1. વિપુલના લોહીની તપાસ કેવી રીતે કરવામાં આવી?
ઉત્તર : લોહીની તપાસ માટે વિપુલની આંગળીમાં સોય ખોસવામાં આવી. તેમાંથી લોહી નીકળતાં 2-3 ટીપાં લોહી લઈને કાચની સ્લાઇડ પર મૂકવામાં આવ્યું. અને તે સ્લાઇડનું માઇક્રોસ્કોપની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું.

2. મેલેરિયા છે કે નહિ તે માટે લોહીની તપાસ કરવા કેટલું લોહી લેવું પડે છે?
ઉત્તર :
2 થી 3 ટીપાં

3. મેલેરિયા એ .......... દ્વારા થતો રોગ છે.
ઉત્તર :
મચ્છર

4. બધા જ મચ્છર એકસરખા હોય છે.
ઉત્તર :
ખોટું

5. મેલેરિયા .................... મચ્છર કરડવાથી થાય છે.
ઉત્તર :
માદા એનોફિલિસ

6. બધા જ પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે.
ઉત્તર :
ખોટું

7. મેલેરિયાના મચ્છર ક્યારે વધારે કરડે છે?
ઉત્તર :
મેલેરિયાના મચ્છર સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે જ વધારે કરડે છે.

8. મેલેરિયા કઈ ત્કતુમાં વધારે થાય છે?
ઉત્તર :
ચોમાસું

9. મેલેરિયા એ કયા પરોપજીવીથી થાય છે?
ઉત્તર :
પ્લાઝ્મોડિયમ

10. દર્દીને મેલેરિયા છે કે નહિ તે જાણવા માટે શું કરવામાં આવે છે?
ઉત્તર :
દર્દીને મેલેરિયા છે કે નહિ તે જાણવા માટે લોહીની તપાસ કરવામાં આવે છે.

11. મેલેરિયાનાં લક્ષણો જણાવો.
ઉત્તર :
મેલેરિયાનાં લક્ષણો આ મુજબ છે :
(1) દર્દીનિ અચાનક ખૂબ ઠંડી ચડીને ઝડપથી તાવ આવે છે.
(2) પરસેવો વળે એટલે તાવ ઓછો થવા લાગે છે.
(3) દર્દીને અશક્તિ જેવું લાગે છે.

12. પહેલાંના સમયમાં લોકો મેલેરિયાની સારવાર કેવી રીતે કરતા હતા?
ઉત્તર :
પહેલાંના સમયમાં સિન્કોનાના વૃક્ષની સુકાયેલી છાલનો પાવડર બનાવીને તેને પાણીમાં ઉકાળીને ગાળીને તે પાણી મેલેરિયાના દર્દીને દવા તરીકે આપી તેની સારવાર કરવામાં આવતી હતી.

13. હાલમાં મેલેરિયાના દર્દનિ સિન્કોના વૃક્ષની છાલના પાવડરની ગોળી બનાવીને આપવામાં આવે છે.
ઉત્તર :
સાચું

14. મેલેરિયાથી બચવા શું કરવું જોઈએ?
ઉત્તર :
મેલેરિયાથી બચવા આ મુજબના ઉપાયો કરવા જોઈએ.
(1) ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ.
(2) મચ્છર હોય તેવા સંજોગોમાં લીમડાનો ધૂપ કરી તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.
(3) શરીર પર લીમડાનું તેલ કે મચ્છર ન કરડે તેવું ક્રીમ લગાડવું જોઈએ. જેથી મચ્છર તેની ગંધથી દૂર ભાગે અને આપણને કરડે નહીં.
(4) જ્યાં કાદવ કીચડ થયો હોય, વધુ સમયથી પાણી ભરાઈ રહ્યું હોય તેવી જગ્યા સાફ કરવી અથવા માટી નાખી પૂરી દેવી તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.
(5) સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
(6) ઘરમાં અને ઘરની આસપાસ સ્વચ્છતા જળવાય તેની તકેદારી રાખવી જોઈએ.

15. મચ્છર કેવી રીતે રોગનો ફેલાવો કરે છે?
ઉત્તર :
મચ્છર રોગગ્રસ્ત વ્યક્તિને કરડીને તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે રોગગ્રસ્ત વ્યક્તિના જીવાણુ તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાવે છે અને તે પણ રોગનો ભોગ બને છે; આ રીતે મચ્છર રોગનો ફેલાવો કરે છે.

16. નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા થાય છે?
ઉત્તર :
ડેન્ગ્યુ

17. ડેન્ગ્યુના મચ્છર ક્યારે કરડે છે?
ઉત્તર :
ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ચોમાસાની ત્રકતુમાં થાય છે. આ મચ્છર દિવસમાં ખાસ કરીને સવારે કરડે છે. આ મચ્છર ખૂબ ઊંચે સુધી ઊડી શકતા નથી.

18. ............... મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે.
ઉત્તર :
માદા એડીસી

19. મેલેરિયા અને ડેન્ગ્યુનાં લક્ષણોમાં શું સામ્યતા છે?
ઉત્તર :
મેલેરિયાની જેમ ડેન્ગ્યુમાં પણ દર્દીને ઠંડી ચડીને અચાનક તાવ ચડવા લાગે છે. તથા દર્દીનિ નબળાઈનો અનુભવ થાય છે.

20. નીચેનામાંથી કયો રોગ વરસાદી ત્કતુમાં જ થાય છે?
ઉત્તર :
ચિકનગુનિયા

21. ચિકનગુનિયાનાં લક્ષણો જણાવો.
ઉત્તર :
ચિકનગુનિયાના દર્દને ગંભીર તાવ સાથે માથામાં અને સાંધામાં દુખાવો થાય છે. શરીરમાં ખૂબ જ કળતર થાય છે. ચાલવામાં પણ તકલીફ પડે છે.

22. ચિકનગુનિયાની રસી મુકાવવાથી તે થતો નથી.
ઉત્તર :
ખોટું

23. મચ્છરોથી બચવા ................. કપડાં પહેરવા જોઈએ.
ઉત્તર :
આખી બાંયનાં

24. નીચેનામાંથી કઈ બીમારીમાં સાંધામાં અને માથામાં દુઃખાવો થાય છે?
ઉત્તર :
ડેન્ગ્યુ, ચિકનગુનિયા

25. શચ્છર કરડવાથી કયા-કયા રોગો થાય છે?
ઉત્તર :
મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે રોગ થાય છે.

26. પાંડુરોગને અંગ્રેજીમાં ........... કહે છે.
ઉત્તર : એનિમીયા

27. પાંડુરોગની તપાસ કરવા ............ તેટલું લોહી લેવું પડે છે.
ઉત્તર :
સિરિંજ ભરાય

28. પાંડુરોગમાં લોહીમાં ............. નું પ્રમાણ ઓછું થઈ જાય છે.
ઉત્તર :
લોહતત્ત્વ

29. પાંડુરોગનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર :
પાંડુરોગ લોહીમાં હીમોગ્લોબિન કે લોહતત્ત્વ ઓછું થવાથી થાય છે.

30. પાંડુરોગ થયો હોય તેવી વ્યક્તિએ કયો ખોરાક વધુ ખાવો જોઈએ?
ઉત્તર :
પાંડુરોગ થયો હોય તેવી વ્યક્તિએ ગોળ, આમળાં, બીટ, સફરજન, જામફળ અને લીલાં પાંદડાંવાળાં શાકભાજી વધુ ખાવાં જોઈએ.

31. કયા કયા ખોરાકમાં લોહતત્ત્વ હોય છે?
ઉત્તર :
લીલાં શાકભાજી, ફળો અને અંકુરિત કઠોળ તથા અનાજમાં લોહતત્ત્વ હોય છે.

32. લોહીમાં લોહતત્ત્વ ઓછું થાય એટલે લોખંડ કે તેનો ભૂકો ખાવો પડે છે.
ઉત્તર :
ખોટું

33. વ્યક્તિને પાંડુરોગ થયો છે તે શા પરથી જાણી શકાય છે?
ઉત્તર :
પાંડુરોગ થયેલી વ્યક્તિનો ચહેરો ફિક્કો પડી જાય છે. માથામાં દુખાવો રહે છે. તેને સતત થાક અને અશક્તિનો અનુભવ થાય છે. આ લક્ષણો અને લોહીના રીપોર્ટ પરથી પાંડુરોગનો ખ્યાલ આવે છે.

34. માનવશરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?
ઉત્તર : 12 to 16 gm/dl

35. સમાચારપત્રના લેખ મુજબ પાંડુરોગને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી જોવા મળે છે?
ઉત્તર :
સમાચારપત્રના લેખ મુજબ પાંડુરોગને લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઊર્જાસ્તરમાં ઘટાડો થાય છે. તેમની ભણવાની ક્ષમતા પર પણ અસર થાય છે.