39. નાના આંતરડામાં નહીં પચેલો ખોરાક ક્યાં જાય છે?
ઉત્તર :
 મોટા આંતરડામાં

40. પાચનક્રિયામાં ભાગ લેતા અવયવોનાં નામ જણાવો.
ઉત્તર :
 મોં, અન્નનળી, જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું વગેરે અવયવો પાચનક્રિયામાં ભાગ લે છે.

41. ખોરાકના પાચનની શરૂઆત ...... થી થાય છે.
ઉત્તર :
 મોં

42. મોંમાં શેનું પાચન થાય છે?
ઉત્તર :
 સ્ટાર્ચ

43. તમને જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે? ચર્ચા કરો. (નમૂનારૂપ જવાબ)
ઉત્તર :
 જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે પેટમાં કંઈક થતું હોય એવું લાગે છે. જાણે સામે કોઈ ખાવાની વસ્તુ આવે તે ખાઈ લઈશું એવું લાગે છે. શરીર જાણે ઢીલું પડી ગયું હોય અને ખાવા સિવાય બીજું કશું જ કરવાની ઇચ્છા થતી નથી. દરેક માણસને આ માટે પોતાના અલગ-અલગ અનુભવો હોય છે.

44. આપણે થોડા દિવસ ખોરાક ન લઈએ તો અશક્તિ શા માટે અનુભવીએ છીએ?
ઉત્તર : 
આપણે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિ જેવી કે, ચાલવું, બેસવું, દોડવું, રમવું, ખાવું, ભણવું, ઊભા રહેવું વગેરે કરીએ છીએ. આ બધી જ પ્રવૃત્તિ કરવામાં આપણા શરીરમાં રહેલી શક્તિ ખર્ચાય છે. આપણે બધા જાણીએ છીએ કે ખોરાકમાં વિવિધ પોષક તત્ત્વો રહેલાં હોય છે. આ બધામાંથી આપણને કામ કરવાની ઊર્જા કે શક્તિ મળે છે. આથી, જો આપણે થોડા દિવસ ખોરાક લીધા વિના રહીએ તો આપણને અશક્તિ આવી જાય છે.

45. આપણે બેથી ત્રણ દિવસ પાણી વગર રહી શકીએ છીએ.
ઉત્તર :
 ખોટું

46. ખોરાકમાં સ્ટાર્ચ ............... સ્વરૂપે રહેલો છે.
ઉત્તર : 
ગ્લુકોઝ

47. ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે?
ઉત્તર : 
ગળ્યો

48. ઝાડા-ઊલટી થાય ત્યારે દર્દનિ કયું પ્રવાહી આપવું હિતાવહ છે?
ઉત્તર : 
ઝાડા-ઊલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું પાણી આપવું હિતાવહ છે.

49. ઝાડા-ઊલટી થવાથી વ્યક્તિ શા માટે નબળો પડી જાય છે?
ઉત્તર : 
ઝાડા-ઊલટી થાય ત્યારે વ્યક્તિના શરીરમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ ઘટતું જાય છે. આપણા શરીરમાં 65 % પાણી રહેલું છે. તે ઘટી જતાં શરીર નબળું પડી જાય છે.

50. કારણ આપો : જ્યારે સતત ઝાડા-ઊલટી થાય ત્યારે ડૉકટર ગ્લુકોઝના બાટલા ચડાવવાની સલાહ આપે છે.
ઉત્તર : 
સતત ઝાડા-ઊલટી થાય ત્યારે શરીરમાંથી પાણી ઘટતું જાય છે. મોં વાટે લીધેલું પ્રવાહી કે ખોરાક પણ ટકતાં નથી. આવા સમયે જો ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે તો દર્દીને જમ્યા વગર પણ થોડી તાકાત મળે છે.

51. બજારમાં ગ્લુકોઝ માત્ર પ્રવાહી સ્વરૂપે જ મળે છે.
ઉત્તર : ખોટુ

52. ગ્લુકોઝનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરી શકે છે?
ઉત્તર :
 ગ્લુકોઝ બજારમાં પાવડર સ્વરૂપે પણ મળે છે. આથી, બીમાર વ્યક્તિ, નાનાં બાળકો, રમતવીરો, વૃદ્ધો શરીરમાં ઝડપથી તાકાત મેળવવા માટે પાણીમાં ઓગાળીને અથવા પાવડર સ્વરૂપે લે છે.

53. શાળામાં રાખવામાં આવતી પ્રાથમિક સારવાર પેટીમાં પણ ગ્લુકોઝ રાખવામાં આવે છે.
ઉત્તર : સાચું

54. .............. વર્ષ પછી પણ માર્ટિનના પેટમાં કાણું હતું.
ઉત્તર : દોઢ

55. પેટના કાણામાંથી નળી દ્વારા ખોરાક બહાર કાઢી શકાતો નથી.
ઉત્તર : 
ખોટું

56. ડૉ. બ્યુમોન્ટે માર્ટિનના પેટ પર અલગ-અલગ પ્રયોગો કરવામાં લગભગ કેટલો સમય વિતાવ્યો હતો? 
ઉત્તર : 9 વર્ષ

57. ડૉ. બ્યુમોન્ટે પેટ પર કેવા પ્રયોગો કર્યા?
ઉત્તર :
 ડો. બ્યુમોન્ટે માર્ટિનના પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તેમણે તે પ્રવાહીમાં બાફેલી માછલીના થોડા ટુકડા નાખી ઢાંકી દીધું અને તે જ સમયે એટલા જ પ્રમાણમાં માર્ટિનને પણ તેટલા જ માછલીના ટુકડા ખાવા માટે આપ્યા. થોડા સમય પછી અવલોકન કરતાં જણાયું કે, પ્યાલામાં રાખેલા પ્રવાહીમાં માછલીના ટુકડા ઓગળી ગયા હતા, જ્યારે માર્ટિનના પેટમાં એના કરતાં પણ ઝડપથી તેનું પાચન થઈ ગયું હતું.

58. આપણા પેટનું તાપમાન આશરે ......... સે. હોય છે.
ઉત્તર : 
30

59. ડો. બ્યુમોન્ટના તારણ મુજબ આપણા માનસિક સ્વાસ્થ્યની અસર પાચન પર થાય છે.
ઉત્તર :
 સાચું

60. જ્યારે આપણે ........... હોઈએ ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી.
ઉત્તર : 
દુઃખી

61. આપણા જઠરમાં રહેલ પાચકરસ ............ હોય છે.
ઉત્તર :
 એસિડિક

62. આપણને એસિડિટી ક્યારે થાય છે?
ઉત્તર :
 જ્યારે આપણે સરખી રીતે જમ્યા ન હોઇએ અને ખોરાક બરોબર પચ્યો ન હોય ત્યારે એસિડિટી થાય છે.

63. આપણું પેટ ખોરાક પચાવવા માટે તેને વલોવે છે.
ઉત્તર :
 સાચું

64. રશ્મિ પાંચ વર્ષની હોવા છતાં 3 વર્ષની હોય તેવી લાગે છે? શા માટે?
ઉત્તર : 
રશ્મી પાંચ વર્ષની હોવા છતાં 3 વર્ષની હોય તેવી લાગે છે. કારણ કે, તેને દિવસ દરમિયાન માત્ર થોડા ભાત કે એક રોટલી જેટલો ખોરાક પણ ક્યારેક મળતો નથી.

65. જયેશ તેની ઉંમર કરતાં શા માટે મોટો લાગે છે?
ઉત્તર :
 જયેશને ઘરે બનાવેલો ખોરાક જેમ કે, દાળ-ભાત, શાક અને રોટલી જમવાં ગમતા નથી; તે બજારમાંથી લાવેલો તીખો ખોરાક જેમ કે, ચિપ્સ, બર્ગર, પિઝા અને ઠંડાં પીણાંનો વધુ ઉપયોગ કરે છે. આ બધા ખોરાકમાં ખૂબ જ ચરબી અને સ્ટાર્ચ હોય છે. જેને પચાવવા માટે શારીરિક કસરત જરૂરી છે. પણ જયેશ તો બસમાં બેસીને શાળાએ જાય છે અને ત્યાંથી આવીને બાકીનો સમય ટીવી જોવામાં પસાર કરે છે. આથી તેનું શરીર સતત વધતું જાય છે અને તે તેની ઉંમરનાં બીજા બાળકો કરતાં મોટો લાગે છે.

66. રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી કેમ ખાય છે?
ઉત્તર :
 રશ્મિ ખૂબ જ ગરીબ પરિવારની છે, ત્યાં તેને એક ટંકનું પૂરતું ખાવાનું પણ મળવું મુશ્કેલ છે. માટે તે આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાય છે.

67. જયેશને રમતો રમવી શા માટે ગમતી નથી? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : જ્યેશ બહુ જાડો હતો. જાડા માણસને દોડવા, કૂદવા જેવી પ્રવૃત્તિ કરવામાં તકલીફ પડે છે; ઉપરાંત તેને ટીવી જોવામાં અને ચટાકેદાર વસ્તુઓ ખાવામાં વધારે રસ છે. તેથી તેને રમતો રમવી નથી ગમતી.

68. ડૉ. ઋત્વાએ રશ્મિ અને જયેશ બંને માટે ............... ઇલાજ સૂચવ્યો.
ઉત્તર :
 યોગ્ય આહાર

69. યોગ્ય ખોરાક કોને કહેવાય?
ઉત્તર : 
જે ખોરાકમાં આપણા શરીર માટે જરૂરી બધાં જ પોષક તત્ત્વો જેવાં કે, પ્રોટિન, ચરબી, વિટામિન, ક્ષારો, સ્ટાર્ચ (કાર્બોહાઇડ્રેટ્સ) વગેરે મળી રહેતા હોય તેવા ખોરાકને સારો ખોરાક કહે છે.

70. સારો ખોરાક (પોષક ખોરાક) શા માટે જરૂરી છે?
ઉત્તર :
 આપણું શરીર સતત કાર્યરત રહે છે. આ બધા માટે શક્તિ જરૂરી છે. જે આપણને પોષક આહારમાંથી મળી રહે છે માટે આપણે પોષક આહાર લેવો જોઈએ. વળી, જો પોષક આહાર ન લઇએ તો આપણી બીમાર પણ પડી શકીએ.

71. યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો ....... છે.
ઉત્તર :
 હક

72. આપણા દેશનાં ઘણાં બાળકો એવાં છે કે જેમને એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી.
ઉત્તર :
 સાચું

73. જ્યાં ઘણાં અનાજનો સંગ્રહ થાય છે, તે જગ્યાને શું કહે છે?
ઉત્તર : 
ઘર

74. ગોમતી રાજ્યની વતની છે.
ઉત્તર : 
ઓરિસ્સા

75. કાલહાન્ડી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ......... પાકે છે.
ઉત્તર : 
ડાંગર

76. ગોમતીને જ્યારે કોઈ કામ નથી મળતું ત્યારે તે અને તેનો પરિવાર શું ખાય છે?
ઉત્તર :
 ગોમતીને જ્યારે કોઈ કામ નથી મળતું ત્યારે તે અને તેનો પરિવાર જંગલમાંથી વીણી લાવેલાં પાંદડાં અને મૂળ ખાઈને પોતાનું પેટ ભરે છે.