પ્રશ્ન-૧ નીચે આપેલું મેળાનું ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ લખો:
(૧) મેળા ના ચિત્ર માં કેટલી દુકાનો છે? તેમના નામ જણાવો?
જવાબ :
મેળાના ચિત્રમાં પાંચ દુકાનો છે. આઇસક્રીમની, નાસ્તાની, રમકડાની, ઠંડાપીણાની અને મીઠાઈની દુકાનો છે.

(૨) દોરડા પર ચાલતા નટ ના હાથમાં શું છે?
જવાબ :
દોરડા ઉપર ચાલતા નટ ના હાથમાં વાંસની મોટી લાકડી છે.

(૩) નટ પાસે ઊભેલો માણસ શું બગાડે છે?
જવાબ :
નટ પાસે ઊભેલો માણસ ઢોલક વગાડે છે.

(૪) કેટલા બાળકો આઈસ્ક્રીમ ની દુકાન પાસે ઊભા છે?
જવાબ :
બે બાળકો આઈસ્ક્રીમ ની દુકાન પાસે ઊભા છે.

(૫) મેળા ના ચિત્ર મા કેટલા ચકડોળ દેખાય છે?
જવાબ :
મેળાના ચિત્રમાં ત્રણ ચકડોળ દેખાય છે.

(૬) મેળાના ચિત્રમાં મદારી દેખાય છે કે નહીં?
જવાબ :
મેળાના ચિત્રમાં મદારી દેખાતો નથી.

(૭) મેળાના ચિત્ર માં કઈ દુકાન માં કોઈ ગ્રાહક નથી?
જવાબ :
મેળાના ચિત્રમાં રમકડાની દુકાનમાં કોઈ ગ્રાહક નથી.

(૮) ફુગ્ગા વાળા પાસે કયા કયા રંગના ફુગ્ગા છે?
જવાબ : ફુગ્ગા વાળા પાસે જાબલી, ગુલાબી, લીલા, કેસરી અને પીળા રંગના ફુગ્ગા છે.

(૯) આ ચિત્રમાં શાની દુકાન જોવા નથી મળતી?
જવાબ :
આ મેળાના ચિત્રમાં કપડાની, શાકભાજીની, વાસણની વગેરે દુકાન જોવા નથી મળતી.

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પસંદ કરી ખરુ √કરો.
(૧) ભાઈ માટે શું લેવાનું છે?
[  ] ભમરડો
[  ] આઈસ્ક્રીમ
[  ] ભેળ
[  ] બંગડી

(૨) પપ્પા માટે શું લેવાનું છે?
[  ] પાકીટ
[  ] પટ્ટો
[  ] પેન
[  ] કાસકો

(૩) બહેન માટે શું લેવાનું છે.
[  ] ભમરડો
[  ] આઈસ્ક્રીમ
[  ] ભેળ
[  ] બંગડી

(૪) મમ્મી માટે શું લેવાનું છે?
[  ] ભમરડો
[  ] માળા
[  ] ભેળ
[  ] બંગડી

પ્રશ્ન-૩ આપેલા વાક્યો ચકાસીને √ કે × ની નિશાની કરો:
(૧) મેળામાં તરવાનું છે 
ઉત્તર : ×

(૨)મેળામાં ચકર ચકર ચકડોળમાં ફરશુ.
ઉત્તર : 

(૩) મેળામાં ભેળ તીખી-મીઠી છે. 
ઉત્તર : 

(૪) મેળામાં ચોકલેટ ખાવાનું નક્કી છે.
ઉત્તર : ×

(૫) મેળામાં ઘોડા પર બેસવાનું છે.
ઉત્તર : ×

(૬) મેળામાં ભેળ ખાવા જવાનું નથી.
ઉત્તર : ×

(૭) મેળામાં ચકડોળમાં બેસવું છે.
ઉત્તર : 

પ્રશ્ન-૪ કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(૧) જાડા પાડા_____ પર બેસશું.(ચકડોળ,હાથી)

(૨) ઠંડો ઠંડો_______ ખાશુ. (આઈસક્રીમ, બરફ)

(૩) ચકર ચકર_______ માં ફરશું.( મોટર ,ચકડોળ)

પ્રશ્ન-૫ નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(૧) મેળામાં ખાવા-પીવાની કઈ કઈ ચીજવસ્તુઓ મળે છે?
જવાબ :
મેળામાં ભેળ, પફ,દાબેલી, વડાપાવ, સેવપુરી, ખીચુ,આઈસક્રીમ વગેરે ચીજવસ્તુઓ મળે છે.

(૨) મેળામાં તમને શું શું ખાવું ગમશે?
જવાબ :
મેળામાં મને ભેળપૂરી અને આઇસ્ક્રીમ ખાવા ગમશે.

(૩) મેળામાં તમે કોની સાથે જવાનું પસંદ કરશો?
જવાબ :
મેળામાં હું મારી બહેન અને મિત્રો સાથે જવાનું પસંદ કરીશ.

(૪) મેળા માં શું શું જોવા ન મળે? કોઈપણ બે વસ્તુઓ લખો?
જવાબ :
મેળામાં સોનાના ઘરેણાની અને વાળંદની દુકાન જોવા ન મળે.

(૫) મેળામાં તમને ગમતી કોઈ પણ ત્રણ વસ્તુઓ ના નામ લખો?
જવાબ :
ચકડોળ, રમકડા ,તીખી મીઠી ભેળ.

(૬) મેળામાંથી તમે શું શું ખરીદશો?
જવાબ :
મેળામાંથી હું રમકડા, માળા, બંગડી, પાકીટ ફુગ્ગા ,ચોકલેટ, ભમરડો નાસ્તો વગેરે ખરીદીશ.,

(8) કોઈ પણ જાણીતા મેળા નું નામ લખો.
જવાબ :
તરણેતરનો મેળો, કુંભનો મેળો.