ્વિજ

(૧૦) “આ તો ઈંડાં લાગે છે." આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
ઈવા

(૧૧)પતંગિયાનાં ઈંડાં લખોટી જેવાં હતાં. (✓કેX)
ઉત્તર :
X

(૧૨) ધક્કો લાગવા છતાં પાંદડાં પરથી ઈંડાં પડી કેમ ન ગયાં ?
ઉત્તર :
ધક્કો લાગવા છતાં ઈંડાં પડી ગયાં નહીં, કારણ કે ઈંડાં પાંદડાંને બરોબર ચોંટીને રહ્યાં હતાં.

(૧૩) દ્વિજ અને ઈવાને ક્યારે હાશ થઈ?
પતંગિયાંને પકડી લીધાં ત્યારે
ઈંડાં પાંદડાં પરથી નીચે પડ્યાં નહીં ત્યારે  
✓ 
મીઠો લીમડો તોડ્યો ત્યારે
ઘરે પહોંચ્યાં ત્યારે

(૧૪) ઈવાએ મમ્મીને શું કહ્યું ?
ઉત્તર :
ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું.

(૧૫) બીજા દિવસે સવારે ઈંડાંને બદલે શું હતું ?
ઉત્તર : 
બીજા દિવસે સવારે ઈંડાંને બદલે ત્યાં લીલી લીલી, ઝીણી ઝીણી ઇયળો હતો.

(૧૬) લીમડાના પાન પર કાણાં કેમ હતાં ?
ઉત્તર : 
લીમડાના પાનને ઇયળે કાતરી ખાતી હતી. તેથી પાન પર કાણાં હતાં.

(૧૭) “હવે ખા, તું તારે ખાવું હોય એટલું ! '' આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
ઈવા