પ્રશ્ન-૧ આપણા શરીરના અંગો ના નામ લખો:
જવાબ:
આંખ,કાન, નાક, મોઢું,દાંત,હાથ,પગ,કમર, પેટ,છાતી, ખંભો,હથેળી, કોણી,આંગળી, અંગુઠો.

પ્રશ્ન-૨ એક શબ્દ માં જવાબ લખો:

(૧) આપણે શાનાથી જોઈએ છીએ?
જવાબ :
આંખથી.

(૨) આપણી શાનાથી સાંભળીએ છીએ?
જવાબ :
કાનથી.

(૩) નાક શું કામ કરે છે?
જવાબ :
સૂંઘવાનું.

(૪) ચાલવાનું કામ કોણ કરે છે ?
જવાબ :
પગ.

(૫) જીભ શું કામ કરે છે?
જવાબ : સ્વાદ પારખવાનું.

(૬) દાંત શું કામ કરે છે?
જવાબ :
ખોરાક ચાવવાનું.

(૭) મોઢું શું કામ કરે છે?
જવાબ :
મોઢુ બોલવાનું.

(૮) હાથ શું કામ કરે છે?
જવાબ :
લખવાનું,તાળી પાડવાનું.

(૯) તમે દાંત શાનાથી સાફ કરો છો?
જવાબ :
બ્રશથી.

(૧૦) તમે ઊલ શેના વડે ઉતારો છો?
જવાબ :
ઊલીયાથી.

(૧૧) તમે કેવા કપડાં પહેરો છો?
જવાબ :
ધોયેલા અને ચોખ્ખા.

(૧૨) તમે કચરો શેમાં નાખો છો?
જવાબ :
કચરાપેટીમાં.

(૧૩) છીંક આવે તો મોં આડે શું ધરશો?
જવાબ :
હાથરૂમાલ.

(૧૪) તમે હાથ શેના વડે જુઓ છો?
જવાબ :
સાબુ અને પાણીથી.

(૧૫) શરીર ચોખ્ખું રાખવા રોજ શું કરવું જોઈએ?
જવાબ :
રોજ સ્નાન કરવું જોઈએ.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પો પર ખરૂ કરો:
(૧) બાળકની આંખ કેવી છે?

[ √ ] નાની
[    ] મોટી
[    ] કાળી
[    ] ભૂરી

(૨) આંખ શું કામ કરે છે?
[    ] બોલવનુ
[    ] સાંભળવાનું
[ √ ] જોવાનું
[    ] ખાવાનું

(૩) સૂ્ંઘવાનું કામ કોણ કરે છે?
[    ] આંખ
[ √ ] નાક
[    ] જીભ
[    ] કાન

(૪) બાળકના પગ કેવી રીતે ચાલે છે?
[    ] છાનામાના
[    ] ઉતાવળા
[    ] કૂદકામારતા
[    ] ખુબ જ ધીમા

પ્રશ્ન-૪ નીચે આપેલા વાક્યો માં √ કે × જણાવો.
(૧) બાળકના કાન સાંભળવા નું કામ કરે છે. 
જવાબ : [√]

(૨) બાળક નાના પગ તાળી પાડે છે.
જવાબ : [×]

(૩) જીભ સ્વાદ પારખવા નું કામ કરે છે.
જવાબ : [√]

(૪) કાન સૂંઘવાનું કામ કરે છે.
જવાબ : [×]

(૫) આંખ જોવાનું કામ કરે છે. 
જવાબ : [√]

પ્રશ્ન-૫ કૌંસમાં થી શબ્દ શોધી યોગ્ય રીતે લખો.
(ચાલવાનું, સૂંઘવાનું, જોવાનું, તાળી પાડવાનું, સાંભળવાનું, બોલવાનું, સ્વાદ પારખવાની)
(૧) કાન-_________ 

(૨) પગ-________

(૩) નાક-_________ 

(૪) આંખ-________

(૫) હાથ-_________

(૬) મોઢું-________

(૭) જીભ-_________

પ્રશ્ન-૬ નીચેના કાર્યમાં કયું અંગ કામ આવશે કૌંસમાં થી નામ લખો:
(૧) મયંકને ફિલ્મ જોવી છે. (આંખ, નાક)
જવાબ :__________

(૨) રામને મોરના ટહુકા સાંભળવા ગમે છે. (કાન, આંખ)
જવાબ :
_________

(૩) ક્રિષ્નાને ફૂટબોલ રમવો છે.(હાથ, પગ)
જવાબ :
_________

(૪) જમવાની સરસ સુગંધ આવે છે. (કાન, નાક)
જવાબ :
___________

(૫) પ્રિયંક ને નોટબુકમાં લખવું છે.(પગ, હાથ)
જવાબ :
_________

(૬) વિપુલ ને વાર્તા કહેવી છે. (મોં, આંખ)
જવાબ :
__________

★ નોંધ: ઉપરની પ્રશ્નોત્તરી કલરવ નોટમાં સારા અક્ષરે લખી પાકી કરવી.