1. નંદુ હાથીનું બચ્ચું છે. (√ કે ×)
ઉત્તર :


૨. નંદુ કોની વચ્ચે સૂતું હતું ?
ઉત્તર :
નંદુ હાથીઓના ટોળાની વચ્ચે સૂતું હતું.

3. નંદુનાં_________હાથીના ટોળામાં સૌથી ઘરડાં હતાં.
ઉત્તર :
નાની

૪. મમ્મીનાં મમ્મીને શું કહેવાય ?
ઉત્તર :
મમ્મીનાં મમ્મીને "નાની” કહેવાય.

૫. ગાય : ભાંભરે ; : હાથી : _________
ઉત્તર :
ચિંઘાડે

૬. બપોર પડતાં કોણે ચિંધાડ નાખી ?
(A) નંદુએ 
(B) નંદુનાં માતાએ 
(C) નંદુનાં નાનીએ
(D) નંદુના નાનાની
ઉત્તર :
C

૭ . બધી હાથણીઓ કોની પાછળ ચાલી ?
(A) ભરયાંની
(B) નંદુની
(C) નંદુની માતાની
(D) નંદુની નાનીની
ઉત્તર :
D

૮. બધી હાથણીઓ જંગલમાં જુદી - જુદી જગ્યાએ ગઈ. ( √ કે ×)
ઉત્તર :


૯. બધી હાથણીઓએ _________અને _______ખાધી.
ઉત્તર :
ઝાડનાં પાન , ડાળીઓ

૧૦. નદીના પાણીમાં કોને મજા આવી ગઈ હતી ?
ઉત્તર :
નદીના પાણીમાં હાથીઓનાં બચ્ચાંને મજા આવી ગઈ.

૧૧. નંદુની મા ક્યાં પડી હતી ?
ઉત્તર :
નંદુની મા પાણી અને કાદવમાં પડી હતી .

૧૨. એક પુખ્ત હાથી એક દિવસમાં ___ કિલોગ્રામ થી વધુ પર્ણો અને ડાળીઓ ખાય છે .
ઉત્તર :
૧૦૦

૧૩. હાથી દિવસમાં કેટલા કલાક સૂવે છે ?
(A) ચારથી પાંચ 
(B) પાંચ થી છ
(C) બે થી ત્રણ
(D) બે થી ચાર
ઉત્તર :
D

૧૪. હાથીઓ બહુ આરામ કરતા નથી. (√ કે ×) 
ઉત્તર :

૧૫. હાથીને ક્યાં રમવું ખૂબ ગમે છે ?
(A) પાણીમાં
(B) મેદાન
(C) કાદવમાં
(D) (A) અને (C) બંને
ઉત્તર :
D

૧૬.________ હાથીની ચામડીને ઠંડક આપે છે.
ઉત્તર :
કાદવ

૧૭. હાથીઓના કાન ________જેવું કામ કરે છે.
ઉત્તર :
પંખા

૧૮. હાથી શરીરને ઠંડું રાખવા શું કરે છે ?
ઉત્તર :
હાથી શરીરને ઠંડું રાખવા કાન હલાવે છે.

૧૯. હાથીઓના કાન તેમને કેવી રીતે ઠંડક આપતા હશે ? 
ઉત્તર : હાથીના કાન મોટા પંખા જેવા મોટાં હોય છે, હાથી પોતાના મોટા કાનને હલાવતા રહે છે જે પંખાની જેમ કામ કરે છે. પરિણામે હાથીને હવાને કારણે ઠંડક લાગે છે.

૨૦. નંદુ કેટલા મહિનાનો છે ?
(A) ચાર 
(B) ત્રણ 
(C) છ 
(D) પાંચ
ઉત્તર : B

૨૧. નંદુનું વજન _______ ક્રિમા છે.
ઉત્તર :
૧૦૦

૨૨. તમારું વજન _______ કિગ્રા છે.
ઉત્તર :
(વિદ્યાર્થીએ પોતાનું વજન લખવું.)

૨૩. તમારા જેટલા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે ?
ઉત્તર :
(વિઘાર્થીએ પોતાના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૪. હાથીનો ખોરાક જણાવો.
ઉત્તર :
હાથી, ઘાસ, પાંદડાં અને ઝાડની કૂણી ડાળીઓ ખાય છે.

૨૫. નંદુનાં ભાઈઓ અને બહેનો એક બીજાને સુંઢ મારતાં હતાં. (√ કે ×)
ઉત્તર :
×

૨૬. નંદુએ તેનાં ભાઈ - બહેનને શું કરતાં જોયાં ?
ઉત્તર :
નંદુએ તેનાં ભાઈઓ - બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતાં જોયાં.

૨૭. નંદુ શા માટે તેનાં ભાઈ - બહેનો જોડે રમવા જતો ન હતો ?
ઉત્તર :
નંદુને તેના ભાઈ - બહેન મસ્તી કરતાં કરતાં તેના પર પડે તો તેને વાગી જાય તેની બીક લાગતી હતી.