ઉત્તર : બીજ વનસ્પતિનો એવો ભાગ છે જેને જમીનમાં દાટ્યા બાદ તેને યોગ્ય પ્રમાણમાં હવા, પાણી અને ગરમી મળે તો તેમાંથી બીજો છોડ ઊગે છે.
2. ખોરાક તરીકે ઉપયોગી કેટલાંક બીજનાં નામ આપો.
ઉત્તર : ચણા, વાલ, વટાણા, જેવાં કઠોળ રાઈ, તલ, જીરું જેવાં મસાલા, ઘઉં, બાજરી, મકાઈ જેવાં અનાજ વગેરે બીજનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ.
3. બીજને ફણગાવતાં પહેલાં ............... પડે છે.
ઉત્તર : પલાળવાં
4. સવારે કઠોળનો ઉપયોગ કરતાં પહેલાં તેને રાત્રે પલાળી રાખવું પડે છે.
ઉત્તર : સાચું
5. સવારે કઠોળનો ઉપયોગ કરતાં પહેલાં રાત્રે શા માટે પલાળી રાખવું પડે છે?
ઉત્તર : કઠોળના દાણા ખૂબ જ કડક હોય છે. જેથી તેને સીધા ઉપયોગમાં લઈએ તો તેને રાંધવામાં વધુ સમય અને વધુ બળતણ વપરાય છે. છતાં તે યોગ્ય પ્રમાણમાં પાચક બનતું નથી. પણ જો તેને 7 થી 8 કલાક પાણીમાં પલાળ્યા પછી રાંધીએ તો તે ઓછા સમયમાં ઝડપથી ચડી જાય છે તથા પાચક પણ બને છે. માટે કઠોળને વધુ કલાક પલાળી રાખવામાં આવે છે.
6. મોટા ભાગનાં ફણગાવેલાં ............... નો ખોરાકમાં ઉપયોગ થાય છે.
ઉત્તર : કઠોળ
7. નીચેનામાંથી કોને ફણગાવીને પણ ખાઈ શકાય છે?
ઉત્તર : મગ
8. ક્યાં બીજનો ફણગાવીને પણ ખોરાકમાં ઉપયોગ થાય છે?
ઉત્તર : મગ, મઠ, ચણા, વગેરેનો ફણગાવીને પણ ખોરાકમાં ઉપયોગ થાય છે.
9. ફણગાવેલાં કઠોળ કાચાં ખાઈ શકાતાં નથી.
ઉત્તર : ખોટું
10. કારણ આપો : ડૉક્ટર અશક્ત વ્યક્તિને ફણગાવેલાં કઠોળ ખાવાની સલાહ આપે છે.
ઉત્તર : ફણગાવેલાં કઠોળ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે પચવામાં પણ સરળ હોય છે. તેમજ તેનાથી શક્તિ મળે છે. આથી, ડૉક્ટર અશક્ત વ્યક્તિને ફણગાવેલાં કઠોળ ખાવાની સલાહ આપે છે.
11. કઠોળ ફણગાવવા માટે નીચેનામાંથી શું જરૂરી નથી?
ઉત્તર : માટી
12. કોઈપણ બીજના અંકુરણ માટે હવા અને પાણી બંનેની જરૂર છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ : કોઈપણ બીજના અંકુરણ માટે હવા અને પાણી બંનેની જરૂર છે તે સાબિત કરવું.
સાધનો અને પદાર્થો : ત્રણ વાટકી, થોડા ચણા, બારીક સુતરાઉ કાપડ અથવા રૂ, પાણી, ઢાંકણા વગેરે.
પદ્ધતિ :
(1) થોડા ચણાના દાણા અને ત્રણ વાટકી લો.
(2) પહેલી વાટકીમાં ચણાના ચાર-પાંચ દાણા નાખી વાટકીને પાણીથી ભરી દો.
(3) બીજી વાટકીમાં ચાર-પાંચ ચણાના દાણા ભીના કપડા કે રૂમાં વીંટીને મૂકો કપડું કે રૂ સુકાય નહિ તેનું ન રાખો.
(4) ત્રીજી વાટકીમાં ચાર-પાંચ ચણાના દાણા મૂકો. તેમાં બીજું કઈ મુકવાનું નથી. ત્રણે વાટકી ઢાંકી દો. બે દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કરો.
અવલોકન :
(1) પ્રથમ વાટકીમાં બીજને હવા મળતી નથી જ્યારે બીજી અને ત્રીજી વાટકીમાં બીજને હવા મળે છે.
(2) પ્રથમ અને બીજી વાટકીમાં બીજને પાણી મળે છે.
(3) બીજી વાટકીમાં બીજને પાણી અને હવા બંને મળે છે.
(4) બીજી વાટકીમાં ચણામાં અંકુર ફૂટેલા દેખાય છે.

પ્રથમ વાટકીના ચાણા કાળા પડી ગયા છે. જયારે ત્રીજી વાટકીના ચણામાં કોઈ ફેરફાર જણાતો નથી.
નિર્ણય : આ પરથી કહી શકાય કે બીજને અંકુરિત થવા માટે હવા અને પાણી બંનેની જરૂર છે.
13. બીજના અંકુરણ પર શેની અસર જોવા મળે છે.
ઉત્તર : બીજના અંકુરણ પર વાતાવરણના તાપમાન અને ભેજની અસર પણ જોવા મળે છે.
14. પલાળેલા કઠોળને અંકુરિત કરવા ............ કપડામાં બાંધવામાં આવે છે.
ઉત્તર : ભીના
15. બધા જ કઠોળને અંકુરિત થતા સમાન સમય લાગે છે.
ઉત્તર : ખોટું
16. કારણ આપો : તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી.
ઉત્તર : તુવેર પર ઘણી બધી પ્રક્રિયા કરીને તેમાંથી તેની દાળ બનાવવામાં આવે છે. જેના કારણે તેમાં રહેલી અંકુરણ થવાની શક્તિ નાશ પામે છે. આથી, તુવેરની દાળ અંકુરિત થઈ શકતી નથી.
17. ગોપાલે પલાળેલા ચણા વાસણમાંથી ઊભરાઈને શા માટે બહાર આવી ગયા?
ઉત્તર : ગોપાલે જ્યારે ચણા વાસણમાં પલાળ્યા ત્યારે તેની માત્રાના પ્રમાણમાં વાસણ મોટું હતું. પણ ચણા પાણીને શોષી મોટા થયા એટલે તેનું વાસણ નાનું પડ્યું. આથી, પલાળેલા ચણા વાસણમાંથી ઊભરાઈને બહાર આવ્યા.
18. કોઈ પણ છોડ કે વનસ્પતિ ઊગવા માટે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડતી નથી?
ઉત્તર : કાંકરા
19. છોડ કે વનસ્પતિને ઊગવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે?
ઉત્તર : છોડ કે વનસ્પતિને ઊગવા માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ, માટી વગેરેની જરૂર પડે છે.
20. વિવિધ બીજમાંથી છોડ ઊગતાં અલગ-અલગ સમય લાગે છે.
ઉત્તર : સાચું
21. બીજમાંથી કૂંપળ ફૂટે ત્યારે સર્વપ્રથમ .............. દેખાય છે.
ઉત્તર : પાન (પાંદડા)
22. વિવિધ બીજમાંથી છોડ ઊગતાં અલગ-અલગ સમય લાગે છે. એ સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર : હેતુ : વિવિધ બીજમાંથી છોડ ઊગતા અલગ અલગ સમય લાગે છે તે ચકાસવું.
સાધનો અને પદાર્થો : માટીના કુંડા કે પ્લાસ્ટિના પહોળા મોઢાવાળો ડબ્બો જેમાં નીચેથી કાણું પાડેલું હોય, રાઈ, મેથી, તલ, પાણી અને માટી વગેરે.
(1) લગભગ 6 થી 7 દિવસમાં માટીમાંથી સૌપ્રથમ રાઈનો છોડ બહાર આવતો દેખાય છે.
(2) છોડ બહાર આવ્યા પછી શરૂઆતમાં એક-બે દિવસમાં તેની ઊંચાઈમાં ફક્ત 0.5 સેમી જેટલી ઊંચાઈ વધે છે. તેમાં માત્ર નાના પાંદડાં જ ફૂટે છે.
(3) બે-ત્રણ દિવસ પછી તેની ઊંચાઈમાં નોંધપાત્ર ફેરફાર જણાય છે. તે લગભગ 2 થી 4 સેમી જેટલો ઊંચો થઈ જાય છે. સાથે સાથે નવા પાંદડા પણ ફૂટતા જણાય છે. તેનું પડ કે પ્રકાંડ પણ થોડું જાડું થતું હોય તેવું લાગે છે.
(4) બધા કૂંડામાં બદલાવ અલગ અલગ જોવા મળે છે. સૌથી છેલ્લો તલનો છોડ થતાં વધુ સમય લાગે છે.
નિર્ણય : આ પરથી કહી શકાય કે, અલગ-અલગ બીજમાંથી છોડ બનતા અલગ-અલગ સમય લાગે છે.
23. દરેક બીજની અંદર એક .......... સમાયેલ છે. (નમૂનારૂપ જવાબ)
ઉત્તર : બાળછોડ
24. બધાં જ બીજ અંકુરિત થતાં નથી.
ઉત્તર : સાચું
25. કારણ આપો : દરેક બીજમાંથી છોડ બનતો નથી.
ઉત્તર : દરેક બીજ એકસરખાં હોતાં નથી. ઉપરાંત તેમનામાં પાણી શોષણની ક્ષમતા પણ અલગ-અલગ હોય છે. આથી, જે બીજ યોગ્ય પ્રમાણમાં જમીનમાંથી પાણીનું શોષણ કરી શકે છે. તે જ બીજ અંકુરિત થઈને નવા છોડમાં રૂપાંતરિત થાય છે.
26. કેટલાક છોડનાં પાંદડાં પીળાં શા માટે પડી જાય છે?
ઉત્તર : જે છોડને યોગ્ય પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ મળતાં નથી. તેનાં પાંદડાં પીળાં પડી જાય છે.
27. છોડને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળતાં તે સૂકાઈ જાય છે :
ઉત્તર : સાચું
28. કોઈ છોડ બીજ વગર ઊગી શકે? કેવી રીતે?
ઉત્તર : હા, છોડ બીજ વગર પણ ઊગી શકે છે. કેટલાક છોડની કલમ કરીને તે માટીમાં રોપવામાં આવે તો તે ઊગીને મૂળ છોડ જેવો જ બીજો છોડ બની જાય છે.
29. બીજ વિના ઊગી શકતા હોય તેવા છોડનાં ઉદાહરણ આપો.
ઉત્તર : ગુલાબ, મોગરો, ચંપો, ફૂદીનો, લીમડો, આસોપાલવ વગેરે બીજ વગર પણ ઊગી શકે છે.
30. કળશપર્ણ નામનો શિકારી છોડ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે?
ઉત્તર : મેઘાલય
31. મેઘાલયમાં …………… નામનો શિકારી છોડ જોવા મળે છે.
ઉત્તર : કળશપર્ણ
32. કળશરપર્ણ વિશ્વમાં ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : કળશપર્ણ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા તથા ભારતના મેઘાલયમાં જોવા મળે છે.
33. કળશરપર્ણ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : કળશપર્ણનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. તેમાંથી ખાસ પ્રકારની સુગંધ આવે છે. જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી.
34. શિકારી છોડનાં નામ જણાવો.
ઉત્તર : કળશપર્ણ, ડોસેરા, નેપેન્થીસ, માખીજાળ વગેરે શિકારી છોડ છે.
35. વિશ્વમાં શિકારી છોડની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે?
ઉત્તર : 400

પદ્ધતિ : દરેક માટીના ફૂંડા કે પ્લાસ્ટિકના ડબ્બામાં માટી ભરો . હવે દરેક ફૂંડા કે ડબ્બામાં અલગ-અલગ બીજ જેવા કે, એકમાં રાઈ, બીજામાં મેથી, ત્રીજામાં તલ સરખા પ્રમાણમાં લઈને બીજને ધીમેથી માટીમાં દાબી દો. પછી તેમાં ધીમેથી યોગ્ય પ્રમાણમાં પાણી રેડીને સૂર્યપ્રકાશમાં મૂકી દો. રોજ તેનું નિરીક્ષણ કરો. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય તે દિવસથી અવલોકન નોંધવાની શરૂઆત કરો.
અવલોકન : (1) લગભગ 6 થી 7 દિવસમાં માટીમાંથી સૌપ્રથમ રાઈનો છોડ બહાર આવતો દેખાય છે.

0 Comments