પ્રશ્ન-૧ ચકીબેન ચકીબેન ગીતને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો:
(૧) બાળક કોને રમવા બોલાવે છે?
જવાબ :
બાળક ચકીબેનને રમવા બોલાવે છે.

(૨) બાળકી ચકીબેનને સુવા માટે શું આપશે?
જવાબ :
બાળકી ચકીબેનને સુવા માટે ખાટલો આપશે.

(૩) બાળક ચકીબેનને બેસવા માટે શું આપશે?
જવાબ :
બાળક ચકીબેનને બેસવા માટે પાટલો આપશે.

(૪) બાળક ચકીબેન ની ઓઢવા માટે શું આપશે?
જવાબ :
બાળક ચકીબેનને ઓઢવા માટે પીંછા આપશે.

(૫) બાળક ચકીબેનને પહેરવા માટે શું આપશે?
જવાબ :
બાળક ચકીબેનને પહેરવા માટે સાડી આપશે.

(૬) બાળક ચકીબેનને ચણવા માટે શું આપશે?
જવાબ :
બાળક ચકીબેનને ચણવા માટે દાણા આપશે

(૭) ચકીબેન ને કોણ નહીં વઢશે?
જવાબ :
ચકીબેનને બા અને બાપુ વઢશે નહી.

(૮) ચકીબેનને કોણ ઝાલશે નહીં?
જવાબ :
ચકીબેનને નાનો બાબો ઝાલશે નહીં.

પ્રશ્ન-૨ નીચે આપેલા વાક્યો માં સાચા વાક્ય ની સામે ખરા √ ની અને ખોટા × વાક્ય સામે ચોકડીની નિશાની કરો:
(૧) બાળકી ચકી બેન ને ઓઢવા માટે ચાદર આવશે.
જવાબ : [×]

(૨) ચકીબેનને પહેરવા માટે ઘમ્મરિયો ઘાઘરો આપવામાં આવશે.
જવાબ : [√]

(૩) બાળક ચકીબેનને બેસવા માટે બાજોઠ આપશે.
જવાબ : [×]

(૪) બાળક ચકીબેનને પહેરવા માટે આભલાવાળી સાડી આપશે.
જવાબ : [×]

(૫) બાળક પોતાની સાથે રમવા ચકીબેનને બોલાવે છે.
જવાબ : [√]

પ્રશ્ન-3 નીચે આપેલા પ્રશ્નોના જવાબ સામે સાચા વિકલ્પ પર [ √ ] કરો:
(૧) બાળક કોને પોતાની સાથે રમવા બોલાવે છે?

[ √ ] ચકલી
[    ] પોપટ
[    ] કબૂતર
[    ] કાગડો

(૨) બાળકી ચકીબેનને બેસવા માટે શું આપશો?

[    ] ખુરશી
[ √ ] પાટલો
[    ] બાટલો
[    ] આસન

(૩) બાળકી ચકીબેનને કેવી સાડી આપશે?
[    ] લાલ
[    ] આભલાવાળી.
[ √ ] મોરપીછાંવાળી
[    ] લીલી

(૪) બાળક ચકીબેનને કેવો અવાજ કરી દાણા ચણવાનું કહે છે?
[  ] ચક ચક અને ચી...ચી… 
[  ] પટ પટ અને પી...પી..

(૫) ચકીબેનને કોણ કોણ વઢશે નહીં?
[  ]બા- બાપુ
[  ]કાકા- કાકી
[  ] મામા મામી
[  ] દાદા દાદી

પ્રશ્ન-૪ કવિતા ને આધારે યોગ્ય રીતે જોડો:

બેસવાને

પીંછા

ઓઢવાને

સાડી

સુવાને

પાટલો

પહેરવાને

દાણા

ચણવાને

ખાટલો


પ્રશ્ન-૫ જવાબ લખો:
(૧) પાલતુ પ્રાણીઓ ના નામ લખો:
જવાબ :
ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરો, બિલાડી, ઘોડો, ઊંટ વગેરે પાલતુ પ્રાણીઓ છે.

(૨) કયુ પ્રાણી ઘરની ચોકી કરે છે?
જવાબ :
કૂતરો ઘરની ચોકી કરે છે.

(૩) કયા પ્રાણીઓ દૂધ આપે છે?
જવાબ :
ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ દૂધ આપે છે.

(૪) જંગલમાં રહેતા પ્રાણીઓ ના નામ લખો:
જવાબ :
વાઘ,સિંહ, ચિત્તો, દીપડો, શિયાળ વરુ વગેરે જંગલમાં રહેતા પ્રાણીઓ છે.

પ્રશ્ન-૬ કૌંસમાં આપેલ આ શબ્દો પરથી ખાલી જગ્યા પૂરો:
(૧) ચકલી ______બોલ છે.(ચી….ચી…,પી...પી…)
જવાબ :
ચી... ચી...ચી...

(૨) ઝાડ પર _______લટકી કે તે. (હાથી, વાંદરો)
જવાબ :
વાંદરો

(૩) બકરી______બોલે છે.(ચી..ચી..ચી..,બે...બે..બે..)
જવાબ :
બે... બે.. બે...

(૪) ગધેડો બોલે______(મ્યાઉ..મ્યાઉ..,હોચી..હોચી..)
જવાબ :
હોચી...હોચી…