1. ખોરાક બગડી ગયો છે એ શા પરથી જાણી શકાય છે?
ઉત્તર :
જ્યારે કોઈ ખોરાકમાંથી ખરાબ વાસ આવે ત્યારે તે બગડી ગયો છે તેમ કહી શકાય. ઉપરાંત તેને અડતાં તેમાં ચીકાસ પકડાઈ ગઈ હોય તેવું લાગે છે. ત્યારે પણ ખોરાક બગડી ગયો છે તેમ કહી શકાય.

2. બટાકાનું શાક બગડી ગયું છે તે કેવી રીતે ખબર પડે?
ઉત્તર :
જો બટાકાનું શાક બગડી ગયું હોય તો બટાકામાંથી વાસ આવે છે તેમજ શાકને અડતા તેમાં ચીકાસ જણાય છે જેના આધારે શાક બગડી ગયું તેનો ખ્યાલ આવે છે.

3. બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી.
ઉત્તર :
ખોટું

4. બગડી ગયેલા ખોરાક ખાવાથી શું થાય છે?
ઉત્તર :
બગડી ગયેલો ખોરાક ખાવાથી માંદા પડાય છે. ફુડ પોઇઝનિંગ થાય છે. જેને કારણે ઝાડા-ઊલટી કે તાવ આવે છે.

5. ............... ખોરાક ઝડપથી બગડી જાય છે.
ઉત્તર :
રાંધેલો

6. નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી છેલ્લે બગડશે?
ઉત્તર :
ભાખરી

7. કરઈ વસ્તુઓ એકાદ દિવસમાં વાપરી કાઢવી પડે છે, નહીં તો તે બગડી જાય છે?
ઉત્તર :
રાંધેલા ખોરાક જેવા કે, દાળ, ભાત, શાક, ખીચડી વગેરે એક જ દિવસમાં વાપરી કાઢવા પડે છે. નહીં તો તે બગડી જાય છે.

8. નીચેનામાંથી કઈ વસ્તુ બે-ત્રણ દિવસ સુધી સારી રહી શકે છે?
ઉત્તર :
કેક

9. નીચેનામાંથી શું અઠવાડિયા સુધી સારું રહી શકે છે?
ઉત્તર :
બટાકા

10. તળેલો નાસ્તો જેવો કે, પૂરી, સેવ ઝડપથી બગડતા નથી.
ઉત્તર :
સાચું

11. કઈ વસ્તુઓ મહિનાઓ સુધી ખરાબ થતી નથી?
ઉત્તર :
લોટ, ઘી, તેલ, ગોળ, ખાંડ, મસાલા વગેરે વસ્તુઓ મહિનાઓ સુધી ખરાબ થતાં નથી.

12. દહીં બે દિવસ સુધી સારું રહી શકે છે.
ઉત્તર :
સાચું

13. કઈ વસ્તુઓ એકાદ અઠવાડિયા સુધી સારી રહી શકે છે?
ઉત્તર :
બટાકા, ડુંગળી વગેરે એકાદ અઠવાડિયા સુધી સારાં રહી શકે છે.

14. બગડી ગયેલા ખોરાકને કચરાપેટીમાં ફેંકી દેવો જોઈએ.
ઉત્તર :
સાચું

15. દાદીએ બ્રેડનું પૅકેટ કેમ પાછું આપી દીધું?
ઉત્તર :
બ્રેડના પૈકેટમાંથી કાળા અને લીલા ધબ્બા દેખાતા હતા, જેના પરથી દાદીને ખબર પડી કે બ્રેડ બગડી ગયેલી છે. માટે તેમણે બ્રેડનું પેકેટ પાછું આપી દીધું.

16. આપણે બજારમાંથી કોઈ ખાદ્યપદાર્થ ખરીદીએ ત્યારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?
ઉત્તર :
એક્સપાયરી ડેટ

17. તૈયાર ખોરાકના પૅકેટ ઉપર કઈ કઈ માહિતી આપેલી હોય છે?
ઉત્તર :
તૈયાર ખોરાકના પેકેટ ઉપર તેની બનાવવાની તારીખ, તેમાં વાપરેલ ચીજવસ્તુઓ, તેની કિંમત, તેનું વજન તેના ઉપયોગની રીત, તેના ઉપયોગની અંતિમ તારીખ વગેરે માહિતી આપેલી હોય છે.

18. બે-ત્રણ દિવસ પછી ભીની રોટલી કે બ્રેડ પર શું દેખાય છે? કેમ?
ઉત્તર :
બે-ત્રણ દિવસ પછી ભીની રોટલી કે બ્રેડ પર કાળા કે લીલા-પીળા ધબ્બા જેવું દેખાય છે. કેમ કે, હવામાં ફૂગના કિટાણુ ભળેલા જ હોય છે, જે વાસી-ખોરાક પર ચોંટતાં ત્યાં ઝડપથી વિકાસ પામે છે. જેને કારણે ફૂગના ધબ્બા ભીની રોટલી કે બ્રેડ પર દેખાય છે.

19. ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવાલાયક રહેતાં નથી, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ :
ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવાલાયક રહેતાં નથી, તે ચકાસવું.
સાધનો અને પદાર્થો : બિલોરી કાચ, બે ડબા, રોટલી, બ્રેડ, પાણી
પદ્ધતિ : એક રોટલી અને એક બ્રેડ લઈ તેને અલગ ડબામાં મૂકો. અલગ અલગ ડબામાં મૂકો. એક ગ્લાસમાં પાણી લઈ બંને પર થોડું થોડું પાણી છાંટી બંનેને ભીનાં કરો. રોજ અવલોકન કરો.
અવલોકન :

દિવસ

અડીને

સૂંઘીને

બિલોરી કાચ દ્વારા

રંગમાં ફેરફાર

1

2

થોડું નરમ

3

પોચું, ફેલલાં

ભીની રોટલીની સુંગધ

ભૂખરાં ટપકાં

4

વધુ ફૂલેલું અને નરમ

બગડવાની શરૂઆતની વાસ

ભૂખરાં કાળાં ટપકાં

ભૂખરી, કાળી સપાટી

5

ફૂલીને આકાર અનિયમિત

બગડેલી બ્રેડની વાસ

કાળા ટપકાંના પ્રમાણમાં વધારો

કાળી સપાટી

7

અનિયમિત ફૂલીને વિચિત્ર દેખાવ

સડેલા પદાર્થની વાસ

કાળા ભૂખરાં ટપકાંમાં વધારો

સપાટી તદ્દન કાળી સપાટી


ભેજના કારણે રોટલી/બ્રેડનાં ટુકડા પર ફૂગનું પ્રમાણ ધીમે-ધીમે વધે છે. જેના કારણે રોટલી/બ્રેડના બંધારણમાં ફેરફાર થવાથી તે ખરાબ વાસવાળી બને છે.
નિર્ણય : ભેજના કારણે ઉત્પન્ન થતી ફૂગ ભીની રોટલી કે બ્રેડને ખાવાલાયક રહેવા દેતી નથી.

20. ................ ઋતુમાં ખોરાક ઝડપથી બગડી જાય છે.
ઉત્તર :
ઉનાળાની

21. કઈ ક્છતુમાં અનાજ, કઠોળમાં જીવડાં વધારે પડે છે અથવા સડી જાય છે?
ઉત્તર :
ચોમાસાની

22. ................ ખોરાકમાં ઝડપથી સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે.
ઉત્તર :
રાંધેલા

23. લીલાં શાકભાજી ક્યારે બગડી જાય છે?
ઉત્તર :
લીલાં શાકભાજી બે-ત્રણ દિવસ સાફ કર્યા વગર બહાર ખુલ્લામાં તડકામાં કે જયાં ગરમ હવા આવતી હોય તેવી જગ્યાએ મૂકી રાખવામાં આવે તો તે બગડી જાય છે.

24. રાંધેલા ખોરાકને લાંબો સમય સાચવવા શું કરવું જોઈએ?
ઉત્તર :
રાધેલા ખોરાકને લાંબો સમય સાચવી રાખવા તેને રાંધ્યા પછી ઠંડો પડે એટલે ફ્રિજમાં મૂકી દેવાથી તે લાંબો સમય સાચવી શકાય છે.

25. ભાતને થોડો સમય ફ્રિજ વિના સાચવવા શું કરવું જોઈએ?
ઉત્તર : ભાતને એક-બે દિવસ ફ્રિજ વિના સાચવવા ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખવાથી તે સારો રહે છે.

26. દૂધને જાળવવા શું કરવું જોઈએ?
ઉત્તર :
દૂધને જાળવવા તેને દિવસમાં એકથી બે વખત ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું જોઈએ અને ઠંડું પડતાં તેના વાસણને બીજા પાણી ભરેલા વાસણમાં મૂકી રાખવું જોઇએ, જેથી તે એક-બે દિવસ સુધી સારું રહે છે. આ ઉપરાંત દૂધને ફ્રીજમાં પણ લાંબો સમય જાળવી શકાય છે.

27. અનાજ-કઠોળ વગેરેને જીવાતથી બચાવવા શું કરવું જોઈએ?
ઉત્તર :
અનાજ-કઠોળ વગેરેને જીવાતથી બચાવવા માટે તેમાં કડવા લીમડાની સૂકી ડાળી કે પત્તાં મૂકવાં જોઈએ, બોરીક પાવડરની ટીકડીઓ મૂકવી જોઈએ, દિવેલ કે તેલથી મોઈને રાખવાં જોઈએ.

28. રાંધેલી વસ્તુને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે કયા કયા પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે?
ઉત્તર :
રાંધેલી વસ્તુઓને સાચવવા માટે વિનેગાર, સોડિયમ બેન્ઝોઇટ, સોડિયમ નાઇટ્રાઇટ જેવાં આર્ટિફેશિયલ પ્રિઝેર્વેટિવનો ઉપયોગ થાય છે.

29. નીચેનામાંથી કયું કુદરતી પ્રિઝર્વેટિવ છે?
ઉત્તર :
મીઠું, ખાંડ

30. ગોળ એ કુદરતી પ્રિઝર્વેટિવ છે.
ઉત્તર :
ખોટું