1. સરનો અર્થ ............ થાય.
ઉત્તર : તળાવ

2. ગડસીસર ક્યાં આવેલું છે?
ઉત્તર :
જેસલમેર

3. ગડસીસર કોણે અને ક્યારે બંધાવેલું?
ઉત્તર : ગડસીસર જેસલમેરના રાજા ગડસીએ 650 વર્ષ પહેલાં બંધાવેલું.

4. ગડસીસર તળાવ રાજાએ ............ ની મદદથી બનાવેલું.
ઉત્તર :
લોકો

5. રાજાએ ગડસીસરની આસપાસ શું શું બનાવ્યું હતું?
ઉત્તર :
રાજાએ ગડસીસરની આજુબાજુ પગથિયાંવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ, શાળા ને બીજું ઘણું બધું બનાવ્યું હતું.

6. ગડસીસરની આસપાસ બગીચો બનાવવામાં આવ્યો હતો.
ઉત્તર :
ખોટું

7. ગડસીસર આગળ લોકો શા માટે આવતા હતા?
ઉત્તર :
તહેવાર ઊજવવા, સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા

8. બાળકો ગડસીસરના ઘાટ પર શા માટે આવતા હતા?
ઉત્તર :
બાળકો ગડસીસરના ઘાટ પર બનાવેલી શાળામાં ભણવા આવતા હતા.

9. તળાવને ચોખ્ખું રાખવાની કાળજી કોણ લેતું હતું?
ઉત્તર :
રાજા, પ્રજા, સૈનિકો

10. તળાવમાં સંગ્રહાયેલું વરસાદનું પાણી ............ સુધી પહોંચતું હતું.
ઉત્તર :
માઇલો

11. ગડસીસર તળાવની બનાવટમાં શું ખૂબી હતી?
ઉત્તર :
ગડસીસરની રચના એવી રીતે કરવામાં આવી હતી કે તે ભરાઈ જતાં તેનાથી નીચેની સપાટીએ બનાવેલા બીજા તળાવમાં પાણી જતું રહે. બીજુ તળાવ ભરાય એટલે ત્રીજા તળાવમાં પાણી જતું રહે. આ રીતે ક્રમશઃ નવ તળાવ ભરાતાં અને વરસાદનું પાણી આખું વર્ષ વાપરી શકાતું.

12. આજે પણ ગડસીસરનો ઉપયોગ પહેલાંની જેમ થાય છે.
ઉત્તર :
ખોટું

13. આજે ગડસીસરનો ઉપયોગ શા માટે નથી થતો?
ઉત્તર :
આજે ગડસીસર અને નવ તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને મકાનો આવી ગયાં છે. લોકોને પાણી માટે બીજી વ્યવસ્થા મળી ગઈ છે. આથી તેઓ વરસાદના પાણીને વહી જવા દઈ વેડફે છે અને ગડસીસરનો ઉપયોગ કરતા નથી.

14. આપણે ઇતિહાસ જાણવા માટે મુખ્ય .......... પ્રકારના શ્નોતોનો ઉપયોગ કરીએ છીએ.
ઉત્તર :
બે

15. નીચેનામાંથી લેખિત ન્નોત તરીકે કોનો ઉલ્લેખ થાય છે?
ઉત્તર :
શિલાલેખ

16. સ્થાપત્યો એ ઈતિહાસ જાણવાના ............... શ્નોત છે.
ઉત્તર : અલિખિત

17. ઇતિહાસ જાણવાના લેખિત સ્તોતો કયા કયા છે?
ઉત્તર :
તાડપત્રો, ભોજપત્રો, પ્રવાસીઓની નોંધો, શિલાલેખો, ડાયરી, મહાકાવ્યો વગેરે લેખિત ઇતિહાસ જાણવાના સ્નોતો છે.

18. અલ-બિરુનીની નોંધ એ .............. સ્રોત છે.
ઉત્તર :
લિખિત

19. અલ-બિરુની દેશના વતની હતા?
ઉત્તર : ઉઝબેકિસ્તાન

20. અલ-બિરુનીએ તેમની નોંધમાં ભારતીય લોકોની કઈ કુશળતાનાં વખાણ કર્યા છે?
ઉત્તર : અલ-બિરુની હજારો વર્ષ પહેલાં ભારતમાં આવેલા. તેમણે ભારતીય લોકોની તળાવો બનાવવાની કુશળતાનાં વખાણ કર્યા છે.

21. અલ-બિરુનીની નોંધ પ્રમાણે ભારતમાં તળાવો બનાવવા શેનો ઉપયોગ થતો હતો?
ઉત્તર :
અલ-બિરુનીની નોંધ પ્રમાણે ભારતમાં તળાવો બનાવવા મોટા પથ્થરો અને લોખંડના સળિયાઓનો ઉપયોગ થતો હતો.

22. અલ-બિરુનીની નોંધ મુજબ ભારતમાં તળાવોની તે સમયે શી વિશેષતા હતી?
ઉત્તર :
અલ-બિરુનીની નોંધ મુજબ ભારતના લોકો તળાવ બનાવવામાં કુશળ છે. તેઓ મોટા પથ્થ?.ની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે.. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાનાં અને નીચે આવવાનાં પગથિયાં જુદાં જુદાં હોવાથી ત્યાં ભીડ ઓછી થતી હોય છે.

23. અલ-બિરુનીની નોંધ પરથી તે સમયની ભારતીય પ્રજાની પાણીના સંગ્રહ માટેના વ્યવસ્થિત આયોજનની ઝાંખી થાય છે.
ઉત્તર :
સાચું

24. તમારી આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે? કેવી રીતે? ચર્ચા કરો.

25. ગુજરાતની મોટા ભાગની નદીઓમાં બારેમાસ પાણી હોય છે.
ઉત્તર : ખોટું

26. જેસલમેરમાં વરસાદ ........ પડે છે.
ઉત્તર :
ઓછો

27. પહેલાંના સમયમાં લોકોના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ............. ની વ્યવસ્થા હતી.
ઉત્તર :
ટાંકા

28. પહેલાંના સમયમાં લોકો તળાવો શા માટે બંધાવતા હતા?
ઉત્તર :
પહેલાંના સમયમાં લોકોને પાણીની અનિવાર્યતાની ખબર હતી. તેઓ પાણીને ખૂબ મૂલ્યવાન ગણતા હતા. તેથી વરસાદનાં પાણી વેડફાઈ ન જાય અને તે આખું વર્ષ વાપરી શકાય તે માટે તેઓ તળાવો બંધાવતા હતા. જેથી તળાવોમાંનું પાણી જમીનમાં ઊતરી કૂવા અને વાવ સુધી પહોંચે જેથી તે વિસ્તારમાં પાણી મળી રહે અને જમીન ફળદ્ટુપ બને.