36. પાકની ફેરબદલી કરવાથી શું થાય છે? ભારતના ખેડૂતો પાકની ફેરબદલી કેવી રીતે કરે છે, તે જણાવો.
ઉત્તર : 
પાકની ફેરબદલીની પદ્ધતિમાં ખેતરમાં એક પાક ઉછેર્યા બાદ, બીજી વાર અન્ય પ્રકારના પાકનો ઉછેર કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં ખેડૂતો એક ત્છતુમાં કઠોળ ઉગાડે છે અને બીજી ત્રકતુમાં ઘઉં ઉગાડે છે. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થાય છે. કઠોળ વર્ગ (શિમ્બી કુળ)ની વનસ્પતિનાં મૂળની ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. જેના કારણે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ થાય છે.

37. કુદરતી ખાતરના ફાયદા જણાવો.
ઉત્તર :
 કુદરતી ખાતરના ફાયદા આ મુજબ છે :
(1) કુદરતી ખાતર જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે.
(2) તેનાથી જમીન છિદ્રાળુ રહે છે. જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે.
(3) ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે.
(4) જમીનના બંધારણમાં સુધારો કરે છે.

38. તફાવત આપો : કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર

કૃત્રિમ ખાતર

કુદરતી ખાતર

1. કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે.

1. કુદરતી ખાતર એક કાર્બનિક (જૈવિક) પદાર્થ છે. જે છાણ, ઇત્સર્ગ દ્વવ્યો અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે.

2. આ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે.

2. આ ખાતરનું નિર્માણ ખેતરમાં થાય છે.

3. આ ખાતરથી જમીનને સેન્દ્વિય પદાર્થો પ્રાપ્ત થતા નથી.

3. આ ખાતરની જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે.

4. વનસ્પતિ માટે જરૂરી પોષક દ્વવ્યો જેવાં કે, નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટૅશિયમ ભારપૂર માત્રામાં હોય છે.

4. વનસ્પતિ માટે પોષક દ્વવ્યોનું પ્રમાણ ઓછું હોય છે.


39. વિભાગ - અ માં આપેલા શબ્દોને વિભાગ - બ માં આપેલા શબ્દો સાથે જોડો :

વિભાગ : અ

વિભાગ : બ

ઉત્તર

1. ખરીફ પાક

1. ઢોર માટેનો ચારો

1. – 5

2. રવી પાક

2. યુરિયા અને સુપર ફૉસ્ફેટ

2. – 4

3. રાસાયણિક ખાતર

3. પ્રાણીમળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો

3. – 2

4. છાણિયું ખાતર

4. ઘઉં, ચણા, વટાણા

4. – 3

 

5. ડાંગર

 


40. સજીવો માટે પાણીનું વિશેષ મહત્ત્વ કેમ છે?
ઉત્તર :
 કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે પાણી જરૂરી છે. સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે. સજીવોમાં લગભગ 70 % થી 90 % પાણી હોય છે. સજીવની જૈવ-રાસાયણિક ક્રિયાઓ પાણી વગર શક્ય નથી. આથી સજીવો માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે.

41. વનસ્પતિનાં મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે .............. અને ............... પણ શોષાય છે.
ઉત્તર : 
ખનીજો, ખાતરો

42. વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે?
ઉત્તર : 
90 %

43. ખેતરમાં નિયમિતરૂપે પાણી આપવું કેમ આવશ્યક છે?
ઉત્તર :
 વનસ્પતિમાં લગભગ 90 % પાણી હોય છે. ખેતરમાં બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. વનસ્પતિના પ્રત્યેક ભાગમાં ખનીજોનું વહન પાણી દ્વારા થાય છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે, જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા, ખેતરમાં નિયમિતરૂપે પાણી આપવું જરૂરી છે.

44. વ્યાખ્યા આપો : સિંચાઈ
ઉત્તર :
 સમયાંતરે ખેતરમાં યોગ્ય પ્રમાણમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે.

45. સિંચાઈના સ્રોત જણાવો.
ઉત્તર :
 કૂવાઓ, બોરકૂવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, બંધ (ડેમ) તેમજ નહેરો સિંચાઈના ન્નોત છે.

46. સિંચાઈની પરંપરાગત રીતોનાં નામ આપો.
ઉત્તર :
 મોટ, ચેન-પંપ, ઢેક્લી અને રહૅટ એ સિંચાઈની પરંપરાગત રીતો છે.

47. સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર :
 સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવે છે.

48. પંપ ચલાવવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે?
ઉત્તર :
 પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગૅસ, વિદ્યુત-ઊર્જા તેમજ સૌર-ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

49. આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિઓ જણાવો.
ઉત્તર :
 આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ છે.

50. ફુવારા પદ્ધતિ વિશે જણાવો.
ઉત્તર : 
આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. જ્યાં પાણી ઓછી માત્રામાં હોય છે. કાટખુણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપની સાથે જોડાયેલ હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે, જેમ કે વરસાદ પડતો હોય. ફૂવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે.

51. ટપક સિંચાઈ પદ્ધતિ વિશે જણાવો.
ઉત્તર : આ 
પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. આથી, તેને ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. તેમ જ પાણી એકઠું થતું નથી. એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે.

52. વ્યાખ્યા આપો : નીંદણ
ઉત્તર : ખેતરમાં મુખ્ય પાકની સાથે કેટલાક અનૈચ્છિક કે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે. આવા અનૈચ્છિક કે બિનજરૂરી છોડને નીંદણ કહે છે.

53. નીંદણને દૂર કરવાની ક્રિયાને ..............કહે છે.
ઉત્તર : 
નીંદામણ

54. નીંદામણ કેમ આવશ્યક છે?
ઉત્તર :
 નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધે પર અસર કરે છે. કેટલાંક નીંદણ લણણીમાં વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે. આથી નીંદામણ આવશ્યક છે.

55. નીંદણ અને માટે ઝેરી પણ હોઈ શકે છે.
ઉત્તર :
 મનુષ્ય, પ્રાણીઓ

56. નીંદણને દૂર કરવા માટે ખેડૂત કઈ કઈ પદ્ધતિઓ અપનાવે છે?
ઉત્તર :
 નીંદણને દૂર કરવા માટે ખેડૂત પાક ઉગાડતાં પહેલાં ખેડ દ્વારા નીંદણને દૂર કરે છે, જેથી તે સુકાઈને મરી જાય છે. ખૂરપી અથવા વાવણિયાની મદદથી સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળસહિત ઉખાડવામાં આવે છે. નીંદણને દૂર કરવા માટે નીંદણનાશક રસાયણોનો પણ છંટકાવ કરે છે.

57. વ્યાખ્યા આપો : નીંદણનાશક
ઉત્તર :
 નીંદણને દૂર કરવામાં વપરાતાં રસાયણોને નીંદણનાશક કહેવામાં આવે છે.

58. ખેડૂતે નીંદણનાશકનો ખેતરમાં છંટકાવ કરતાં કઈ કઈ સાવધાની રાખવી જોઈએ?
ઉત્તર :
 ખેડૂતે નીંદણનાશકનો ખેતરમાં છંટકાવ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. નીંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી પોતાનું નાક અને મોં કપડાથી ઢાંકી ખેતરમાં છંટકાવ કરવો જોઈએ. નીંદણનાં પુષ્પ કે બીજ બનતાં પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ.

59. કારણ આપો : ખેડૂતે નીંદણનાશક દવાઓના છંટકાવ વખતે પોતાનું મોં અને નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ.
ઉત્તર : 
કારણ કે, નીંદણનાશક દવાઓ રસાયણોની બનેલી હોય છે. જે સીધી શરીરમાં જાય તો વ્યક્તિના સ્વાસ્થ્યને હાનિ કરી શકે છે. નીંદણનાશકનો છંટકાવ કરતી વખતે ખેડૂતના શરીરમાં તે જાય નહીં તે માટે ખેડૂતે નીંદણનાશક દવાઓના છંટકાવ વખતે પોતાનું મોં અને નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ.

60. વ્યાખ્યા આપો : લણણી
ઉત્તર : પાક જયારે પૂર્ણ પરિપક્વ થાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે.

61. આપણા દેશમાં ............... ની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે.
ઉત્તર : 
દાતરડા

62. પાકની લણણી માટે વપરાતું સાધન : .............
ઉત્તર : હાર્વેસ્ટર

63. વ્યાખ્યા આપો : થ્રેશિંગ
ઉત્તર : કાપવામાં આવેલ પાકમાંથી બીજ/દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને શ્રેશિંગ કહે છે.

64. થ્રેશિંગ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર :
 લણણી કર્યા બાદ કાપવામાં આવેલા પાકમાંથી બીજ અથવા દાણાઓને ભૂસામાંથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને થ્રેશિંગ કહેવામાં આવે છે. પરંપરાગત રીતે થ્રેશિંગ હાથ વડે કરવામાં આવે છે, જ્યારે હાલ મશીન વડે થ્રેશિંગ કરવામાં આવે છે. મશીન વડે થ્રેશિંગ કરવાથી સમયની બચત થાય છે.

65. કમ્બાઈઇન મશીન વિશે નોંધ લખો.
ઉત્તર :
 કમ્બાઇન મશીન સામાન્ય રીતે હાર્વેસ્ટર તથા થ્રેસર બંનેનું સંયુક્ત કાર્ય કરે છે. હાર્વેસ્ટર મશીન પાકની લણણી માટે વપરાય છે, જ્યારે કાપવામાં આવેલા પાકમાંથી બીજ કે દાણાને ભૂસામાંથી થ્રેસર વડે અલગ કરવામાં આવે છે. કમ્બાઈન મશીન આ બંને કાર્ય કરી શકે છે.

66. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ............... જેવી ક્રિયા દ્રારા અલગ કરે છે.
ઉત્તર : 
ઊપણવા

67. ધાન્ય પાકોનો જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે તે જગ્યાએ પાકને કોનાથી સુરક્ષિત રાખવા પડે છે?
ઉત્તર : 
ધાન્ય પાકોના સંગ્રહ વખતે પાક ને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવો પડે છે.

68. ધાન્ય પાકોના સંગ્રહ પહેલાં શું કરવું જોઈએ? શા માટે?
ઉત્તર : 
ધાન્ય પાકોનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવવા જોઈએ. જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય. ભેજનું પ્રમાણ ઘટતાં તેમાં કીટકો, બૅક્ટેરિયા અને ફૂગ ઉત્પન્ન થતાં નથી, તેમજ બીજની બીજાંકુરણ ક્ષમતા જળવાઈ રહે છે.

69. ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ ક્યાં કરે છે?
ઉત્તર :
 ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુ (મેટલ)નાં મોટાં પીપડાં તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઇલોમાં (ધાતુનાં ઊંચાં પાત્રોમાં કે ભૂગર્ભમાં) અથવા કોઠારમાં કરે છે.

70. અનાજના ઘરગથ્થુ સંગ્રહ માટે .............નાં સૂકાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તર :
 લીમડા

71. નીચે આપેલાં બૉક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય :


ઉત્તર : જમીન તૈયાર કરવી -» ખેતર ખેડવું -» રોપણી -» ખાતર આપવું -» સિંચાઈ -» લણણી પાકને ખાંડના કારખાનામાં મોકલવો.

72. કયાં કયાં પ્રાણીઓ આપણને દૂધ આપે છે?
ઉત્તર : 
ગાય, ભેંસ, બકરી, ઊંટડી જેવાં પ્રાણીઓ આપણને દૂધ આપે છે.

73. પ્રાણીઓમાંથી મળતો ખોરાક જણાવો.
ઉત્તર :
 પ્રાણીઓમાંથી વિવિધ પ્રકારના ખોરાક પ્રાપ્ત થાય છે. જેમાં ગાય, ભેંસ, બકરી, ઊંટડીમાંથી દૂધ; મરઘીમાંથી ઈંડાં, માંસ તેમજ માછલીમાંથી કૉડલિવર ઓઇલ તેમજ માંસ વગેરે પ્રાપ્ત થાય છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે.

74. વ્યાખ્યા આપો : પશુપાલન
ઉત્તર :
 મોટા પાયા પર ઘરમાં કે ખેતરમાં પાલતુ પ્રાણીઓને યોગ્ય રહેઠાણ, ખોરાક તેમજ દેખરેખ પૂરાં પાડવામાં આવે તેને પશુપાલન કહે છે.

75. કૉડલિવર ઓઈલમાં ............. વધારે માત્રામાં હોય છે.
ઉત્તર :
 વિટામિન – D